Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 355
________________ ૨૭૧ અનુભવ રસ પછી વિશેષ ગુણની પ્રાપ્તિ થતી જાય છે. સર્વ વિરતિભાવમાં પ્રગતિ કરતો જીવ વિશિષ્ટ યોગ સંન્યાસ વડે સામર્થ્ય યોગી બને છે. જ્યાં તેની નિરૂપમ શક્તિ જાગૃત થતાં પરમાત્મ સ્વરૂપ નિજયોગ ધારણ કરી યોગસંન્યાસ સામર્થ્ય યોગી બને છે. જ્યાં તેની નિરૂપમ શક્તિ જાગૃત થતાં પરમાત્મા સ્વરૂપ નિજયોગ ધારણ કરી યોગસંન્યાસ સામર્થ્યયોગી બને છે. આ પ્રકારે ચેતન ! ચેતનાને સમજાવી રહ્યો છે, ભોળી ચેતના સમજી જાય છે. ઈચ્છાયોગથી ચેતનાને મળવા ઈચ્છતો ચેતન જો પુરુષાર્થ ન કરે તો ધર્મ સંન્યાસયોગને ધારણ ન કરે. પતિ તરીકેનો ધર્મ બજાવી શકે નહીં. અંતમાં જે વ્યકિત જે સ્થાને હોય તે વ્યકિતઓએ ત્યાંનું કર્તવ્ય બજાવવું જ જોઈએ. - આ પદમાં ચેતને પોતાની એક નબળાઈ દેખાડી છે તે એ છે કે તે ચેતનાને કહે છે કે તું મારી છો, હું તારો છું પરંતુ હમણાં તારી સાથે રહી શકીશ નહીં કારણકે હજુ એવો યોગ પ્રાપ્ત થયો નથી. કાળલબ્ધિ પાકયા વિના તને ચાહવા છતાં કાર્ય બની શકશે નહિ. અહીં ચેતને કાળ પર પોતાનો આધાર રાખ્યો છે. ચેતનમાં અગાધશક્તિ છે. પુરુષાર્થ દ્વારા તે શક્તિ પ્રગટ કરી શકાય છે. કાળ તો જડ છે. ચેતનને તે શું કરી શકે? ચેતન જો પુરુષાર્થની ધૂણી જગાવે તો કાળલબ્ધિ સલામ કરતી આવે પણ કાળને વિશેષ મહત્ત્વ આપી, હાથ નીચા કરી નાખવા તે કાયરતાની નિશાની છે. પુરુષાર્થ ઉપડતાં બધાં સમવાય સાથે મળી સામૈયું કરવા આવશે ને સ્વાગત કરશે. સ્વપરિણતિ વરમાળા પહેરાવશે. જ્ઞાની ભગવંતો મંત્રોચ્ચાર કરશે. ચાર ભાવપ્રાણ સ્વરૂપ ચાર ફેરા ફેરવી, ચેતનને પરમાત્મા પદ પર બિરાજમાન કરશે તથા મોક્ષ-મહેલમાં અનંતકાળ સુધી આનંદ કરાવશે. આ પદમાં કવિશ્રીએ ચેતનની જાગૃતિ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. હવે ચેતનનાં જીવનનું પરોઢ થયું છે. તે આળસ મરડી બેઠો થવા વિચારી રહ્યો છે. તેને પરમપદ પામવાનો નિર્ધાર અને ઉલ્લાસ પ્રગટ થયો છે. આ પદ આધ્યત્મિક ગહનતાના ભાવવાળું વિશેષ આકર્ષક બનાવ્યું છે.

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406