Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 379
________________ ૨૯૫ ' અનુભવ રસ આ જગતમાં કોઈ વૈદો કે હકીમો નથી. કારણકે એ તો શરીરનાં દર્દો દૂર કરી શકે છે. પણ મારા હૃદયની આગ કોણ શાંત કરી શકે? પણ જો આનંદઘન રસનો વરસાદ પડે તો મને શાંતિ થાય આ વિરહાગ્નિરૂપ દાવાનળને શાંત કરવા આનંદરસના પ્રવાહની જરૂર છે. આ રોગની દવા આનંદઘન વૈધ કરે તો જ શાંતિ મળી શકે. ચેતનની આ દશા પલટાવવા તે જાતનાં સાધનો એકઠાં કરવા, તથા દ્રઢ નિશ્ચય કરવો તે આવશ્યક છે. આનંદરસનો વરસાદ માણવા જેમ જેમ નિર્ણય થશે તેમ તેમ કુમતિનો સંગ છૂટી જશે. બીજી રીતે અર્થ વિચારતાં તૃપ્તિ નણંદ, સદ્ગુરુ વૈધ, કાળલબ્ધિરૂપ પુરુષાર્થની દવા અથવા ઈલાજ કરવાથી સુમતિની ઈચ્છા પૂર્ણ થાય છે. વળી નણંદનું કાર્ય મિલન કરાવવાનું હોવાથી પુરુષાર્થને આધારે ચેતનચેતનાનું મિલન થયા પછી નણંદ તો ખસી જાય. ચેતન-ચેતનાનું મિલન થતાં કેવળજ્ઞાનરૂપ બેટડાનો જન્મ થાય છે. અનંતકાળ સુધી સુખમાં બિરાજમાન થાય છે.

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406