Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 403
________________ ૩૧૯ સમજાવ. અનુભવ રસ પરમાત્મા પપિપાસુ શ્રી આનંદધનજી મહારાજે આ પદમાં સર્વ પદોનો નિચોડ આપી દીધો છે. અનુભવજ્ઞાનનું જેણે રસપાન કર્યું છે તે જરૂર અમર બને છે. ચેતનાના માધ્યમથી ચેતનના અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાક્ષ કરવા કવિ પ્રેરણા કરે છે. જે આનંદઘન રસ પીવા કટિબદ્ધ થાય છે તે અનંત આનંદસાગરમાં આત્મનિમજ્જન કરી, આનંદ ઊર્મિઓમાં કલ્લોલ કરે. ચેતનને મેળવવા માટે અનુભવની અનિવાર્યતા કેટલી બધી છે તે પણ આ પદમાંથી સૂચિત થાય છે. કવિ આનંદઘનજી અવધૂત હતા છતાં જીવનનાં સ્થૂલવ્યવહારનું એમનું અવલોકન પણ વાચકને આશ્ચર્યચક્તિ કરી નાંખે એવું હતું. એ આ પદ અને બીજા કેટલાંક પદોનું અવલોકન કરતાં જણાય છે. \

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406