Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 396
________________ અનુભવ રસ ૩૧૨ સંબંધો રાખવા પણ ગમતાં નથી. હવે મારાથી ગમ પણ ખવાતો નથી. ગમ ખાવી કઠિન લાગે છે. કારણકે આજ સુધી રેઠ પીતી રહી તો ચેતનનાથ આટલા આગળ નીકળી ગયા. આ દુઃખનો ડુંગર મારાથી ઉપડતો નથી. ચેતનાને હવે પોતાનું સ્થૂલ શરીર ગમતું નથી. દુનિયાનો સ્થૂલ સ્નેહ કાંટાની માફક ખૂંચે છે. લોકો ધર્મના નામે મિથ્યાત્વનો ફેલાવો કરી રહ્યા છે. મિથ્યાઆગ્રહી લોકો હું કહું તે સાચું, બીજાનું બધું તદ્ન ખોટું, આવું માની તે પોતાના શરીરમાં પણ સમાતી નથી. ઘણા લોકોની આવી સ્થિતિ જોવામાં આવે છે. ચેતના કહે છે કે હે આનંદઘન પ્રભુ ! મારો હાથ ઝાલી મને ઉગારે તો હું આ પરિસ્થિતિમાંથી મુક્ત બનું. ચેતન પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે અને મિથ્યાત્વથી દૂર રહે તો મારામાં અનેરો ઉત્સાહ આવે. ચેતન પૌદ્ગલિક દશામાં છે. તેથી ધર્મ કાર્યમાં ૨સ આવતો નથી. ભોગવિલાસ, ધન-વૈભવમાં ઓધસંજ્ઞાથી ધર્મ કાર્ય કરવાથી રસની જમાવટ થતી નથી પણ જો આત્મસ્વરૂપનું લક્ષ્ય બંધાય તો ભોગકાર્યમાં વિસતા આવે. પરિણામે તેને સદ્દવર્તનમાં તથા આત્મગુણોમાં રસ આવે. પછી તો તે વિશુદ્ધમાર્ગનાં સાધન ધર્મો કરે છે. આવાં કાર્ય કરવામાં તેને એટલો બધો ઉત્સાહ આવે છે કે સામાન્યદૃષ્ટિવાળાને એવો ઉત્સાહ આવવો દુર્લભ તો શું અશક્ય છે. જીવની જ્યારે આવી દશા આવે છે ત્યારે આનંદઘન પ્રભુ હાથ પકડે છે. સાધ્યનું નિરંતર લક્ષ્ય રાખી દૃઢ મનોબળથી આત્મ વિચારણા કરવા આ પદમાં કવિએ સૂચન કર્યું છે. કવિશ્રી આનંદઘનજીએ આ પદમાં ચેતનના માધ્યમથી લોક જાગૃતિ કરવા પ્રયાસ કર્યો છે. સમાજમાં ચાલેલી અંધાધૂંધી તથા આડંબરો ઉપર દેઢ પ્રહાર કર્યો છે. આત્માર્થીઓ આવા આડંબરોથી મુક્ત રહી ઉદાસીન ૨હે છે. જેમ નાનું બાળક અથવા ગાય કે બકરીનું બચ્ચું તેની ‘મા’ થી છૂટું પડી જાય અને પછી ‘મા’ મળતાં આનંદ થાય છે તેમ ચેતનાને આનંદઘન સ્વામી સ્વરૂપી પ્રભુ પ્રાપ્ત થતાં તે પોતાની જાતને કૃતકૃત્ય માને છે. કવિ આનંદઘનજીએ આ પદમાં વિરહિણી ચેતનાની ઉક્તિ વર્ણવી છે. વિરહિણીની વ્યથા તો વિરહિણી જ જાણે. પતિ વિરહમાં વિરહિણીને ઘરમાં કે બહા૨માં કશું ગમતું નથી. તેને શણગાર સજવા ગમતા નથી.

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406