Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 394
________________ અનુભવ રસ ૩૧૦ શકાય છે પણ માયા – મમતાના યોગે તે મલિન જણાય છે. જેમ જેમ રાગ-દ્વેષની પરિણતિ મંદ થતી જાય છે તેમ તેમ ચેતનસ્વામીનું તેજ પ્રગટતું જાય છે. તેથી ચેતના કહે છે કે હે ધર્મધ્યાન તથા શુક્લધ્યાન ! પતિને ધ્યાનમાં લઈ આવો. હે મહાવ્રતો ! યમ –નિયમ આદિકથી પતિને વિશુદ્ધ કરી મને પતિ સાથે બેસાડો. હે ક્ષાયિક સમ્યક્ત્વ ! તું મારા પતિને અહીં ઘસડી લાવ. આ રીતે જે મળે તે દરેકને ચેતના વિજ્ઞપ્તિ કરે છે. ઠે સખી ! ચેતન વિના જ્ઞાનની વાતો કે જ્ઞાનનો ઉપદેશ મને જરા પણ રુચતો નથી. શ્રી મોક્ષમાર્ગમાં પ્રથમ સમ્યગ્દર્શન અને પછી સમ્યજ્ઞાન કહ્યું છે. જેમ કે સમ્પાવર્શન જ્ઞાન ચારિત્રાળી મોક્ષમાર્ગ: માટે ચેતના કહે છે કે મને જ્ઞાનની રેખા જેટલી વાતો પણ પસંદ નથી. કારણકે તે ઘણું કરીને નીચે પાડવાનું કામ કરે છે તો કોઈ વખત જ્ઞાનની વાતો શબ્દશાની બનાવી દે છે. માટે સર્વ પ્રથમ ચેતનનું મિલન થાય તો મને શાંતિ થાય. શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે, જાશુ જાઈ પૂછીએ તો તે અપની અપની ગાવે, મારગ સાચા કોઉ બતાવે ? જેની પાસે જઈને પૂછું છું તે બધાં પોત-પોતાની વાતો કરે છે. મારો કોઈ વિચાર કરતું નથી. ધર્મના વાડામાં લોકો બંધાઈ ગયા છે. જ્યારે ભરત ચક્રવર્તીને ચક્રરત્નની પ્રાપ્તિ થાય છે ત્યારે એક બાજુ રિદ્ધિ પ્રાપ્ત થાય છે તો બીજી બાજુ ભગવાન ઋષભદેવ વનિતા નગરીમાં પધાર્યા છે. સમવસરણ રચાયું છે. બંને બાજુ લાભનું કારણ હોવા છતાં રાજા નિર્ણય કરે છે કે પહેલાં પ્રભુના દર્શન પછી સંસારના લાભની વાત. આ રીતે ચેતના પણ ચેતનના મિલનના લાભને ઝંખે છે. કવિ બીજી કડીમાં કહે છે, कोई सण जाणे पर मननी, बेदन विरह अथाए थर थर देहडी धुजे माहरी, जिम वानर भरमाह रे ... मोने... । । २ । । ચેતના કહે છે કે હે સખી ! મારા મનમાં અથાગ વેદના છે. તે કોણ જાણી શકે ? જે કોઈ સ્વજન હોય, બીજાના મનને પારખવાની જેની પાસે કળા હોય તે પારકાના મનની વાત જાણી શકે છે. પરંતુ મારી દશા જાણનારા કોઈ નથી. વિવેદનાથી મારું શરીર તો ધ્રુજી રહ્યું છે પણ મારી આ દશાને જાણનાર તથા જોનાર કોણ છે?

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406