Book Title: Anubhav Ras Part 01
Author(s): Jasubai Mahasati
Publisher: Akhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference

View full book text
Previous | Next

Page 373
________________ ૨૮૯ અનુભવ રસ બાહ્ય લડાઈ થાય છે. ત્યારે સ્વપરિણતિમાં સ્થિરતારૂપ આત્મ લડાઈ શરૂ થાય છે. હે ચેતન ! તું તો શૂરવીર છો. તું તારા શત્રુઓનો એવી રીતે નાશ કરજે કે જે ફરી વખત ઊભા જ ન થાય. ચેતનને અહીં શંકા થાય છે કે આપણા પૂર્વજો તો હિંસા પરમો ધર્મ કહેતા ગયા છે ત્યારે અહીં તો હિંસાની જ વાતો છે. વળી કહ્યું છે કે “દયા ધરમકા મૂલ હૈ પાપ મૂલ અભિમાન” તો અહીં તો દયાને કોઈ સ્થાન જ રહેતું નથી. આવો તે કોઈ ધર્મ હોઈ શકે ખરો ? શાસ્ત્ર કહે છે કે તમે તમારા દુશમનને પણ પ્રેમ કરો તો બીજી બાજુ એમ કહે છે કે શત્રુનો સંહાર કરવો એ તારો ધર્મ છે. હે ચેતન! શાસ્ત્રમાં ભાવદયા તથા દ્રવ્યદયાની વાતો કરી છે. ત્યારે બીજી રીતે ભાવદયા તથા સ્વરૂપદયા શબ્દ પણ છે. આ રીતે ધર્મ કરતાં હે ચેતન ! તને અવશ્ય શાંતિ, સમાધિ પ્રાપ્ત થશે. આ પદમાં કવિએ આનંદઘન સ્વરૂપ પરમાત્માના પગ પકડી લેવાની વાત કરી છે. જેમાં દાસત્વભાવ પ્રગટ થાય છે. જેનામાં આવે ભાવ પ્રગટે તે પગ પકડવાનું કામ કરે છે. બીજું કે દાસત્વભાવ નમ્રતા સૂચક છે. અભિમાની કદી દાસ બની શકે નહીં. જો દાસ ન બની શકે તો મોક્ષનો અધિકારી ક્યાંથી થાય? ગુરુના દાસ બનીને રહેતા ધર્મનો મર્મ જાણી શકાય છે, સ્વરૂપદશારૂપ ધર્મ ગુરૂગમ વિના જાણી શકાતો નથી અને ભાવ લડાઈ પણ સમજી શકાતી નથી. કવિએ આ આખા પદમાં ભાવ લડાઈની વાત કરી છે. આ જીવને અનાદિ કાળથી લડાઈ કરવાની તો ટેવ છે જ પણ આ પદમાં દિશા પરિવર્તન કરેલ છે. માટે જ કવિ ચેતનને ચોગાનમાં આવી યુદ્ધ ખેલવા આહ્વાન કરે છે. ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાન સુધી જીવ નાના રાજ્ય મેળવે છે. આવા રાજ્ય મળે અને ચાલ્યા જાય પણ એક વખત વિશ્વ વિજયી બન્યા પછી હારનો પ્રશ્ન ઊભો રહેતો જ નથી. માટે યુદ્ધકળા તો ગુરૂગમ વિના શક્ય નથી. કવિશ્રીએ આ પદમાં આંતરિક યુદ્ધમાં વિજયી બનનારને છેવટે મોક્ષગતિરૂપી કેટલો બધો લાભ થાય છે. તેનો મહિમા સમજાવી ભવ્યાત્માને

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406