Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 402
________________ અનુભવ રસ ૩૧૮ અવસ્થા થાય છે. આત્મામાં જ્યારે અંતરજ્ઞાન અથવા અનુભવજ્ઞાન પ્રગટે ત્યારે બહિરાત્મભાવ છૂટી જાય છે. આ સ્થિતિમાંથી બહાર આવવા અનુભવજ્ઞાન સર્વ પ્રથમ જરૂરી છે. અનુભવજ્ઞાન એ આત્માનું અમૃત છે. અનુભવજ્ઞાન વડે અંતરાત્મભાવમાં લય બની, પરમાત્મભાવ પ્રગટ થાય છે. પંડિતશ્રી બનારસીદાસ અનુભવનો મહિમા સમજાવતાં કહે છે, અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હે રસકૂપ અનુ ભવ મારગ મોખકો, મોખ સરૂપ, અનુભવ કે ૨સકો રસાયન, કહત જગ અનુભવ અભ્યાસ પહે, તીર થકી ઠૌર હૈ અનુ ભવ કેલિ યહે, કામધેનુ ચિત્રાવલી અનુ ભવનો સ્વાદ પંચ અમૃત કો કોર હૈ; આવા અનુભવજ્ઞાનને બરાબર સમજવું પછી તેના પર ચિંતન, મનન કરતાં પરભાવ હટી જાય છે અને સ્વભાવ તરફ દૃષ્ટિ થાય છે. સ્વભાવમાં જો એક મુહૂર્ત સ્થિરતા આવી જાય તો મોક્ષ કાંઈ દૂર નથી. બીજાને જાણતાં પહેલાં પોતે પોતાને જાણવા પ્રયાસ કરવો. આ વિષયમાં શ્રી ચિદાનંદજી કહે છે, આપણું આપ કરે ઉપદેશ જશું, આપકું આપ સુમારગ આણે, આપણું આપ કરે સ્થિર ધ્યાનમેં, આપકું આપ સમાધિમેં તાણે, આપ થઈ જગ જાળથી ન્યારો જપું, આપ સ્વરૂપમેં આપ સમાવે, આપ તજે મમતા, સમતા ઘર, શીલસું સાચો સનેહ જગાવે આ રીતે ચેતનને જે કાંઈ કરવાનું છે તે બહારમાં કાંઈ કરવાનું નથી. જે કરવાનું છે તે અંદરમાં જ કરવાનું છે. તે “સ્વ” માં છે. તે સ્વ'માંથી મળશે. જો “સ્વ” માં ચિત્ત ધરશે તો “સ્વ”માં “સ્વ” ઠરશે. “સ્વ” માં લીનતા આવતાં અનુભવજ્ઞાન પ્રાપ્ત થશે. જીવમાં જેમ જેમ સમતા આવશે તેમ તેમ કર્મનિર્જરા થતી રહે છે અને નવા કર્મબંધ અટકે છે. ચેતનની વિશુદ્ધિ થતાં, ચેતનાની વિશુદ્ધિ થાય છે. અનુભવમાં એટલી તાકાત છે કે તે ચેતનને ઠેકાણે લાવી શકે છે. કારણકે અનુભવ ચેતનનો શ્વાસ અને પ્રાણ છે. યથાર્થ દૃષ્ટિથી વિચારતાં પરપરિણતિમાં પણ ચેતનની સાથે અનુભવ તો છે જ છતાં પણ ચેતના અનુભવને કહે છે કે તું ચેતનને

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406