Book Title: Ama Apne Kya Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 7
________________ કારણો બીજાં અનેક હશે પણ મુખ્ય કારણ છે, બુદ્ધિની ગરમી, બુદ્ધિનું એક જ કામ છે, ક્યાંય ઝૂકવા ન દેવું, કોઈની ય સમક્ષ ભીના ન થવા દેવું. કોઈની ય પાછળ પાગલ ને બનવા દેવું. બધે જ તર્ક, બધા સામે દલીલબાજી, સર્વત્ર અહંકારનું જ પ્રાધાન્ય, સતત ચૂંથણા ગૂંથતા રહેવાની જ ગણતરી. બધે જ શંકાશીલ માનસ. આ બધા છે બુદ્ધિનાં કાર્યો. તપાસવાનું મન થતું હોય તો તપાસી લેજો. તમારા સહુનાં મનને, તમને ત્યાં આ જ દેખાશે, સ્મશાનમાં જેમ હાડકાંઓના ઢગલા જ જોવા મળે, ઉકરડે જેમ કચરાનો ઢેર જ જોવા મળે, ગટરમાં જેમ ગંધાતું પાણી જ જોવા મળે તેમ બુદ્ધિ પાસે જીવોના દોષોનો થયેલ સંગ્રહ જ જોવા મળે, નબળા પ્રસંગોની સ્મૃતિ જ મળે, બદલો લેવાની વૃત્તિ જ મળે. પોતાની સાથે અન્યો વડે થયેલા અપમાનોની નોંધ જ મળે. પોસ્ટમૉર્ટમ થાય ત્યારે જ ખબર પડે ‘તમને ટી.બી. છે' શું વાત કરો છો ?' સાચું કહું છું” ‘પણ ડૉક્ટર સાહેબ ! ગઈ કાલે તો તમે મને ‘ડાયાબિટીસ’ છે એમ કહ્યું હતું ! ‘કાલનો રિપોર્ટ એમ જ કહેતો હતો” ‘પરમ દિવસે તમે ‘અલ્સર’નું નિદાન કર્યું હતું.' ‘એ ય બરાબર હતું' ‘પણ ખરેખર મને શી તકલીફ છે એની ખબર ક્યારે પડશે?' એ તો તમારું પોસ્ટમૉર્ટમ ક્યારે થાય છે એના પર નિર્ભર છે' ડૉક્ટરે હસતા હસતો જવાબ આપી દીધો. હા, આ છે બુદ્ધિની વક્રતા, એને નિદાનમાં નહીં પણ પોસ્ટમૉર્ટમમાં જ રસ હોય છે. સામાને અભયદાન આપવામાં નહીં પણ પતાવી દેવામાં જ એને રસ હોય છે. ઉપકારી સમક્ષ પણ ઝૂકી જવામાં નહીં, ઝઝૂમતા રહેવામાં જ એને રસ હોય છે. પણ લખી રાખજો તમારી ડાયરીમાં કે બુદ્ધિના ક્ષેત્રે જેઓ દેવાળિયા હતા પણ લાગણી ક્ષેત્રે જેઓ સમૃદ્ધ હતા તેઓ કેવળજ્ઞાન પામીને મોક્ષે પધારી જવામાં સફળ બન્યા છે જ્યારે બુદ્ધિક્ષેત્રે જેઓ બૃહસ્પતિ જેવા હતા પણ લાગણી ક્ષેત્રે ભિખારી હતા તેઓ સંસારમાં રખડપટ્ટી કરતા રહેવામાં સફળ [] રહ્યા છે. એક પ્રશ્નનો તમે જવાબ આપશો ? તમારા સહુના અનંતોપકારી મહાન શાસન પ્રભાવક પૂજ્યપાદ પંન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજને ચાલુ પ્રવચનોમાં રડી પડતા તમો સહુએ જોયા તો છે ને? સભા : ઘણી ય વાર. જવાબ આપો. એમનાં પાવન દર્શને તમારી આંખોએ ક્યારેય આંસુ વહાવ્યા છે. ખરા ? એમને વંદન કરતા તમે ક્યારેય રડી પડ્યા છો ખરા ? તમારા જીવનમાં પ્રવેશી ગયેલ ખરાબીઓ જોઈને જેઓ આજે પણ રડી પડે છે એમનાં દર્શન-વંદને તમારા હૃદયમાં જો કોઈ ગર્ગદતા નથી જ અનુભવાતી તો નિશ્ચિત સમજી રાખજો કે તમારું ભાવિ સુખદ તો નથી જ. શું કહું તમને? મીઠાઈના સંપૂર્ણ જગતમાં તમને કોક મીઠાઈમાં દૂધ જોવા નહીં મળે તો કોક મીઠાઈમાં બદામની ગેરહાજરી જોવા મળશે. કોક મીઠાઈ એલચી વિનાની તમને જોવા મળશે તો કોક મીઠાઈમાં ચણાના લોટની અનુપસ્થિતિ તમને દેખાશે પણ તેમને એક પણ, મીઠાઈ એવી તો જોવા નહીં જ મળે કે જેમાં સાકર જ ગેરહાજર હોય. વેપારના સંપૂર્ણ જગતમાં તમે ફરી વળો. કોક વેપારમાં તમને ઝવેરાતની બોલબાલા જોવા મળશે તો કોક વેપારમાં લાકડું મુખ્ય હશે, કોક વેપાર કાપડ કેન્દ્રિત હશે તો કોક વેપાર લોખંડ કેન્દ્રિત હશે. કોક વેપારમાં તમને મેવાની જ મુખ્યતા નિહાળવા મળશે તો કોક વેપારમાં બોલબાલા અનાજની જ હશે પણ સબૂર ! આ તમામ પ્રકારના વેપારોનું સ્ટીઅરિંગ વ્હીલ તો પૈસાના હાથમાં જ હોવાનું તમને અચૂક જોવા મળશે જ. ચાલ્યા જાઓ તમે અધ્યાત્મના જગતમાં. ક્યાંક કોક સ્વાધ્યાયમાર્ગે આગળ વધી રહ્યું છે તો ક્યાંક કોક વૈયાવચ્ચના યોગ પર કદમ માંડીને આગળ ધપી રહ્યું છે. કોકને ગુરુભક્તિ જામી રહી છે તો કોકને તપશ્ચર્યા ફાવી રહી છે. કોકને ધ્યાન પસંદ પડી રહ્યું છે તો કોકને આગમ વાંચન વધુ જામી ગયું છે. જોકે ત્યાગને સ્વજીવનમાં પ્રતિષ્ઠિત કરી દીધો છે તો કોક અનુપ્રેક્ષાને સ્વજીવનનું ચાલકબળ બનાવી બેઠો છે પણ સબૂર ! આમાંનો એક પણ યોગ એવો નથી કે જે યોગ હૃદયની ગગદતા વિનાનો કે સંવેદનશીલતાના સ્પર્શ વિનાનો હોય! ટૂંકમાં, સાકરની બાદબાકી કરીને તમે મીઠાઈ જગતનું સર્જન જો કરી શકતા નથી, પૈસાની બાદબાકી કરીને તમને વેપાર જગતનું સર્જન જો કરી શકતા નથી તો સંવેદનશીલતાની બાદબાકી કરીને તમે અધ્યાત્મજગતનું સર્જન પણ કરી શકતા જ નથી. આવી અનિવાર્ય સંવેદનશીલતાને જો આપણે હાથવગી રાખવામાં સફળ નહીં બન્યા રહીએ તો એની ૧૫Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40