Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 190
________________ આપ્તવાણી-૧૧ ઈગોઈઝમ બધું કાર્ય કરે છે. ૩૨૭ પ્રશ્નકર્તા : મુક્ત થવાની પ્રક્રિયા પણ નિયતિને આધીન ? દાદાશ્રી : જે સ્પેસ છે તે નિયતિને આધીન. બંધનની પ્રક્રિયા હતીને, તે જેના નિમિત્તે થઈ રહી છે. તેના નિમિત્તે જ મુક્તિની પ્રક્રિયા થયા કરે. એટલે આમાં નિયતિ ને કંઈ લેવા-દેવા નથી. નિયતિ તો વચ્ચે તમને સ્પેસને એ બધું એડજસ્ટમેન્ટ આપે છે. નિયતિ કામ કરી રહી છે. પણ નિયતિ તો બધાને માટે સરખું સપ્રમાણથી. સો જણ નીકળ્યા એટલે સો જણને ઊભું રહેવાનું તો સ્થાન હોવું જોઈએ ને ! હવે દેહ છે, એટલે ઊભું રહેવાને માટે આટલી બધી જગ્યા જોઈએ અને આત્માનું પોતાનું સ્થાન તો ખરું જ ને ! અને જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી જગ્યા રોકે જ. નહીં તો જગ્યા રોકતું નથી. પણ સંસારી હોય તો અવશ્ય જગ્યા રોકે જ ને ! પ્રશ્નકર્તા : પરતંત્ર થવામાં પણ નિયતિ ખરીને. દાદાશ્રી : એ નિયતી તો હેલ્પીંગ છે. પરતંત્ર થવામાં ય હેલ્પીંગ છે અને સ્વતંત્ર થવામાં ય હેલ્પીંગ છે. નિયતિ તો બિચારી કંઈ હેરાન નથી કરતી. ફેર છે અહંકારતા અસ્તિત્વથી... પ્રશ્નકર્તા : જે પાંચ સમવાય કારણો છે ને પ્રારબ્ધ, પુરુષાર્થ, નિયતિ, સ્વભાવ અને કાળ. તો કહે કે આને અને આ વ્યવસ્થિતને, બેને શું સંબંધ છે ? દાદાશ્રી : એ તો અહંકાર હોય ત્યાં સુધી આ પાંચ કારણો. અને આ અહંકાર ગયા પછી વ્યવસ્થિત. વ્યવસ્થિત એટલે પાંચ કારણોને લેવાદેવા નહીં. આ પાંચ કારણો તો અહંકાર હોય ત્યારે જોઈ શકે કે આ કામ કેમ થતું નથી ? માટે આ ચાર કારણો તો મળતા હોય, પણ પાંચમું કારણ પૂર્વકર્મ નડતું હોવું જોઈએ. ૩૨૮ આપ્તવાણી-૧૧ એ બેમાં અંતર આભ-જમીતતું ! પ્રશ્નકર્તા : આપ જેને વ્યવસ્થિત કહો છો એ વ્યવસ્થિત અને ભવિતવ્યતા અથવા ભાવિભાવ કે નિયતિ વગેરે શબ્દો વપરાય છે જેને માટે, એ બધું એક જ છે કે ભિન્ન ? દાદાશ્રી : શું બોલો છો ? સરખામણી થાય કશી ? ક્યાં આ, ને ક્યાં આની સરખામણી ?! વ્યવસ્થિત શબ્દ તો આ નવો વૈજ્ઞાનિક શબ્દ છે કે જેથી કરીને આજ પચાસ હજાર માણસોને મેં કહ્યું છે કે અગ્રશોચ તમને નહીં થાય. તમારું ભવિષ્ય વ્યવસ્થિતના હાથમાં છે. અગ્નશોચ’ તે અત્યાર સુધી બધે ય અગ્રશોચ જ કરી રહેલાં જ્ઞાનીઓ ય ! પ્રશ્નકર્તા : શાસ્ત્રોમાં જે ભાવિભાવ કે ભવિતવ્યતા, નિયતિ શબ્દ વપરાય છે એની પણ વ્યાખ્યા તો આવી જ છે કે જે થવાનું હોય, જે જ્ઞાનીઓએ દીઠું હોય તેમ થયા કરે છે. આપણું કંઈ ધાર્યું થતું નથી ! દાદાશ્રી : ના, ના, તો તો પુરુષાર્થ રહ્યો જ નહીંને ?! પ્રશ્નકર્તા : પુરુષાર્થ સાપેક્ષ છેને ! દાદાશ્રી : ના, ના. એ ફક્ત સમકિતિ જીવને માટે કહ્યું છે ! નહીં તો આ પાંચ વાક્યો જ ના હોયને ! પ્રશ્નકર્તા : આ પાંચ કારણ ભેગાં થાય ત્યારે કોઈ પણ કાર્ય બને. એટલે ભવિતવ્યતા કે નિયતિ, એ વ્યાખ્યા ને આ વ્યવસ્થિત એની પણ વ્યાખ્યા બન્નેની આ મળતી જ લાગે છે. દાદાશ્રી : ના. જરાય લેવા-દેવા નથી. વ્યવસ્થિત તો આ જ્ઞાન લીધું હોય એમને કહેલું કે ભવિષ્યકાળ વ્યવસ્થિત છે, તું તારી મેળે બધું કામ કર્યે જા, ભૂતકાળ ગોન, ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં અને વર્તમાનમાં રહો એટલે વર્તમાનમાં રહે છે, તો નો વરીઝ, એક કર્મ બંધાય નહીં, કર્મ એટલાં જ બંધાય એક અવતાર, બે અવતારના પૂરતાં કારણ કે અમારી આજ્ઞા પાળે છે તેનાં !

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204