Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 203
________________ આપ્તવાણી-૧૧ ૩૫૩ પ્રશ્નકર્તા : વહેલી તકે ! આપ વ્યક્તિગત જ્ઞાન આપો છો કે સમુહમાં જ જ્ઞાન આપો છો ? ૩૫૨ આપ્તવાણી-૧૧ થાય અને લાઈન ઓફ ડિમાર્કેશન નંખાય, રિયલ અને રિલેટીવ વચ્ચે, ત્યાર પછી જ વ્યવસ્થિત અપાય. વ્યવસ્થિત શક્તિ તો ક્યારે? હું તમને જ્ઞાન આપું અને ઈગોઈઝમને બાજુએ મૂકી દઈએ ત્યાર પછી વ્યવસ્થિત શક્તિ. એટલે અમે તમને શા માટે વ્યવસ્થિત કહીએ કે ડોન્ટ વરી. તું તારી મેળે જ્ઞાતા-દ્રષ્ટા રહે. અને તારું ચાલ્યા કરશે. સમજાયું થોડું ઘણું ? અમે “જ્ઞાત' આપીએ, છતાં ઈશારો તો “વ્યવસ્થિત'નો જ ! આ તો બધું બેઝિક કહ્યું, ફંડામેન્ટલ કહ્યું, પણ બીજું તો આખો સિદ્ધાંત છે. પછી સિદ્ધાંત જાણવા માટે અહીં સત્સંગમાં પ્રયત્ન કર્યા કરીએ. એટલે આ આપણા સૈધ્ધાંતિકનાં મૂળ તત્ત્વો કહી દીધાં પછી આગળ આપણે “હું કોણ છું ને ક્યાંથી થયો', એ બધું તમને સમજાવી દઈશું. હવે એટલું બાકી રહ્યું. હવે બીજી કંઈ વાત કરો, થોડી આ લોકોને સાંભળવાની મળે. બીજું કશું કંઈ પૂછવું હોય તો પૂછજો. બધા ખુલાસા થાય. પ્રશ્નકર્તા : એ ‘આત્મા’ ઓળખાય કેવી રીતે? ‘કર્તા કોણ છે એ ઓળખાય કેવી રીતે ? દાદાશ્રી : એ તો અમે બધું દેખાડીએ ને. અમે દિવ્યચક્ષુ આપીએ, બધું આપીએ. પછી એને અહંકાર રહે નહિ ને ! પછી દિવ્યચક્ષુથી બધાનામાં આત્મા જોઈ શકે. અને ચર્મચક્ષુથી આ પુદ્ગલ દેખાય. દિવ્યચક્ષુથી આત્મા જુએ. ગાયમાં, ઘોડામાં, ગધેડામાં, આત્મા દેખાય જ ‘હું કોણ છું’ એ ભાન કરવું છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો કરાવડાવીએ. કાલે કરવું છે કે બે-ત્રણ દહાડા પછી ? દાદાશ્રી : વ્યક્તિગતે ય આપી શકાય ને સમુહમાં ય આપી શકાય. એટલે જેવા સંયોગો ઊભા થાય તે પ્રમાણે બધું કરવામાં આવે ! પ્રશ્નકર્તા ઃ આપ જ્ઞાન અમુક દિવસે આપો, અમુક ટાઈમે આપો. એનું શું કારણ ? દાદાશ્રી : એ સત્તા મારા હાથમાં નથી. એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગાં થાય ત્યારે કાર્ય થાય. હું તો નિમિત્તમાત્ર છું. મારા હાથમાંય સત્તા નથી ને નથી તમારા હાથમાં સત્તા ! બધા સંજોગો ઊભા થશે ત્યારે કાર્ય થશે. હું ર્તા હોત તો કાલે તમને બધાને બેસાડી દઉં કે બધા જ્ઞાનમાં બેસી જાવ. પણ હું કર્તા નથી. પ્રશ્નકર્તા : એનો અર્થ એવો કે તમારા ઉપર કોઈની સત્તા છે, તમને કોઈ પ્રેરણા આપે છે ! દાદાશ્રી : જે સત્તા તમારી પર છે તે સત્તા મારી પર છે. બીજી કોઈ સત્તા નથી. આ દેહની, એ બધાની સત્તા એ મારી સત્તા નથી આ ! કારણ કે હું આનો માલિક જ નથી ને! આ દેહનો માલિક નથી, વાણીનો માલિક નથી, મનનો માલિક નથી. મારી સત્તા જ નથી આ ! મારી સત્તા માત્ર જાણવું ને જોવું, જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદમાં રહેવું અને ધીમે ધીમે નીકળી જવું ! આ તો પઝલમાં સપડાયેલા છીએ. હું ય સપડાયેલો છું. ને તમે ય સપડાયેલા છો ! પણ તમે અંદરે ય બંધાયેલા છો, તે આખો દહાડો તમારે ઉપાધિ ઉપાધિ !! અને હું અંદરથી મુક્ત છું. અધ્યાત્મની બંપર લોટરી... પ્રશ્નકર્તા : દર દસ લાખ વર્ષે આ અક્રમ માર્ગ આવે. એમાં જ્ઞાનીની હાજરી હોય અથવા ના પણ હોય એવું બને ખરું ? દાદાશ્રી : જ્ઞાની હોય જ. એ નૈમિત્તિક ગોઠવાયેલા છે. આ બધું

Loading...

Page Navigation
1 ... 201 202 203 204