Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 389
________________ ૩૦૫ અનુભવ રસ રૂધિરનું પાન કર્યું. પરભવમાં ઈચ્છિતસ્થાન મળે માટે કાશીએ જઈ કરવત મુકાવી. પ્રભુના નામે લાખો રૂપિયાની પેઢીઓ ચલાવી. ગુરુપદે રહી ખોટા ઉપદેશ આપ્યા, અનુયાયીઓને લૂંટયા, છેતર્યા, અભિમાન કરી આડંબર વધાર્યો. યોગ્યતા વિના પધરામણીઓ કરાવી. પરભવમાં ઈચ્છિત વસ્તુઓ મળવાની ચિઠ્ઠીઓ લખી આપી. ધર્મના અધ્યક્ષ બની આવકમાં હિસ્સો માંગ્યો. અન્યધર્મનું સ્વરૂપ સમજ્યા વગર તેમાં રહેલા સત્યાંશનું અસ્તિત્વ જાણ્યા - વિચાર્યા વગર પરધર્મનું – પરતીર્થનું અને તેના અનુયાયીઓની નિંદા કરી. આ રીતે યથાર્થ ધર્મના સ્વરૂપને ન ઓળખી મેં ઘણાં અધમ આચરણો કર્યા છે. હું મારી અધમતાની તને કેટલી વાત કરું? આવી વાતો કરતાં પણ મને શરમ આવે છે. કોઈએ મને જોગણ તો કોઈએ મને જતિયણ બનાવી અને તેમાં હું એવી તો એક થઈ ગઈ હતી કે મને લોકો કહે એ જ સત્ય લાગતું હતું. બીજે સત્યના દર્શન થતાં જ નહોતાં. એવી તો સંકુચિત દૃષ્ટિ થઈ ગઈ હતી. આવાં કામો મેં કર્યા અને કોઈએ મારી પાસે કરાવ્યાં. વિપરિત માન્યતાને કારણે હું નિષ્પક્ષ પણ રહી શકી નહીં કારણકે ચેતનની વિપરીતદશાની છાયા મારા પર હતી. *- - હું નિષ્પક્ષ રહેવાને બદલે મતાગ્રહી બની બેઠી હતી. આવી મારી વિચિત્ર પરિસ્થિતિ હતી. ટૂંકમાં કહું તો મારું ઘર સાજુ નથી. પુરુષની દૃષ્ટિએ ન ૬ ગૃહનિત્યીકુહિણી ગૃહમુચ્યતે” ઘર એ ઘર નથી પણ સ્ત્રીએ ઘર છે તેમજ સ્ત્રીની દૃષ્ટિથી પતિ તેનું સર્વસ્વ હોય તેને ઘર કહેવાય. જે ઘરમાં સંપ, સંગઠન, સ્નેહ, પ્રેમ તેમજ પતિ - પત્ની એકબીજા પોતાના ધર્મનું પાલન કરે. ઘરમાં બીજું કોઈ ઘૂસી, તોડ-ફોડ ન કરી શકે તેનું નામ ઘર. ચેતના કહે છે મને મારા રોદણાં રોતા પણ લાજ આવે છે. અનુભવીઓએ તો ઘરને તીર્થ કહ્યું છે. તીર્થ એટલે પવિત્ર સ્થાન તીર્થ જ્યાં જવાથી પવિત્ર થવાય અથવા જેનાથી તરી જવાય તે તીર્થ. આવા તીર્થસ્થાનોમાં જનારાઓ તીર્થી કહેવાય છે. ચેતના કહે છે કે આવા તીર્થીઓએ જ મને હેરાન કરી દીધી. ઘણી રખડપટ્ટી કરાવી. મારી આવી ' વાતો હું કોને કહેવા જાઉં? વળી મને એમ પણ સમજાવવામાં આવ્યું છે કે ઘર સિવાય અન્ય ક્યાંય તીર્થ નથી. આવી વાતો કરી મને નિષ્પક્ષ

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406