Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 390
________________ ૩૦S અનુભવ રસ રહેવા દીધી નથી. કવિ આ પદની છેલ્લી કડીમાં કહે છે, आपवीती कहेता रीसावे, तेहसुं जोर न चाले। માધન વાંકી , વીની સઘની પાને.માયડી. ૮ાા “ચેતના કહે છે કે હે માડી! મારે જે કષ્ટ ભોગવવા પડે છે ને જે દુઃખી થઈ રહી છું તેની વાતો મારા સ્વામીને કરવા જાઉં તો તે મારા ઉપર ગુસ્સે થઈ જાય છે. આનંદઘન પ્રભુ મને જો જ્ઞાન ને ક્રિયાનો અનેકાંત માર્ગ સમજાવે અને ચેતન પણ તે સમજી જાય તો પછી મારે કોઈ ચિંતા ન રહે. તે સમજે તો મને પણ સમજાઈ જાય. અત્યારે તો તે લોકપ્રવાહમાં ખેંચાઈ રહ્યો છે. કોઈ જ્ઞાનમાર્ગી છે તો વળી કોઈ ક્રિયામાર્ગી છે. જો એકાંતમાર્ગ છોડી અનેકાન્ત માર્ગ પકડવામાં આવે તો મુક્તિ હાથવેંતમાં જ છે. એકાંત માર્ગ તો રખડપટ્ટી જ છે. વળી ઘણા તો “સર્વ ધર્મ સમાન” ને સાચો અર્થ સમજ્યા વગર બધા જ ધર્મમાં અહિંસા, સત્ય, અચૌરી, બ્રહ્મચર્ય ઇત્યાદિની જ વાતો છે તેથી બધા જ ધર્મ સમાન છે તેવી માન્યતા અનુસાર, મતાનુસાર વર્તે છે. પણ “છ” એ દ્રવ્યમાંથી જે જીવ દ્રવ્ય છે તેના બધા જ ધર્મ–ગુણ લક્ષણ સમાન છે, જે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય છે તે બધાના જ ધર્મ સમાન છે, તેવી રીતે બીજા ચાર દ્રવ્યના પણ ધર્મ સમાન છે તેમ જાણતા નથી અને વિપરીતદશામાં, વિભાવદશામાં ચેતન ઘસડાય છે અને મને ના છૂટકે ઘરડાવું પડે છે. - કવિએ આ પદમાં ઘણી માર્મિક વાતો કરી છે. આવી જ વાતો શ્રી યશોવિજયજી મહારાજે કરી છે. શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં તીર્થદર્શનોના નિષ્પક્ષપણાની વાતો કરી છે. ચિદાનંદજી આધ્યાત્મિક નિષ્પક્ષપણાની વાત કરે છે. તો શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ “યશ વિલાસ' માં કહે છે, અબ મેં સાચો સાહિબ પાયો. પક્ષપાત તો પરસે હોવે, રાગ ધરત હું ગુનકો. અબ.... ભાવ એક હૈ સબ જ્ઞાની કો, મુરખ ભેદ ન પાવે, અપનો સાહિબ જો પહચાનો, સો “જશ” લીબા પાવે.. અબ શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે મને તો સાચો સાહેબ મળી

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406