Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 385
________________ ૩૦૧ અનુભવ રસ કરે છે. સંન્યાસીઓ માથું મુંડાવે છે. તો કોઈ સાધુઓ વાળ વધારી જટાધારી બને છે ને માથે મોટો અંબોડો રાખે છે. દરેક પોતપોતાના ધર્માનુસાર ક્રિયાઓ કરે છે. પણ ક્રિયાઓ પાછળનો ભાવ સાવ ભાંગી પડ્યો છે. ફક્ત ક્રિયાઓ રહી ગઈ છે. “સાપ ગયા ને લીસોટા રહ્યા” જેવી દશા છે. ફકત લોચ કરવાથી કે મસ્તક મુંડન કરવાથી સાધ્ય સિદ્ધ થતું નથી. શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે – મુંડ મુંડાવત સબહી ગડરીયા, હરિણરોઝ બનધામ, જટાધાર વટ ભસ્મ લગાવત, રાસલ સહતું હું ધામ... એ તે પર નહિ યોગ કી રચના, જો નહિ મન વિશ્રામ, ચિત્ત અંતર પટ છવવેકું ચિંતવત્ કહા જપત મુખરામ. જબ લગ આવે નહિ મન ઠામ... જો માથું મુંડાવવાથી જ કલ્યાણ થતું હોય તો ઘેટાં વારંવાર વાળ કપાવે છે. ભૂંડના શરીરના વાળનો લોચ કરવામાં આવે છે. તો તેનું જલ્દી કલ્યાણ થઈ જવું જોઈએ. વળી જટા વધારવાથી ધર્મ થતો હોય તો વડલો તો વડવાઈઓની જટા વધારીને ઊભો છે પણ તેથી આ જીવને શું લાભ? હરણ, રોઝ વગેરે વનમાં જ વસે છે તો વનમાં રહેવા માત્રથી શું? આ બધી ક્રિયાઓ સાથે યોગ ભળે તો ક્રિયા લાભદાયી નીવડે છે. યોગની સ્થિરતા સાધવી તે યોગીઓનો ધર્મ છે. જ્યારે ચિત્ત અને મનની સ્થિરતા આવે ત્યારે સર્વ ક્રિયાઓ સફળ થાય છે. મૌન ધારણ કરી લેવા માત્રથી કાંઈ વળતું નથી. જો વચનગુપ્તિ થઈ ન હોય તો મૌન કરીને મનમાં ગુસ્સો આવે છે. મલિન વિચારો આવે છે તો મૌનરૂપ ક્રિયા કરવાથી કોઈ લાભ થતો નથી. મૌનમાં ભાષા સમિતિ અને મનગુતિ હોવી આવશ્યક છે. પણ અત્યારે તો ચેતનજીએ મૌનમાં, લોચમાં પરિપૂર્ણતા માની લીધી છે. જો મન, વચન, કાયાના યોગની લગામ, હાથમાં ન રહે તો મહાઅનર્થ સર્જાય જાય છે. ચેતન માટે આમ જ બન્યું છે. આ રીતે ધર્મના નામે વેશધારીઓ તથા ક્રિયાકાંડીઓ એમાં ધર્મ માને છે પણ એવા બાહ્ય વેશથી શું? નાટકિયા જેમ રાજાના, શેઠના, ભિખારીના વેશ ધારણ કરે છે પણ વાસ્તવમાં તે રાજા કે શેઠ કે ભિખારી

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406