________________
અનુભવ રસ
૧૮૦ કરવાનું સાધન વચન છે અર્થાત્ શબ્દ છે. શ્રી મોતીચંદભાઈ કાપડિયા લખે છે, “આત્માને સહજ થાય છે તે અધ્યવસાય કહેવાય છે અને મન દ્વારા વ્યક્ત થતાં અધ્યવસાય તે વિચાર કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે, સંસારી જીવના બે ભેદ છે. મનગમનસ્વા: સંજ્ઞી અને અસંજ્ઞી. જેને મન હોય તે સંજ્ઞી અને મન ન હોય તે અસંસી. પંડિત સુખલાલજી લખે છે, મન સે હતે હૈ? નિસરે વિવાર વિરુય ની સવે જેસી आत्मिकशक्ति मन है और इस शक्ति से विचार करने में सहायक होनेवाले एक प्रकारके सूक्ष्म परमाणु भी मन कहलाता है। पहला भावमन और दूसरा द्रव्यमन कहा जाता है।।।।
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે, “દ્રવ્યમન મનોવર્ગણાના પુગલોને અવલંબીને થતાં આત્માના ચળ-વિચળ પરિણામ એ ભાવમન છે. તેથી આત્મા મન સ્વરૂપ નથી તો મનોમય પણ નથી” “બારમા ક્ષીણમોહ ગુણસ્થાન પર્યત ભાવમન છે અને દ્રવ્યમન તેરમા સંયોગી ગુણસ્થાન પર્યત છે”. એટલે કે આત્મા દ્રવ્યમનથી પણ ભિન્ન છે. તેથી જ ચેતન કહે છે કે હું મનરૂપ નથી તો શબ્દરૂપ પણ નથી કારણકે શબ્દ પણ ભાષાવર્ગણાના પુદગલોનું જ કાર્ય છે. સંજ્ઞી જીવ શબ્દના માધ્યમથી વિચારો વ્યક્ત કરે છે. મનોવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ તે દ્રવ્યમન. દ્રવ્યમનનું કાર્ય તે વિચાર અને વિચાર વ્યક્ત કરવા ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી છોડવારૂપ કાર્ય તે શબ્દ. પણ ચેતન કહે છે કે હું મન કે શબ્દ કાંઈ નથી. પુદ્ગલના કાર્યને જીવનું કાર્ય કહી દેવું તે નરી અજ્ઞાનતા છે. વળી પુદ્ગલોને ગ્રહણ કરવાની ક્રિયા હું કરું છું, તે ક્રિયારૂપ હું છું તેમ પણ નથી કારણકે નિયમ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં તો પછી પુદ્ગલનું કાર્ય હું કેવી રીતે કરી શકું? પુદ્ગલ પુદ્ગલનું કાર્ય કરે અને ચેતન ચેતનનું કાર્ય કરે. વળી હું કોઈના આધારરૂપ પણ નથી. જેમ પાણીનો આધાર પાત્ર તેમ શરીરનો સંબંધ આધાર-આધેયનો નથી. તો શ્વેત, ભગવો, કાળો કે પીળો વગેરે વેશને ધારણ કરનાર પણ હું નથી. ભલે મને કોઈ શ્વેતાંબર કહે કે દિગંબર, કોઈ ફકીર તો વળી કોઈ સંન્યાસી પણ એ બધા વેશને ધારણ કરનાર હું નથી. હું કોઈ ક્રિયા કરવાવાળો નથી તો ક્રિયા સાથે મારો ચિરસ્થાયી સંબંધ પણ નથી.