Book Title: Astittva ane Ahimsa Author(s): Mahapragna Acharya, Rohit A Shah Publisher: Anekant Bharati Prakashan View full book textPage 5
________________ યોગક્ષેમ વર્ષની પ્રવચનમાળા આ વિશેષતાઓથી અનુપ્રાણિત છે. જૈન આગમોના આધારે સમાયોજિત આ પ્રવચનમાળા વૈજ્ઞાનિક વ્યાખ્યાને કારણે સહજગમ્ય અને આકર્ષક બની ગઈ છે. તેમાં શાશ્વત તેમજ સામયિક સત્યોનો અદ્ભુત સમાવેશ છે. તેની ઉપયોગિતા યોગક્ષેમ વર્ષ પછી પણ ટકી રહેશે. એ વાત ધ્યાનમાં રાખીને ‘પ્રજ્ઞાપર્વ સમારોહ સમિતિ’એ મહાપ્રજ્ઞનાં પ્રવચનોને જનાર્પિત કરવાનો સંકલ્પ કર્યો. ‘અસ્તિત્વ અને અહિંસા' તેનું ત્રીજું પુષ્પ છે – જે યોગ્ય સમયે આપ સૌના કરકમળમાં પહોંચી રહ્યું છે. જે લોકોએ પ્રવચનો સાંભળ્યાં છે અને જેમણે નથી સાંભળ્યાં તે તમામને યોગક્ષેમ યાત્રાનું આ પાથેય અહિંસાના વિકાસની પ્રેરણા બક્ષતું રહેશે અને તેમની ચેતનાનાં બંધ દ્વાર ખોલીને તેને પ્રકાશથી સભર કરી દેશે તેવો વિશ્વાસ છે. ॥ ગણાધિપતિ તુલસી ૧૫, સપ્ટેમ્બર, ૧૯૮૯ મહાવીરનગર, પાલી (રાજસ્થાન) Jain Education International ૪ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 274