Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 185
________________ આપ્તવાણી-૧૧ ૩૧૭ કોઈને ના અપાયા હોય, તો ય મનમાં એવી ભાવના રાખવી કે ક્યારે અપાય. આપણને એમ લાગે કે અહીં પૈસા નાખવા જેવા છે દાન કરવા જેવું છે, તો ય આપણાથી ના અપાય તો મનમાં ભાવના રાખવી. ના અપાય તો તેનો વાંધો નહિ. પણ ભાવ જ ના રાખે તો ? બીજ નાખીએ નહીં તો ઊગે કેમનું ? આ તો બીજ નાખીએ, કોઈ ફેરો ધૂળ આવીને ભેગી થઈ અને ઊગી એ નીકળે. બીજ જ ના નાખીએ તો ? એ નિયતિ કહેવાય છે, નયત એટલે બરકત, આપણી હોય બરકત અમે કહીએને ભઈ અમારી બરકત છે બરકત તો જોઈએને ! એટલે અમે વ્યાપારીઓને પહેલું શીખવાડીએ કે નૈયત બગડે નહીં એટલું સાચવજે. તો તું સુખી થઈ જઈશ. એ જ્ઞાન તું સાચવી રાખજે. ભલે દુ:ખી થઈ જશે. ગમે તે થયું. આપવા છે એવું નક્કી રાખજે. એટલે અપાઈ જશે. પૈસા બધા ય જતા રહે, દેવું થઈ ગયું હોય તો ય આપવા છે એવું નક્કી રાખજે. નિયતિ, પુરુષાર્થ અને પ્રારબ્ધતા સંબંધો ! ૩૧૮ આપ્તવાણી-૧૧ નિયતિ છે એટલે કે એને ભોગવ્યા વગર છૂટકો જ નથી ? દાદાશ્રી : છૂટકો જ નહીં. પ્રશ્નકર્તા : એટલે પુરુષાર્થ એમાં કંઈ કરી શકે નહીં ? દાદાશ્રી : પુરુષાર્થ કશું કરી ના શકે. નિયતિના સ્વભાવ આગળ પુરુષાર્થ ના કરી શકે. પુરુષાર્થના સ્વભાવ આગળ નિયતિ ન કરી શકે. પુરુષાર્થ પોતાનું કર્મફળ આપે પાછું, તેમાં ય છે તે પુરુષાર્થ કશું કરી શકે નહીં. અને નિયતિ ય કશું કરી શકે નહીં. પ્રશ્નકર્તા : એટલે નિયતિની પાછળ અને પુરુષાર્થની પાછળ આ બધાની પાછળ કર્મ તો ખરુંને, કર્મ અને એનું ફળ ? દાદાશ્રી : કર્મફળ તો મળ્યા જ કરવાનું ને ! અને પુરુષાર્થ એટલે કર્મ, પ્રશ્નકર્તા: હવે પુરુષાર્થથી નિયતિને ખસેડી શકાય ? કે નિયતિને ભોગવવી જ પડે ? દાદાશ્રી : કશું નહીં, પુરુષાર્થનું જોરે ય ના ચાલે અને નિયતિનું જોરે ના ચાલે, કોઈનું જોર ના ચાલે. બધું જ છે તે નોર્માલિટીમાં રહેવું જોઈએ. જો પુરુષાર્થ બિલોનોર્મલ થયો તો બધું બિલોનોર્મલ થશે. નોર્માલિટી જોઈએ. પુરુષાર્થને માનતો હોવો જોઈએ પણ પુરુષાર્થમાં એબવનોર્મલ ના થઈ ગયેલો હોવો જોઈએ. એટલે આ કરો આમ એટલે થાય જ, એવું તેવું ના બોલવું જોઈએ. પ્રશ્નકર્તા ઃ ના, પણ નોર્મલ રહીને કરે, નોર્મલ રહીને પુરુષાર્થ કરે, તો નિયતિને ખસેડી શકાય ? દાદાશ્રી : નહીં, કોઈ ખસે નહીં. પ્રશ્નકર્તા : તો આમાં નિયતિ જે છે તે તો એટલે એનું નામ જ પ્રશ્નકર્તા : એ કર્મનું જે ફળ છે તેને આધારે પુરુષાર્થ થાય. દાદાશ્રી : હા, ફળમાંથી બીજ પડે પાછું. ફળમાંથી બીજ અને બીજમાંથી ફળ એમ ચાલ્યા જ કરે પ્રશ્નકર્તા : એમાંથી જ નિયતિ બંધાય ? દાદાશ્રી : ના, નિયતિ સ્વતંત્ર વસ્તુ છે પ્રશ્નકર્તા : એટલે નિયતિ માણસને અસર કરે એ વાત ચોક્કસ. તો કર્મ અસર કરે અને નિયતિ અસર કરે એ બે જુદા ? દાદાશ્રી : જુદા, જુદા. બન્નેની અસર જુદી જ. પ્રશ્નકર્તા : તો કર્મની અસર અને નિયતિની અસર, એ બે કેવી રીતે જુદી પડી ? દાદાશ્રી : એક માણસ છે તે દેવું થઈ ગયું છે. તે મનમાં ખરાબ વિચાર આવે છે કે હવે શું આપવું લેવું છે ? પણ પછી બીજો વિચાર

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204