Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 187
________________ આપ્તવાણી-૧૧ ૩૨૧ અવતાર સુધી ત્યાગ કરીશું, તો ય આત્મા પ્રાપ્ત થાય એવો નથી.' સહેલી વસ્તુ નથી એ. અનંત અવતારથી છીએ. આ કંઈ બે-પાંચ અવતારથી છીએ આપણે ? અનંત અવતારથી ભટક ભટક કરીએ છીએ. ત્યારે શું આવી દશા કોઈ દહાડો ઉંચે નહીં ગઈ હોય ? ત્યારે કહે, ‘તીર્થંકરની પાસે બેસી રહ્યો છે ! તો ય આ બૂઝયો નથી મૂઓ. આ ચોવીસી થયા કરે છે ને, તેમાં જઈને બેસી રહ્યા, સાંભળે બધું ય, પાછો હતો તેવો ને તેવો.’ કારણકે ભગવાને કહ્યું, ‘ભઈ એમાં તીર્થંકરનો દોષ નથી ને એ જીવનો ય દોષ નથી. એનો કાળ પાક્યો નથી તેથી.’ એ તો કાળે ય પાકવો જોઈએ, નહીં તો ના થાય. પ્રશ્નકર્તા : આ કાળ પાકવો એ ય બધું નિશ્ચિત ? દાદાશ્રી : નિશ્ચિત ખરું, પણ નિશ્ચિત આ રીતે નહીં. નિશ્ચિત ખરું ય ખરું, પણ નિશ્ચિત નહીં એ ય નહીં. તેથી અમે વ્યવસ્થિત કહીએ છીએ ને, કે કામ કરે જાવ. તમે કામ કરો. એ નિશ્ચિત કહેતો હોય તો બગડી જાય. નિશ્ચિત એકલું જો બનવાનું હોય બધું, તો તમે અહીં આવો જ નહીં. અહીં આવો ખરા પણ તમારા ભાવ કેવા હોય ? ના ગયા હોત તો ય શું છે ? એવો ભાવ કરે. એ ભાવ બગાડી નાખો, બધા ભાવ બગડી જાય. જ્ઞાની પુરુષ તો જેવું છે એ કહેશે, એ પ્રમાણે ચાલો. બાકી કાળ પાક્યા વગર કશું થાય નહીં. આ જેટલા ઝાડ છે ને તે કોઈને બે મહિને ફળ આવે, કોઈને ચાર મહિને ફળ આવે, કોઈને છ મહિને ફળ પણ બાર મહિને એમને તો બધાને ફળ આવી જ જાય. એના ઉપરથી આપણને ખબર પડે કે વરસ સાચું છે, કુદરતે ય પણ કબૂલ કરે છે કે ગયે સાલ જેઠ મહિને કેરીઓ હતી તે આ સાલ જેઠ મહિનામાં પાછી કેરીઓ આવી. વરસ દહાડા સાચી વસ્તુ છે ને ! કુદરત કબૂલ કરે છે ને ! પ્રશ્નકર્તા : એટલે બધાં માટે કાળની મુખ્ય જરૂર છે. કાળ સ્વતંત્ર રીતે કામ કરે છે. દાદાશ્રી : હા, અને કાળ જો મુખ્ય વસ્તુ હોય તો કાળ બધા ઉપર ૩૨૨ આપ્તવાણી-૧૧ રોફ પાડે કે ‘હું છું તો તમે બધા છો.' એટલે કાળને ય કહે છે કે “તું ના હોય તો ચાલે એવું છે. તું રોફ ના મારીશ !’ પ્રશ્નકર્તા : કાળના આધીને ય નહીં. દાદાશ્રી : એટલે વ્યવસ્થિતના આધીન કહે છે. બધા આપણે ભેગા થઈએ કામ થઈ જાય. કાળને કહે છે બધા આપણે ભેગા થઈએ. વ્યવસ્થિતની પેઠ તો બધું કામ થઈ જશે. એટલે કાળને આધીન હોય, ત્યારે તો પછી છે તે કશું કરવાનું જ શું રહ્યું ? કાળ પાકશે ત્યારે મોક્ષ થશે જ એનો ! પ્રશ્નકર્તા : પછી અજ્ઞાનના ભાવે કર્મ બંધાય, તો એનું શું કરવું ? દાદાશ્રી : એ તો બંધાયા જ કરવાના, એટલે ભાન નથી ને આવું બોલે, કાળ પાકશે તો મોક્ષ થશે. એવું અવળું બોલે તેથી અવળાં કર્મ બંધાય ને અવળાનું ફળ છે તે ઊલટું અવળું જ થાય. એટલે કાળ જ્યારે પાકે ત્યારે આપણને એવા મોક્ષે જવાના સાધનો બધા, શાસ્ત્રો એવા મળી આવે, જ્ઞાની પુરુષ મળી આવે. એટલે આ લોકો ય હતા ને હું ય હતો. પણ તે કાળ પાક્યો નથી, તો કામ ના થાય. પ્રશ્નકર્તા ઃ કારણ કે એનો અર્થ એ થયો કે આપ જે વાત કરો છો, અમે બધાં સાંભળીએ છીએ, એ વાતમાંથી કો’કને સ્પર્શ થાય, કો’કને ન થાય એવો સંભવ ખરો કે નહીં ? દાદાશ્રી : ખરો, ખરો ને. દરેકને સ્પર્શ જુદો જુદો થાય. પ્રશ્નકર્તા : પોતાની યોગ્યતા પ્રમાણે. દાદાશ્રી : યોગ્યતા પ્રમાણે. પ્રશ્નકર્તા : એ યોગ્યતા ક્યાંથી આવી ? પૂર્વજન્મના સંસ્કારથી. દાદાશ્રી : હા, પૂર્વજન્મના સંસ્કાર. અને કેટલાક તો ઊંચામાં ઊંચી

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204