Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 398
________________ અનુભવ રસ ૩૧૪ પદ-૫૦ , , “અનુભવ પ્રીતમ સે મનાતી" મુમુક્ષુઆત્માની અંતરવેદના કેવી હોય છે તથા સમ્યકત્વ પ્રાતિ પહેલાની કેવી પીડા હોય છે તેનું વર્ણન અનુભવીયોગી શ્રી આનંદઘનજી મહારાજે પોતાનાં પદો દ્વારા મુમુક્ષુ આત્માઓ માટે કર્યું છે. પ્રસ્તુત પદમાં ચેતના અનુભવ મિત્રને કહી રહી છે કે તું ચેતનને કેવી રીતે મનાવીશ? કારણે તે તો કાકીડા જેવો છે. તે ક્યારેક લાલ કે લીલો કે પીળો તો કાળો રંગ ધારણ કરે છે. આ રીતે વિધવિધ વેશ ભજવતા મારા ભરથારને ઓળખવો ઘણો મુશ્કેલ છે. “ઘનાશ્રી રાગ” માં લખાયેલા આ પદનો પ્રારંભ કરતાં શ્રી આનંદઘનજી કહે છે કે: અનુભવ પ્રીતમ વસે મનાલી અને छिन निरधन सघन छिन निरमक, समक रूप मनासी...अनु...।।१।। ચેતનાએ ચેતનને મનાવવા બહુ પ્રયત્ન કર્યા. તેને ઉપાલંભ આપીને પણ સમજાવ્યો. અરે! નાના બાળકને દૃષ્ટાંતના માધ્યમથી સમજાવે તેમ સમજાવ્યો. બાળક ન માને તો તેની મા કહે હું કૂવામાં પડી મરી જઈશ. આવા ડરથી પણ બાળક સમજી જાય છે. તેમ ચેતનાએ કાશીએ કરવત મુકાવવાની બીકથી સમજાવ્યો છતાં હજુ તે ઠેકાણે આવ્યો નથી. એટલે હવે નાનાં-નાનાં ઉદાહરણો આપી સમજાવે છે. આ પદમાં ચેતનને અનુભવ મિત્ર શું સમજાવે છે તે બતાવવામાં આવ્યું છે. ચેતન પર અનુભવનો પ્રભાવ છે. તેથી મિથ્યાત્વભાવમાં પડેલ ચેતનને મનાવવા અનુભવ તૈયાર થાય છે. ચેતના ! અનુભવ મિત્રને કહે છે કે હે અનુભવ! તું જાણે છે કે ચેતનમાં કેટલી શક્તિ છે. તેને કેટલાય રૂપ કરતાં આવડે છે. તું એને ક્યાં જઈને પકડીશ? અત્યારે તો તેઓ સ્વશક્તિનો દૂર ઉપયોગ કરી રહ્યાં છે. મિથ્યાત્વભાવથી ભ્રમિત થઈ આત્માને ક્ષણિક માને છે. छिनमें शक्र तक्र फुनि छिनमें, देखुं कहत अनाशी, विस्वन बीच आप हितकारी, निरधन जुठ खतासी।।२।।

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406