Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 401
________________ ૩૧૭ અનુભવ રસ એટલે ચેતનાની વિશુદ્ધિ થતી જાય છે. તેનો પણ અનુભવ થાય છે. આ રીતે એક બાજુ ચેતના છે તો બીજી બાજુ સમતા. ત્યારે અનુભવ એ બંનેને સહયોગી અને હિત કરનાર છે. પણ ખેદની વાત એ છે કે ચેતન વિભાવદશામાં ભયંકર દુઃખ ભોગવી રહ્યો છે તેથી હું તેને સમજાવી પોતાનાં આનંદસ્વરૂપનો અનુભવ કરાવ. તે સ્વયં ચિદાનંદ સ્વરૂપી છે. બસ આટલું કામ કરી આપ અને જો ન કરવું હોય તો ચાલતો થા તને મારી વેદનાની જાણે કે કાંઈ અસર જ નથી. તું તો જાણે સાવ પુરૂષાર્થ હીન થઈ ગયો છે. આત્માને અનુભવજ્ઞાન થાય ત્યારે તે સમતાની નજીક જઇ શકે છે અને સમતાની નજીક જતા તેની ચેતના વિશુદ્ધ, વિશુદ્ધતર થતી જાય છે. જો અનુભવ હોય તો સમતા બની રહે છે. અનુભવ અને સમતાને બહુ નજીકનો સંબંધ છે. બંનેને કાર્ય-કારણરૂપ સ્નેહ સંબંધ છે. આ પદનો ભાવ છે કે અનુભવ દ્વારા સમતા પ્રાપ્ત કરવી અને ચેતનજીને પોતાનું સહજ સ્વરૂપ પ્રગટ કરવું. દેવ મંદિરોમાં છેલ્લે વધાઈ ગાવાનો રિવાજ છે. પણ એ વધાઈ લગભગ “ધનાશ્રી રાગ'માં હોય છે. સારાંશ એ નીકળે છે કે આ કાર્યક્રમ પણ પૂર્ણ થયો ગવૈયાઓ પણ છેવટે ધનાશ્રી ગાય છે. અત્યાર સુધી જે આત્માનું વર્ણન કર્યું છે તે તો બહિરાત્મા છે. એટલે એ પરપરિણતિને પોતાની માને છે. પૌદ્ગલિક ભાવોમાં લોલુપતા રાખી ઉપર ઉપરની બાહ્યક્રિયામાં ઘેલો થઈ જાય છે. આ બહિરાત્માને સમજાવવું તો કઠિન છે. પણ બહિરાત્મમાંથી મુક્ત બની અંતરાત્માને જાગૃત કરી પરમાત્મભાવને વિચારવાની જરૂર છે. ચેતના, અનુભવને એટલા માટે વિનવે છે કે તે ચેતનને સમજાવી શકે એવું તેનામાં સામર્થ્ય છે. ચેતના કહે છે કે આત્મરામ એવા મારા ભરતાર મને મેળવી આપો. જો ન મેળવી શકો તો તમે પણ ધન્યાસી કરો. એટલે કળાવંત ગાનારને શીખ દેવી હોય તો તેને કહેવામાં આવે છે કે ધન્યાસી કરો. એટલે તમને શીખ છે. હવે અમે પોતે જ તેને મનાવી લઈશું અર્થાત્ ચેતનને મનાવવા તમે પ્રયત્ન કરો છો તે સારું છે નહિ તો તમને ફાવે ત્યાં જઈ શકો છો. કર્માધીન ચેતનની બહિરાત્મભાવને કારણે અનેકવિધ ઊંચી-નીચી

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406