Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 387
________________ ૩૦૩ અનુભવ રસ અસ્તિત્વ જ રહેવા દીધું નથી. અદ્વૈતવાદી = મીમાંસકો શુદ્ધાદ્વૈતવાદી = શંકરાચાર્ય છે. ક્ષણિકવાદી = બૌદ્ધ અનુયાયીઓએ સ્વીકાર્યો છે. આ રીતે એ બધાએ મારા વ્યકિતત્વનું ઉત્થાપન કરી નાખ્યું ત્યારે જે ભેદવાદીઓ છે તેઓ ચેતનાને સ્વીકારે તો છે પણ પ્રલયકાળે સર્વ વિનાશ થઈ જાય છે પછી શુભાશુભ કર્મફળનો ભોક્તા કોણ? તેઓ ગોટાળાવાળી ચલાવ્યે રાખે છે. આ રીતે ભેદવાદીઓએ મને ચલાવી. વળી કોઈ કહે છે કે ચેતના અનાદિ છે. તે ઈશ્વરકૃત છે ને ઈશ્વરનો અંશ છે. અંશ—અંશીમાં મળી જાય છે. આ રીતે મને રાખી ને પણ મારું ઉત્થાન કર્યું નહીં. ચેતના સુમતિને કહે છે કે હે માડી ! આ રીતે હું અનેક જગ્યાએ ગઈ. પરંતુ ક્યાંય એક મનવાળા કે એકમતવાળા મેં જોયા નથી. બધાના મત જુદાં છે. કોઈના વિચારો કે શબ્દની એકતા નથી. જેથી આ જગતમાં મારે માટે તટસ્થ રહી સાચો ન્યાય આપનાર નથી. દરેકમાં સત્ય સમજણનો અભાવ છે. સ્વમત સ્થાપના માટે ઘણા પ્રયાસો થાય છે. પણ પરમત સહિષ્ણુતાનો અથવા સત્યાંશના સ્વીકારનો અભાવ જોવામાં આવે છે. ચેતન આ વાતનો ઉપર ઉપરથી ખેદ કરે છે, પણ વસ્તુધર્મનો સ્વીકાર કરવા કે સમજવા ઉંડાણમાં પ્રવેશ કરતો નથી. સહુ કોઈ પોતપોતાની વાત લઈને બેઠા છે. એમાં નથી ક્યાંય ન્યાય કે નથી કોઈ સાક્ષી. દૂરાગ્રહને કારણ કે માવડી! હું તો નિષ્પક્ષ રહી શકી નથી. આવી અંધાધૂંધીભરી સ્થિતિમાંથી હું પસાર થઈ રહી છું. અહીં બળિયા-બળિયા લડી રહ્યા છે. તેમાં મારી તો શું સ્થિતિ હોય તે આપ જ કહો. કવિ આવી સ્થિતિ વર્ણવતાં કહે છે, धांगो, दुरबलने ढेलीजें , ढींगें ढींगो बाजे। સવના તે વિક્રમ યોજી શકી, વહ જોદ્ધાને ને...માયડી. દા જગતમાં શબ્દની, શસ્ત્રની, હસ્તની, બાહુની મુઠ્ઠીની વગેરે ઘણી લડાઈઓ હોય છે જેમાં સબળ અને નિર્બળ વચ્ચેના યુદ્ધમાં તો ખાતરી જ હોય છે કે સબળ જીતશે. પણ જ્યારે સબળ – સબળનું યુદ્ધ થાય ત્યારે જોનારાને વિશેષ મજા આવે છે. એ લડાઈ જોવા જેવી હોય છે. કારણ

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406