Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 194
________________ ૩૩૬ આપ્તવાણી-૧૧ કોનો ? દાદાશ્રી : ભાવનો. પછી જે જે મળતો આવે તેનું એ દ્રવ્ય ય ભેગું થઈ જાય. એક માણસ જતો હોય. ‘અલ્યા ભઈ, અહીંયા આવ'. એ અહીંયા આવ્યો, પછી ક્ષેત્ર ભેગું થયું. ત્યારે કાળ ભેગો થઈ જાય. પ્રશ્નકર્તા : ઘણીવાર અવળા ભાવે ય જાગતા હોય છે. દાદાશ્રી : એ તો અવળો ભાવ થાય તો અવળા બધા સંજોગો ભેગા થાય. આપ્તવાણી-૧૧ ૩૩૫ એટલે વડોદરામાં શું કરું ? જ્ઞાન ન્હોતું ને ત્યારે પણ આવું કરતો. ઘેરથી વિચાર કરું કે આજે હવે વાળ કપાવા જવું છે. એટલે નજીક ત્યાં જઉં, ત્યાં પેલાની દુકાન બંધ. સંજોગ ભેગા ના થયા. એટલે પછી બીજે દહાડે પાછું જવું પડે. આવો હિસાબ કાઢીએ અમે બધો. અમે બધુ તપાસ કરીએ ક્યો સંજોગ ખૂટે છે ? પ્રશ્નકર્તા : બીજે દહાડે જાય તો, પાંચ-છ જણા બેઠા હોય વાળ કપાવા માટે અને આપણી પાસે ટાઈમ નહીં હોય કે હવે પાછું પા કલાકમાં જવું છે ઘરે. એટલે પાછા આવતા રહેવું પડે. દાદાશ્રી : હા, તે એવું બને. એટલે આ બધું... અમે આવું ટાઈમ ને બધા જોતાં જોતાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધું જડેલું. કે આ જગત શી રીતે ચાલે છે ? અમારે આજ આમ જ કરવું છે એવું ના હોય. ભેગું થાય છે કે નહીં એટલું જોઈએ અને એની મેળે સહજ ભેગું થઈ જતું હોય તો કંઈ નહીં. લોક આવી રીતે ના જુએ, નહીં ? તો લોક શી રીતે જુએ ? “હું ગયો ને ત્યાં પેલો મળ્યો નહીં, મારું કામ ના થયું', કહેશે. પ્રશ્નકર્તા : બહાર ચાલ્યો ગયો હતો. દાદાશ્રી : હા. આનું રૂટ કોઝ ના જડે લોકોને. નહીં તો એમ બોલે, અડધો કલાક વહેલો આવ્યો હોત ને, તો....! અલ્યા મૂઆ, પણ વહેલો આવ્યો નહીં તો શું કરવા કચકચ કર્યા કરે છે ઉલ્ટો વગર કામનો ! આમ કર્યું હોત તો આમ થાત ! એટલે મેં લોકોને કહી દીધું કે “આમ હોત તો', મારી પાસે ‘તો’ શબ્દ લાવશો નહીં. ‘તોવાળી વાત જ ના કરશો, કહ્યું. વાત જ બધી અર્થ વગરની. ગાડીમાં છે તે છોકરાને ઉપરથી પેલું પડયું ને વાગ્યું. તે પહેલેથી છોકરાનો હાથ લઈ લીધો હોત તો ના થાત. અલ્યા મેલ ને કકળાટ મૂઆ, થઈ ગયું હવે, પછી ! આમ કર્યું હોત તો આમ થાત, એ નકામા ટાઈમ બગાડો છો ! એ કેટલાક શબ્દો તો મેં ડીક્ષનરીમાંથી કાઢી નાખેલા, મીનીંગલેસ વાતો. પ્રશ્નકર્તા : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ આ ચારેયમાં પહેલો નંબર પ્રશ્નકર્તા: એ તો એવું બને કે એની ઇચ્છા હોય, વાળ કપાવવાની, પણ એ ક્ષેત્ર ભેગું થાય જ નહીં અને દાઢી વધી જાય. એવું બને ઘણી વખત. દાદાશ્રી : એવું બને નહીં. એટલું બધું પાપ માણસનું ના હોય ! પ્રશ્નકર્તા : પણ દ્રવ્ય હોય એટલે કાળ ભેગો થઈ જ જાય. દાદાશ્રી : હા. એ કાળ મોડો થાય. ભેગું થાય ખરું બધું તો જ કાર્ય થાય, નહીં તો કાર્ય થાય નહિ. પ્રશ્નકર્તા : એક સાથે થાય, એવું નથી ? દાદાશ્રી : ના. એ આપે વિશેષ ફોડ ! પ્રશ્નકર્તા ઃ હવે આમાં પેલું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ, એ બધી વસ્તુ પણ કાર્ય થવામાં હોય છે. દાદાશ્રી : એ ચાર ડિટેલવાર સમજાય નહીં માણસને. પ્રશ્નકર્તા : એટલે આ પાંચ સમવાય કારણો અને આ ચાર વસ્તુ, એ બે સરખું ? દાદાશ્રી : એ બે એક જ, નજીક જ કહેવાય.

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204