________________
૨૦૧
અનુભવ રસ
છું. ચાતકની જેમ પતિના નામની જપ–માળા કર્યાં કરું છું. મારા મનમાં તેના જ વિચારો તથા સ્મરણ રહ્યાં કરે છે. મારી આંખો પતિ-દર્શનની કૃષિત થઈ ચારે બાજુ દોડયા કરે છે. મારા કાન તેના શબ્દો સાંભળવા ઉત્સુક છે.
મારા શ્વાસોશ્વાસે ચેતનસ્વામીનો જાપ ચાલે છે. મારા જાપની અસર જડ શ્વાસ ઉ૫૨ થઈ પણ મારા આત્મસ્વામી પર તેની કાંઈ અસર નથી. માટે હે અનુભવ ! મારી આવી દશા હોવા છતાં તું શા માટે તારા મિત્રનું મને મિલન કરાવી આપતો નથી? હું પતિવ્રતા સ્ત્રી છું આ જગતમાં તેના સિવાય મારું કોઈ નથી, છતાં તને પણ મારી દયા આવતી નથી. ચેતનને મમતાનો મોહ કેટલો છે તે ક્યાં તારાથી અજાણી વાત છે ?
જ્યારે કોઈપણ વ્યકિતની કોઈપણ બાબતમાં આતુરતા વધી જાય છે. ત્યારે સામી વ્યકિત આજ્ઞા કરવા લાયક છે કે હુકમ ચલાવવા લાયક છે તે જોવાની શક્તિ કે મતિ તેનામાં રહેતી નથી. તેથી આ કડીમાં ‘લાવ, લાવ' શબ્દ આજ્ઞાર્થમાં લેવામાં આવ્યો છે.
હવે સુમતિ ! પોતાની અંતરવ્યથા વ્યક્ત કરતાં શું કહે છે તે સાંભળીએ:दुखीयारी निशदिन रहुं रे, फिरूं सब सुधबुध खोय; तनकी मनकी कवन लहे प्यारे, कीसें देखाउं रोय ... मिलापी ।। २ ।।
હૈ પ્યારામિત્ર અનુભવ ! તું બધું જાણે છે છતાં પણ મારાથી કહ્યા વિના રહી શકાતું નથી. હું રાત-દિવસ તેના વિરહથી દુ:ખી છું. જેમ વિયોગી વ્યક્તિને સુખ પણ દુઃખરૂપ લાગે છે અને પૂનમના ચાંદની શીતળ ચાંદની આગ વરસાવતી જણાય છે, મખમલના ગાલીચા પણ કાંટાની જેમ ખૂંચે છે, તેમ મને પણ સંસારનાં સર્વ કાર્ય દુઃખપૂર્ણ લાગે છે. મને ક્યાંય ચેન પડતું નથી. આ વિવેદનામાં હું મારી શુદ્ધિ પણ ખોઈ બેઠી છું. મૂઢની માફક હું જ્યાં ત્યાં ફર્યા કરું છું. વિરહાગ્નિને કારણે મા૨ા મનની શાંતિ પણ બળીને રાખ થઈ ગઈ છે. મારું શરીર વેદનાથી પીડિત છે. મારું આ દુઃખ કોને કહેવા જાઉં અને કોની પાસે જઈ રોવું ? હવે તું મલ્યો છે તેથી આશા બંધાણી છે કે તું જરૂર ચેતનને સમજાવીશ. સુમતિ આગળની કડીમાં કહે છે,