Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 399
________________ ૩૧૫ અનુભવ રસ ચેતના કહે છે કે હે અનુભવ મિત્ર!ચેતન કેવાં કેવાં રૂપો ધારણ કરે છે તેનો તો તું વિચાર કર. તેઓ કોઈ વખત દેવોના પણ સ્વામી એવો ઇન્દ્ર બને છે તો વળી ક્યારેક ખાટી થઈ ગયેલી છાશ બને છે અથવા ક્યારેક રાજા તો વળી ક્યારેક રંક બને છે. ઘણીવાર મોટા પરિવારવાળો તો ક્યારેક એકલો જણાય છે. કોઈ વખત ઊંચકુળમાં દેખાય છે તો કોઈ વખત નીચકુળમાં પણ ચાલ્યો જાય છે. આવા અનેક વેશો, રૂપો, નામ, ગોત્ર કર્મના આધારે તથા વેદનીય મોહનીયકર્મના ઉદયે ભોગવવા પડે છે. શાસ્ત્ર કહે છે કે જગતમાં એવી કોઈ ગતિ, જાતિ કે યોનિ નથી, એવું કોઈ કુળ કે સ્થાન નથી કે જ્યાં જીવ ઉત્પન્ન થયો ન હોય. આમ એક વખત નહીં અનંતવાર એ જ સ્થાનમાં ઉત્પન્ન થયો છે, કારણ કે કર્મ સંગી ચેતનને, કર્મયોગે ભિન્ન ભિન્ન પ્રકારનાં શરીર ધારણ કરવાં પડે છે અને તે પ્રકારે આકૃતિ અને પ્રકૃતિ બનાવતો ફરે છે. न सा जाइ न सा जोणी, न तं कुलं न तं ठाणं, न जाया न मुआ जत्य, सत्त्वे जीवा अणंतसो। આત્મા ફરી ક્ષણવારમાં ઇન્દ્રની જેમ ઈશ્વરતા ધારણ કરશે અને કહેશે કે ષટ્રવ્યમાં મારા જેવો કોણ? તો વળી છાશ જેવો પાતળો ને નરમ પણ બની જાય છે એટલે કે અહંકારરહિત બની જાય છે. આમ ચેતન અવનવાં રૂપો ધારણ કરે છે. તેનું કોઈ ઠેકાણું નથી. તેની એક સરખી ગતિ, કૃતિ કે વૃત્તિ નથી. વળી તે અવિનાશી છે, તેમ જ્ઞાનીજનો કહે છે. આ બંને કેમ સંભવી શકે? હે અનુભવ! તું પણ અવિનાશી કહે છે તો તે કેવી રીતે શક્ય છે? આત્મા પોતાની વિભાવ પરિણતિને કારણે કર્મબંધ કરી જુદી જુદી ગતિ, યોનિમાં પરિભ્રમણ કરે છે. બંધાયેલું કર્મ ફળ આપી આત્માથી છૂટું પડી જાય છે. પણ કર્મોદય થતાં જીવ તેને આધીન બની જાય છે જેથી જીવ નવા કર્મબંધ કરતો જ રહે છે. કર્મ આઠ છે. દરેક કર્મ પોતાનો ભાવ ભજવે છે. તેથી આત્મા અત્યારે જ્ઞાનધન વિહીન હોવાથી નિર્ધન બની ગયો છે. નિર્ધનતાને કારણે તે ખોટાં ખાતા ખતવે છે. એક તો કર્મોનો કરજદાર છે અને દેવું વધારતો જાય છે તેથી તેની પાસે જે થોડી પણ મૂડી છે તે નાશ પામી જશે. अप्पा नई वेयरणी, अप्पा में कुड सामली। अप्पा काम दुहा घेणू, अप्पा मे नन्दणवणं।।

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406