________________
૩૨૪
આપ્તવાણી-૧૧
ત્યારે સમજાશે જગત !
આપ્તવાણી-૧૧
૩૨૩ યોગ્યતા ધરાવતા હોય. પણ અંતરાય કર્મ હોય. અંતરાય કર્મ તે ના થવા દે. એટલે યોગ્યતા-બોગ્યતા બધું એકલું કામ કરતું નથી. બધી બહુ જાતનાં કારણો છે. અનેક કારણો છે, એટલે કારણોનો કંઈ હિસાબ નથી.
વર્લ્ડ છે પાર્લામેન્ટરી પદ્ધતિ !
આ મહીં દરિયામાં માછલાં લઢે ને, તે લાખો માછલાં મરી જાય
છે.
ઘણાં લોકોએ શોધખોળ કરી. મને કહે છે, ‘નિયતિ ચલાવે છે” કહ્યું ‘હોવે, આ નિયતિ ચલાવે છે એટલે સુઈ જા ને, ઘેર * નિયતિ ચલાવવાવાળા (!!) એટલે તો તો નિયતિ રોફ મારે કે મારે લીધે ચાલે છે. પુરુષાર્થ નહિ, પ્રારબ્ધ નહિ, નિયતિ નહિ. ત્યારે કાળ કહે છે, “મારે લીધે બધું. ના, તારે લીધે શું ? આ બધામાં તું હઉ ભેગો થઉં ત્યારે ! કોઈનું ઈગોઈઝમથી ચાલે એવું છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ !
યોજના કરેલી હોય ને, તે પછી નિયત જ હોય, એવું નથી આ. એમાં તો લોકોએ માર ખાધો, નિયતિવાળાએ નિયતિમાં માર ખાધો, નિયતિ નથી એમ કહેનારા એ ય માર ખાધો. નિયતિ એ પોતે વન ઓફ ધી એવીડન્સ છે. એને તરછોડાય નહીં આપણાથી, તેમ માલિકે ય ના બનાવાય એને અને જો માલિક બની બેસે તો પછી એ ય મૂછો ઉપર આમ હાથ દે. હું જ છું, કહેશે. એટલે નિયતિ જો એકલી જોવા જઈએને, તો નિયતિ ઇગોઈઝમ કરે કે આ મારે લીધે જ ચાલે છે એમ. તો એને ભગવાન કહેવો પડે આપણે. એવું કોઈને ભગવાન કહેવો પડે એવું આ જગત જ નથી. અને ભગવાનથી ય મુછ ઉપર હાથ દેવાય એવું નથી. તો તો ભગવાને ય રોફ મારે કે અમારે લીધે આ બધું ચાલે છે, કહેશે. ઓહોહો....! આ વર્લ તો પાર્લામેન્ટરી પદ્ધતિ છે ! આ જગતમાં કોઈ એવી ચીજ નથી કે જે ઇગોઈઝમ કરે. આત્મા પણ ઈગોઈઝમ ન કરી શકે, આ ‘હું ચલાવું છું.” ભગવાન પણ એવો નથી કે હું ચલાવું છું, કહી શકે. ઇગોઇઝમવાળો કોઈ છે જ નહીં આ જગતને ચલાવનારો. નૈમિત્તિક છે ભાવ. એ છે તે નિયતિ ખરી, પણ નિયતિ વન ઓફ ધ ફેકટર છે. આવાં કેટલાં ફેકટર ભેગાં થાય, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગાં થાય, ત્યારે કામ થાય.
પ્રશ્નકર્તા : હા, અંદર અંદર લઢાઈ થાય તો મરી જાય. એ કુદરતી નિયમ જ ગણાય ને !
દાદાશ્રી : હા, કુદરતનો ક્રમ છે.
પ્રશ્નકર્તા : તો આ લોકો જે અણુબોંબ બનાવે એ કુદરતનો ક્રમ જ છે ને ?
દાદાશ્રી : એવું ના બોલાય. તો તો પછી લોકો આ જજમેન્ટમાંથી ઊડી જશે. પછી જજમેન્ટ જ ના રહ્યું ને !
પ્રશ્નકર્તા : એવું બોલાય નહીં, પણ એવું સમજાય ખરું !
દાદાશ્રી : એ સમજવા માટે બીજી રીતે સમજવું જોઈએ. એ બહુ ઊંડી રીતે સમજવું જોઈએ. એકલું જો કુદરત હોયને, તો નિયતિથી આ જગત ચાલે છે એમ કહી દેત.
પ્રશ્નકર્તા : એકલું કુદરત હોય તો.
દાદાશ્રી : હં. તો તો નિયતિ જ એને ચલાવે છે એમ કહી દેત. ત્યારે કે નિયતિ એક આધાર છે, કંઈ એકલી નથી કરતી એટલે કોઈને અહંકાર કરવાની જગ્યા જ નહીં રહી. કોઈ એમ ના કહી શકે કે મારા લીધે આ ચાલે છે.
પ્રશ્નકર્તા : હા. એટલે આ જે પ્રજા છે અત્યારે, એ પ્રજાએ આગલા ભવમાં એવા ભાવ કર્યા હોય એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, એનો અર્થ એમ સમજવું ?
દાદાશ્રી : એવું જ બધું. પ્રશ્નકર્તા : તો તો એનો કોઈ ઉપાય નહીં.