________________
અનુભવ રસ
પદ-૯
-
-
“નાથ નિદાને માપમતાસી" શ્રીમઆનંદઘનજી મહારાજે સર્વસંસારી જીવોનાં કાર્યોનું તથા માનસિક સ્થિતિનું સુંદર ચિત્રણ આ પદમાં કર્યું છે. ભાવોની વિશુદ્ધિથી જીવાત્મા કેવા પરમાનંદને પામે છે, તે આ પદમાં સમજાવ્યું છે.
કવિએ અધ્યાત્મભાવોને લૌકિ ઉદાહરણ દ્વારા સમજાવી સર્વ સંસારીઆત્માઓની પરિણતિમાં પરિવર્તન કરવા પ્રબળ પુરુષાર્થ કર્યો છે. તેઓ સારંગ રાગમાં કહે છે,
नाथ निहारो आप मतासी वंचक शठ संचकसी रीते, खाटो खातो खतासी।। नाथ॥१॥
આઠમા પદમાં શુદ્ધચેતનાએ અનુભવમિત્ર દ્વારા ચેતનને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આ પદમાં સ્ત્રીસહજ સ્વભાવને કારણે ચેતના સ્વયં પોતાના પતિ ચેતનને સમજાવવા કોશિષ કરે છે. તે કહે છે હે નાથ! તમે જરા મારા સામું તો જુઓ હું કોણ છું? હું આપની જ સતી જેવી પત્ની છું. હું આપને છોડી, બીજે ક્યાંય જતી નથી. પડછાયાની માફક આપની સાથે જ રહું છું. હું આપના જ મતની છું, આપણે બંને એક જ જાતના છીએ. જેમ સૂર્ય એક છે પણ સૂર્યમાંથી નીકળતાં કિરણો અનેક છે. તેમ મારો તથા આપનો સંબંધ છે. આપની સજ્જનતા શેમાં છે? તેનો તો જરા વિચાર કરો. આપે જેની સાથે સંબંધ બાંધ્યો છે તે મમતાની જાત, તેની વૃત્તિ – પ્રવૃત્તિ કેવી નીચ છે, તે તો જરા વિચારો. મમતા કેટલી કપટી તથા માયાવી છે તે તમે જાણો છો? પારઘી જેમ પોતાની જાળમાં પ્રાણીઓને ફસાવે છે, તેમ મમતા પણ માયાની જાળ બિછાવી તને ફસાવી રહી છે અને પોતાના છેદે તમને એ નચાવી રહી છે. એ લુચ્ચી તો કેવી છે કે એક બાજુ એ પોતાની ઈચ્છાનુસાર તમારી પાસે કામ કરાવે છે અને ઉપરથી પાછો હાથ રાખી કહે છે કે હું તો પતિને પગલે દાસીની જેમ ચાલનારી છું. મમતાના લોભને કોઇ થોભ નથી તે લોભને વશ બની, ખોટું ખાતું ખતવે છે. જેમ લોભી માણસ પોતાના ચોપડામાં જમા રકમ