Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 388
________________ અનુભવ રસ ૩૦૪ પરિણામ જાણવાની દરેકને ઉત્સુકતા રહે છે. રસાકસી કઈ બાજુ ઢળે છે તે જોવાનો આનંદ આવે છે, પણ અહીં તો મોહરાજા પોતાના પ્રબળ પરિવાર અને મહારથી યોદ્ધાઓ સાથે બહાર આવે છે. ચેતનજી સાથેની આ લડાઈ કમનસીબે સબળ – નિર્બળની લડાઈ છે, મોહરાજા ચાર કષાય, નવ નોકષાય, પાંચ ઈન્દ્રિયો વગેરે પ્રકારના મહારથીઓનું લશ્કર લઈને ચેતન સાથે યુદ્ધ કરવા આવ્યો છે. પણ ચેતન એવો દુર્બલ છે કે તે માયા–મમતાને દાસ થઈ ગયો છે. અત્યારે તેની એવી સ્થિતિ છે કે તે પોતાના પરિવારનું નામ સુદ્ધાં ભૂલી ગયો છે. અત્યારે તેની એવી સ્થિતિ છે કે તે પોતાના પરિવારનું નામ સુધ્ધાં ભૂલી ગયો છે. આવા સંજોગોમાં લડવું તો બાજુ પર રહ્યું પણ આવા મોટા મોટા યોદ્ધાઓ વચ્ચે મારા જેવી અબળા સ્ત્રીને બોલવું તે પણ યોગ્ય ન કહેવાય. ચેતનમાં અચિંત્યવીર્ય છે. તે ધારે તો બધાને એક ઝાટકે ઉડાડી દે પણ તે પોતાની શક્તિનો વિચાર કરતો નથી. અરે! ઘણી વખત તો ચેતન માર ખાઈને ઘરે આવે છે. છતાં ચેતનની આંખ ઉઘડતી નથી. તેની અજ્ઞાનદશાનાં ફળ મારે પણ ભોગવવાં પડે છે. હે માડી! હું તને કેટલી વાતો કરું? મને તો હવે આવી વાતો કરવામાં પણ શરમ આવે છે. મારે આ વરાળ કાઢવી ન જોઈએ પણ નીકળી જાય છે. મારી હૈયાવરાળ મારા હૈયામાં સમાતી નથી. ચેતનને કારણે મારે કેવાં કેવાં કામો કરવા પડે છે તે સાંભળીશ તો તારું હૃદય ધ્રુજી ઉઠશે. મારી વાત સાંભળઃ जे जे कीधुं जे जे कराव्यु, ते कहेता हुं लाजु, થોડે રે ઘણું છો તેનો, ઘર સતર નાદિ નું.નાયડી...પાછલા હે મારી વ્હાલી સખી સુમતિ! તને હું મારી કરમ કથની દિલ ખોલીને કહી રહી છું, વિભાવને વશ થઈને મેં કેવાં કેવાં કાર્યો કર્યા તે સાંભળ તો તારી આંખોમાં પણ પાણી આવી જાય. મેં ધર્મને નામે હિંસાજૂઠું ચોરી–પરિગ્રહ, સંચય, માયાચાર વગેરે ઘણું કર્યું. ધનના ઢગલા કર્યા, કન્યાદાન દીધાં, પીપળે તુલસીના કયારામાં પાણી રેડયું, મહામાયાને તૃપ્ત કરવા મદિરા પીધી, કાલિકાને સંતોષવા બત્રીશો ચડાવ્યો. અંબિકાને આરાધવા બોકડાનું બલિદાન આપ્યું, શક્તિને સંતોષવા મધ – માંસ ને

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406