________________
આપ્તવાણી-૧૧
૩૪૫ સાંભરતું નથીને કોઈ ફેરો ? નહીં ? એટલે ક્ષેત્ર બંધનવાળું થતું નથી. પછી દ્રવ્ય એટલે વસ્તુ જે ભેગી થાય ને તેનું બંધન ના હોય. સંયોગ જે ભેગા થવાનાં ને એ સંયોગ બધાં દ્રવ્ય સ્વરૂપ છે, તેનું બંધન ના થવું જોઈએ. કોઈ સંયોગોમાં ચોંટવાનું નહીં, જોયા જ કરવાનું બસ. એટલે દ્રવ્યથી બંધન નથી, ક્ષેત્રથી બંધન નથી ને ભાવથી બંધન નથી. આ ત્રણનાં બંધન ના હોય એટલે કાળથી બંધન હોય નહીં. અહીંના બદલે નીચે લઈ જાય તો તેમ. અહીંથી કહેશે, આમ ચાલો તો તેમ. આમ લઈ જાય તો તેમ. એટલે કોઈ પ્રકારનું બંધન રહ્યું નહીં હવે !
એટલે કોઈ ચીજ બાંધે નહીં, આ જગતમાં ! નિરંતર અપ્રતિબદ્ધ દશા !!
બંધાય કે તરત મોંઢાનું હાસ્ય જતું રહે. હાસ્ય જતું રહે તો જાણવું કે પ્રતિબધ્ધતા એટલે પ્રતિબધ્ધતા નહીંની નિશાની શું ? મુક્ત હાસ્ય હોય.