________________
આપ્તવાણી-૧૧
૩૦૩
એક પરમાણુને અહીંથી ત્યાં જવું, વિસ્ફોટ થવો, આ બધાને નિયતિમાં રાખવા, આ કોમ્પ્યુટરની જેમ બધું કામ કરે છે, પણ એની અંદર સેન્ટર શું છે એનું ? આ ચાલવાનું ?
દાદાશ્રી : કશું છે નહીં, આ બધું બુદ્ધિના ખેલ છે.
પ્રશ્નકર્તા : પણ આમ જોઈએ વસ્તુ સ્થિતિમાં તો આ બધું છે જ ને ! આ બધું બને જ છે ને, એવું !
દાદાશ્રી : એ જ બુદ્ધિથી દેખાય છે. નિયતિ એટલે પ્રવાહ. પ્રવાહમાં વહેતો માણસ. હવે અહીંથી આપણે વહ્યા અને સેન્ટ્રલ સ્ટેશન પહોંચતા પહેલાં કંઈક ઝંપલાઈ ગયા, એમાં છૂટવાનાં પ્રયત્ન, ઝંપલાવાનું, એ બધું પછી એમાં રિએકશન ઉત્પન્ન થાય. બધા રિએકશનો જ છે. બીજું છે જ નહીં. અહીંથી તમે કંઈક જતા હો ને રસ્તામાં કંઈ દવાખાનાં ભેગાં
થાય, બીજું ભેગું થાય. ના થાય બધું ?
પ્રશ્નકર્તા : થાયને !
દાદાશ્રી : એ પછી આગળ લગ્ન ભેગાં થાય. ભેગું કેમ થયું ? ત્યારે કે પરિવર્તન છ તત્ત્વોનું.
ગોશાલકતો નિયતિવાદ !
પ્રશ્નકર્તા : મહાવીર સ્વામી ભગવાનને, એ વખતમાં ગોશાળો હતો. ગોશાળાએ જે નિયતિવાદ પકડ્યો'તો, કે જે નિયતિમાં હશે એ જ થશે એ કોઈ અટકાવી નહીં શકે, તો એમાં આપનું શું કહેવું છે ?
દાદાશ્રી : એમાં શું કહેવાનું હોય ? એ તો ખોટું પકડ્યું, એનું નુકશાન થયું બધું લોકોને, એકલાં એક કારણ ઉપર લઈ જઈએ તો માણસો માર ખઈ જાય બધાં. ભગવાને કહ્યું જુદું ને એ સમજ્યો જુદું. એનો માર ખાધો પછી. એકાંતિક ના કરાય આ બધું. અનેકાંત વસ્તુને એકાંતિકમાં ના લઈ જવાય અને એકવચનની વસ્તુને બહુવચન ના કરાય. જે થવાનું છે તે ય જોઈ શકે છે અને તો તો પછી નિયતિ જ કહી
૩૦૪
દેવાનો વાંધો શો હતો ?
આપ્તવાણી-૧૧
ગોશાળો છે તે મહાવીર સાથે શિષ્ય તરીકે સાત વર્ષ સાથે રહ્યો.
ત્યાર પછી એક વખત બહારગામ વિહાર કરતાં કરતાં ગયા. તે એક ખેતરમાંથી ભગવાન મહાવીર ને એ બેઉ જતા હતા. ત્યારે ભગવાન
મહાવીરે આ વ્યવસ્થિત છે, એ વ્યવસ્થિત શબ્દ નહીં કહેલો, પણ એને બદલે બીજો કોઈ એવો શબ્દ આપેલો કે જે વ્યવસ્થિત સમજાય. નિશ્ચિત જેવો જ શબ્દ આપેલો.
એટલે એક ખેતરમાં રહીને જતા હતા ત્યારે ગોશાળાએ કહ્યું કે ‘હે ભગવાન ! આ તલનો છોડવો છે, એમાં આ ઝીંડવામાં કેટલાં દાણા થશે.’ એટલે ભગવાને કહ્યું કે ‘ભઈ, સાત’. એટલે ભગવાન જેમ આગળ ગયા ને, ત્યારે પેલાએ તલનો છોડવો ફાંસી નાખ્યો. એટલે ધીમે રહીને પાછળ આમ ઊખાડી નાખ્યો અને પછી આમ ફેંક્યો. આમ ફેંક્યો ઊખાડીને, પછી ભગવાન જોડે ચાલવા માંડ્યો. હવે ત્યાં આગળ એ તો દસ દહાડા રહીને પછી પાછા આવતા હતા. ત્યારે તે જ ખેતરમાં રહીને તેડી લાવ્યો પેલો ગોશાળો કે આ રસ્તો સારો છે આપણે. પછી ત્યાં આગળ એ ખેતર આવ્યું, અને એ છોડવો હતો, ત્યાં આગળ એણે ધ્યાન રાખેલું કે આ ઝાડની નીચે છોડવો હતો. એટલે પછી કહે છે, ‘ભગવાન, પેલો તલનો છોડવો તો મેં ફાંસી નાખ્યો હતો. હવે એના દાણા શી રીતે થશે ? એટલે તમારું જ્ઞાન ખોટું પડે છે'. ત્યારે ભગવાને કહ્યું કે ‘તે અહીં ફાંસ્યો. ને ફેંક્યો તે પેલો આડો ઊગી રહેલો છે'. એમાં દાણા કાઢીને
જોયા. તો એક્ઝેક્ટ મળ્યા. એટલે પછી આ જ્ઞાનનું તુંબડું લઈને ફર્યા કરતો હતો. કશું બનવાનું એટલું જ બનશે. માટે ‘ખઈ-પીને મજા કરો, ધર્મ-બર્મ કશું કરવાની જરૂર જ નથી. બનવાનું હશે તેટલું જ બનશે', કહે છે.
પ્રશ્નકર્તા : ભગવાને પેલા ગોશાળાને પેલા તલના છોડની વાત કરીને, કે આમાં સાત દાણા નીકળશે, તો આ એમણે જે એનો આગલો પર્યાય કહ્યો. નિયતિવાદની વાત જે થઈને, તો એની આગળના બધા પર્યાય કહ્યા, તો એ તલનો છોડ ક્યાં સમકિત પામેલો હતો ? છતાં