________________
આપ્તવાણી-૧૧
૧૪૫ ભાવ એટલો જ હોય છે. પણ પછી હવે ગૃહસ્થ ભાવ થઈ ગયો. તે આ બધું ફળ કોણ આપે ? એટલે પાછી કુદરત ઉમેરે પછી એટલે સામે ગૃહસ્થ ભાવનું ભેગું કરી આપે, સ્ત્રી ભેગી કરી આપે. પછી દેહ-બેહ કોણ આપે ? એ વ્યવસ્થિતનાં આધારે દેહ છે. અવસ્થિતનું વ્યવસ્થિત થતાં દેહ-બેહ બધી વસ્તુ મળી જાય એને. પણ પેલા ઉપર મૂળ આનાં ઉપર આધાર કે ગૃહસ્થી છે કે ત્યાગી છે બસ, એનાં ઉપરથી બધી ગોઠવણી તૈયાર થઈ જાય.
પ્રશ્નકર્તા : ચોરને ચોરી કરવાનો ભાવ છે, ત્યાં કુદરત મદદ કરે છે અને શાહુકારને શાહુકારી થવાનો ભાવ છે, ત્યાં મદદ કરે છે.
દાદાશ્રી : મદદ કરે છે, પણ એનું બધું આવો દેહ ક્યાંથી લાવે ? અવસ્થિતમાં દેહ નથી હોતો. તે કુદરત બધું ભેગી કરી આપે છે. એટલે આપણે કહીએ છીએ કે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ બધાં !
ગર્વરસ એ જ છે આયોજન !
૧૪૬
આપ્તવાણી-૧૧ યોજના ઘડાતી હોય તો પોતાની ધારેલી કરે. પણ પાછું નિમિત્ત છે પાછળ એવું જ પછી. એટલે પછી બધા નૈમિત્તિક સંજોગોથી જ બધું ઘડાય. પણ ધારેલું ચાલે નહીં કશું ય. કાર્ય વખતે નિમિત્ત નહીં પોતે ! જ્યારે પુરુષાર્થ થાય તે વખતે પોતે નિમિત્ત છે.
પ્રશ્નકર્તા: યોજના વખતે પોતે નિમિત્ત ખરો ?
દાદાશ્રી : યોજના વખતે નિમિત્ત. કાર્ય વખતે નિમિત્ત નહીં. કાર્ય કુદરતી રીતે થયા કરે છે અને તેને પોતે માને છે કે ‘મેં કર્યું. તે ગર્વ લેવાથી ગર્વરસનો આનંદ આવે છે, તે સાહેબને નવો એનો આવતો ભવ મળે છે.
કર્તા થવું એટલે શું ? યોજનાને આધાર આપવો. અકર્તા થવું એટલે શું ? યોજનાને નિરાધાર કરી દેવી !
યોજના ઘડતી વખતે બધું ફેરફાર થાય, પણ યોજના રૂપકમાં આવવા માંડી ત્યાં ફેરફાર ના થાય. કારણ કે આ જગત પોતે સૂક્ષ્મમાંથી સ્થૂળ થયેલું છે. એટલે ‘સેકન્ડ સ્ટેજ'માં આવેલું છે, ‘ફર્સ્ટ સ્ટેજ'માં નથી. ‘ફર્સ્ટ સ્ટેજ'માં બદલાય. જે સ્થળ છે તે ‘વ્યવસ્થિત'ને તાબે છે ને એકઝેકટ છે, ને સૂક્ષ્મ છે તે પોતે ઘડે છે.
પ્રશ્નકર્તા : એટલે એવું પણ બને ને, ડૉકટરીમાં કંટાળ્યો, પછી યોજના કરે વકીલાતમાં સુખ છે. તો આ ડૉક્ટરી છૂટે ને વકીલાત ગ્રહણ થાય એવું બને.
હવે વ્યવસ્થિત કાયદેસર છે પાછું. વ્યવસ્થિત ગપ્યું નથી આ. કાયદેસર એટલે શું ? ગયા અવતારે જે આપણે યોજનાઓ ઘડેલી હોય છે, ઓન પેપર અગર ઓન ફિલમ, તે યોજનાઓને પાકતાં લગભગ પચ્ચીસ-ત્રીસ વર્ષ, કોઈ ચાલીસ વર્ષે, પણ સો વર્ષની અંદર બધી યોજના પાકી જાય. ત્યાં સુધી એ રૂપક એકદમ ના થાય. એટલે એ યોજના પાકીને આ ભવમાં આપણને ફળ ચાખવા મળે છે.
યોજના એકલી જ ઘડાઈ જાય છે, બીજું કશું આપણાથી થતું નથી. યોજના એટલે ઓન પેપર એટલું જ ઘડાય છે, બીજું એની મેળે થયા કરે છે.
જેવું આ યોજના ઘડાઈને તે એ ઘડેલી કહેવાય અને કર્તાપદ ત્યાં નથી હોતું. અહીં આગળ પછી એ કર્તા માને છે. હવે યોજના ઘડેલી એટલે એની મેળે થયા જ કરવાનું છે. એટલે યોજના એકલી જ ઘડાઈ જાય છે. તે ય આપણા એકલાથી નહીં પાછું નૈમિત્તિક રીતે. જો એકલાથી
દાદાશ્રી : બધું જેટલું જેટલું એણે જેવું ચીતર્યું છે એ ચિતરામણની પ્રમાણે, યોજનાબદ્ધ આયોજન કરેલું છે. કોઈ માલિક નથી. મરવાનુંબરવાનું બધું આયોજન પોતે નક્કી કર્યા પ્રમાણે જ મરણ આવે છે. દવાખાનું મારે સપને જોઈએ જ નહીં, કહેશે. તો આજે નહીં સપને, ઘેર દવાઓ ખાયા કરતો હોય. બધો તમારો જ ખેલ છે આ. ‘આવી ફ્રેન્ચકટ જોઈએ’ તે નક્કી કરેલું, પછી આ દાઢી આટલી જ રાખે, આ ડિઝાઈન છે. અને ગાંયજા (હજામ) એવું જ કરી આપે. હવે બધા વકીલોને બેસાડીને કહીએ, ‘આ હડતાલ શી રીતે પાડે છે તે કહે'. એ તો