________________
આપ્તવાણી-૧૧
૧૭ (આંખે દેખાય એવા અથવા ના દેખાય એવા દરેક જીવની અંદર ભગવાન છે.) પોતે જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી, દરેક જીવમાં બેઠેલા છે. એવું ખોળો તો કંઈક જડે !
આત્મા બધે એક સરખો છે. ફક્ત ફેર શેમાં છે ? પેકિંગમાં ફેર છે. વેરાઈટીઝ ઓફ પેકિંગ (જુદાં જુદાં ખોખાં) છે ને મહીં ભગવાન રહેલાં છે ! તમારી મહીં ભગવાન રહેલાં છે, એ ભગવાન ઓળખાઈ ગયા એટલે કામ થઈ ગયું. પણ એ તો દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય ત્યારે ભગવાન દેખાય ને ! આ ચામડાની આંખથી ભગવાન ના દેખાય.
ભગવાન કેવા સ્વરૂપમાં છે ? નિરંજન-નિરાકાર સ્વરૂપમાં છે, અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ અને અવ્યાબાધ સ્વરૂપ એવા બધા બહુ જાતજાતના ગુણો છે. ને મહીં જ બેઠેલા છે. પણ આ તો અનંત અવતાર થયાને તો પણ ચેતનનો એક અંશ પણ અનુભવ થયો નથી. ચેતનની હાજરીનો અનુભવ એટલો રહે છે કે રાતે સૂઈ જાયને ત્યારે મહીં આનંદ રહે, બહારની મશીનરી બંધ થઈ જાય, પણ ભગવાન તો હાજર છે, તે એમનું સુખ બહાર નીકળે. પોતે અનંતસુખનું કંદ છે, સુખનો કંદ જ પોતે છે, પણ આ મશીનરી બંધ થાય પછી એ સુખ મહીંથી બહાર નીકળે. આ મશીનરી ચાલુ હોય તો ય સુખ તો બહાર નીકળે ખરું, પણ પોતાને સમજાય નહિ.
માપી તીજશક્તિ ક્યારે ય ?
આપ્તવાણી-૧૧ જે આત્મા છેને એમની એટલી બધી શક્તિ છે કે જો એટલી શક્તિ ના હોત ને તો આજે અનાત્માની માયા છે ને, એ મોક્ષે ના જવા દેત. આ અનાત્માની માયા તો ભગવાનને ય મોક્ષે જવા દે એવી નથી, પણ ભગવાન પણ અનંત શક્તિવાળા છે. તેથી આપણે પેલું વાક્ય કહ્યું ને કે. “મોક્ષે જતાં વિનો અનેક પ્રકારના હોવાથી તેની સામે ‘હું' અનંત શક્તિવાળો છું.” નહિ તો આ માયાનાં વિદ્ગો તો મારી મારીને તેલ કાઢી નાખે એવાં છે.
ભગવાન એ શદ્ધ ચેતન છે. બસ શુદ્ધ ચેતન ! એના ગુણધર્મ સાથે છે બધું. એના ગુણધર્મ ઓળખવા પડે જ્ઞાની પુરુષ પાસે, તો પછી પત્તો પડે. આ છેલ્લા પ્રકારનું અધ્યાત્મ છે, એટલે તમારી જો લિંકનું અધ્યાત્મ હોય ને તો તમને એ ટચ થાય. આ છેલ્વે સ્ટેશન અધ્યાત્મનું છે. જે આખું વર્લ્ડ ખોળી રહ્યું છે તે આ છે !
ખરી રીતે આ તો લોકોને ખ્યાલ નથી, અહીંના સાધુ-સંતોને ખ્યાલ નથી હકીકત ખરી ! ચેતન તો મહીં અંદર શરીરમાં જ છે પણ એ કશું ય કરતું નથી. અને જે કરે છે, એ ચેતન હોય. બોલો હવે શી રીતે સમજણ પડે આમાં ?
પ્રકાશ કરે કે પ્રકાશમાં કરે ?!
પ્રશ્નકર્તા : દરેક જીવને એવી શક્તિ આપોઆપ મળે ખરી ?
દાદાશ્રી : હા બધી મળે. બધી શક્તિ અંદર પુષ્કળ છે. અંદર ઘણી શક્તિ પડેલી છે. પણ શું કરે ? આવાઈ ગયેલી છે. ઉપર આવરણ ચઢી ગયેલાં છે. જેમ એક માટલીની અંદર મોટો પાંચસોનો ગોળો મૂક્યો હોય પણ માટલી ઉપર ઢાંકી દઈએ તો શું રહે ? એવું આ લાઈટ બધાની અંદર છે, ફર્સ્ટ કલાસ. પણ જો દુઃખ, દુ:ખ, દુ:ખ !
ભગવાનમાં તો અનંત શક્તિ છે. અનંતુ સુખ છે એમાં, અનંતુ જ્ઞાન છે, અનંતુ દર્શન છે. અનંતા ગુણો છે એમની પાસે. મહીં ભગવાન,
ભગવાન કર્તા નથી તેને આપણે આરોપ કરીએ છીએ કે એ કર્તા છે, ભગવાને બિલકુલ હાથ જ ઘાલ્યો નથી એમાં. આ પ્રકાશ જેમ ક્રિયા કરી શકે નહીં, આ રિલેટીવ પ્રકાશ છે તે ક્રિયા કરી શકે નહીં, તેમ આત્મા છે તે રિયલ પ્રકાશ છે, એ ક્રિયા કરી શકે નહીં, છતાં ચેતન છે. આ લાઈટ એ રિલેટીવ પ્રકાશ અને અચેતન છે !
પ્રશ્નકર્તા: તો ભગવાનનું રિફલેકશન છે આ જગત ?
દાદાશ્રી : ભગવાનની હાજરીથી આ બધું દીપી રહ્યું છે. ભગવાનની હાજરીથી આ જડ તત્ત્વો દીપી રહ્યાં છે, જડ તત્ત્વો પ્રકાશિત થઈ રહ્યાં છે. ભગવાનની હાજરીથી આ બધું દેખાય છે ને આપણને એ મૂંઝવે છે! ભગવાન ના હોય તો આ જગત બિલકુલ ચાલે એવું જ નથી. ખાલી