Book Title: Astittva ane Ahimsa Author(s): Mahapragna Acharya, Rohit A Shah Publisher: Anekant Bharati Prakashan View full book textPage 4
________________ આશીર્વચન યોગક્ષેમ વર્ષનો અપૂર્વ અવસર પ્રજ્ઞા-જાગરણ અને વ્યક્તિત્વ-નિર્માણનું મહાન લક્ષ્ય. લક્ષ્યની પૂર્તિ માટે બહુમુખી સાધનો-પ્રવચન, પ્રશિક્ષણ અને પ્રયોગ. પ્રવચનના પ્રત્યેક વિષયનું પર્વનિર્ધારણ અધ્યાત્મ અને વિજ્ઞાનને એક સાથે સમજવા અને જીવવાની અભીપ્સા, સમસ્યા એક જ હતી : પ્રશિક્ષિત વ્યક્તિઓના વિભિન્ન સ્તર. એક તરફ અધ્યાત્મ અને વિજ્ઞાનનો કક્કો પણ ન જાણનારા લોકો અને બીજી તરફ અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોના જિજ્ઞાસુ બન્ને પ્રકારના શ્રોતાઓને તેમની ક્ષમતા પ્રમાણે લાભાન્વિત કરવાનું મુશ્કેલ લાગતું હતું. એ સૌને કઈ શૈલીમાં, કેવી સામગ્રી આપવી જોઈએ એ બાબત ઉપર આવીને ચિંતન અટકી જતું હતું. નવાં તથ્યોને નવી રોશનીમાં જોવાની જેટલી પ્રાસંગિકતા હોય છે એટલી જ આવશ્યકતા પરંપરિત મૂલ્યોની કોઈ નવા જ પરિવેશમાં અભિવ્યક્તિની પણ હોય છે. ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરતી વખતે “બરાદીપક ન્યાય' તથા ડમરૂકમણિ” ન્યાય વિશે વાંચ્યું હતું. ઊંબરા ઉપર મૂકેલો દીપક ઓરડાની અંદર અને બહાર બન્ને બાજુને એકસાથે પ્રકાશિત કરે છે. ડમરૂનો એક જ મણકો તેને બન્ને બાજુએ વગાડે છે. એ જ રીતે વક્નત્વ ક્લામાં કુશળ વક્તા પણ પોતાના પ્રવચન-પ્રવાહ વડે સામાન્ય અને વિદ્વાન બન્ને કક્ષાના લોકોને પ્રભાવિત કરી શકે છે – જો તેમનામાં પૂરેપૂરી ગ્રહણશીલતા હોય તો. યોગક્ષેમ વર્ષની પ્રથમ ઉપલબ્ધિ એ છે કે પ્રવચનની એવી શૈલીનો આવિષ્કાર- જે ન તો સરળ છે કે ન તો જટિલ છે. જેમાં ઉચ્ચ કક્ષાના જ્ઞાનની ન્યૂનતા નથી અને પ્રાથમિક જ્ઞાનનો અભાવ નથી. જે નિશ્ચયનો સ્પર્શ કરનાર છે તેમ વ્યવહારના શિખર ઉપર વિહાર કરનાર પણ છે. આ શૈલીને આવિસ્કૃત અથવા તો સ્વીકૃત કરવાનું શ્રેય છે – આચાર્ય મહાપ્રજ્ઞને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 274