Book Title: Anuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra Author(s): Popatlal Punjabhai Parikh Publisher: Umedkhanti Jain Gyanmandir View full book textPage 5
________________ સરલ ઈ સંગીતના શોખીનોને બેધક અને ગમત સાથે જ્ઞાન આપનાર થશે, કારણ કે મહાપુરૂષોનાં ચરિત્ર વારંવાર વાંચવાથી વિચારબલ પુણ્યબલ આરેબલ ધર્મબલ જ્ઞાનબલ ચારિત્રબલ તપબલ ક્રિયાબલ આભબલ મનેબલ વચનબલ કાયબલ સ્વાધ્યાયબલ આગમબલ હૃદયબલ સમાધિબલ ગબલ વિગેરેની વૃદ્ધિ થાય છે. તથા નીચવિચાર પાપકર્મ રોગાવસ્થા અશકતતા અજ્ઞાનપણું દુરાચરણ સબક્ષિત દુષ્ટક્રિયા પશુત્વ અને નિર્માલ્ય વચન તુચ્છતા પ્રમાદ નિદ્રા અસ્વસ્થતા હૃદયનિબંલતા ભિન્નતા ગચાપ વિગેરે દેજો દૂર થાય છે, એકંદર આ પુસ્તક વાંચકોને આનંદપ્રદ અને ઉપકારક નિવડે, એવી આશાથી શ્રી ઉમેદખાન્તિ જૈન ગ્રંથમાલાના બીજા મણકા તરીકે પ્રસિદ્ધ કર્યો છે. છેવટે કેટલાંક ગાયને હરીયાલીઓ અને સ્તવન અર્થ સાથે દાખલ કર્યા છે, હવે પ્રફ રીડીંગ આદિમાં આવી જતાં દ્રષ્ટિ દેવ યા તેવાજ કોઈ અન્ય કારણે જે ભૂલ રહી ગઈ હોય તેની ક્ષમા માગી, અજાણતાં જે કાંઇ ધર્મ વિરૂદ્ધ જેવું આવ્યું હોય તે, તેને માટે મિચ્છામિ દુક્કડં દઈ અને તે ભૂલની સુચના કરવા વાંચકોને વિનતિ કરીયે છીયે. આ પુસ્તક છપાવવામાં પ્રેસકોપી તથા પ્રફ સુધારવામાં મુનિ મહારાજ શ્રી ખીમાવિજયજીયે ઘણે પરિશ્રમ ઉઠાવી પિતાને અપૂર્વ સમય અર્પે છે તે માટે તેમને અમે ઉપકાર માનીયે છીયે. આ પુસ્તકમાં વઢવાણવાસી શ્રાવક ફુલચંદ લાલચંદ ઘાસલેટવાળાએ રૂા. ૫૦)ની મદદ તથા બાકીની મદદ જામપુર નિવાસી શ્રાવક નેમચંદ ભાણજીયે કરી છે તે ખાતે તેમને ધન્યવાદ આપીયે છીયે. ૩૪ શાંતિ: શાંતિ: શાંતિ: લા, પ્રકાશક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 156