Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 191
________________ ૩૨૯ આપ્તવાણી-૧૧ શાસ્ત્ર સમજવા, જ્ઞાતીને આધીત ! પ્રશ્નકર્તા : આત્માનું અકર્તાપણું સમજવા માટે આ પાંચ કારણો કહી શકાય ? દાદાશ્રી: ‘હું કરું છું’ એ ભાન તૂટવા માટે. આત્માનું અક્રિયપણું તો શાસ્ત્રથી જાણવું જોઈએ. કઈ રીતે અક્રિય છે, નહીં તો કોઈ માને નહીં ને, આત્મા અક્રિય છે. એવું કઈ રીતે માને ? ‘હું કરું છું’ એ તો ભાન બધા સાધુઓને ખરું જ ને ! પ્રશ્નકર્તા : એટલે આત્માનું અક્રિયપણું એ શાસ્ત્રથી જણાય એવું છે ને ! દાદાશ્રી : શાસ્ત્ર જો જ્ઞાનીની મારફત વાંચવામાં આવે તો. પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરે બહુ વિશાળથી આ ખુલાસો મૂક્યો છે ઉત્તરાધ્યાન સૂત્રમાં એમની નિર્વાણ વાણી વખતે. દાદાશ્રી : શું લખ્યું છે ? પ્રશ્નકર્તા : આ જ પાંચ સમવાય કારણો ઉપર બહુ વિગતથી ખુલાસો મૂક્યો છે. દાદાશ્રી : હા, પાંચ કારણ હોય તો કાર્ય થાય એમ. સમવાય કારણ કહેવાય એને. એટલે ફેડરલ કોઝિઝ ! આ પાંચ ભેગા થાય, એટલે કાર્ય થઈ જ જાય. એટલે અમે એ જોઈને ચાલીએ કે કયું કારણ ભેગું થતું નથી. વ્યવસ્થિત સમજે ચિંતા કાયમી બંધ ! ૩૩૦ આપ્તવાણી-૧૧ દાદાશ્રી : આવવો જ ન જોઈએ. પ્રશ્નકર્તા : કારણ કે એ આપણા હાથની વાત નથી, પરસત્તા થઈને ! દાદાશ્રી : એ ભગવાન મહાવીર એવું કહેવા માંગે છે, આ પાંચ ભેગા થાય તો જ કાર્ય થશે. માટે શું કરવા અમથા ગાંડા કાઢે છે ? એ ગાંડા કાઢ્યા વગર ચાલે નહીં. આ તો કહેશે, “સાહેબ, “મેં કર્ય’ એ તો બોલવું જ પડશે, તે ભાષા એવી છે અમારી.” એટલે એનો કેફ ના ચડવો જોઈએ કે ખરેખર મેં જ કર્યું છે. તો એવું નાટકીય બોલ. નાટકમાં જેમ બોલે છે એમ. હવે નાટકીયપણે બોલ્યો નહીં, એટલે પછી થઈ ગયો કેફ. કેફ વધતો, વધતો, વધતો પછી થઈ ગયો ચંદુભાઈ આખો ય. પ્રશ્નકર્તા : એટલે ‘હું' પદમાં આવી ગયો. દાદાશ્રી : ‘હું પદમાં આવી ગયો. કેફ વધતો વધતો પછી સાયકોલોજીકલ ઇફેક્ટ જ થઈ ગઈ. પછી તે રૂપ જ થઈ ગયું ! પ્રશ્નકર્તા અને આ વ્યવસ્થિત સમજાઈ ગયું પછી કશો ડખો કરવા જેવો નથી. દાદાશ્રી : હા. એટલે ભવિષ્યની ચિંતા બંધ કરે છે આ વ્યવસ્થિત. જ્યારે આ પાંચ સમવાય છે, તે ભવિષ્યની ચિંતા ઊભી કરે છે. પ્રશ્નકર્તા: તો આના ઉપરથી એક સમાધાન એ પડે છે કે કંઈ પણ કાર્ય થાય અગર ન થાય, તો એના ઉપર ક્રોધ આવવો ન જોઈએ, મન બગડવું ન જોઈએ.

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204