________________
આપ્તવાણી-૧૧ પુરુષાર્થ ત્યાર પછી શરૂ થાય છે.
આ પુરુષાર્થ પ્રારબ્ધનો આખો ય ભેદ ભૂલી ગયાં છે. બધું આખું, આખાં વર્લ્ડમાં ય નથી આ ભેદ. એ ભેદ સમજાઈ જાય તો તો આ ઉપાધિ રહે નહીં ને !
બન્યું તે જ ન્યાય !
આ જગત ગપ્યું નથી. જગત ન્યાયસ્વરૂપ છે. બીલકુલ એક સેકંડે ય અન્યાય કર્યો નથી કુદરતે. કુદરત જે પણે, માણસને કાપી નાખે છે, એક્સિડન્ટ થઈ જાય છે, એ બધું ન્યાય સ્વરૂપ છે. ન્યાયની બહાર કુદરત ચાલી નથી. અહીંની કોર્ટોમાં વખતે ફેરફાર થયો હશે. પણ ત્યાંની કોર્ટમાં કોઈ જાતનો ફેરફાર નથી.
તમને અપમાન કરે તો તમારો દોષ એ. આ દુનિયાના બે કાયદા. એક આ લોકને દેખાતો ગુનો. તે લોકો શું કહે, અપમાન કરનારો ગુનેગાર છે અને કુદરત શું કહે, તમારો ગુનો છે. તમે આજ પકડાયા એટલે આ તમારો હિસાબ આપે છે. પેલો પકડાશે ત્યારે હિસાબ આપશે. એટલે કુદરત નિરંતર ન્યાયમાં જ હોય છે. કોઈ જાતનો અન્યાય થતો નથી. આ વગર કામનાં અણસમજણથી ઠોકાઠોક અને જીવન જીવવાની કળા પણ નથી અને જો વરીઝ, વરીઝ. માટે જે બન્યું એને ન્યાય કહો !
તમે દુકાનદારને સોની નોટ આપી. પાંચ રૂપિયાનો સામાન એણે આપ્યો. અને નેવું પાછા આપ્યા તમને, એ ભૂલી ગયો આખું ય બહુ ધમાલમાં, એને ત્યાં કેટલીય સોની નોટો કેટલીય દસની નોટો ગણતરી વગરની. એ ભૂલી ગયો ને નેવું આપણને પાછા આપે તો આપણે શું કહીએ ? ‘મેં તમને સોની નોટ આપી હતી.' ત્યારે કહે, ‘નહીં.’ એને એવું યાદ છે. એ ય જૂઠું બોલતો નથી. તો શું કરવાનું આપણે ?
પ્રશ્નકર્તા : પણ પેલું પાછું ખેંચ ખેંચ કરે છે, આટલા પૈસા ગયા, મન બૂમાબૂમ કરે.
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : એ ખુંચે છે, તો જેને ખેંચે છે તેને ઊંઘ ના આવે, આપણે શું ? આ શરીરમાં જેને ખેંચે છે તેને ઊંઘ ના આવે. બધાને કંઈ ઓછું ખેંચે એવું છે ? લોભિયાન ખેંચે મૂઆને ! ત્યારે એ લોભિયાને કહીએ, ખૂંચે છે તો સૂઈ જાને, હવે તો આખી રાતે ય સૂવું જ પડશે !
પ્રશ્નકર્તા : એને ઊંધે ય જાય ને પૈસા ય જાય.
દાદાશ્રી : હા, એટલે ત્યાં બન્યું એ કરેક્ટ. એ જ્ઞાન હાજર રહ્યું તો આપણું કલ્યાણ થઈ ગયું.
બન્યું એ ન્યાય જાણે તો આખા સંસારનો પાર આવી જાય એવું છે. આ દુનિયામાં એક સેકન્ડ પણ અન્યાય થતો નથી. ન્યાય જ થઈ રહ્યો છે, એટલે બુદ્ધિ આપણને ફસાવે છે કે આને ન્યાય કેમ કહેવાય ? એટલે અમે મૂળ વાત કહેવા માંગીએ છીએ કે કુદરતનું આ છે અને બુદ્ધિથી તમે જુદા પડી જાવ. એટલે બુદ્ધિ આમાં ફસાવે છે. એક ફેરો જાણી લીધા પછી બુદ્ધિનું માનીએ નહીં આપણે. બન્યું એ ન્યાય. ભોગવે એની ભૂલ. કોર્ટના ન્યાયમાં ભૂલ-ચૂક હોય બધી. ઊંધું-ચતું થઈ જાય, પણ આ ન્યાયમાં ફેર નહીં, હડહડાટ કાપી દેવાનું.
છ વાગ્યે મોટર જોડે અથાડીને એક માણસને ખલાસ કરી નાખ્યો, બિલકુલે ય ખલાસ ! અને બીજા એક માણસને મોટર અથાડીને એક આંગળી એકલી જ જતી રહી હોય. કેટલો બધો ન્યાયમાં ફેર રાખ્યો છે ! પેલાની ગાડી અથડાઈ અને પેલાની અથડાઈ, માટે આ મોટામાં મોટો જાય છે નેચરલ ન્યાય. નેચરલ એટલે બે ગુણ્યા બે ચાર જ થાય, કશું બીજું ફેર નહીં. એવું ન્યાય ! સમજાયું ને ? - હવે શાસ્ત્રકારો શું લખે, બન્યું એ ન્યાય કહે નહીં. એ તો ન્યાય એ જ ન્યાય કહે, અલ્યા મૂઆ, તારાથી તો અમે રખડી મર્યા ! એટલે થિરિટિકલ એવું કહે કે ન્યાય એ જ જાય. ત્યારે પ્રેક્ટિકલ શું કહે છે, બન્યું એ જ જાય. પ્રેક્ટિકલ વગર દુનિયામાં કશું કામ થાય નહીં, એટલે આ થિયરિટિકલ ટકયું નથી.
બન્યું એને ન્યાય કહે છે. ન્યાયને ન્યાય નહીં, પણ શું બન્યું ત્યારે એ જ જાય. નિર્વિકલ્પી થવું છે તો શું બન્યું છે એ ન્યાય. વિકલ્પી થવું