Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 202
________________ ૩૫૦ આપ્તવાણી-૧૧ આપ્તવાણી-૧૧ ૩૫૧ જાણે, પણ ‘જ્ઞાન એ જ આત્મા છે.” પ્રશ્નકર્તા : અને આ જે પાંચ આજ્ઞારૂપે છે અને આ બીજા બધા આપેલાં ટેકા જ્ઞાન છેને બધી સમજણ આપે આપેલી એ બધી જોડે જ રહેવાની ? દાદાશ્રી : ત્યાર પછી શું આઘીપાછી થવાની કંઈ ? પ્રશ્નકર્તા: આપે એક ભાઇને એવું કહ્યું કે “જ્ઞાન’ લીધા પછી તારું યોગક્ષેમ બરાબર ચાલશે. એ પણ મદદ જ થઈને એક જાતની. દાદાશ્રી : આત્મા પ્રાપ્ત થયા પછી યોગક્ષેમ વ્યવસ્થિતના તાબામાં જ હોય છે. એને યોગક્ષેમ કહેલું ને એ તો એક દેખાવ પૂરતું જ કહેલું. બાકી કોઈ યોગક્ષેમ કરવા નવરો ય નથી. અને કોઈ કરતું ય નથી. એવું છે ને કે વ્યવસ્થિત શક્તિ એવી છે કે વિશ્વાસ આવે જ, જો શ્રદ્ધા મૂકે તો સાચી જ વસ્તુ છે, વ્યવસ્થિત શક્તિ એઝેક્ટ વસ્તુ છે ! વ્યવસ્થિતનો સહેજે ય દોષ નથી. વ્યવસ્થિતને સમજનારનો દોષ છે. પ્રશ્નકર્તા : નહીં થાય ને ? દાદાશ્રી : આવરણ તો આવે પાછું થોડુંક. પણ પેલો કંઈક બોલે કે સમજાય તરત ખુલ્લું થઈ જાય. અધિકારી કોણ, વ્યવસ્થિતતો ? પ્રશ્નકર્તા : પણ સામાન્ય માણસને નથી સમજાતું. દાદાશ્રી : એ સામાન્ય માણસનું કામ જ નથી. વ્યવસ્થિત સમજવું બીજા લોકોને કામનું જ નથી. જેને હું આ જ્ઞાન આપું ને તેમને સમજાઈ જાય છે. પછી છે જગત વ્યવસ્થિત, પણ પેલાને સમજાશે નહીં. અહંકારી માણસ છે ને ? પ્રશ્નકર્તા : ‘તમને પૂછું છું અને તમે મને જવાબ આપો છો', એ બધું શું છે ? દાદાશ્રી : બધું ‘વ્યવસ્થિત' છે ! કેવું સુંદર !!! આ બધા જાત જાતના માણસો છે દુનિયામાં, પણ બે હાથ બે પગ બધું પદ્ધતસરનું હોય છે ! કો’ક જ અપવાદરૂપ હોય છે. બધું ‘વ્યવસ્થિત’ છે. જરાય અહીં ભૂલચુક કાઢવા જેવું નથી. છતાં ય મનમાં એમ લાગે કે “આ હું જ બોલી રહ્યો છું, હું જ કરી રહ્યો છું’ખરી રીતે એક અક્ષરે ય, એ બોલી નથી રહ્યો. છતાં ‘હું જ કરી રહ્યો છું' એ શ્રાંતિ કોઈની ઊઠતી નથી. વકીલ ઘેરથી નક્કી કરી ગયો હોય કે મારે આમ બ્લિડિંગ કરવું છે. ને કોર્ટમાં જઈને જુદી જ જાતનું પ્લિડિંગ થઈ જાય ! એટલે પછી મહીં પોતે ગુંચાય કે મારે બોલવું હતું આવું ને બોલાઇ ગયું આવું. તે અમે આ ‘જ્ઞાન'માં જે જોયેલું તે બહાર પાડ્યું છે. બીજું નવું બહાર પાડ્યું નથી. પ્રશ્નકર્તા : તમે જે બોલી રહ્યાં છો એ ય આખી રેકર્ડ ચાલી રહી છે. તેમાં ય ફેરફાર નહીં એવું ‘વ્યવસ્થિત'માં છે ? દાદાશ્રી : હા, ‘વ્યવસ્થિત’ એટલે આ લિંક છે આખી, નવું નથી. ‘વ્યવસ્થિત’ બધા સાયન્ટિફિક સરકમટેન્શિયલ એવિડન્સ ભેગા કરી આપે. પણ વ્યવસ્થિત જો આપણે અજ્ઞાનીને કહીએ તો એને નુકસાન થાય. એ શબ્દ બોલાય નહીં. એવું એને આ ‘જ્ઞાન' પ્રગટ થયેલું હોય કે ‘હું શુદ્ધાત્મા છું', એવું જેને થયું હોય એને માટે વ્યવસ્થિત કહેલું છે. પછી નિરાંતે સૂઈ જાય તો વાંધો નહીં. પણ અજ્ઞાની ‘વ્યવસ્થિત' કહે તો ઊંધું થઈ જાય. એવું આ ક્રમબદ્ધ પર્યાયને એવી રીતે માને, પણ તે બધા જો આવી રીતે બોલેને, તે અર્થ જ નહીં ને ! વ્યવસ્થિતને અણસમજણથી પકડવું એ ભૂલ છે. કારણ કે અમે કહીએ છીએ કે આ વ્યવસ્થિત જ્ઞાન દુનિયાને ના આપશો. આ વ્યવસ્થિતનું જ્ઞાન દુનિયામાં ક્યારે અપાય ? કે ‘તમે કોણ છો ?’ એ ડીસાઈડ થયા પછી. પ્રશ્નકર્તા : અધિકારીને જ અપાય ? દાદાશ્રી : ના, અધિકારી તો આપણે જોતા જ નથી. પણ ‘તમે કોણ છો’ એ ડીસાઈડ થાય, ‘તમે કોણ છો ને આ બધું શું છે', એ ડિસિઝન

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204