Page #1
--------------------------------------------------------------------------
________________
પાંચ સોપાન, પરમપદ તરફના...
શહેરનો અઠંગ ખીસાકાતરુ ઘરેથી શુકન જોઈને કોકનું ખીસું હળવું કરી દેવાના ખ્યાલ સાથે બહાર નીકળ્યો તો ખરો પણ જ્યાં એની નજર સામેથી પોતાના તરફ આવી રહેલ એક નવયુવાન પર પડી, પોતાના બંને હાથ એણે ખીસામાં નાખી દીધા ! આશ્ચર્ય તો એ સર્જાયું કે સામેથી આવી રહેલ નવયુવાનની નજર જેવી આ ખીસાકાતરુ પર પડી,
એણે ય પોતાના બંને હાથ પોતાનાં ખીસામાં નાખી દીધા.
ય
આ બંનેની સાથે પોતપોતાના મિત્રો હતો. એક મિત્રે ખીસાકાતરુને પૂછ્યું, ‘તારા હાથ તારા જ ખીસામાં કેમ નાખી દીધા ?’
‘સામેથી જે આવી રહ્યો છે ને, એ ખીસાકાતરુ છે. હું બીજાનું ખીસું તો હળવું કરું ત્યારે કરું, ક્યાંક આ મારું ખીસું હળવું ન કરી જાય. બસ, એ ખ્યાલે મેં મારા બંને હાથ મારા જ ખીસામાં નાખી દીધા છે’ ખીસાકાતરુનો આ જવાબ સાંભળીને એનો મિત્ર સ્તબ્ધ થઈ ગયો.
આ બાજુ પેલા નવયુવાનને એના મિત્રે આ જ પ્રશ્ન પૂછ્યો, ‘તું તો ખીસા કાપવામાં
ભારે કાબેલ છે. પેલાને જોઈને તારા હાથ તેં તારા ખીસામાં કેમ નાખી દીધા ?’
‘તને ખ્યાલ ન હોય તો કહી દઉં કે એ માણસ ખીસાં હળવાં કરવાની બાબતમાં રાષ્ટ્રપતિ ઍવોર્ડ મેળવી લે એવો છે. એની બાજુમાંથી કોઈ પસાર થયું નથી અને એનું ખીસું હળવું થયું નથી. મારા બંને હાથ મારા જ ખીસામાં એટલા માટે નાખી દીધા છે કે મારે મારું ખીસું સાચવી લેવું છે' એ નવયુવાનના આ જવાબને સાંભળીને એના મિત્રને કાંઈ જ બોલવાનું ન રહ્યું.
હા. કાળ બહુ વિષમ છે. પતનનાં નિમિત્તો ચારે ય બાજુ એ હદે ખડકાઈ રહ્યા છે. કે પવિત્રતા અને નૈતિકતા, એ બંનેને કઈ રીતે સાચવી રાખવા એ સમજાતું નથી. વાતાવરણ માત્ર બજારમાં જ બગડ્યું છે એવું નથી. કૉલેજોમાં ય વાસનાનાં નગ્ન નૃત્યો ચાલી રહ્યા છે તો સ્કૂલોમાં ય જાતીય શિક્ષણ આપવા દ્વારા વ્યભિચારના અડ્ડાઓ ખોલી દેવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ઑફિસો શું કે મૉલ શું ? થિયેટરો શું કે મેગેઝીનો શું ? ટી.વી.ની સિરિયલો શું કે વર્તમાનપત્રો શું ? સર્વત્ર એક જ વાત છે, વાસનાની ઉત્તેજનાની.
આ સ્થિતિમાં આપણી આજુબાજુવાળાઓને વાસનાના કે વ્યભિચારના શિકાર બનતા અટકાવવાના પ્રયત્નો આપણે પછી કરશું, પહેલાં આપણી ખુદની જાતને આપણે
બચાવી લઈએ. આપણાં પોતાના હાથ આપણે આપણાં જ ખીસામાં નાખી દઈએ. જાત પર કડક નિયંત્રણો મૂકી દઈએ. સતત ગલત સમાધાનો કરાવતા રહેતા મનને સાંભળવાની ના પાડી દઈએ. તો જ કદાચ મનને અને જીવનને ગલત માર્ગે ખેંચાઈ જતું આપણે બચાવી શકશું.
પણ સબૂર !
આપણે જાતને માત્ર બચાવી જ નથી લેવી. આપણે તો વિપુલ સદ્દગુણોના અને વિશુદ્ધ પુણ્યના સ્વામી બની જવું છે. દુર્ગતિને આપણે માત્ર સ્થગિત જ નથી કરી દેવી. સદ્ગતિની પરંપરા સર્જીને પરમગતિને આપણે નજીક પણ લાવી દેવી છે. એ માટે જરૂરી પાંચ મહત્ત્વનાં પરિબળોને આજે આપણે સમજી લેવા છે.
પ્રથમ નંબરના પરિબળનું નામ છે : સ્વતંત્રતા [FREEDOM]
આંખો જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, જીભ બોલી શકે છે, પગ ચાલી શકે છે, હાથ હાલી શકે છે, હૃદય ધબકી શકે છે, પેટ ખોરાક પચાવી શકે છે, મન વિચારી શકે છે અને સંપૂર્ણ શરીર સક્રિય રહી શકે છે. આ છે સ્વતંત્રતા.
જો આ સ્વતંત્રતા છે આપણી પાસે તો આપણે પ્રથમ નંબરનો અતિ દુર્લભ વિજય
3
Page #2
--------------------------------------------------------------------------
________________
ખાટી ગયા છીએ. જવાબ આપો, મને મારા અનંતોપકારી ગુરુદેવે સંયમજીવન આપવાની ઉદારતા કરી ક્યારે ? મારામાં વૈરાગ્યભાવ હતો કે નહીં, એ એમણે પછી જોયું છે. સમર્પણભાવ મારી પાસે હતો કે નહીં, એ ય એમણે પછી જોયું છે. સત્ત્વશીલતાનું સ્વામિત્વ મારી પાસે હતું કે નહીં એ ય એમણે પછી જોયું છે. પહેલાં એઓશ્રીએ મારી પાસે શરીરની તંદુરસ્તીની અને મનની વિચારશીલતાની આ સ્વતંત્રતા હતી કે નહીં એ જ જોયું છે. અને એમાં હું પાસ થઈ ગયા પછી જ એઓશ્રીએ મારી અન્ય યોગ્યતાઓને ચકાસી છે. આનો અર્થ ? આ જ કે સ્વતંત્રતા - ઇન્દ્રિયોની અને મનની – એ તો સાધનાજીવનનો પાયો છે. એ પાયો જ જો નબળો છે કે કાચો છે તો એના પર સાધના જીવનની ઇમારત ઊભી કરી શકાય એવી કોઈ શક્યતા જ નથી..
હું સુખરૂપ અહીં પહોંચી ગયો છું ૨૧ મી સદીની આ કાલ્પનિક વાત.
બાબાને જભ્યાને હજી બે મિનિટ પણ નહોતી થઈ અને ત્યાં એણે ભગવાનને Miss Cal લગાડ્યો ! સામે જ ઊભેલી નર્સ તો આ જોઈને સ્તબ્ધ જ થઈ ગઈ. ૨૧ મી સદીની આ અસર? આવડો બાબો ભગવાનને ફોન કરે ? કમાલ ! એણે બાબાને જ પૂછી લીધું.
‘તેં ભગવાનને ફોન કેમ લગાડ્યો ?' મારે એમને ચિંતામુક્ત કરી દેવા છે?
એટલે ?” ‘મારે ભગવાનને જણાવવું છે કે આપ મારી ચિંતા ન કરશો. મારો જન્મ સુખરૂપ થઈ ગયો છે.”
‘એમાં ભગવાનને જણાવવાની...” ‘એટલા માટે જરૂર છે કે ગર્ભપાતની બોલબાલાવાળા આ જમાનામાં સુખરૂપ જન્મ થઈ જવો એ ય જેવોતેવો ચમત્કાર નથી’ બાબાએ નર્સને જવાબ આપી દીધો.
હું તમને જ પૂછું છું. જન્મથી લઈને આજે ૨૫૩૦/૩૫ કે ૪૦ની વયે પહોંચી ચૂકેલા તમે ક્યારેય પ્રભુને એ બદલ ધન્યવાદ આપ્યા ખરા ? પાંચેય ઇન્દ્રિયો આજે પણ પોતાના વિષયોને ગ્રહણ કરવામાં સક્ષમ છે, મન આજે પણ સરસ રીતે વિચારી શકે છે એ બદલ પ્રભુ સમક્ષ ક્યારેય આભારની લાગણી વ્યક્ત કરી ખરી? પગ તંદુરસ્ત તો છે જ પણ ધારી જગાએ એને લઈ જવાની સ્વતંત્રતા પણ મળી છે, કાન સશક્ત છે એતો બરાબર છે જ પરંતુ ઇચ્છિત શબ્દોના શ્રવણની સ્વતંત્રતા પણ મળી છે, હાથ હલનચલન કરી શકે તો છે જ પણ ધારી જગાએ એનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા પણ મળી છે
એ બદલ ક્યારેય જાતને નસીબદાર માની છે ખરી ?”
સભા : ‘ના’
એક વાત તમને કરું? નરકગતિના નારકો અને દેવગતિના દેવતાઓ, એ બંનેને ભલે આપણે જોયો નથી પણ તિર્યંચગતિના તિર્યંચો તો આપણી આંખ સામે જ છે ને? એમની પરાધીનદશા તો આપણે અનેકવાર જોઈ જ છે ને?
તરસ સખત છે, પાણી સામે જ છે અને છતાં બળદ ખીલે બંધાયેલો હોવાથી પાણી પી શકતો નથી. ભેંસ આંગણામાં છૂટી ફરી રહી છે અને અચાનક ત્યાં રહેલ ઘાસ સળગી ઊઠે છે. ભેંસના પગ સશક્ત છે પણ ડેલીનું બારણું બંધ છે. ભેંસના બહાર નીકળવાના પ્રયાસો વ્યર્થ જાય છે અને ત્યાં જ એ ભડથું થઈને ખલાસ થઈ જાય છે. કૂતરો સાંકળે બંધાયેલ છે, સિંહ પાંજરામાં કેદ છે, સાપ કરંડિયામાં બંધ છે, કાગડો પથરાઓના માર ખાઈ રહ્યો છે, પોપટ પાંજરામાં બંધ છે.
શું છે ઓછું એમની આગળ ? પંચેન્દ્રિય પટુતા છે પણ એ બંધનમાં છે. મને ભલે સ્વતંત્ર છે પણ પંચેન્દ્રિય પટુતાની આ પરાધીનદશા એમના મનને સતત દુર્ગાનમાં જ પ્રસ્ત રાખી રહી છે.
અરે, માનવગતિમાં જન્મ પામી ચૂકેલા એવા કેટલાય જીવોને તમે જોઈ લો કે જેમાંના કેટલાક પાસે પંચેન્દ્રિય પટુતા જ નથી તો કેટલાક પાસે સ્વસ્થ મન નથી તો કેટલાક પાસે એ બધું ય છે પણ એના ઉપયોગની સ્વતંત્રતા નથી.
ચાલ્યા જજો ક્યારેક અંધ-બધિર શાળાઓની મુલાકાતે. ત્યાં તમને જોવા મળશે એવાં બાળકો કે જેઓનાં શરીર સશક્ત છે પણ એમની પાસે આંખ જ નથી, જોવા મળશે એવી બાલિકાઓ કે જેમનું રૂપ જબરદસ્ત છે પણ એમની પાસે બોલી શકે તેવી જીભ જ નથી અને સાંભળી શકે તેવા કાન જ નથી.
ચાલ્યા જજો. ક્યાંક મનના ક્ષેત્રે રુણ બની ચૂકેલાં બાળકોના આવાસોની મુલાકાત, ત્યાંનાં બાળકોની મનની લાચારી, પરાધીનતા, અપરિપક્વતા વગેરેને બરાબર નિહાળી લેજો . ઇન્દ્રિયો બધી જ સારી પણ મનના નામે એમની પાસે બોજ સિવાય કશું જ નથી.
ચાલ્યા જજો ક્યારેક સરકારી હૉસ્પિટલોના જનરલ વોર્ડમાં. ત્યાં વેદનાથી કણસી રહેલ દર્દીઓની લાચારદશાને જોઈ લેજો બરાબર. દૂધનો વાંધો, દવાના પૈસા નહીં, વ્યવસ્થિત નિદાનું નહીં, ડૉક્ટરોની કાળજી નહીં, નર્સોની દરકાર નહીં, પૌષ્ટિક ખોરાક નહીં, તંદુરસ્ત વાતાવરણ નહીં. આંખોમાં નિરાશા, ચહેરા પર ઉદાસી..
આ તમામ પરાધીનતાઓની સામે તમને મળેલ સ્વતંત્રતાની સરખામણી કરી જોજો.
Page #3
--------------------------------------------------------------------------
________________
જીવનમાં આવી રહેલ નાની કે મામૂલી તકલીફો અંગે નહીં તો કોઈ ફરિયાદ કરવાનું મન થાય કે નહીં તો એ અંગે દીનતાના શિકાર બન્યા રહેવાનું મન થાય. ‘અભાવ’ના સર્વત્ર ગાણાં ગાયા કરવાનું મન નહીં થાય તો ‘અલ્પતા’ ની મનમાં સતત નોંધ લેતા રહેવાની વૃત્તિ જાગ્રત નહીં થાય. અરે, જે પણ સ્વતંત્રતા મળી છે એના ખ્યાલે હૈયું પ્રસન્નતાથી તરબતર રહેશે. મન સતત મસ્તીનો જ અનુભવ કરતું રહેશે. દિલ હંમેશાં તાજગીસભર જ રહેશે.
વિકાસના માર્ગ પરનું બીજા નંબરનું સોપાન છે : સક્ષેત્ર [FIELD]
માળીને બીજ મળે પણ ફળદ્રુપ ખેતર ન મળે તો માળી એ બીજનું કરે શું ? મમ્મીના હાથમાં સરસ મજેનું મેળવણ આવી જાય પણ એને દૂધ મળે જ નહીં તો એ મેળવણનું એ કરે શું ? બસ, એ જ ન્યાયે સ્વતંત્રતા મળી જાય આત્માને પણ સક્ષેત્ર મળે જ નહીં તો એ સ્વતંત્રતાનું આત્મા કરે શું ?
સાંભળી છે તમે રાજેશ વ્યાસની આ પંક્તિઓ?
‘કદી ન લાગે ગૌરવ જેવું, આકાશે સમળીનું હોવું ઊંચે ચકરાવા મારીને, નીચે ઉકરડામાં જોવું.
એક મરેલા ઉંદર ખાતર,
રોજ તૂટે આકાશી સગપણ.'
સમળીને પાંખો એવી મળી કે એ છેક આકાશમાં ઊંચે સુધી ઊડી શકી પણ રે કમનસીબી ! ઊકરડામાં પડેલા એક મરેલા ઉંદર પર એની નજર પડી અને ગણતરીની પળોમાં આકાશની ઊંચાઈ છોડીને, આકાશ સાથેનું સગપણ તોડીને એ નીચે આવી ગઈ અને નીચે પણ એ ક્યાંય બગીચામાં ન પહોંચતા સીધી ઉકરડે પહોંચી ગઈ !
માણસના હાથમાં પથ્થર તો એવો મસ્ત આવી ગયો કે નયનરમ્ય પ્રતિમામાં રૂપાંતર થઈને લાખો લોકોના હૃદયમાં એ શુભભાવોની છોળો ઉછાળી શકે પણ દુર્ભાગ્ય એનું કે એ કોક ગુંડાના હાથમાં જઈ ચડ્યો. એણે એ પથ્થરને ફેંક્યો કોકના મસ્તક પર અને એ માણસનું મસ્તક એણે લોહીલુહાણ કરી નાખ્યું.
જવાબ આપો.
આંખો તેજસ્વી મળે પણ એને ઠરવા માટે પ્રભુ ન મળતાં પરસ્ત્રી જ મળે તો મળેલી આંખોની એ સ્વતંત્રતાનું કરવાનું શું ? કાન સશક્ત મળે પણ એ પ્રભુવચનોનાં શ્રવણ તરફ ખૂલવાને બદલે નિંદાના શબ્દો તરફ જ ખૂલતા રહે તો મળેલી કાનની એ સ્વતંત્રતાનું કરવાનું શું ? પગ મજબૂત હોય પણ પ્રભુના મંદિર તરફ વળતા રહેવાને
$
બદલે થિયેટર તરફ જ વળતા રહેતા હોય, કોક પાંજરાપોળ તરફ વળતા રહેવાને બદલે હૉટલો તરફ જ વળતા રહેતા હોય, તીર્થસ્થાનો તરફ વળતા રહેવાને બદલે ક્લબ તરફ જ વળતા રહેતા હોય તો પગની મળેલ એ સ્વતંત્રતાનું કરવાનું શું ? મન ખમતીધર મળ્યું હોય પણ શુભ ભાવનાઓથી એને ભાવિત રાખતા રહેવાને બદલે એને સંકલ્પ-વિકલ્પોમાં જ વ્યસ્ત રાખવાનું હોય તો મનના એ ખમતીધરપણાનું કરવાનું શું ?
શું કહું ?
કરોડો-અબજો માણસો આ જગતમાં એવા છે કે જેઓ પાસે સ્વતંત્રતાનું સ્વામિત્વ તો છે પણ સક્ષેત્રો મળવાનું એમને સદ્ભાગ્ય સાંપડ્યું નથી. દુષ્પરિણામ આનું એ આવ્યું છે કે સ્વતંત્રતાનો દુરુપયોગ કરતા રહેવા સિવાય તેઓ બીજું કાંઈ જ કરી રહ્યા નથી. મારી એ ઇચ્છા છે કે...
વરસો પૂર્વે ગુજરાતના એક શહેરમાં બની ગયેલ આ પ્રસંગ ગંભીરતાથી સાંભળી લો. તમે સ્તબ્ધ થઈ જશો.
ય
૫૦૫૫ વરસની વયનાં એ બહેન. છેલ્લા ત્રણેક મહિનાથી એમને પેટમાં તકલીફ હતી. અનેક પ્રકારના ઉપચારો પછી ય એમાં કોઈ રાહત ન અનુભવાઈ ત્યારે એમના દીકરાએ મોટા કોક ડૉક્ટરની મુલાકાત માગી. એ ડૉક્ટરે અલગ અલગ જાતના રિપોર્ટ કઢાવ્યા અને નિદાનમાં કૅન્સર આવ્યું.
દીકરાએ મનને મજબૂત રાખીને મમ્મીને આ સમાચાર આપી દીધા. પળ-બેપળની ખામોશી પછી મમ્મીએ મૌન તોડ્યું.
‘બેટા, એક ઇચ્છા છે' ‘બોલ’
‘મને નથી લાગતું કે હવે હું છ મહિનાથી વધુ આ દુનિયામાં રહી શકું’ ‘ડૉક્ટરનું કહેવું એમ છે કે...’
“મારે એ કાંઈ સાંભળવું નથી, મારે તો તને કહેવું છે કે તું અમેરિકા, ફ્રાન્સ, જર્મન, રશિયા, જાપાન વગેરે જે-જે સ્થળોએ સારામાં સારી હૉટલો હોય ત્યાં મને લઈ જા.’
‘કારણ ?’
‘જિંદગીના જેટલા પણ મહિનાઓ કે દિવસો બચ્યા છે એમાં મારે એ દરેક હૉટલોમાં
પીરસાતી શ્રેષ્ઠ વાનગીઓ ખાઈ લેવી છે. કારણ કે મર્યા પછી તો આ બધું ખાવાનું ક્યાં મળવાનું છે ?’
9
Page #4
--------------------------------------------------------------------------
________________
કલ્પના કરો. જીવન સમાપ્ત થવાના આરે હોય, મોત આંખ સામે ડાચું ફાડીને ઊભું રહી ગયું હોય ત્યારે ય જો ખાવાની આ હદની લાલસા જીવંત રહી શકતી હોય તો શરીર તંદુરસ્ત જ હોય, નખમાં ય રોગ ન હોય ત્યારે તો જીવંત રહેતી ખાનપાનની લાલસાનું પૂછવાનું જ શું?
એક વાત યાદ રાખજો ,
સ્વતંત્રતા એ જો પુણ્યનો ઉદય છે તો સત્યેત્રો એ પુર્યાબંધ માટેનાં ખેતરો છે. પુણ્યના ઉદય માટે તો બહુ પુરુષાર્થની ય જરૂર પડતી નથી, લાંબી અક્કલની પણ જરૂર પડતી નથી તો વિશિષ્ટ પાત્રતાની પણ જરૂર પડતી નથી. પણ પુણ્યબંધ માટે ? પ્રબળ પુરુષાર્થની ય જરૂર પડે છે, દીર્ધદર્શિતાની ય જરૂર પડે છે તો કંઈક અંશે પાત્રતાની ય જરૂર પડે છે.
તમે કેળાને ય જોયું હશે અને કેરીને ય જોઈ હશે. બંનેનો સમાવેશ આમ તો ફળમાં જ થાય છે પરંતુ એ બંને વચ્ચેનો એક મહત્ત્વનો તફાવત ખ્યાલમાં છે? કેળું પોતાની સાથે બીજને લઈને નથી આવતું જ્યારે કેરી પોતાની સાથે ગોટલીને લઈને આવે છે. આનો અર્થ ? તમે કેળું ખાઈ લો. તમારું પેટ ભરાઈ ગયું. વાત પૂરી થઈ ગઈ પણ કેરીની બાબતમાં આખી વાત જ જુદી છે. તમે કેરી ખાઈ લો. તમારું પેટ ભરાઈ જાય પણ એમાં રહેલ ગોટલીને તમે જમીનમાં વાવી દો. એને ખાતર-પાણી આપતા રહો. એની વ્યવસ્થિત માવજત કરતા રહો. લાંબે ગાળે તમને એ સંખ્યાબંધ કેરીઓ આપીને જ રહે.
સત્યોત્ર વિનાની સ્વતંત્રતા જો કેળાના સ્થાને છે તો સત્યોત્ર સાથેની સ્વતંત્રતા એ કેરીના સ્થાને છે. પ્રથમ વિકલ્પમાં પુણ્ય ભોગવીને ખતમ કરી દેવાનું છે જ્યારે બીજા વિકલ્પમાં પુણ્યના ઉદયકાળમાં પુણ્ય બાંધતા રહેવાનું છે.
હું તમને જ પૂછું છું. રસ શેમાં છે? કેળામાં કે કેરીમાં? પુણ્ય ભોગવવામાં કે પુણ્ય બાંધવામાં ? કેવળ સ્વતંત્રતામાં કે સત્યેત્ર સાથેની સ્વતંત્રતામાં ?
સભા : પુણ્ય અમારે બાંધવું છે પણ હમણાં નહીં.
ખૂબ ગંભીરતા સાથે મારે તમને આ સંદર્ભમાં એક વાત જણાવવી છે. સત્કાર્ય સેવન વિલંબમાં મૂકવાની વૃત્તિ જ્યારે પણ જાગે ત્યારે આ હકીકતને આંખ સામે રાખજો. .
૧. આયુષ્ય ગમે ત્યારે પૂરું થઈ જાય એવી સંભાવના છે.
આવતી કાલે શનિવાર ચોક્કસ આવવાનો છે પણ એ શનિવારે આપણે હશે કે કેમ એ સર્વથા અનિશ્ચિત છે, 'પુણ્ય આજે નથી બાંધવું પણ આગળ ઉપર બાંધશું. સત્કાર્યનું સેવન આજે નથી કરવું પણ આવતી કાલે કરશું” આવી વિચારણાને આધીન બની જઈને
સત્કાર્ય સેવનને વિલંબમાં મૂકતા રહેતા પહેલાં આ નગ્ન સત્યને સદાય આંખ સામે રાખજો. ઉત્તરાધ્યયન સૂત્રનો આ સંદેશ, ‘આયુષ્ય સર્વથા અસંસ્કાર્ય છે. હે જીવ ! પ્રમાદ કરીશ’ એક પળ માટે પણ ભૂલશો નહીં. સત્કાર્ય જો કરવું જ છે તો આવતી કાલે નહીં પણ આજે જ. આજે નહીં, અત્યારે જ.
૨. પુણ્ય કોઈ પણ પળે દગો દઈ દે એવી શક્યતા છે.
સંધ્યાના રંગોનો ભરોસો શો ? પવનની વહેવાની દિશાનો ભરોસો શો? વાદળના અસ્તિત્વનો ભરોસો શો? બસ, એ જ ન્યાયે પુણ્યનો કોઈ જ ભરોસો નથી. આવતી કાલે આપણે ટકી પણ ગયા પણ આજે જે પુણ્ય છે કે આવતી કાલે પણ ટકી જ રહેશે એ કહી શકાય એવી સ્થિતિ નથી. સંપત્તિક્ષેત્રનું પુણ્ય કદાચ ટકી પણ જાય તો ય તંદુરસ્તીમાં કડાકો બોલાઈ જાય એ શક્યતા પૂરી છે. તંદુરસ્તી કદાચ જળવાઈ પણ જાય તોય સ્વજનોની વફાદારીમાં ગરબડ ઊભી થઈ જાય એ શક્યતા ઓછી નથી. ભયના આ ઓથાર નીચે સુકૃતોને વિલંબમાં મૂકવાની વાત એ જાત સાથે છેતરપીંડી સિવાય બીજું કશું ય નથી. સંદેશ સ્પષ્ટ છે. આજે પુણ્ય જો ઉદયમાં છે તો આજે જ પુણ્ય બાંધી લો. આવતી કાલ પર એને મુલતવી ન જ રાખો.
૩. મનના ભાવો કોઈ પણ પળે બદલાઈ જાય એવી શક્યતા છે.
માની લઈએ કે આયુષ્ય આપણું લાંબુ છે, પુણ્ય આપણું મજબૂત છે પણ આપણાં મનના ભાવો આજે જેવા છે, આવતી કાલે પણ એવા રહેશે જ એ કહી શકવાની સ્થિતિમાં આપણે છીએ ક્યાં ? અરે, પ્રવચન સાંભળતા મનમાં જે ભાવો ઊઠે છે એ ભાવોમાં ઘરે પહોંચતા સુધીમાં જો ભારે કડાકો બોલાઈ જાય છે તો સુકૃત સેવનના આજે જાગેલા ભાવો આવતી કાલે પણ આપણે ટકાવી જ શકશું એવી ભ્રમણામાં રાચવાની કોઈ જ જરૂર નથી.
ટૂંકમાં, આયુષ્ય, પુણ્ય અને મન આ ત્રણે ય પરિબળો સર્વથા બિનભરોસાપાત્ર છે એ વાસ્તવિકતાને આંખ સામે રાખીને જે પણ ક્ષેત્રનાં સત્કાર્યો સેવવાની અનુકૂળતા હોય એ ક્ષેત્રનાં સત્કાર્યોને આજે જ, અત્યારે જ સેવી લેવા જેવા છે. આત્માનું હિત પણ એમાં જ છે તો પરલોકની સદ્ધરતા પણ એમાં જ છે.
વિકાસના માર્ગ પરનું ત્રીજા નંબરનું સોપાન છે : સન્મિત્ર. (FRIEND)
લોખંડની ખીલી જોઈ તો છે ને? નદીના પાણીમાં એને નાખો. ડૂબી જતાં પળની ય વાર ન લાગે પણ આ ખીલીને આપણે નદીના પાણીમાં તરાવી દેવા માગતા હોઈએ તો? એક જ વિકલ્પ છે. લાકડા સાથે એને જોડી દઈને એ લાકડાને પાણીમાં તરતું મૂકી દઈએ. લાકડું તો તરી જ જાય અને એની સાથે લોખંડની ખીલી પણ તરી જાય ! પણ
Page #5
--------------------------------------------------------------------------
________________
સબૂર ! લોખંડની ખીલીને લાકડા સાથે જોડી દેવાની ચેષ્ટા કરાવતી બુદ્ધિ જ જો ગેરહાજર છે તો ? લાકડું હાજર હોવા છતાં એના સહારે નદી તરી જવાની સંભાવના ધરાવતી લોખંડની ખીલી નદીના પાણીમાં ડૂબી જાય છે.
સ્વતંત્રતાનું પોત આમ જોવા જાઓ તો લોખંડની ખીલીનું છે. સંસાર સાગરમાં આત્માને ડુબાડી દેવા સિવાય એ બીજું કાંઈ જ કરતી નથી. પણ સત્યોત્રનું પોત લાકડાના ટુકડાનું છે. આંખો ગોઠવાઈ જાય છે પ્રભુ તરફ અને એના સહારે આત્મા તરી જાય છે આ સંસાર સાગર, કાન ગોઠવાઈ જાય છે જિનવાણી શ્રવણમાં, જીભ ગોઠવાઈ જાય છે પ્રભુ સ્તવનામાં અને ગુણાનુવાદમાં, પગ વળવા લાગે છે પ્રભુ મંદિર તરફ, હાથ ગોઠવાઈ જાય છે, કોકને ટેકો આપવામાં અને મન ભાવિત થતું રહે છે શુભ ભાવનાઓથી અને મંગળ મનોરથોથી. આત્મા સદ્ગતિ અને પરમગતિનો ભાજન બનીને જ રહે છે. પણ
જવાબ આપો. સદ્ગુરુની આ ક્ષમતાને આપણે સમજી શક્યા છીએ ખરા? જીવનમાં એમની આ હદની અનિવાર્યતા આપણને સમજાઈ છે ખરી ? એમના હાથ અને સાથ વિના આ સંસારમાં આપણે અનાથ જ છીએ એ શ્રદ્ધા આપણા રોમરોમમાં પ્રતિષ્ઠિત થઈ ચૂકી છે ખરી ?
આ કરુણ દશા ? ‘તમારા શરીર પરનાં વસ્ત્રો આટલા બધા મેલાં છે તો તમે એને ધોતા કેમ નથી ?'
‘હું કપડાં ધોઈ શકું એવી સ્થિતિમાં નથી'
‘કેમ ?'
સબૂર !
T સ્વતંત્રતાને સત્યોત્રમાં જોડી દેવાની પ્રેરણા કરતો કોઈ સન્મિત્ર અર્થાતુ કલ્યાણમિત્ર જ જીવનમાં નથી મળ્યો તો? તો બીજું કાંઈ જ નથી બનતું. સ્વતંત્રતાના દુરુપયોગ દ્વારા આત્મા આ સંસારસાગરમાં આમથી તેમ ફંગોળાતો જ રહે છે. સત્યેત્રના સહારે જે સ્વતંત્રતા આત્મા માટે વરદાનરૂપ પુરવાર થઈ શકતી હતી એ જ સ્વતંત્રતા સત્યોત્ર સાથે ન જોડાઈ જવાના હિસાબે આત્મા માટે અભિશાપરૂપ પુરવાર થઈને જ રહે છે.
શું કહું?
સ્વતંત્રતા દુર્લભ જરૂર છે પણ સત્યેત્રની પ્રાપ્તિ થવી એ તો એથી ય વધુ દુર્લભ છે. અને સન્મિત્રનો યોગ થવો એ તો ભારેમાં ભારે દુર્લભ છે. પણ નસીબદાર છીએ આપણે સહુ કે આપણને આ ત્રણેય પરિબળોની પ્રાપ્તિ થઈ ગઈ છે. સ્વતંત્રતા હાથવગી છે, સોત્રો આંખ સામે છે અને સન્મિત્ર આપણને માર્ગદર્શન આપવા સતત તૈયાર છે.
સભા : સન્મિત્રના સ્થાને કોને ગોઠવવાના?
આનો જવાબ આપી દીધો છે પંચસુત્રના રચયિતાએ શ્રેષ્ઠતમ સન્મિત્ર છે, સદગ. જે પણ આત્માને એ મળી ગયા, એ આત્માનું દુર્ગતિગમન સ્થગિત થઈ ગયું જ સમજો. શું કહું ?
સ્વતંત્રતા એ જો લોખંડની ખીલી છે, સક્ષેત્ર એ જો લાકડાનો ટુકડો છે.
‘ર્શેરબજારમાં પૂરેપૂરો ધોવાઈ ગયો છું”
‘શું વાત કરો છો ?” | ‘અરે, આગળ વધીને કહું તો મારા ઘરના બાથરૂમમાં કેટલાંક કપડાં એવા ભીનાં પડ્યા છે કે જેને નિચોવી શકવાની હાલતમાં હું નથી.’
‘પણ કેમ ?' ‘ઘર માટે દોડધામ કરવામાં હું પૂરેપૂરો નિચોવાઈ ગયો છું’
‘કમાલ કહેવાય? ‘કમાલ તો હવે આવે છે. કેટલાંક ધોયેલાં કપડાં ઘરની દોરીની નીચે જ પડ્યા છે. એને સૂકવી શકવાની મારામાં તાકાત જ નથી.
- ‘કારણ ?' ‘ર્શેરબજારમાં ખાધેલ મારે ‘આવતી કાલે શું થશે મારું'ની મન પર જે ચિંતા સવાર થઈ ગઈ છે એ ચિંતામાં ને ચિંતામાં હું એવો સુકાઈ ગયો છું કે ઘરમાં રહેલ કપડાં સૂકવવાની મારામાં કોઈ તાકાત જ બચી નથી.’
જેના પણ જીવનમાં સદ્દગુરુ નથી એની આ જ હાલત છે. વિલાસી વાતાવરણમાં એના સદ્ગુણો ધોવાતા જ રહે છે. પ્રતિકૂળતાઓની વણઝાર એની સમાધિને નિચોવતી જ રહે છે અને સત્કાર્યસેવનના અભાવમાં એનું પૂર્વભવોપાર્જિત પુણ્ય સુકાતું જ રહે છે. પરિણામ? મોત પછી તો એ દુર્ગતિમાં રવાના થઈ જ જાય છે પરંતુ જીવન દરમ્યાન પણ એ સતત સંક્લેશનો શિકાર બનતો રહીને જાતને ત્રાસદાયક સ્થિતિમાં મૂકતો રહે છે.
આ કરુણદશાના ભોગ ન બનવું હોય તો કલ્યાણમિત્રના સ્થાને જીવનમાં સને ગોઠવી જ દેજો. તમારી સ્વતંત્રતાને એ મારક નહીં બનવા દે. તમારા પુણ્યને એ પાપજનક નહીં બનવા દે, તમારી શક્તિઓને એ શ્રાપરૂપ નહીં બનવા દે. અનંતકાળે પ્રાપ્ત થયેલ
સન્મિત્ર એ ખીલીને લાકડા સાથે જોડતી બુદ્ધિ છે.
૧0
Page #6
--------------------------------------------------------------------------
________________
આ માનવજીવનને એ નિષ્ફળ નહીં બનવા દે. અને હાથમાં આવી ગયેલ સત્શેત્રના સુદૂર સુધીના સદુપયોગ માટે અંતઃકરણને ઉલ્લસિત કર્યા વિના એ નહી રહે.
એક અતિ અગત્યની વાસ્તવિકતા તમારા ખ્યાલમાં છે?
એ કાગળને જ રૂપિયાની નોટનું ગૌરવ મળે છે કે જે કાગળ પર રિઝર્વ બૅન્કના ગવર્નરની સહી હોય છે. એ ચેક જ બૅન્કમાં સ્વીકાર્ય બને છે કે જે ચેક પર એના લખનારના માલિકની સહી હોય છે. બસ, એ જ ન્યાયે અધ્યાત્મ જગતમાં સાધકની એ સાધના જ સ્વીકાર્ય બને છે કે જે સાધનાને સદ્ગુરુની મંજૂરી મળી હોય છે. પંચસૂત્ર શાસ્ત્ર તો ત્યાં સુધી લખી દીધું છે કે ‘ગુરુ દ્વારા જ પરમગુરુની પ્રાપ્તિ છે’. શીખોએ તો પોતાના ધર્મસ્થાનનું નામ જ ‘ગુરુ દ્વારા’ રાખ્યું છે.
આ તમામ વાસ્તવિકતાઓ એટલું જ કહે છે કે જીવનમાં કલ્યાણમિત્ર તો હોવો જ જોઈએ અને એ કલ્યાણમિત્રોમાં પ્રથમ નંબરનું સ્થાન સદ્ગુરુને જ અપાવું જોઈએ.
સભા : મિત્ર અને કલ્યાણમિત્ર વચ્ચે તફાવત શું છે ?
માત્ર આલોકની જ ચિંતા કરે તે મિત્ર છે, પરલોકની પણ ચિંતા કરે એ કલ્યાણમિત્ર છે. કેવળ શરીર અને મનના સુખની જ ચિંતા કરે એ મિત્ર છે, આત્માના હિતની પણ ચિંતા કરે એ કલ્યાણમિત્ર છે. દુઃખ દૂર કરવાના ઉપાયોમાં જ વ્યસ્ત રાખે એ મિત્ર છે, દોષોને દૂર કરવાના ઉપાયોમાં પણ પ્રવૃત્ત બનાવી દે એ કલ્યાણમિત્ર છે. સંપત્તિમાં જ સુખનાં દર્શન કરાવતો રહે એ મિત્ર છે, સદ્ગુણ-સત્કાર્ય-સમાધિમાં જ સુખની શ્રદ્ધા સ્થિર કરતો રહે એ કલ્યાણમિત્ર છે.
પણ,
કરુણતા મનની એ છે કે કલ્યાણમિત્ર ઉપલબ્ધ હોવા છતાં મન એમની પાસે જવાનું ટાળતું રહે છે. કારણ સ્પષ્ટ છે. અહંને ઝુકાવી દેવાની તૈયારી દાખવ્યા વિના સદ્ગુરુના ચરણમાં બેસી શકાતું નથી. સુખને તિલાંજલિ આપી દેવાની તૈયારી દાખવ્યા વિના સદ્ગુરુનું શરણ સ્વીકારી શકાતું નથી. જનમજનમના કુસંસ્કારોને પડકારતા રહેવાનું સત્ત્વ દાખવ્યા વિના સદ્ગુરુને જીવનરથના સારથી બનાવી શકાતા નથી. પણ એટલું જ કહીશ કે આ જીવનમાં એક વાર તો એ પરાક્રમ કરી દેખાડવા જેવું જ છે. મનને જો ના પાડતા આપણે શીખી જઈએ અને અંતઃકરણને હા પાડી દેતા આપણને આવડી જાય, શરીર-મન કેન્દ્રિત સુખને જીવનના કેન્દ્રસ્થાનેથી હટાવી દઈને આત્મકેન્દ્રિત હિતને જીવનના કેન્દ્રસ્થાને ગોઠવી દેવા આપણે કટિબદ્ધ બની જઈએ તો પછી કલ્યાણમિત્ર એવા સદ્ગુરુના સાંનિધ્યમાં ગોઠવાઈ જતા આપણને કોઈ જ પરિબળ રોકી શકે તેમ નથી.
૧૨
યાદ રાખજો.
સ્વતંત્રતાનું પ્રથમ નંબરનું સોપાન જો જગતના અબજો લોકોને ઉપલબ્ધ થયું છે તો સક્ષેત્રનું બીજા નંબરનું સોપાન તો કરોડો લોકોને પણ ઉપલબ્ધ થયું છે કે કેમ એમાં શંકા છે. અને એમાં ય સન્મિત્રનું ત્રીજા નંબરનું સોપાન તો લાખો લોકો પાસે પણ છે કે કેમ એ પ્રશ્ન છે.
નસીબદાર છીએ આપણે બધા કે આપણી પાસે સ્વતંત્રતા, સક્ષેત્ર અને સન્મિત્ર એ ત્રણે ય સોપાનો અત્યારે હાથવગાં છે. અલબત્ત, પ્રથમ બે સોપાન પુણ્યને બંધાયા છે પરંતુ આપણે તો એવા ભારે નસીબદાર છીએ કે ત્રીજા નંબરનું સોપાન પણ આપણને પુણ્યથી જ ઉપલબ્ધ થઈ ગયું છે. કારણ કે સદ્ગુરુને આપણે શોધવા નથી ગયા, સામેથી જ આપણને ઉપલબ્ધ થઈ ગયા છે. કદાચ કહેવું હોય તો એમ પણ કહી શકાય કે જીવનના રસ્તા પર આમ-તેમ ભટકી રહેલા આપણને સદ્ગુરુ અચાનક ક્યાંક ભેટી ગયા છે. ગુમરાહ બનીને જીવનની કીમતી પળોને વેડફી રહેલા આપણને સદ્ગુરુએ સામેથી પકડી પાડ્યા છે. સર્વથા અર્થહીન જીવન જીવી રહેલા આપણને સદ્ગુરુએ સામે ચડીને જીવનનો અર્થ સમજાવી દીધો છે.
સભા : તો હવે તો અમારું આત્મકલ્યાણ પાકું ને ?
ના. દિલ્લીમાં અત્યારે આપણે બધા ભલે બેઠા છીએ પણ અધ્યાત્મની ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે દિલ્લી હજી ઘણું દૂર છે. કારણ કે ચોથા નંબરના અને પાંચમા નંબરના સોપાનને સર કરી લીધા પછી જ અધ્યાત્મજગતનું દિલ્લી સર થઈ શકે તેમ છે.
સભા ઃ કર્યાં છે એ બે સોપાનો ?
એ જ વાત હવે હું કરું છું,
વિકાસના માર્ગ પરનું ચોથા નંબરનું સોપાન છેઃ સંવેદનશીલતા. (FEELINGS) સ્વતંત્રતા મળી ગઈ છે. સોત્રો હાથવગાં છે. સન્મિત્ર સાથે છે પરંતુ આ બધું મળી ગયા બદલ હૃદયમાં જો કોઈ આનંદ જ નથી, અહોભાવનાં પૂર જો હૃદયમાં ઊમટતા જ નથી, ગુરુદેવનાં દર્શને દિલ જો લાગણીશીલ બની જતું જ નથી. પ્રભુના પૂજનમાં આંખોમાંથી હર્ષનાં આંસુ જો વહેવા લાગતા જ નથી તો નિશ્ચિત સમજી રાખવું કે પુણ્યના ઉદયથી આપણને મળી ગયેલાં પ્રથમ ત્રણ સોપાનો આપણા માટે સર્વથા નિરર્થક જ પુરવાર થવાના છે.
સભા : અમારાં હૃદય રુક્ષ કેમ બની ગયા છે ?
૧૩
Page #7
--------------------------------------------------------------------------
________________
કારણો બીજાં અનેક હશે પણ મુખ્ય કારણ છે, બુદ્ધિની ગરમી, બુદ્ધિનું એક જ કામ છે, ક્યાંય ઝૂકવા ન દેવું, કોઈની ય સમક્ષ ભીના ન થવા દેવું. કોઈની ય પાછળ પાગલ ને બનવા દેવું. બધે જ તર્ક, બધા સામે દલીલબાજી, સર્વત્ર અહંકારનું જ પ્રાધાન્ય, સતત ચૂંથણા ગૂંથતા રહેવાની જ ગણતરી. બધે જ શંકાશીલ માનસ. આ બધા છે બુદ્ધિનાં કાર્યો.
તપાસવાનું મન થતું હોય તો તપાસી લેજો. તમારા સહુનાં મનને, તમને ત્યાં આ જ દેખાશે, સ્મશાનમાં જેમ હાડકાંઓના ઢગલા જ જોવા મળે, ઉકરડે જેમ કચરાનો ઢેર જ જોવા મળે, ગટરમાં જેમ ગંધાતું પાણી જ જોવા મળે તેમ બુદ્ધિ પાસે જીવોના દોષોનો થયેલ સંગ્રહ જ જોવા મળે, નબળા પ્રસંગોની સ્મૃતિ જ મળે, બદલો લેવાની વૃત્તિ જ મળે. પોતાની સાથે અન્યો વડે થયેલા અપમાનોની નોંધ જ મળે.
પોસ્ટમૉર્ટમ થાય ત્યારે જ ખબર પડે
‘તમને ટી.બી. છે' શું વાત કરો છો ?'
સાચું કહું છું” ‘પણ ડૉક્ટર સાહેબ ! ગઈ કાલે તો તમે મને ‘ડાયાબિટીસ’ છે એમ કહ્યું હતું !
‘કાલનો રિપોર્ટ એમ જ કહેતો હતો” ‘પરમ દિવસે તમે ‘અલ્સર’નું નિદાન કર્યું હતું.'
‘એ ય બરાબર હતું' ‘પણ ખરેખર મને શી તકલીફ છે એની ખબર ક્યારે પડશે?'
એ તો તમારું પોસ્ટમૉર્ટમ ક્યારે થાય છે એના પર નિર્ભર છે' ડૉક્ટરે હસતા હસતો જવાબ આપી દીધો.
હા, આ છે બુદ્ધિની વક્રતા, એને નિદાનમાં નહીં પણ પોસ્ટમૉર્ટમમાં જ રસ હોય છે. સામાને અભયદાન આપવામાં નહીં પણ પતાવી દેવામાં જ એને રસ હોય છે. ઉપકારી સમક્ષ પણ ઝૂકી જવામાં નહીં, ઝઝૂમતા રહેવામાં જ એને રસ હોય છે. પણ લખી રાખજો તમારી ડાયરીમાં કે બુદ્ધિના ક્ષેત્રે જેઓ દેવાળિયા હતા પણ લાગણી ક્ષેત્રે જેઓ સમૃદ્ધ હતા તેઓ કેવળજ્ઞાન પામીને મોક્ષે પધારી જવામાં સફળ બન્યા છે જ્યારે બુદ્ધિક્ષેત્રે જેઓ બૃહસ્પતિ જેવા હતા પણ લાગણી ક્ષેત્રે ભિખારી હતા તેઓ સંસારમાં રખડપટ્ટી કરતા રહેવામાં સફળ [] રહ્યા છે.
એક પ્રશ્નનો તમે જવાબ આપશો ? તમારા સહુના અનંતોપકારી મહાન શાસન પ્રભાવક પૂજ્યપાદ પંન્યાસ પ્રવર
શ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજને ચાલુ પ્રવચનોમાં રડી પડતા તમો સહુએ જોયા તો છે ને?
સભા : ઘણી ય વાર.
જવાબ આપો. એમનાં પાવન દર્શને તમારી આંખોએ ક્યારેય આંસુ વહાવ્યા છે. ખરા ? એમને વંદન કરતા તમે ક્યારેય રડી પડ્યા છો ખરા ? તમારા જીવનમાં પ્રવેશી ગયેલ ખરાબીઓ જોઈને જેઓ આજે પણ રડી પડે છે એમનાં દર્શન-વંદને તમારા હૃદયમાં જો કોઈ ગર્ગદતા નથી જ અનુભવાતી તો નિશ્ચિત સમજી રાખજો કે તમારું ભાવિ સુખદ તો નથી જ. શું કહું તમને?
મીઠાઈના સંપૂર્ણ જગતમાં તમને કોક મીઠાઈમાં દૂધ જોવા નહીં મળે તો કોક મીઠાઈમાં બદામની ગેરહાજરી જોવા મળશે. કોક મીઠાઈ એલચી વિનાની તમને જોવા મળશે તો કોક મીઠાઈમાં ચણાના લોટની અનુપસ્થિતિ તમને દેખાશે પણ તેમને એક પણ, મીઠાઈ એવી તો જોવા નહીં જ મળે કે જેમાં સાકર જ ગેરહાજર હોય.
વેપારના સંપૂર્ણ જગતમાં તમે ફરી વળો. કોક વેપારમાં તમને ઝવેરાતની બોલબાલા જોવા મળશે તો કોક વેપારમાં લાકડું મુખ્ય હશે, કોક વેપાર કાપડ કેન્દ્રિત હશે તો કોક વેપાર લોખંડ કેન્દ્રિત હશે. કોક વેપારમાં તમને મેવાની જ મુખ્યતા નિહાળવા મળશે તો કોક વેપારમાં બોલબાલા અનાજની જ હશે પણ સબૂર ! આ તમામ પ્રકારના વેપારોનું સ્ટીઅરિંગ વ્હીલ તો પૈસાના હાથમાં જ હોવાનું તમને અચૂક જોવા મળશે જ.
ચાલ્યા જાઓ તમે અધ્યાત્મના જગતમાં. ક્યાંક કોક સ્વાધ્યાયમાર્ગે આગળ વધી રહ્યું છે તો ક્યાંક કોક વૈયાવચ્ચના યોગ પર કદમ માંડીને આગળ ધપી રહ્યું છે. કોકને ગુરુભક્તિ જામી રહી છે તો કોકને તપશ્ચર્યા ફાવી રહી છે. કોકને ધ્યાન પસંદ પડી રહ્યું છે તો કોકને આગમ વાંચન વધુ જામી ગયું છે. જોકે ત્યાગને સ્વજીવનમાં પ્રતિષ્ઠિત કરી દીધો છે તો કોક અનુપ્રેક્ષાને સ્વજીવનનું ચાલકબળ બનાવી બેઠો છે પણ સબૂર ! આમાંનો એક પણ યોગ એવો નથી કે જે યોગ હૃદયની ગગદતા વિનાનો કે સંવેદનશીલતાના સ્પર્શ વિનાનો હોય!
ટૂંકમાં,
સાકરની બાદબાકી કરીને તમે મીઠાઈ જગતનું સર્જન જો કરી શકતા નથી, પૈસાની બાદબાકી કરીને તમને વેપાર જગતનું સર્જન જો કરી શકતા નથી તો સંવેદનશીલતાની બાદબાકી કરીને તમે અધ્યાત્મજગતનું સર્જન પણ કરી શકતા જ નથી. આવી અનિવાર્ય સંવેદનશીલતાને જો આપણે હાથવગી રાખવામાં સફળ નહીં બન્યા રહીએ તો એની
૧૫
Page #8
--------------------------------------------------------------------------
________________
ગેરહાજરી વિનાના બાકીના સદ્યોગો આપણા માટે કેટલા લાભકારી બન્યા રહેશે એ પ્રશ્ન છે.
સાંભળી છે આ પંક્તિઓ ?
હૃદયને જીવ ભરીને જીવવા દો,
બુદ્ધિને કહો બહુ બોલે નહીં;
સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં મૂકીને કદી કોઈ તોલે નહીં'
ગુરુદેવ તો સોનાની મૂર્તિ કરતાં અનેકગણાં મૂલ્યવાન છે. જ્યારે બુદ્ધિ એ તો કાટ ખાઈ ગયેલા લોખંડના ત્રાજવાનું પ્રતિનિધિત્વ ધરાવી રહી છે. આપણે ગુરુદેવનું મૂલ્યાંકન બુદ્ધિના ત્રાજવે કરશું ? ઉપકારીઓના ઉપકારની કક્ષાને સમજવા આપણે બુદ્ધિને કામે લગાડશું ? મળી ગયેલા તારક અનુષ્ઠાનોની તાકાત સમજવાનું કામ આપણે બુદ્ધિને સોંપશું ?
સભા : આવું કેમ બને છે ?
એક મહત્ત્વનું કારણ એ છે કે ગુરુદેવને આપણી બુદ્ધિ મહાન માનવા તો તૈયાર છે પણ એમને તારક માનવાની બાબતમાં એ સતત આનાકાની કર્યા કરે છે. ‘ગુરુદેવ સંયમી છે, પંચ મહાવ્રતધારી છે, ત્યાગી છે, તપસ્વી છે, શાસનપ્રભાવક છે' આ બધું જ માનવા તો બુદ્ધિ તૈયાર છે પણ ‘વાસનાની ગટરમાં આળોટી રહેલા મારા જેવા ડુક્કરને, પવિત્રતાનો ચારો ચરતા હંસ જેવો બનાવી દેવાની તાકાત તો કેવળ ગુરુદેવની જ છે. કષાય સેવનના માર્ગ દુર્ગતિ તરફ ધકેલાઈ રહેલા મારા જેવા નપાવટને ત્યાંથી પાછો વાળીને પ્રભુભક્તિના માર્ગે દોડતો કરી દઈને સદ્ગતિગામી બનાવી દેવાની ક્ષમતા તો કેવળ ગુરુદેવની જ છે' આ માનવા મન તૈયાર થતું નથી અને એનું જ આ દુષ્પરિણામ છે કે એમના સાંનિધ્યમાં આવવા છતાં, એમનાં દર્શન-વંદન કરવા છતાં, એમનાં પ્રવચનો સાંભળવા છતાં હૈયામાં એવા કોઈ વિશિષ્ટ સ્પંદનો ઊઠતા જ નથી.
કબૂલ, કોક કરોડપતિને જોવા છતાં એના પ્રત્યે તમારા હૈયામાં કોઈ ગદ્ગદતાનો ભાવ ન અનુભવાય પણ જે કરોડપતિએ ઝૂંપડપટ્ટીમાં જ રહેતા તમને બંગલામાં રહેતા કરી દીધા હોય એનાં દર્શને ય તમારા હૈયામાં ગદ્ગદતા ન અનુભવાય એવું બને ખરું ?
જો ના, તો જે ગુરુદેવે ગુમરાહ એવા આપણે સન્માર્ગ પર આવી જઈએ એ માટે લોહી-પાણી એક કર્યા છે અને આજે ય એ જ પરિશ્રમ વેઠી રહ્યા છે, જે ગુરુદેવ સતત ને સતત આપણાં આત્મહિતની જ ચિંતા કરી રહ્યા છે એ ગુરુદેવ સ્મૃતિપથમાં આવી જાય
૧૬
અને આપણે ગદ્ગદતા ન અનુભવીએ એ શક્ય જ શે બને ?
એક કામ કરશો ?
તારક પરિબળોને સંપત્તિ ન આપી શકવાની વેદના તો તમે અવારનવાર અનુભવી હશે, સમય ન આપી શક્યાની વેદના ય તમે અનુભવતા હશો પણ હવે એમને હૃદય નથી આપી શકતા એની વેદના અનુભવવાનું ચાલુ કરો.
સભા : એ માટેનો કોઈ સરળ ઉપાય ?
ઉપાશ્રયમાં દાખલ થતાં પહેલાં જેમ તમે બૂટ-ચંપલ બહાર ઉતારી દો છો તેમ ઉપકારી પરિબળો સમક્ષ હાજર થતા પહેલાં બુદ્ધિના જોડાને તમે દૂર રાખી દો. બાકી, સૂર્યના પ્રખર તાપમાં બગીચાનું પુષ્પ જેમ કરમાઈ જ જાય છે તેમ બુદ્ધિની જાલિમ ગરમીમાં સંવેદનશીલતાનું પુષ્પ પણ કરમાઈ જ જવાનું છે.
વિકાસના માર્ગ પરનું પાંચમા નંબરનું સોપાન છે. સત્ત્વશીલતા (FORCE)
સ્વતંત્રતા મળી ગઈ. સત્શેત્રો પણ મળી ગયા. સન્મિત્ર પણ ઉપલબ્ધ થઈ ગયા અને સંવેદનશીલતાના સ્વામી પણ બની ગયા પણ જો સાધના માટે જરૂરી એવી સત્ત્વશીલતા જ ગાયબ છે તો અધ્યાત્મમાર્ગમાં ગતિ શક્ય શેં બનશે ?
યાદ રાખજો.
પાપ પ્રલોભનોને ના પાડી દેવા માટે ય સત્ત્વશીલતા વિના ચાલે તેમ નથી તો ધર્મસેવન માટે આવેલ તકને હા પાડી દેવા માટેય સત્ત્વશીલતા વિના ચાલતું નથી. આમાં મહત્ત્વની વાત પાછી એ છે કે પ્રલોભનનું પોત તો ઘરનાં બારણાની બહાર ઊભા રહીને સિસોટી વગાડી રહેલ મિત્ર જેવું છે જ્યારે ધર્મસેવનની તકનું પોત બંધ બારણા પર ટકોરા લગાવી રહેલા મિત્ર જેવું છે. જવાબ આપો. દરવાજો ખોલવાનું વધુ મન ક્યારે થાય ? સિસોટીનો અવાજ સંભળાય ત્યારે કે ટકોરાનો અવાજ સંભળાય ત્યારે ?
સભા : અમને તો સિસોટી જ વધુ આકર્ષે છે.
અને એટલે જ તો શાસ્ત્રકારોએ ધર્મપ્રવૃત્તિ કરતાં ય વધુ જોર પાપનિવૃત્તિ પર આપ્યું છે. ધર્મપ્રવૃત્તિ કરતાં ય આત્મા માટે પાપનિવૃત્તિ બહુ મોટો પડકાર હોવાનું જણાવ્યું છે. ધર્મપ્રવૃત્તિ કરતાં ય પાપનિવૃત્તિ માટે વધુ સત્ત્વશીલતા દાખવવાનું જણાવ્યું છે.
હું તમને જ પૂછું છું. સરળ શું લાગે છે ? તપશ્ચર્યા કે હોટલત્યાગ ? પ્રભુપૂજા કે ટી.વી. ત્યાગ ? ગુણાનુવાદ કે નિંદાત્યાગ ? પ્રવચનશ્રવણ કે વિકથા ત્યાગ ? દાન કે લોભત્યાગ ? ટૂંકમાં, ધર્મપ્રવૃત્તિ કે પાપનિવૃત્તિ ?
૧૭
Page #9
--------------------------------------------------------------------------
________________
સભા : ધર્મપ્રવૃત્તિ.
હવે જવાબ આપો, સત્ત્વક્ષેત્રે માયકાંગલા જ હશો તો તમને લાગે છે ખરું કે પાપોથી નિવૃત્ત થવાના ક્ષેત્રે તમે સફળતા હાંસલ કરી શકશો? રામરામ કરો. રામરામ.
સભા : પાપનિવૃત્તિ અમે ભલે ન કરી શકતા હોઈએ પરંતુ ધર્મપ્રવૃત્તિઓ અમારા જીવનમાં પૂરબહારમાં ચાલુ હોય તો ધર્મપ્રવૃત્તિઓનું એ પુણ્ય અમારાં પાપપ્રવૃત્તિઓ જન્ય પાપોને ખતમ કરી નાખનારું ન બને ?
જવાબ આપો. દવાનો સેવન સાથે દહીં ખાવાનું પણ તમે ચાલુ જ રાખો તો શરદીથી છુટકારો મેળવવામાં તમને સફળતા મળી જાય ખરી ? એક સ્ત્રી સાથે લગ્ન કરી દીધા બાદ પણ વેશ્યા પાસે જવાનું જેનું ચાલુ જ હોય એની સમાજમાં આબરૂ બંધાય ખરી ? કમાણી કરતા રહેવાની સાથે જુગારમાં હારતા રહેવાનું પણ જે વેપારીનું ચાલુ હોય એ વેપારીને બૅન્ક બૅલેન્સ વધારવામાં સફળતા મળે ખરી ?
જો ના, તો અધ્યાત્મ જગતમાં પણ એ જ કાયદો સમજી લેવાનો છે. પાપપ્રવૃત્તિ અને ધર્મપ્રવૃત્તિ બંને સાથે જ ચાલુ હોય એ આ જગતમાં કોઈ મહત્ત્વપૂર્ણ વિકાસ સાધી શકે એવી કોઈ જ શક્યતા નથી. અરે, અપેક્ષાએ કહેવું હોય તો એમ પણ કહી શકાય કે જીવનમાં ધર્મપ્રવૃત્તિના ક્ષેત્રે તમે ભલે પા પા પગલી ભરી રહ્યા છો પરંતુ પાપનિવૃત્તિના ક્ષેત્રે જો તમે હનુમાન કૂદકાઓ લગાવી રહ્યા છો તો તમારા આત્મકલ્યાણને હવે ઝાઝું છેટું નથી જ. પણ મુશ્કેલી એ છે કે ધર્મપ્રવૃત્તિનું આપણને જેટલું આકર્ષણ છે એનું લાખમાં ભાગનું પણ આકર્ષણ આપણને પાપનિવૃત્તિનું નથી. ધર્મમાં પ્રવૃત્ત થઈએ પણ છીએ તો ય એમાં લાંબી કોઈ પાગલતા અનુભવાતી નથી જ્યારે પાપનું પ્રલોભને આંખ સામે આવ્યું નથી અને તમામ તાકાતથી આપણે એમાં કૂદી પડ્યા નથી.
આ અનિષ્ટથી ઊગરી જવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ એક જ છે. સત્ત્વશીલતાને આપણે પરાકાષ્ટાએ લઈ જઈએ. કમજોર પગ જેમ શરીરને મંજિલ સુધી પહોંચાડી શકતા નથી તેમ સત્ત્વહીન મન આત્માને લક્ષ્ય સુધી પહોંચાડી શકતું જ નથી, સાંભળ્યો છે આ ટુચકો ?
વાત તારી સાચી પણ હું કરું શું? એક સ્ત્રી પોતાના પતિની હાજરીમાં જ એની બહેનપણી સાથે વાત કરી રહી
‘થાય શું? મારી પાસે ચહેરો આકર્ષક છે પણ લિપસ્ટિક નથી. મારા હાથ સુડોળ છે પણ મારી પાસે બંગડી નથી. મારા કાન એકદમ સરસ છે પણ મારી પાસે એરિંગ નથી.'
પત્નીની આ વાત સાંભળતાની સાથે જ પતિ બોલી ઊઠ્યો, ‘વાત તો તારી સાચી છે પણ હું ય કરું શું? કારણ કે મારી પાસે ખીસું છે પણ એમાં પૈસા નથી !'
હા, ખીસા જેવું મન હોય આપણી પાસે પણ પૈસા જેવું સત્ત્વ ન હોય આપણી પાસે તો ધર્મપ્રવૃત્તિના કે પાપનિવૃત્તિના એક પણ ક્ષેત્રે આપણે કશું જ ખરીદી શકવાના નથી. જે પણ આત્માઓ આ સંસારસાગરનો પાર પામી ગયા છે, પામી રહ્યા છે કે પામવાના છે એ તમામ પાસે સત્ત્વશીલતાની આ મૂડી હતી જ છે અને રહેવાની જ છે.
સભા : સત્ત્વ પ્રગટાવવા કરવું શું?
પ્રેમ અને ભય, આ બે પરિબળો એવા છે કે અંદરમાં પડેલ સત્ત્વને એ બહાર લાવી જ દે છે, પ્રભુ પર જો પ્રેમ છે, પ્રભુશાસન પર જો પ્રેમ છે, પ્રભુએ સ્થાપેલ ચતુર્વિધ શ્રી, સંઘ પર જો પ્રેમ છે, પ્રભુએ ફરમાવેલ અનુષ્ઠાનો પર જો પ્રેમ છે, પ્રભુનાં વચનો પર જો, પ્રેમ છે તો ધર્મપ્રવૃત્તિનું અંદરમાં પડેલ સત્ત્વ બહાર આવ્યા વિના રહેતું જ નથી.
એ જ રીતે,
સંસારનો જો ય છે, પાપનો જો ભય છે, પાપસેવનથી સર્જાતી દુર્ગતિઓનો જો ભય છે, એદુર્ગતિઓમાં લમણે ઝીંકાતાં દુ:ખોનો જો ભય છે, વિભાવદશાની પરાધીનતાનો જો ત્રાસ છે તો પાપનિવૃત્તિ અંગેનું અંદરમાં પડેલ સત્ત્વ બહાર પ્રગટ થયા વિના રહેતું જ નથી,
સાવ સાચું કહું તો નથી તો આપણે આ પ્રેમના માલિક બની શક્યા કે નથી તો આપણે આ ભયથી ફફડી ઊઠ્યા. પ્રેમ આપણો છે તોય એનું પોત કદાચ સંધ્યાના રંગ જેવું છે અને ભયથી આપણે ત્રસ્ત છીએ તો ય એનું પોત પરપોટા જેવું છે. પ્રેમનો રંગ ઊતરી જતા વાર લાગતી નથી તો ભયના ત્રાસથી મુક્ત થઈ જતાં ય વાર લાગતી નથી. આસ્થિતિમાં અંદરમાં પડેલ સત્ત્વ બહાર ન જ પ્રગટતું હોય તો એમાં કોઈ જ આશ્ચર્ય નથી.
આ ખુમારી? અમદાવાદના એ સુશ્રાવક છે. નામ છે એમનું વિનોદભાઈ અને ચલાવે છે એ રિક્ષા. રાત્રિભોજન એ કરતા નથી અને પ્રભુની પૂજા કર્યા વિના એ રહેતા નથી. સાધુસાધ્વીજી ભગવંતો પ્રત્યેનો એમનો બહુમાનભાવ ભારે પ્રશંસનીય છે તો પ્રવચનશ્રવણનો રસે એમનો અનુમોદનીય છે.
એક દિવસ મેં પ્રવચનમાં વાત મૂકી હતી કે તમારે ત્યાં સંયમજીવનના માર્ગે જઈ
હતી,
‘કેવા દિવસો આવ્યા છે મારા ?'
‘કેમ શું થયું ?”
૧૮
૧૯
Page #10
--------------------------------------------------------------------------
________________
રહેલ કોઈ પણ મુમુક્ષુની પત્રિકા આવે તો એ પત્રિકા વાંચીને એમ ને એમ મૂકી ન દેતાં મુમુક્ષુના એ પરાક્રમની અનુમોદના કરવા કાંક ને કાંક સત્કાર્ય તો કરીને જ રહેજો.
આ વિનોદભાઈએ એ દિવસથી નક્કી કર્યું છે કે ‘કોઈ પણ દેરાસરે કે ઉપાશ્રયે લાગેલ દીક્ષાની પત્રિકા મારા વાંચવામાં આવશે અને એ દીક્ષાર્થી ભાઈ કે બહેન જો અમદાવાદના જ હશે તો એમના ઘરે રિક્ષા લઈને હું પહોંચી જઈશ અને એમને વિનંતિ કરીશ કે અમદાવાદના કોઈ પણ પાંચ દેરાસરે દર્શન કરવા એ મારી રિક્ષામાં બેસવાનો મને લાભ આપે.’
છેલ્લે મને વિનોદભાઈ મળ્યા ત્યારે મેં એમને પૂછ્યું,
‘રિક્ષામાં મુમુક્ષુઓને બેસાડવાનો લાભ મળે છે ?’ ‘ચાલુ જ છે’
‘આજ સુધીમાં કેટલા મુમુક્ષુઓનો લાભ મળ્યો ?’ ‘અડસઠ મુમુક્ષુઓનો’
‘શું વાત કરો છો ?’
‘હા. મારી ભાવના છે કે કમ સે કમ ૧૦૮ મુમુક્ષુઓ મને લાભ આપે. હું પણ ધન્ય થઈ જાઉં અને મારી રિક્ષા પણ ધન્ય થઈ જાય !' આટલું બોલતા બોલતા એમની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા.
હું તમને પૂછું છું. તમે તો શ્રીમંત છો ને ? ગાડીવાળા છો ને ? તમને ક્યારેય આ ભાવ જાગ્યો ? એક પણ મુમુક્ષુને તમારી ગાડીમાં બેસાડીને મુંબઈનાં બે-પાંચ દેરાસરોનાં દર્શન તમે કરાવ્યા ?
સભા : અમે આવું વિચારી પણ શકતા નથી.
હવે વિચારજો. ધર્મપ્રવૃત્તિની તકને શોધતા ફરજો. સામે ચડીને આવતી તકોને વધાવતા શીખજો અને એ માટે પ્રભુશાસન પ્રત્યેના પ્રેમને પરાકાષ્ટાએ લઈ જવા પ્રયત્નશીલ બનજો.
બીજી બાજુ ભવ ભયને, પાપ ભયને, પ્રમાદ ભયને પણ હૃદયમાં એ હદે પ્રતિષ્ઠિત કરવા કટિબદ્ધ બની જજો કે સાપનું નામ સાંભળતા વેંત જેમ ત્યાંથી ભાગી છૂટવાનું અંદરમાં પડેલ સત્ત્વ સક્રિય બનીને જ રહે છે તેમ પાપની સંભાવના દેખાવા માત્રથી એના ત્યાગ માટેનું અંદરમાં પડેલ સત્ત્વ સક્રિય બનીને જ રહે.
છેલ્લે રાજેશ વ્યાસની આ પંક્તિઓ :
‘યાદ કરું ના કરું તોય એ, વરસાવે કૈ હરપળ વ્હાલ,
૨૦
પડું-આખડું, ભૂલું-મટકું સતત રાખતો મ્હારો ખ્યાલ, ભૂલો લાખ કરું હું તો પણ, કદી ય ના તરછોડે જી. પ્રભુ હંમેશાં સૌની સાથે, સાથ કદી ના છોડે જી...
એક કામ આપણે કરશું ? સાથે જ રહેતા પ્રભુનો હાથ આપણે માથે મૂકાવી દઈએ. આપણું કામ થઈ જશે.
૨૧
Page #11
--------------------------------------------------------------------------
________________
પાંચ કક્ષા પરોપકારની
- ૨
>
સાચું કહું? મારા કરતાં તો મોટો સાગર છે કે જે અમારા જેવી સેંકડો નદીઓને પોતાનામાં પ્રવેશ આપીને બેઠો છે. તારે મોટાને જ નમસ્કાર કરવા હોય તો મને નહીં પણ સાગરને કરવા જોઈએ' નદીએ બાળકને હસતાં હસતાં આ સૂચન કરી દીધું અને બાળક ઊપડ્યો સાગર તરફ, પાંચેક કિલોમીટર દૂર રહેલા સાગર પાસે પહોંચીને જેવા એણે સાગરને હાથ જોડ્યા, સાગરે તુર્ત એને પૂછી લીધું.
‘મને નમસ્કાર કેમ ?' ‘નદીઓ કરતાં તું બહુ મોટો છે એટલે ' બાળકે જવાબ આપવામાં પળની ય વાર ન લગાડી.
‘જો સાંભળ, નદીની આ મહાનતા છે કે એણે નમસ્કાર માટે તને મારું સરનામું આપ્યું પણ હકીકત એ છે કે મારા જેવા સેંકડો સાગરો જે પૃથ્વી પર ઊભા છે એ પૃથ્વી તો મારા કરતાં અનેકગણી મોટી છે, તું નમસ્કાર કરવા માંગતો જ હોય તો મને નહીં, સાગરોને લઈને બેઠેલ પૃથ્વીને જ કર’ સાગરે બાળકને સલાહ આપી.
અને બાળકે ત્યાં જ ઊભા રહીને પૃથ્વીને હાથ જોડી દીધા. પણ પૃથ્વીય એમ કાંઈ બાળકના નમસ્કાર ઝીલી લેવા સીધેસીધી તૈયાર નહોતી. એણે ય બાળકને એ જ પ્રશ્ન પૂછ્યો જે સહુએ પૂક્યો હતો,
‘મને નમસ્કાર કેમ ?' ‘તું સાગર કરતાં બહુ મોટી છે ને, એટલે.' બાળકે જવાબ આપ્યો.
‘એક વાત તું સાંભળી લે. સાગર કરતાં હું મોટી છું એની ના નથી પરંતુ આકાશ કરતા તો હું બહુ નાની છું. મોટાને જ નમસ્કાર કરવાની તારી જો આકાંક્ષા છે તો તારે મને નહીં, આકાશને જ નમસ્કાર કરવા જોઈએ” પૃથ્વીએ બાળકને વિનમ્રભાવે સમજાવી દીધું અને બાળકે પૃથ્વીને નમસ્કાર કરવા માટે નીચે નમાવેલા હાથ સીધા આકાશ તરફ ઉપર ઉઠાવી લીધા.
‘મને નમસ્કાર કેમ?” આકાશે પૂછયું, ‘પૃથ્વી કરતાં તું વિરાટે છે માટે’ બાળકે કહ્યું, ‘મારા કરતાં પણ એક વિરાટ વ્યક્તિત્વ છે”
- ‘કોણ ?'
‘પરમાત્મા પોતે’ અને આકાશનો આ જવાબ સાંભળીને સ્તબ્ધ થઈ ગયેલા બાળકે પ્રભુને નમસ્કાર કર્યા તો ખરા પણ પ્રભુએ એને ઊભો રાખી દીધો. ‘જો. મને નમસ્કાર કરવા પાછળનું
પોતાને નમસ્કાર કરી રહેલા બાળકને જોઈને આશ્ચર્યચકિત બની ગયેલ મગરમચ્છ બાળકને પૂછી લીધું.
‘પણ મને નમસ્કાર કેમ?”
મારી મમ્મીએ મને શિખામણ આપી છે કે જે મોટા હોય એને નમસ્કાર કરવા. હું અહીં નદીકિનારે લટાર મારી રહ્યો હતો અને મેં જોયું કે નાનાં નાનાં માછલાંઓ વચ્ચે વિરાટકાય બનીને તું આમથી તેમ ટહેલી રહ્યો છે. બસ, મને લાગ્યું કે તું મોટો છે. મારે તને નમસ્કાર કરવા જ જોઈએ અને મેં તને નમસ્કાર કરી લીધા’ બાળકે જવાબ આપ્યો.
‘માછલાંઓ કરતાં હું મોટો છું એ વાત સાચી પણ મારા કરતાં મોટી તો આ નદી છે. કે જેમાં મારા જેવા અનેક મગરમચ્છી રહ્યા છે. તારે નમસ્કાર કરવા જ હોય તો મને નહીં પણ નદીને કરવા જોઈએ’ મગરમચ્છ બાળકને સલાહ આપી અને પળની ય વાર લગાડ્યા વિના બાળકે નદીને હાથ જોડી દીધા.
મને નમસ્કાર કેમ?’ નદીએ બાળકને પૂછ્યું. ‘મગરમચ્છો કરતાં તે મોટી છે એટલે
૨૪
Page #12
--------------------------------------------------------------------------
________________
તારું કારણ મારા ખ્યાલમાં છે તો ખરું પણ મારે તને એક એવું સરનામું બતાવવું છે કે જે મારા કરતાં ય મહાન છે' પ્રભુએ બાળકને કહ્યું.
‘પ્રભુ, આપના કરતાં ય વધુ મહાન કોઈ હોઈ શકે જ નહીં?
‘કોણ ?” ‘તારું હૃદય !' ‘મારું હૃદય ?'
‘પણ શી રીતે ?” સાંભળ, નદી મોટી છે કારણ કે એમાં મગરમચ્છો રહે છે. સાગર મોટો છે કારણ કે એમાં નદીઓ ઠલવાય છે. પૃથ્વી મોટી છે કારણ કે એના પર સાગરો હિલોળા લઈ રહ્યા છે. આકાશ મોટું છે કારણ કે એની છત્રછાયામાં પૃથ્વીઓ રહી છે. હું મોટો છું કારણ કે આકાશ કરતા હું વધુ વિરાટ છું પણ તારું હૃદય મારાથી મોટું છે કારણ કે તારા હૃદયમાં તું મને કેદ કરીને બેઠો છે. એટલે ‘મોટા’ ને નમસ્કાર કરવાની તારી આકાંક્ષાને તારે સંતોષવી હોય તો તારે મને નહીં પણ તારા હૃદયને જ નમસ્કાર કરવા જેવા છે” પ્રભુએ આપેલ આ જવાબને સાંભળીને બાળકની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા.
જવાબ આપો.
જે પ્રભુ ખુદ આપણા હૃદયને પોતાના કરતાં મહાન જાહેર કરી રહ્યા છે, આપણું આ હૃદય ખરેખર એવું મહાન છે ખરું? આપણાં હૃદયનો આ ઓરડો સદ્ભાવ, સમર્પણભાવ અને સદ્ગુણોથી સુવાસિત હોવાનું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં છીએ ખરા? આપણાં હૃદયના આ ઓરડામાં કોઈ ડોકિયું કરે તો એને અંદર પ્રવેશી જવાનું અને રહી જવાનું મન થઈ જ જાય એવો આ હૃદયનો ઓરડો સ્વચ્છ અને સુઘડ છે એવું આપણને લાગી રહ્યું છે ખરું?
સભા : અમે પોતે હૃદયના આ ઓરડામાં જોવા અને રહેવા તૈયાર ન થઈએ એ હદે એ ઓરડાને અમે દુર્ગુણોથી અને કુસંસ્કારોથી ગંધાતો કરી દીધો છે!
શું ચાલે આ? સાંભળી છે ને આ પંક્તિઓ ? હૃદય તો બાળક છે એને રમવા ન દો જ્યાં ત્યાં, ખોવાઈ જશે.
કડક શબ્દોમાં કહું ને તો આપણું હૃદય બાળક ખોવાઈ ગયું હોત ને ક્યાંક, તો આપણે એને પ્રયત્નો કરીને પણ શોધી લાવત પણ આપણું આ હૃદય બાળક તો ખવાઈ ગયું છે કૃતજ્ઞતા નામના દોષનો જડબામાં ! સહુના ઉપકારો સતત લેતા જ રહેવાના અને એકનો ય ઉપકાર યાદ રાખવાનો નહીં. કોકનો પર ઉપકાર નાનકડો પણ કરવાનો અને એને ક્યારેય ભૂલવાનો નહીં. આ છે કૃતઘ્નતાનો વિકરાળ ચહેરો.
જવાબ આપો..
આ જીવનમાં આપણે લીધેલા ઉપકારોની સંખ્યા વધુ કે પછી આપણે કરેલા ઉપકારની સંખ્યા વધુ?
સભા : આપણે લીધેલા ઉપકારોની સંખ્યા વધુ.
તો હવે એક કામ શરૂ કરી દો. પુણ્યનો ઉદય જે પણ ક્ષેત્રનો હોય એ ક્ષેત્રમાં થોડોઘણો પણ બીજાનો ભાગ રાખવાનું શરૂ કરી દો. આમે ય તમે બધા ચૅરબજારના રસિયા તો છો જ ને ? કોઈ કંપનીમાં સંપત્તિનું રોકાણ ખૂબ કર્યું. હવે તમારા પુણ્યનું રોકાણ પરોપકારની કંપનીમાં કરવાનું શરૂ કરી દો.
શું કહું તમને ?
આ દેશમાં એક પ્રચલિત માન્યતા આ હતી કે જો તમારે ત્યાં મહેમાન રોજ જ આવે છે તો તમારા દિવસો ચડતા છે પણ તમારે ત્યાં કૂતરાય જો આવતા બંધ થઈ ગયા છે તો તમારા દિવસો પડતા છે.
ચડતા દિનનું પારખું, નિત આવે મે'માન,
પડતા દિનનું પારખું, ઘર ન આવે શ્વાન. એવા ગોઝારા પુણ્યનો ઉદય તમારો અત્રે ચાલી રહ્યો છે કે પુણ્યને બંધાવનાર સાધર્મિકો તમારે ત્યાં આવતા નથી. ભિખારીઓ કે ગરીબોને તમારા એપાર્ટમેન્ટમાં પ્રવેશવાની મનાઈ છે જ્યારે ગાય-કૂતરા વગેરેનો તમારા ઘર સુધી પ્રવેશ તો અસંભવિત જેવો બની ગયો છે ! નવ પ્રકારમાં પ્રથમ પ્રકારના પુણ્યનું નામ છે અન્નદાન અને તમારા જીવનમાં એ પુણ્યનો અમલ લગભગ બંધ જેવો થઈ ગયો છે. ભવાંતરમાં રોટલા-પાણી, ભેગા થશો શી રીતે?
લખી રાખો તમારી ડાયરીમાં આ વાત કે જે પુણ્યના ઉદયકાળમાં નવા પુણ્યનો બંધ ન થતો હોય, શાતાના જે ઉદયકાળમાં બીજાઓને શાતા ન પમાડી શકાતી હોય અને પ્રસન્નતાની જે અનુભૂતિ અન્યની પ્રસન્નતાનું કારણ ન બનતી હોય એ પુણ્ય, એ શાતા અને એ પ્રસન્નતા આત્મા માટે ભારે જોખમી બનીને જ રહેવાનાં છે.
૨૬
Page #13
--------------------------------------------------------------------------
________________
સભા : આનો અર્થ તો એ જ થયો ને કે અમારું પુણ્ય પરોપકારનું કારણ બનતું જ રહેવું જોઈએ?
ચોક્કસ. પણ એમાં ય કેટલીક સાવધગીરી રાખવી અતિ જરૂરી છે કે જેની વાત અત્યારના પ્રવચનમાં હું તમારી સમક્ષ મૂકવા માગું છું. પરોપકારની એક કક્ષા છે દંડ પર બાંધેલી ધજા જેવી કે જે સાનુકૂળ પવન હોય તો જ ફરકે છે અને જે દિશાનો પવન હોય છે એ દિશામાં જ ફરકે છે જ્યારે પરોપકારની બીજી કક્ષા છે દંડ જેવી કે જે પવન હોય છે તો ય સ્થિર રહે છે અને પવન નથી હોતો તો ય સ્થિર જ રહે છે. પહેલા પરોપકારની જે કક્ષા ધજા જેવી છે કે જેનાં ચાર પ્રકાર છે એની વાત હું અહીં તમારા સમક્ષ મૂકું છું.
પરોપકારની પ્રથમ નંબરની કક્ષા છે, અહંકાર પુષ્ટિની.
કાં તો અહંકારને પુષ્ટ કરવા હું અહંકારવર્ધક પરોપકાર કરતો રહું છું અને કાં તો પરોપકાર કરતા રહેવાથી મારો અહંકાર પુષ્ટ થતો રહે છે માટે હું પરોપકાર કરતા રહેવાનું ચાલુ રાખું છું.
પરોપકારની આ કક્ષાની ખતરનાકતા એ છે કે પરોપકાર કરવા છતાં જો એની, કદર થતી નથી કે અપેક્ષિત આદર મળતો નથી તો એ જ પળે પરોપકાર કરવાનું સ્થગિત થઈ જાય છે અને આ તો સંસાર છે. સહુની પાસે પોતાનાં મન છે અને સહુની પાસે પોતાના જીવનની વ્યસ્તતા છે. તમારા દ્વારા થતા પરોપકારની સહુ કદર કરતા જ રહેશે કે પરોપકાર કરવા બદલ તમે જ્યાં જશો ત્યાં સહુ તમને આદર આપતા જ રહેશે એ તમારું માનવું તમને ભારે પડીને જ રહેવાનું છે.
સાંભળ્યું છે આ દૃષ્ટાન્ત? ‘પપ્પા! હું પરિક્ષામાં પાસ થઈ જાઉં એવું જ તમે ઇચ્છો છો ને?” ‘તારી પાછળ આટલી મહેનત હું એટલા માટે તો કરું ' ‘પપ્પા, ધારો કે હું પાસ થઈ ગયો તો ?'
‘તને સ્કુટર અપાવી દઈશ”
‘અને નાપાસ થઈ ગયો તો ?'
‘રિક્ષા અપાવી દઈશ' પપ્પાએ સંભળાવી દીધું. બસ, આ જુ પોત હોય છે પ્રથમ નંબરના પરોપકારનું. કદર થાય અને આદર મળે તો પરોપકાર ચાલુ રહે અને એ મળવાનાં બંધ થાય તો પરોપકારનાં કાર્યો પર એ જ પળે પૂર્ણવિરામ મુકાઈ જાય.
અહંકારની એક નબળી કડી ખ્યાલમાં છે?
નદીઓથી તૃપ્ત થવાનું જો સાગરના સ્વભાવમાં નથી, મડદાંઓથી ધરાઈ જવાનું જો સ્મશાનના સ્વભાવમાં નથી, સંપત્તિથી રાજી થઈ જવાનું જો લોભાંધના સ્વભાવમાં નથી, સ્ત્રીઓથી તૃપ્ત થઈ જવાનું જો કામાંધના સ્વભાવમાં નથી તો પ્રશંસાના ગમે તેટલા શબ્દો સાંભળ્યા પછી ય રાજી થઈ જવાનું અહંકારના સ્વભાવમાં નથી.
જો પરોપકારનું ચાલકબળ અહંકાર જ હશે તો નિશ્ચિત સમજી રાખવું કે આ પરોપકારના પાણીનું કોઈ પણ પળે બાષ્પીભવન થઈ જ જવાનું છે. કારણ કે જગત આખું અહંકારના ભિખારીઓથી ભર્યું પડ્યું છે. ભોજનની ભૂખ તો ભિખારીને જ હોય છે, સંપત્તિની ભૂખ તો ગરીબને જ હોય છે; પરંતુ પ્રશંસાના શબ્દોની ભૂખ તો કોને નથી સતાવતી હોતી એ પ્રશ્ન છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તો એ ભૂખના શિકાર બનવામાં મારો નંબર પણ હોઈ શકે છે, ગળા ફાડીને તમારા સહુ સમક્ષ હું કલાકોના કલાકો બોલ્યા કરું અને તમે મારા આ શ્રમની કદર પણ ન કરો ? મારાં આ શ્રમ બદલ પ્રશંસાના બે શબ્દો પણ ન ઉચ્ચારો ? મારી સમક્ષ મારા હૃદયવેધક પ્રવચનોના વખાણ પણ ન કરો ?' આ ભાવ જો મારા હૃદયમાં ઘર કરી જાય અને એમાંથી જો હું બહાર જ ન નીકળી શકું તો શક્ય છે કે પ્રભુવચનોના વિનિયોગનો આ અતિ દુર્લભ યોગ હું પણ છોડી બેસું.
ટૂંકમાં, આદર-કદરની અપેક્ષા રાખ્યા વિના જ જો પરોપકાર કરતા રહેવામાં આવે તો જ એ પરોપકાર દીર્ઘજીવી બન્યો રહે, આનંદદાયક બન્યો રહે અને આત્મહિતકારક બન્યો રહે, હૃદય પર હાથ રાખીને જવાબ આપો, આપણો દ્વારા થતો કોઈપણ ક્ષેત્રનો પરોપકાર અહંકારપુષ્ટિનું કારણ નથી જ બનતો અથવા તો અહંપુષ્ટિ માટે આપણે પોકાર નથી જ કરતા એવું કહી શકવાની સ્થિતિમાં આપણે છીએ ખરા ?
સભા : અહંકારને પુષ્ટ કરવા પરોપકાર ભલે નથી કરતા પણ પરોપકાર થઈ ગયા બાદ એની કદર થાય અને એ કરવા બદલ આદર મળે એવી ઝંખના તો મનમાં રહ્યા કરે
એટલું જ કહીશ કે આ ઝંખનાના કદને ઘટાડતા ઘટાડતા નામશેષ કરવાની દિશામાં ગંભીરતાપૂર્વક પ્રયત્નશીલ બન્યા રહેજો અન્યથા કોઈપણ પળે પરોપકાર છૂટી ગયો, વિના નહીં જ રહે. કારણ કે અહંકારની પુષ્ટિ એ સ્વાધીન નથી પણ પરાધીન છે. અહંકારને હંમેશાં કોઈ બીજાની આંખે મોટા થવાની ઇચ્છા હોય છે. અહંકાર કાયમ કોકના સહારા માટે તરફડતો જ હોય છે અને જ્યાં કેન્દ્રમાં “સ્વ” છૂટીને “પર” આવે છે ત્યાં એ ‘પરી’ ના જીવન અંગે કોઈ જ નિશ્ચિત આગાહી કરી શકાતી નથી. નાનકડો જ આઘાત અને પર' ને આધીન વૃત્તિ-પ્રવૃત્તિ સમાપ્ત!
૨૮
Page #14
--------------------------------------------------------------------------
________________
સાંભળ્યું છે આ દૃષ્ટાન્ત?
‘બેટા ! એક વાત તને કરું ?'
| ‘કહો’ આ વખતે બારમા ધોરણમાં જો તું પાસ થઈ ગયો ને તો તને હું સ્કૂટર અપાવીશ”
અને પરિક્ષાનું પરિણામ જ્યારે પપ્પાના હાથમાં દીકરાએ આપ્યું ત્યારે એની આંખો શરમથી નીચે ઝૂકેલી હતી. પપ્પાએ પરિણામ પર નજર ફેરવી. દીકરો નાપાસ હતો.
‘બેટા ! આ શું ?”
પપ્પા ! નાપાસ થઈ ગયો’ ‘પણ મેં તને સ્કૂટર અપાવવાની વાત કરી એ પછી તો પરિણા બે મહિને આવી. એ દરમ્યાન તું કરતો શું હતો?'
‘પપ્પા ! સ્કૂટર ચલાવવાનું શીખતો હતો ? હા, આદર-કદરનાં પ્રલોભનો સામે ઝૂકી જતા પરોપકારની આ જ હાલત થાય છે. આદર-કદરની ભૂખ સંતોષાતી નથી અને પરોપકારની પરિક્ષામાં પાસ થઈ શકાતું નથી. બાકાત કરી નાખો જાતને પરોપકારની આ અહંકારપુષ્ટિની કક્ષામાંથી !
પરોપકારની બીજા નંબરની કક્ષા છે, સામાના અત્યાગ્રહની.
હૃદયમાં દાન કરવાની કોઈ વૃત્તિ નથી. કહેવું હોય તો એમ પણ કહી શકાય કે મને દાન કરવા બિલકુલ તૈયાર નથી એટલું જ નહીં, તક મળે તો એ સ્થળેથી ભાગી છૂટવા તૈયાર થઈ ગયું છે પણ આજુબાજુમાં જેઓ પણ બેઠા છે એ સહુ દાન કરવા માટે ભારે આગ્રહ કરી રહ્યા છે. નિર્લજ્જ થઈને એમને ના પાડી શકાય તેમ નથી અને એટલે સર્વથા ક-મને પણ દાનમાં રકમ લખાવવી પડે છે.
પરિણામ? દાન થઈતો જાય છે પણ નથી તો દાન કરતી વખતે આનંદ અનુભવાતો કે નથી તો થઈ ગયેલ દાન બદલ દિલમાં અનુમોદનાનો કોઈ ભાવ ઊઠતો. કદાચ જેના આગ્રહથી દાનમાં રકમ લખાવવી પડી હોય છે એના પ્રત્યે મનમાં દુર્ભાવ પણ ઊભો થઈ જતો હોય તો ના નહીં. આવા દાનનું કે આવા પરોપકારનું આયુષ્ય કેટલું રહેવાનું ? સામાનો આગ્રહ બંધ થતાંની સાથે જ દાન બંધ થઈ જશે. સામાની આંખની શરમ નડવાનું બંધ થઈ જતાં જ દાન બંધ થઈ જશે. આવા અવસરમાં હાજર રહેવાનું બંધ થઈ જતાં જ પરોપકાર બંધ થઈ જશે. આવા સ્થળ પર જવાનું બંધ થઈ જતાં જ પરોપકાર સ્થગિત થઈ જશે.
અલબત્ત, આનો અર્થ એવો નથી કે સામાના આગ્રહથી પરોપકારમાં ન જ જોડાવું
કે આગ્રહ કરીને પણ સામાને પરોપકારમાં ન જ જોડવો. ના. પાત્રતા આપણે એ હદની વિકસાવવી કે સામાના સમ્યક આગ્રહને સુદાક્ષિણ્ય ગુણના સહારે અમલી બનાવીને પણ પરોપકાર માટે પ્રવૃત્ત થઈને જ રહેવું પણ પરોપકારમાં પ્રવૃત્ત થવા દરેક વખતે કોકની પ્રેરણા કે આગ્રહની અપેક્ષા ન રાખવી. પરોપકારનો આનંદ એ હદનો અનુભવવો કે મને સ્વતંઃ જ પરોપકાર માટે લાલાયિત બન્યું રહે. અને સામાને પરોપકાર માટે જ્યારે પણ પ્રેરણા કરવાનું કે આગ્રહ કરવાનું આપણને મન થાય ત્યારે એની સ્થિતિ ખાસ જોવી. સ્થિતિ જોયા પછી એની ભાવના પણ જોવી અને ભાવના જોયા પછી ય એની પાત્રતા જોયા વિના તો રહેવું જ નહીં.
જો એ બાબતમાં આપણે થાપ ખાઈ ગયા અને સ્થિતિ, ભાવના કે પાત્રતા જોયા વિના સીધો એને પરોપકાર માટે આપણે આગ્રહ કરી બેઠા તો શક્ય છે કે એ પોતે દુર્ગાનગ્રસ્ત પણ બની જાય, આપણા માટે એના ચિત્તમાં દુર્ભાવ પણ ઊભો થઈ જાય. એની આ સ્થિતિ જોઈને આપણને પોતાને પણ મેં એને ક્યાં આગ્રહ કર્યો ?' આવો વિચાર આવી જાય અને આ પ્રસંગના કારણે એની સાથેના આત્મીયતાસભર સંબંધમાં કદાચ કાયમી કડવાશ પણ ઊભી થઈ જાય. સાંભળ્યું છે આ દૃષ્ટાંત?
પહેલાં મને જવાબ આપો કે.. સાગરની સફરે નીકળેલા ચિન્ટ, પિન્ટ, મિન્ટ અને રિન્ક ઊભા હતા સ્ટીમરના તૂતક પાસે અને અચાનક શું થયું, સ્ટીમરમાં બેઠેલા અન્ય યાત્રીઓમાંના કોક એક યાત્રીનો સાગરમાં પડવાનો અવાજ સંભળાયો. બધાય તૂતક પાસે એકઠા તો થઈ ગયા પણ કોઈ કાંઈ સમજે એ પહેલાં તો ચિન્દુને એ યાત્રી પાછળ સાગરના પાણીમાં ઝંપલાવતો સહુએ જોયો અને સહુના શ્વાસ અદ્ધર થઈ ગયા. સહુના મુખમાંથી ચિન્ટ માટે ધન્યવાદના શબ્દો નીકળી ગયા
અને માત્ર વીસેક મિનિટનો સમય પસાર થયો અને પેલા પડી ગયેલા યાત્રી સાથે ચિન્હ છેક સ્ટીમર પાસે આવી ગયો. તૂતક પાસે ઊભેલા સહુએ દોરડું નાખીને એ બંનેને ઉપર લઈ લીધા. સાંજના સમયે સ્ટીમર પરના યાત્રીઓએ ચિજુએ કરેલ આ ભવ્ય પરાક્રમ બદલ એના બહુમાનનો સમારંભ યોજ્યો. એ બહુમાન સમારંભમાં ચિન્ટ માટે દરેક યાત્રીએ પ્રશંસાના શબ્દોનો ધોધ વહાવ્યો. છેલ્લે સમારંભના અધ્યક્ષે ચિન્ટને બે શબ્દો બોલવાની વિનંતિ કરી. - ચિન્હ બોલવા ઊભો થયો. જેવું માઇક એણે હાથમાં લીધું એ જોરથી બરાડી ઊઠ્યો,
૩૦
૨૯
Page #15
--------------------------------------------------------------------------
________________
પહેલો ભોગ ધર્મક્ષેત્રનો જ લેવાય છે.
વરસો પહેલાંનો આ પ્રસંગ છે.
ચાતુર્માસ મારું પૂના હતું. મુંબઈનો એક પરિચિત યુવક ચાતુર્માસ દરમ્યાન મળવા આવ્યો. લગભગ દર મહિને મળવા આવી જતો આ યુવક આ વખતે છ મહિનાના લાંબા ગાળા બાદ મળવા આવ્યો હતો. મેં એને કહ્યું,
‘ઘણા વખતે મળવા આવ્યો !'
*કારણ કાંઈ ?’ ‘લગભગ દશેક વાર આપની પાસે આવવાનો પ્રોગ્રામ બનાવ્યો પરંતુ દરેક વખતે કંઈક ને કંઈક કામ આવી ગયું અને અહીં આવવાનું લંબાતું ગયું.”
‘એક વાત કરું ?”
‘પહેલાં મને એ જવાબ આપો કે સ્ટીમરના તુતક પરથી ધક્કો મારીને મને સાગરના પાણી પર ધકેલ્યો કોણે ?'
હી. અપાત્ર પાસે આગ્રહ કરીને જ્યારે પરોપકાર કરાવવામાં આવે છે ત્યારે આ જ કરુણતા સર્જાય છે. એના દ્વારા થતાં પરોપકારથી સામાને તો જે પણ લાભ થતો હોય તે પણ પોતે તો નુકસાનીમાં ઊતરીને જ રહે છે.
સંદેશ સ્પષ્ટ છે.
અપાત્ર પાસે આગ્રહ કરીને પરોપકાર કરાવો નહીં અને અન્યનો આગ્રહ થાય ત્યારે સુદાક્ષિણ્ય ગુણના સહારે પાત્રતા વિકસાવીને પરોપકાર કર્યા વિના રહી નહીં. પણ તોય સાથોસાથ આગ્રહ એ જ પરોપકારનું ચાલકબળ ન બન્યો રહે એનું ય ધ્યાન તો રાખો જ.
પરોપકારની ત્રીજા નંબરની કક્ષા છે, અધિકની હાજરીની.
દાન હું એટલા માટે કરું છું કે મારી પાસે જરૂર કરતાં પૈસા વધુ છે. કૂતરાને રોટલી હું એટલા માટે ખવડાવું છું કે ઘરમાં બધાયના જમી લીધા બાદ પણ રોટલી વધે જ છે. ગરીબોને વસ્ત્રો હું એટલા માટે આપું છું કે મારી પાસે જરૂરિયાત કરતાં વસ્ત્રો ઘણાં છે. પાંજરાપોળોની મુલાકાત હું અવારનવાર એટલા માટે લઈ રહ્યો છું કે ધંધા વગેરેનાં કામો પતાવ્યા પછી મારી પાસે સમય સારો એવો બચે જ છે.
અલબત્ત, આ કારણસર થતા પરોપકારો પણ અનુમોદનીય જ છે અને અનુકરણીય જ છે પણ પરોપકારનું ચાલકબળ જો માત્ર ‘અધિક’ જ હશે તો જે દિવસે ‘અધિક'ના સ્થાને “અલ્પ’ આવી જશે એ દિવસે આ પરોપકારોનું થશે શું ?
બજારમાં મંદી છે. ખર્ચા-પાણી માંડ માંડ નીકળી રહ્યા છે. ઉઘરાણી અટવાઈ છે. સંપત્તિનું દાન કરી શકાશે ? આજે અચાનક ઘરમાં ત્રણ મહેમાન આવી ગયા છે. જમવાની બધી જ રસોઈ પૂરી થઈ ગઈ છે. કૂતરાને રોટલી ખવડાવી શકાશે? કબાટમાં જેટલા પણ વસ્ત્રો હતા એમાંનાં ચાર-પાંચ વસ્ત્રો ક્યાંક આડા-અવળા મુકાઈ ગયા છે. વધારાનું એક પણ વસ્ત્ર હવે કબાટમાં નથી. ગરીબોને વસ્ત્રો આપી શકાશે ? કુટુંબમાં ક્યાંક લગ્નનો પ્રસંગ હતો, ધંધામાં તેજી હતી, વ્યવહારનાં કેટલાંક કામો પતાવવાના હતા. એ બધાયમાં સમય ખૂબ ચાલ્યો ગયો છે. વધારાની એક મિનિટ પણ બચી નથી, પાંજરાપોળો વગેરેની મુલાકાતો લેવાનું ચાલુ રાખી શકાશે ?
સાચું કહું ? તમારા સહુનાં જીવનમાં સંપત્તિની ખેંચ જ્યારે પણ ઊભી થાય છે, પહેલું બલિદાન પરોપકારનું જ લેવાય છે. સમયની ખેંચ તમને જ્યારે પણ વર્તાય છે.
‘મને મળવા આવવું એનો સમાવેશ તું “કામ” માં કરી દે ને ? ઉઘરાણી પતાવવી એ કામ. મિત્રના લગ્નમાં જવું એ કામ. પૈસા કમાવા બજારમાં જવું એ કામ. મિત્રો સાથે ફરવા જવું એ કામ અને મને મળવા આવવું એ કામ નહીં ? બધાંય કામો પતી ગયા પછી, સમય બચે તો જ મને મળવા આવવું એમ? આનો અર્થ ? આ જ ને કે સંસારનાં બધાં જ કામો પતી ગયા પછી સમય બચે તો જ ધર્મ કરવાનો ! આ શું ચાલે ?”
મારા આ પ્રશ્નનો એ યુવક પાસે કોઈ જવાબ નહોતો.
તમે ખોટું ન લગાડતા પણ તમારા વ્યવહારમાં જે એક વાત પ્રચલિત છે એ વાત તમને હું અહીં કરવા માગું છું. તમે અવારનવાર આ વાક્ય બોલતા રહો છો ને કે ‘વધ્યુંઘટ્યું ભિખારીનું' આનો અર્થ શું? આ જ કે ઘરના બધા જ સભ્યો જમી લે, ઘરમાં કામ કરતા નોકર વગેરે જમી લે એ પછી જો ભોજન વધે તો એ ભોજન ભિખારીને આપવાનું પણ એ તમામના જમ્યા બાદ ભોજન બિલકુલ ન વધે તો ભિખારીને રામ રામ કહી. દેવાનું.
જો “અધિક’ એ જ પરોપકારના ચાલકબળ તરીકે ગોઠવાયું હશે તો ત્યાં ય આ જ કરુણદશા સર્જાશે. સંસારને સાચવી લીધા પછી જો સંપત્તિ વધે તો જ દાન કરવાનું અને સંસારીઓને સમય આપ્યા પછી સમય બચે તો જ ધર્મને સમય આપવાનો. આ વૃત્તિ તમને કેટલો પરોપકાર કરવા દેશે એ લાખ રૂપિયાનો પ્રશ્ન છે.
અને એક અલગ વાત જ કરું?
૩૧
Page #16
--------------------------------------------------------------------------
________________
આજના માણસના દુઃખનું મૂળ એની પાસે ‘ઓછું” છે એ નથી પણ એને જે પણ મળ્યું છે એ “ઓછું જ લાગી રહ્યું છે’ એ છે. “ઓછું હોવા’ના દુઃખને તો ખતમ કરી શકાય છે પણ ‘ઓછું જ લાગવાના દુઃખને ખતમ કરવા તો પરમાત્મા ખુદ પણ સમર્થ બની શકતા નથી.
એ તો બરાબર છે પણ... એક ભાઈ રિક્ષામાં એક લાખ રૂપિયાનું પેકેટ ભૂલી ગયા. ઘરે આવ્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે લાખ રૂપિયા તો રિક્ષામાં જ રહી ગયા છે. એ હાંફળા-ફાંફળા બની ગયા. પોતાના એક મિત્રને એમણે પરિસ્થિતિની જાણ કરી.
‘કાંઈ થઈ શકે ખરું ?”
એક વિકલ્પ છે”
‘શું ?'
‘પેપરમાં જાહેરાત આપી દો. કદાચ કોક રિક્ષાવાળાના મનમાં રામ વસી જાય અને તમારી રકમ એ તમને પહોંચાડી દે’
પેલા ભાઈને મિત્રની આ સલાહ પર બહુ વિશ્વાસ તો ન બેઠો પણ અખતરો કરવા ખાતર એમણે પેપરમાં જાહેરાત આપી દીધા. બે દિવસ બાવીસ દિવસ. સિત્તેર દિવસ વીત્યા અને અચાનક એમના ઘરે એ રિક્ષાવાળો આવીને ઊભો રહી ગયો.
“શેઠ, લઈ લો મારી રિક્ષામાં રહી ગયેલા આ તમારા લાખ રૂપિયા. હું છેલ્લા કેટલાય દિવસથી બહારગામ ગયો હતો. ગઈકાલે રાતના જ ઘરે આવ્યો અને મારી પત્નીએ પેપરમાં તમે આપેલ જાહેરાત વંચાવી મને. હું પૈસા લઈને સીધો આવી ગયો છું અત્રે. ગણી લો તમારા રૂપિયા !?
એ ભાઈએ રૂપિયાનું પેકેટ હાથમાં લઈને રૂપિયા ગણી તો લીધા પણ એમના ચહેરા પર રિક્ષાવાળાને પ્રસન્નતાની લકીર પણ જ્યારે જોવા ન મળી ત્યારે રિક્ષાવાળો ચિંતિત થઈ ગયો.
‘શેઠ, રૂપિયા છે તો બરાબર ને?'
‘લગભગ સિત્તેર દિવસ” ‘તું મને લાખ રૂપિયા તો આપી ચૂક્યો પણ એના વ્યાજનું શું ?'
આ ભાઈને તમે માનો છો ખરા કે પ્રભુ પણ સુખી કરી શકે ? રિક્ષામાં રહી ગયેલ લાખ રૂપિયા સિત્તેર દિવસ બાદ મૂળી ગયા એ બદલ કોઈ આનંદ અનુભવવાની વાત નહીં. પ્રામાણિકતાનો ઉત્તમ આદર્શ પૂરો પાડનાર રિક્ષા ડ્રાઇવરનો આભાર માનવાની કોઈ વાત નહીં પણ રિક્ષા ડ્રાઇવર પાસે સિત્તેર-સિત્તેર દિવસ સુધી લાખ રૂપિયા પડ્યા રહ્યા એનું વ્યાજ ન મળ્યાની વેદના ! એની રિક્ષા ડ્રાઇવરને ફરિયાદ !
હા, સંપત્તિ ગમે તેટલી મળે, મનને એ “અધિક’ લાગવાની જ નથી, ઓછી જ લાગવાની છે. જો ‘અધિક’ને જ પરોપકારનું ચાલકબળ બનાવી બેસશો તો શક્ય છે કે જીવનમાં ક્યારેય પરોપકાર કરી જ નહીં શકો કારણ કે ‘અધિક’ શબ્દ મનના શબ્દકોશમાં છે જ નહીં.
અલબત્ત,
એક વાત ચોક્કસ કહીશ કે સંપત્તિ સિવાયના અન્ય જે પણ ક્ષેત્રમાં ‘અધિક’ હોવાનું તમને લાગતું હોય એ ક્ષેત્રનો તો તમે પરોપકારમાં ઉપયોગ ચાલુ કરી દો !
સભા : દાખલા તરીકે ?
પરિવારના સભ્યોના ભોજન બાદ વધેલી રોટલીના ખાખરા ન બનાવતા એ રોટલી તો કમસે કમ કોક ગરીબોને આપી દો ! બધાયના પેટમાં દૂધ પહોંચી ગયા બાદ જે દૂધ વધે એ દૂધમાં મેળવણ નાખીને એનું દહીં ન બનાવતા એ દૂધ તો કમ સે કમ કોક જરૂરિયાતમંદના પેટમાં પહોંચવા દો ! સાવ જૂનાં થઈ ગયેલાં વસ્ત્રોના બદલામાં વાસણ લેતા રહેવાને બદલે કમ સે કમ એ જૂનાં વસ્ત્રો તો કોકના શરીર પર ચડી જવા દો ! ઘીતેલના ખાલી થઈ ગયેલ ડબ્બાના દસ-પંદર કે વીસ રૂપિયા ઉઘરાવવાને બદલે કમ સે કમ એ ખાલી ડબ્બાઓ તો કોકને મફતમાં આપી દો !
સભા : આ ક્ષેત્રોમાં પરોપકારો પણ અમારા માટે આપ ધારતા હો એટલા સરળ
‘તો પછી આપના ચહેરા પર પ્રસન્નતા કેમ ઝળકતી નથી ?'
‘એક પ્રશ્ન તને પૂછું ?'
‘પૂછો’ ‘તારી પાસે આ રૂપિયા કેટલા દિવસ રહ્યા?'
જો વાસ્તવિકતા આ જ હોય તો એટલું જ કહીશ કે ખેતરમાં બિયારણનું વાવેતર કરવામાં ઉપેક્ષા સેવનાર અને કોઠારમાં પડેલ અનાજનો ઉપયોગ કરવામાં ઉત્સાહ દાખવનાર ખેડૂતને જો આગળ જતાં ભૂખે મરવાના દિવસો જ આવે છે તો પુણ્યબંધની તકો પ્રત્યે આંખમીંચામણાં કરનાર અને પુણ્યના ઉદયમાં પાગલ બનનાર વ્યક્તિને ભાવિમાં પોક મૂકીને રડવાના દિવસો જ આવવાના છે.
૩૩
Page #17
--------------------------------------------------------------------------
________________
ફરી કહું છું.
પુણ્યના ઉદયકાળમાં તો કમ સે કમ પુણ્યબંધ કરતા જાઓ ! આજે દાખવેલું આ પરાક્રમ શક્ય છે કે આવતી કાલે પાપના ઉદયકાળમાં ય પુણ્યબંધ કરતા રહેવાનું સર્વે અંતરમાં કદાચ પ્રગટાવી દે. પરોપકારની ચોથા નંબરની કક્ષા છે, આનંદનો અનુભવ.
‘ગુલાબજાંબુ કેમ ખાઓ છો ?'
‘આનંદ આવે છે” ‘ક્રિકેટ કેમ રમો છો?”
‘આનંદ આવે છે? ‘ફરવા કેમ જાઓ છો?”
‘આનંદ આવે છે' પણ જવાબ આપો. પેટ બગડેલું હશે ત્યારે ય ગુલાબજાંબુ ખાશો ? પાંચ લાખની ઉઘરાણી ડૂબી હશે ત્યારે ય ક્રિકેટ રમવા જશો? પત્ની સાથે બોલાચાલી થઈ ગઈ હશે ત્યારે ય ફરવા જશો ? ના. હરગિજ નહીં.
બસ, એ જ ન્યાયે આજે ભલે આનંદ આવે છે માટે તમે પરોપકારમાં પ્રવૃત્ત થઈ રહ્યા છો પણ કોઈ પણ કારણસર આવતી કાલે મન ઉદ્વિગ્ન હશે ત્યારે ય પરોપકારમાં પ્રવૃત્ત થવાનું શક્ય બનશે ખરું ? મન નકારાત્મક વિચારોનું શિકાર બની ગયું હશે ત્યારે યુ પરોપકાર શક્ય બનશે ખરો ? શરીર રોગગ્રસ્ત બની ગયું હશે અને મન રોગના વિચારોથી ભારેખમ બની ગયું હશે ત્યારે ય પરોપકારમાં આગળ વધવાનું શક્ય બનશે ખરું ?
સાંભળી છે રાજેશ વ્યાસની આ પંક્તિઓ? આમ થાય તો આમ થાય, ને આમ હોય તો આમ, અંતિમ શ્વાસ સુધી કૅ ચાલે, ઘટના આમ તમામ, નરી ધારણાઓની વચ્ચે, જીવી જાવું ક્યાં છે હેલ? આમ જ ચાલે સઘળા ખેલ.
આ તો મન છે. ધારણાઓ વિના એ જીવી શકતું નથી. શરતો મૂક્યા વિના એ રહી શકતું નથી. અપેક્ષાપૂર્તિના આગ્રહ વિના એને ચેન પડતું નથી. સંબંધો બાંધવામાં એ જેટલું ઉતાવળું હોય છે એના કરતાં બાંધેલા એ સંબંધોને તોડી નાખવામાં વધુ ઉતાવળું હોય છે. એની ચંચળતા સામે વાંદરાની ચંચળતા તો કોઈ વિસાતમાં નથી. એની દુષ્ટતા
સામે રાક્ષસની દુષ્ટતા તો પાણી ભરે છે. એના પાગલપનની સામે ગાંડાની હૉસ્પિટલોમાં રહેલા ગાંડાઓની પાગલતા તો ડહાપણમાં ખપી જાય છે. એના બહુરૂપી સ્વરૂપની સામે આ જગતનો ખ્યાતનામ પણ બહુરૂપી કંગાળ જ પુરવાર થાય છે.
એક પ્રશ્નનો જવાબ આપો.
ભિખારીને દાન આપ્યા બાદ આનંદિત બની જતું મન, તમારા દ્વારા અપાયેલ એ દાનનો ભિખારી દુરુપયોગ જ કરી રહ્યો છે એ જાણકારી મળ્યા બાદ પણ આનંદિત રહી શકશે ખરું?
સભા : હરગિજ નહીં.
તો પછી પરોપકારના ચાલકબળ તરીકે ગોઠવાયેલ આનંદના અનુભવનું થશે શું? બાષ્પીભવન જ કે બીજું કાંઈ ? યાદ રાખજો . આનંદ અનુભવવા માટે પરોપકાર કરવો એ જુદી વાત છે અને પરોપકાર કર્યા બાદ પણ આનંદ જ અનુભવતા રહેવું એ જુદી વાત છે. કેટલાય માણસો મેં મારી જિંદગીમાં એવા જોયા છે કે જેઓ ભારે આનંદ સાથે પરોપકારમાં પ્રવૃત્ત તો થયા હતા પણ જેમના પર પણ એમણે પરોપકાર કર્યા હતા એમના જીવનમાં એમણે એમની અપેક્ષા વિરુદ્ધ કાંઈ પણ જોવા મળ્યું છે અને પરોપકાર કર્યાના આનંદથી તેઓ દૂર થઈ ગયા છે.
સભા : એનાથી બચવાનો કોઈ વિકલ્પ ? એ વિકલ્પને જણાવતા પહેલાં આ દૃષ્ટાન્ત સાંભળી લો.
વરસો પહેલાંનો આ પ્રસંગ છે. એ દિવસોમાં હું મુંબઈ-ગોરેગામમાં હતો. પાંચમનો એ દિવસ હતો અને એક જિનમંદિરમાં હું દર્શન કરવા ગયો હતો. એ બાજુના જ વિસ્તારમાં રહેતો એક યુવક એ જ દેરાસરમાં પૂજા કરવા આવ્યો હતો. એણે મને જોયો અને હું ચૈત્યવંદન કરીને જ્યારે દેરાસરમાંથી બહાર નીકળ્યો ત્યારે એ પણ પૂજા પતાવીને બહાર નીકળ્યો. મારી સાથે ચાલીને એ છેક ઉપાશ્રય સુધી આવ્યો. વંદન કરીને એ મારી પાસે બેઠો અને પછી એણે પોતાના અનુભવની જે વાત કરી એ એના જ શબ્દોમાં.
‘મહારાજ સાહેબ, ભિખારી રસ્તામાં જે પણ મળી જાય એને કંઈક ને કંઈક આપતા રહેવાની મને વરસોની આદત. ક્યારેક કેળાં આપી દઉં, ક્યારેક બિસ્કિટ આપી દઉં તો ક્યારેક રોકડ રકમ આપી દઉં.
એક દિવસની વાત છે. રસ્તા પરથી હું પસાર થઈ રહ્યો હતો અને એક ભિખારી, દોડતો દોડતો મારી પાસે આવીને ઊભો રહી ગયો. મેં એના હાથમાં બે રૂપિયા પકડાવી. દીધા અને હું ત્યાંથી આગળ ચાલ્યો તો ખરો પણ કૂતુહલવશ મેં પાછળ જોયું અને જે
૩૫
૩૬
Page #18
--------------------------------------------------------------------------
________________
જોવા મળ્યું એ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. એ ભિખારી પાનવાળાની દુકાન પર ઊભો રહીને જીભ પર માવાની પડીકી, મૂકી રહ્યો હતો ! ‘મારા આપેલા પૈસાનો આવો દુરુપયોગ ?” પળભર આ વિચારે મન ખિન્ન થઈ ગયું. ‘જો આપણાં આપેલા દાનનો આવો દુરુપયોગ જ થતો હોય તો બહેતર છે કે દાન આપવાનું બંધ જ કરી દેવું” પળભર મનમાં આ વિચાર આવી પણ ગયો પણ બીજી જ પળે એક અલગ વિચારણાના સહારે મનને એ વિચારથી મુક્ત કરી દીધું.
| ‘કઈ વિચારણા કરી ?' મારા આપેલા દાનનો દુરુપયોગ કરનારને દાન આપવાનું બંધ કરી દેવાનું જો હું વિચારું છું તો આવતી કાલે પ્રભુ પણ એમ વિચારે કે મેં જ્યારે આ યુવકને આંખ, કાન, પગ, મન, સંપત્તિ વગેરે જે આપ્યા છે એનો એ જો દુરુપયોગ જ કરી રહ્યો છે તો શા માટે મારે આવતા જનમમાં એ બધું એને આપવું જોઈએ?
આ વિચાર મનમાં આવ્યો અને હું ધ્રૂજી ઊઠ્યો. ભિખારીને હું પૈસા નહીં આપું તો એટલા માત્રથી એનું જીવન કાંઈ ખતમ થઈ જવાનું નથી પરંતુ પ્રભુ મને જો આંખ, કાન, મન વગેરે નહીં આપે તો તો મારા જનમોજનમ બરબાદ થઈ જશે.
ના. ભલે મારા આપેલ દાનનો ભિખારી દ્વારા અપેક્ષિત સદુપયોગ નહીં પણ થાય, ભિખારીને દાન આપવાનું હું ચાલુ જ રાખીશ. પ્રભુ દ્વારા મને મળેલ આંખ, કાન, મને વગેરેનો અપેક્ષિત સદુપયોગ હું નહીં પણ કરતો હોઉં તો ય પ્રભુ કરુણા કરીને આવતા જનમમાં મને એ બધું તો જ આપતા રહેશે.' એ યુવકે વાત પૂરી કરી.
હું તમને જ પૂછું છું. આવી ઉદાત્ત વિચારણાના સ્વામી બનવાની ક્ષમતા તમે કેળવી છે ખરી ? કરેલ દાનની અપેક્ષિત અસર જોવા ન મળવા છતાં ય દાનની પ્રવૃત્તિ ચાલુ જ રાખવાની વૃત્તિ તમે આત્મસાત કરી શક્યા છો ખરા?
સભા : જરાય નહીં.
બસ, એટલે જ કહું છું કે પરોપકારની શરૂઆત આનંદથી કરી શકાશે ખરી પણ પરોપકાર કરી દીધા બાદ આનંદ ટકી જ રહે એ કહી શકાય તેમ નથી. કારણ ? આકાશમાંથી વરસતું જળ ગંગામાં જ નહીં, ગટરમાં પણ જતું હોય છે. ચન્દ્રની ચાંદની બગીચા પર જ નહીં, ઉકરડા પર પણ ફેલાતી હોય છે. સૂર્યનાં કિરણો ગગનચુંબી ઇમારત પર જ નહીં, સડી ગયેલ ઝૂંપડા પર પણ પડતા હોય છે. બસ, એ જ રીતે આપણાં દ્વારા થઈ રહેલ પરોપકારનો સદુપયોગ જ નહીં, દુરુપયોગ પણ થતો હોય છે. અને મને આ દુરુપયોગનાં દર્શન પછી ય આનંદિત રહી શકે એવી કોઈ જ શક્યતા નથી.
સભા : આપણી આંખ સામે જ દુરુપયોગ થઈ રહ્યાનું દેખાતું હોય એ પછી ય આપણે દાન કરતા રહેવું જોઈએ એમ આપનું કહેવું છે?
દાન બંધ તો ન જ કરવું જોઈએ પરંતુ દાન વિવેકપૂર્વક કરવું જોઈએ એમ મારું કહેવું છે. દા.ત. તમારા દ્વારા અપાયેલ પૈસાથી ભિખારી બીડી-સિગરેટ જ પીતો હોય. માવો જ ખાતો હોય કે જુગાર જ રમતો હોય તો તમે એને પૈસા ન આપતાં કેળાં આપો, બિકિટ આપો કે રોટલી વગેરે આપો. આવું અન્ય ક્ષેત્રોમાં પણ સમજી લેવું.
ટૂંકમાં, સત્કાર્ય સેવન બંધ કરી દેવાની ભૂલ ક્યારેય ન કરવી. પ્રત્યેક સત્કાર્ય સેવનમાં વિવેકને હાજર રાખી દેવો. વિવેકની ઉપસ્થિતિ દુષ્કાર્યમાં તો પ્રવૃત્ત નહીં જ થવા દે પરંતુ સત્કાર્યસેવનને પણ ચાર ચાંદ લગાડી દેનારી બની રહેશે. બાકી, એ નક્કર વાસ્તવિકતાને આંખ સામે રાખજો કે તમે પરોપકાર જ્યારે પણ કરવા માગશો ત્યારે કરી જ શકશો એ નક્કી નથી. તમારા પરોપકારને સામી વ્યક્તિ સ્વીકારવા તૈયાર હશે તો જ તમે પરોપકાર કરી શકશો.
ડાયરીમાં જોઈને કહું છું દક્ષિણ ગુજરાતના એ શહેરમાં શેષ કાળમાં છ રવિવારીય યુવા શિબિર ચાલુ હતી. એક રવિવારે શિબિર પત્યા બાદ એક શિબિરાર્થી મને મળવા આવ્યો.
સાહેબ, ધર્મના ક્ષેત્રમાં હું બિલકુલ નવી જોડાયેલો છું. મારો મિત્રવર્ગ બહોળો છે. અમો સહુ કંઈક નાનકડું સત્કાર્ય કવા માગીએ છીએ. એ અંગે આપનું કોઈ સૂચન?”
‘ભિક્ષુક ભોજન કરાવી શકશો ?'
‘જરૂર' એ યુવક ચારેક દિવસ બાદ મળવા તો આવ્યો પણ એનાં ચહેરા પર ઉદાસી હતી. મેં એને પૂછયું, “શું થયું ભિક્ષુક ભોજનનું?
‘ન કરાવી શક્યો'
‘કેમ, પૈસા ઓછા પડ્યા ?” ‘ના, પૈસા તો પૂરતા થઈ ગયા પણ મેં એક ભિક્ષુક સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો. એણે મને એના નેતાને મળવાનું કહ્યું. હું એના નેતાને મળ્યો. ભિક્ષુક ભોજન કરાવવવાની અમારી ભાવના મેં એને જણાવી. એણે ખીસામાંથી ડાયરી કાઢી. એમાં જોઈને એણે મને કહ્યું કે ૪૨ રવિવાર સુધીનું BOOKING થઈ ગયું છે. તમારી તૈયારી હોય તો ૪૩ મો. રવિવાર તમારા નામે લખી દઉં !
મહારાજ સાહેબ, જીવનમાં પહેલી જ વાર આ અનુભવ થયો કે આપણે ધારીએ
૩૭
૩૮
Page #19
--------------------------------------------------------------------------
________________
ત્યારે પુષ્ય નથી બાંધી શકતા. નસીબમાં હોય છે તો જ અને ત્યારે જ પુણ્ય બાંધી શકીએ છીએ !”
પરોપકારની જે કક્ષાનો સમાવેશ અસ્થિર ધજામાં નહીં પણ સ્થિર દંડમાં થાય છે એ કક્ષા છે આદરભાવની.
એક જ વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય કે આદરભાવ એ જીવમાત્ર પ્રત્યેના મૈત્રીભાવનું FOUNDATION છે, પાયો જેટલો નબળો એટલી ઇમારતે કાચી. આદરભાવમાં જેટલો કડાકો, મૈત્રીભાવ એટલો બોદો.
એક વાત તમને કરું ? અધ્યાત્મજગતમાં પ્રવેશવા માટે જરૂરી નથી કે તમારે જડપદાર્થ માત્રનો ત્યાગ કરવો જ પડે પણ જીવમાત્રના હૃદયગત સ્વીકાર વિના તમે અધ્યાત્મ જગતમાં પ્રવેશ પામી શકો એવી કોઈ જ શક્યતા નથી. અને જ્યાં આદરભાવ આવે છે ત્યાં ઉપકારની વૃત્તિ તો પુષ્પની સાથે જ આવતી સુવાસની જેમ આવીને જ રહે છે. પુષ્ય અને એ સુવાસહીન ? આદરભાવ અને એ ઉપકારરહિત? કલંક છે.
જવાબ આપો.
આ આદરભાવના આપણે સ્વામી ખરા ? મારી અપેક્ષા તોડે, મારા સ્વાર્થમાં આડો આવે, મારું અપમાન કરે, સમાજ વચ્ચે મને બદનામ કરે, મારી ઉઘરાણી બાડે એના પ્રત્યેય મારો આદરભાવ ટકી જ રહે એ કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા?
સભા : દુઃખ આપનાર પ્રત્યે આદરભાવ ટકે જ શી રીતે ?
ક્રિકેટજગતની એક વાત તમને કરું? બૅટ્સમૅનને આઉટ કરનાર બૉલર કોઈ પણ હોય, બૅટ્સમૅન એ બૉલર પર નથી તો તિરસ્કાર કરતો કે નથી તો એના પર હુમલો કરી બેસતો. કારણ? એ બરાબર સમજતો હોય છે કે હું આઉટ થયો છું એ મારી ગફલતના કારણે જ. મારી બેદરકારીના કારણે જ. જો હું સાવધ રહ્યો હોત, આવનાર બૉલને બરાબર રમી શક્યો હોત તો તાકાત શી હતી કોઈ પણ બૉલરની કે એ મને આઉટ કરી શક્યો હોત? ના. મારી જ ગફલતે મને આઉટ કર્યો છે. બૉલરનો એ બૉલ તો એમાં નિમિત્ત જ બન્યો છે.
પ્રભુ આ જ તો વાત કરે છે, તને દુ:ખ છગનભાઈએ આપ્યું છે કે મગનભાઈએ આપ્યું છે. તારું અપમાન ચિન્ટેએ કર્યું છે કે નિકુંજે કર્યું છે, તારી ઉઘરાણી નરેશે દબાવી છે કે રમેશે દબાવી છે. તને ગાળ નાથાલાલે આપી છે કે પેથાલાલે આપી છે, તારા પોતાના કોક જનમનો પ્રમાદ સેવનના ફળ સ્વરૂપે બંધાયેલ અશુભ કર્મો સિવાય એમાં અન્ય કોઈ જ જવાબદાર નથી. તને જેઓ ગુનેગાર કે જવાબદાર લાગે છે એ બધાય
માત્ર નિમિત્ત જ છે. એથી વધુ ને વધુ બીજું કશું જ નથી.
સભા : પ્રભુના આ વચનમાં સંમત થવું બહુ મુશ્કેલ લાગે છે.
આપણે સંમત થઈએ કે ન થઈએ, હકીકત આ જ છે. પ્રભુવીરના કાનમાં ઠોકાયેલા ખીલાના પ્રસંગમાં આપણે જો પ્રભુએ ૧૭મા ભવમાં અધ્યાપાલકના કાનમાં સીસું રેડ્યું એ કૃત્યને જ જવાબદાર ઠેરવીએ છીએ તો આપણા વર્તમાન દુઃખમાં ભૂતકાળના કોક ભવના પ્રમાદને જવાબદાર માની લેવામાં આપણને તકલીફ શી પડે છે?
પણ ના, મન એ માટે સંમત થતું જ નથી. દુ:ખમાં એ અન્યને જવાબદાર માન્યો વિના રહી શકતું જ નથી, સ્વને જવાબદાર માની લેવામાં એનો અહં તૂટે છે. થયેલ નુકસાનીને સ્વીકારી લેવા સંમત થવું પડે છે. સામી વ્યક્તિ પ્રત્યે દ્વેષ ઊભો કરીને એને હેરાન કરવાની મળતી તકને જતી કરવી પડે છે. આ વૃત્તિ જીવ પ્રત્યેના આદરભાવમાં કડાકો ન બોલાવે તો બીજું કરે પણ શું?
સાંભળ્યું છે આ દૃષ્ટાન્ન ?
અઢાર વરસના યુવકના ત્રણે દાંત પડી ગયેલા જોઈને પહેલી જ વાર એને મળેલા એક યુવકે એને પૂછ્યું,
‘આ તારા દાંત હમણાં જ પડી ગયા છે ?
‘હા’ ‘દાંતમાં સડો થઈ ગયો હતો?’
‘રસી થઈ ગઈ હતી ?”
‘ક્યાંય ભટકાઈ ગયો હતો?”
‘તો?” ‘હવાના કારણે પડી ગયા”
એટલે ?” એટલે બીજું કાંઈ નહીં. એ પહેલવાનને જોઈને હું હસી પડ્યો અને એમાં મારે દાંત ગુમાવી દેવા પડ્યા !”
હો. આ છે મન. જડ પદાર્થો પ્રત્યે રાગ કરવાની એક પણ તક જતી કરવા એ જો તૈયાર નથી તો જીવતત્ત્વ પ્રત્યે દ્વેષ કરવાની મળી જતી એક પણ તક જતી કરવા પણ એ
૩૯
૪૦
Page #20
--------------------------------------------------------------------------
________________
તૈયાર હોતું નથી. અપેક્ષાએ કહેવું હોય તો એમ પણ કહી શકાય કે જડ પ્રત્યે રાગ કરતા રહેવા દ્વારા જીવો પ્રત્યેના દ્વેષને ધબકતો રાખવામાં જ એને આનંદ આવે છે.
મનના આ અભિગમ વચ્ચે આદરભાવના સ્વામી બન્યા રહેવું અને એના સહારે પરોપકાર કરતા રહેવું એ ખાવાના ખેલ તો નથી જ. મન સાથે સતત સંઘર્ષ કરતા રહો, જીવો દ્વારા થતી નુકસાનીને અને કનડગતને નંબર બે પર રાખતા રહો, જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ ટકાવી રાખવાની વાત કરતા પ્રભુનાં વચનોથી ચિત્તને ભાવિત કરતા રહો તો હજી કદાચ આદરભાવને સક્રિય બનાવવામાં થોડી-ઘણી પણ સફળતા મળે.
જવાબ આપો એક પ્રશ્નનો. જગતના જીવોની વાત આપણે પછી કરશું. પહેલાં તમારા ખુદના પરિવારના પ્રત્યેક સભ્ય પર તમારો આદરભાવ જીવંત ખરો ? વાત્સલ્ય પ્રદાનના ક્ષેત્રે તમે એમની ઉપેક્ષા ન જ કરો એ નક્કી ખરું? સમય પ્રદાનના ક્ષેત્રે તમે એમને પ્રાધાન્ય આપીને રહો એ નક્કી ખરું? વાતચીતના ક્ષેત્રે તમે એમને જ અગ્રક્રમ આપો એ નક્કી ખરું?
મારા આ પ્રશ્નોનો એકદમ ‘હા’ માં જવાબ આપી દેતા પહેલાં તમારે મારા એક માર્મિક પ્રશ્નનો જવાબ આપવાનો છે. આપશો?
‘સભા : હા.
તો આપો જવાબ. તમે ઘરમાં હો. તમારા પિતાજી સાથે કે માતુશ્રી સાથે, પત્ની સાથે કે બાબા સાથે તમારી વાત ચાલુ હોય અને એ જ વખતે મોબાઇલની ઘંટડી રણકે. તમે વાત કોની સાથે કરો ? પરિવારના સભ્ય સાથે વાત ચાલુ હોય એ ચાલુ જ રાખો કે જેનો ફોન આવ્યો હોય એની સાથે વાત શરૂ કરી દો ?
સભા : પરિવારના સભ્ય સાથે પછી વાત કરી લઈએ.
તમે પરિવારના સભ્ય સાથે પછી વાત કરી લો એના બદલે પરિવારના સભ્ય સાથે જે વાત ચાલુ હોય એ પૂરી કરીને પછી જ ફોન કરનાર સાથે વાત કરો તો શું વાંધો ? એ ફોન કરનારને તમે કહી ન શકો કે દસ મિનિટ પછી હું તમારી સાથે વાત કરું છું ? શા માટે એ વિકલ્પ ઊભો થાય ત્યારે પરિવારના સભ્યનું જ બલિદાન લેવામાં આવે ?
તમે કદાચ આ વાસ્તવિકતાને મામૂલી માનતા હો તો મારે તમને ભારપૂર્વક જણાવવું છે કે પરિવારના સભ્ય પ્રત્યેનો તમારો આ વર્તાવ, પરિવારના સભ્યની તમારી આ ઉપેક્ષા, એમના મનમાં તમારા પ્રત્યે ઊંડે ઊંડે પણ તિરસ્કારની લાગણી જન્માવીને જ રહે છે કે જે આગળ જતાં તમારા અને એના વચ્ચે એક પ્રકારની વૈચારિક ખાઈ, આત્મીયતાના સંબંધમાં કડવાશ ઊભી કરીને જ રહે છે.
હું તમને અત્યંત ગંભીરતા સાથે કહું છું કે પરિવારના સભ્યોને તમે સંપત્તિ ઓછી આપશો તો ચાલી જશે, સામગ્રી ઓછી આપશો તો બહુ વાંધો નહીં આવે, સગવડો થોડીક ઓછી આપશો તો ય તેઓ એને ચલાવી લેશે પણ સમય આપવાની બાબતમાં જો બેદરકાર રહેશો તો પરિવારના સભ્યોના હૃદયમાં તમારા પ્રત્યે ધિક્કાર, દુર્ભાવ, કડવાશ અને તિરસ્કાર જન્મીને જ રહેશે કે જે તમારા મનની પ્રસન્નતાને રફેદફે કરીને જ રહેશે.
હજી થોડાંક વરસો પહેલા જ મેં અનુભવેલા આ પ્રસંગને કાન ખોલીને સાંભળી લો. તમને ખ્યાલ આવી જશે કે પરિવારના સભ્યોને સમય આપવાની બાબતમાં દાખવતી બેદરકારી કેવી કરુણદશાનું સર્જન કરીને રહે છે?
દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ એક શહેરનો એ યુવક હતો. વરસે-દહાડે કદાચ વીસેક કરોડનો એ ધંધો કરતો હતો. પોતાના નાના બાબા સાથે એ વંદન કરવા આવ્યો હતો. પ્રારંભિક વાતો થયા પછી મેં એને સહજભાવે પૂછ્યું,
‘તારો આ બાબો શું ભણે છે ?'
‘મહારાજ સાહેબ, એ પાંચમીમાં છે’ જેવો એ યુવકે આ જવાબ આપ્યો, બાજુમાં જ બેઠેલો બાબો તુર્ત બોલી ઊઠ્યો, ‘પપ્પા ! હું પાંચમીમાં નહીં, ત્રીજીમાં છું”
બાબાની આ વાત સાંભળતાની સાથે જ એના પપ્પાનું મોટું પડી ગયું. મેં એને એટલું જ કહ્યું કે ‘બજારમાં તારું નામ છે ને? બાબાના હૈયામાં તારું સ્થાન છે ખરું? તારે એક તો બાબો છે અને એ શું ભણે છે, એની તને ખબર નથી ! શું કરવાની બજારની તારી ખ્યાતિને અને શું કરવાની તારી બાહ્ય જગતની સફળતાને ? બાબાને તે સમય આપે છે ખરો ? બાબા સાથે વાત કરવાનો તારી પાસે સમય છે ખરો? ના, તારા મગજ પર સવાર થયું છે પૈસાનું પાગલપન ! સવારના નીકળી જવાનું ઘરની બહાર વહેલા અને સાંજના ઘરે આવવાનું મોડા !'
મારા આ પ્રત્યાધાતોનો એ યુવક પાસે કોઈ જવાબ નહોતો.
એટલું જ કહીશ તમને કે પરોપકારનું ચાલકબળ આદરભાવને બનાવો અને આદરભાવના વિરાટ વર્તુળમાં કેન્દ્રની નજીક પહેલા પરિવારના સભ્યોને ગોઠવી દો. તમારા જીવનમાં જે પ્રસન્નતા અનુભવાશે, પરિવારમાં આત્મીયતાની જે તાજગી ફેલાશે, તમને એ જોઈને એમ લાગશે કે આ બાબતમાં હું આટલો બધો મોડો ક્યાં પડ્યો?
Page #21
--------------------------------------------------------------------------
________________
પાંચ પ્રકારની અવસ્થા મનની...
શેઠ ઘરમાં છે ? ” આગંતુકે પૂછ્યું
‘નથી’ ક્યાં ગયા છે ?”
‘મુંબઈ' ‘ક્યારે ગયા ?'
પરમ દિવસે રાતના” ‘કમાલ છે ! મને તો એમણે એમ કહ્યું હતું કે હું હમણાં ઘરમાં જ . શું તમે ગમે ત્યારે. રકમ લઈને આવી જજો પણ તું કહે છે કે શેઠ મુંબઈ જ ગયા છે તો હવે હું ફરી પાછો ગમે ત્યારે આવી જઈશ અને ઉઘરાણી પેટે બાકી નીકળતી રકમ શેઠને આપી દઈશ.”
‘મારી વાત સાંભળો. પરમ દિવસે રાતના શેઠ મુંબઈ ગયા હતા પણ કાલે રાતના પાછા આવી ગયા છે. તમારે રકમ આપવી હોય તો શેઠ અંદર બેઠા જ છે” શેઠ મગનલાલના નોકર ઘોડુએ રકમ આપવા આવેલ શેઠ છગનલાલને વાત કરી.
હા. આચારાંગસૂત્ર એક મજેની વાત કરે છે અને પિત્ત હા આ રિસે માણસ પાસે એક મન નથી, અનેક મન છે. સવારનું મન જુદું છે તો રાતનું મન જુદું છે.
દિલ્લીમાં મન જુદું છે તો મુંબઈમાં મન જુદું છે. પત્ની આગળ મન જુદું છે તો બાળક આગળ મન જુદું છે. એકાંતમાં મન જુદું છે તો સમૂહ વચ્ચે મન જુદું છે. વેપારી પાસે મન જુદું છે તો ગુરુદેવ સમક્ષ મન જુદું છે. - આવા અનેક પ્રકારનાં મનને લઈને બેઠા છીએ આપણે અને એ મનના સહારે આ જીવનને આપણે પ્રસન્નતાથી હર્યું-ભર્યું રાખવું છે. મેં સફળતા મળશે એમાં ? મન એક જ હોય અને એક જ પ્રકારનું હોય તો હજીય આપણે એને કેળવીને સમ્યક બનાવી દઈએ પણ અનેક મન અને એ મનના પ્રકારો અનેક હોય ત્યાં એને કેળવવું શી રીતે? પણ સબૂર !
મનને દુરસ્ત તો આપણે પછી કરશું, પહેલાં મનની અતિ મહત્ત્વની પાંચ અવસ્થાઓને બરાબર સમજી તો લઈએ !
મનની પ્રથમ નંબરની અવસ્થા છે : નિષ્ફર માનસ
પરપીડનમાં આનંદ અનુભવતું મન એ નિષ્ફર મન છે. અન્યના દુઃખમાં છૂપો હર્ષ અનુભવતું મન એ નિષ્ફર મન છે. અન્યના દુઃખમાં રસ લેતું મન એ નિષ્ફર મન છે. આવા અધમતમ અને કનિષ્ઠતમ મનમાં આપણો નંબર નહીં જ એ નક્કી ખરું?
સભા : એમાં આપને શંકા કેમ છે?
કારણે છે એનું, પોતાના સુખમાં પથરા નાખનારને અને પોતાના દુઃખમાં નિમિત્ત બનનારને મન માફ તો નથી કરી શકતું પણ ઊંડે ઊંડે એ એવી ઝંખના કરતું રહે છે કે એના જીવનમાં રહેલ સુખ સળગી જાય અને ન આવેલ દુઃખ એને વળગી જાય.
હું તમને જ પૂછું છું.
તમારી પચાસ લાખની ઉઘરાણી જેને ડુબાડી દીધી હોય અને બીજી બાજુ એ જલસા કરતો હોય, એને કૅન્સર થઈ ગયાના સમાચાર તમારા કાને આવે ત્યારે તમારા મનમાં ઊંડે ઊંડે ય આનંદ ન જ થાય એવું કહી શકવાની સ્થિતિમાં તમે છો ખરા ?
સભા : ના. અમને તો એમ જ થાય કે ‘બેટો એ જ લાગનો છે. ગામના પૈસા દાબીને બેઠો હોય એને લોકો કદાચ છોડી દે પણ કુદરત થોડી છોડે ? ભગવાનના રાજમાં દેર જરૂર છે પણ અંધેર તો નથી જ !'
આ શું? નિષ્ફર માનસ જ કે બીજું કાંઈ? દુ:ખ એ તો દુ:ખ જ છે ને ? તમારા માટે ય દુ:ખ જો ત્રાસદાયક બન્યું રહે છે તો સામા માટેય દુઃખ પીડાદાયક જ બન્યું રહે છે. તો પછી શા માટે એના કૅન્સરના દુ:ખમાં આટલો બધો રાજીપો ? કૅન્સરની એ વેદના તમે અનુભવી ભલે નથી પણ કૅન્સરની વેદના કેવી હોય છે એ તમે ક્યાંક જોઈ તો હશે જ ને? એવી વેદના કોકને લમણે ઝીંકાય અને મન જો એ બદલ હર્ષ અનુભવતું હોય તો નિશ્ચિત
૪૫
Page #22
--------------------------------------------------------------------------
________________
સમજવું કે અન્ય તમામ પ્રકારની આપણી ધર્મારાધનાઓ નિષ્ફળ જ જવાની છે.
જવાબ આપો.
માળી મસ્ત હોય, બિયારણ તંદુરસ્ત હોય, ખાતર સરસ હોય અને પાણી પુષ્કળ હોય પણ જમીન જ એ પથરાળ હોય તો માળીની ગમે તેટલી માવજત પછી ય, તંદુરસ્ત બિયારણની ઉપલબ્ધિ પછી ય, સરસ ખાતરની હાજરી પછી ય અને પુષ્કળ પાણીની ઉપલબ્ધિ પછી ય પરિણામમાં શું? કાંઈ જ નહીં.
બસ, એ જ ન્યાયે હૃદયની ભૂમિ જ જો કઠોર છે, મનની વૃત્તિ જ જો નિષ્ફર છે, ચિત્તની ભૂમિ જ જો પથરાળ છે તો પછી તમે બાહ્યથી આરાધનાઓ ગમે તેટલી કરો, એ આરાધના ફળહીન જ બની રહેતી હોય તો એમાં કોઈ જ આશ્ચર્ય નથી.
ખ્યાલ છે તમને ? સમ્યક્દર્શનનાં પાંચ લક્ષણો શાસ્ત્રકારોએ જે બતાવ્યા છે એમાંના પ્રથમ નંબરનું લક્ષણ છે, ઉપશમ, એની ઓળખ આપતા પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સમ્યકુદર્શનના ૭ વ્યવહારની સક્ઝાયમાં ફરમાવ્યું છે કે અપરાધીશું રે પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ’ તમારા પ્રત્યે જેણે ઘોર અપરાધ આચર્યો છે એના માટે તમારે ચિત્તથી પણ વિપરીત વિચારવાનું નથી. જો ચિત્તથી પણ અપરાધી માટે પ્રતિકૂળ ચિંતવવાનું ન હોય તો વચનથી એના માટે એલ-ફેલ બોલવાનું કે કાયાથી એને નુકસાનીમાં ઉતારી દેવાનું તો કરવાનું જ ક્યાંથી હોય?
સભા : આ શક્ય છે ખરું? સાંભળો તમારી આ શંકાનો જવાબ.
પાંચેક વરસ પહેલાંનો જ આ પ્રસંગ છે. એ શહેરમાં મારું ચાતુર્માસ હતું. રોજનાં પ્રવચનોમાં હરી-ફરીને ‘પ્રેમ, પ્રસન્નતા, ક્ષમા અને મૈત્રી” આ મંગળ ચતુષ્કની વાતો આવતી જ રહેતી હતી, એક ભાઈ કે જેમની ઉંમર ૪૫/૫૦ આસપાસની હતી એ એક દિવસ બપોરના ત્રણેક વાગ્યા આસપાસ મળવા આવ્યા. એમણે કરેલા ભવ્યતમ પરાક્રમની વાત એમના મુખે જ એમણે કરી અને એ સાંભળતા મારી આંખોમાંથી હર્ષાશ્રુ વહી ગયા, એ પરાક્રમની વાત એમના જ શબ્દોમાં
‘એ ભાઈ પાસેથી મારે સિત્તેર લાખ રૂપિયા લેવાના બાકી હતા અને થોડાક દિવસ પૂર્વે જ મારા પર એમના પુત્રનો ફોન આવ્યો કે પપ્પાને જોરદાર એટેક આવ્યો છે.'
હું સ્તબ્ધ તો થઈ જ ગયો પણ સાથોસાથ વિચારમાં ય ચડી ગયો કે મને આપવાના સિત્તેર લાખની ચિંતામાં તો એમને હૃદયરોગનો હુમલો આવ્યો નહીં હોય ને ? ન કરે નારાયણ અને આ ચિંતામાં ને ચિંતામાં જ જો એમનું જીવન સમાપ્ત થઈ જાય તો તો એમાં
નિમિત્ત બનવાનું મારા લમણે ઝીંકાઈને જ રહે ! ના. મારે એમને આ ચિંતાથી મુક્ત કરી જ દેવા જોઈએ’
પળનો ય વિલંબ કર્યા વિના હું પહોંચી ગયો એમના ઘરે. એમને હૉસ્પિટલમાં લઈ જવા ઍબ્યુલન્સ આવી ગઈ હતી. એમાં એમને સુવડાવવાની તૈયારી ચાલી રહી હતી, અને એ જ સમયે એમની નજીક પહોંચી જઈને મેં એમને વાત કરી દીધી કે “મારી સિત્તેર લાખની ઉઘરાણી હું કાયમ માટે છોડી દઉં છું. એટલે તમારા મનને એની ચિંતાથી સર્વથા મુક્ત કરીને હૉસ્પિટલમાં જજો .
| ‘પછી ?” ‘પછી શું ? એમને હૉસ્પિલમાં દાખલ પણ કર્યા અને મને જેવા સમાચાર મળ્યા કે એમને બાય-પાસનું ઑપરેશન કરાવવું પડ્યું છે, મેં એમના દીકરાને ફોન કર્યો, ‘હૉસ્પિટલનું બિલ ભરવાનું શું છે ?”
‘સાડા ત્રણ લાખ ભરવાના છે' ‘વ્યવસ્થા છે?’
‘ના’ અને સાડા ત્રણ લાખ લઈને હું હૉસ્પિટલે પહોંચી ગયો. બિલ ભરી દીધું. હૉસ્પિટલમાંથી એમને રજા મળી ગઈ. અત્યારે એ ઘરે આરામ કરી રહ્યા છે પણ હવે એમના જીવન પર કોઈ જ ખતરો નથી. સિત્તેર લાખ ઉઘરાણીના અને સાડા ત્રણ લાખ હૉસ્પિટલના કુલ સાડા તત્તેર લાખ છોડ્યા એનો મનમાં કોઈ રંજ તો નથી પણ આટલી રકમ છોડી દીધા બાદ એમના મનને ચિંતામુક્ત કરી દેવામાં મને સફળતા મળી એનો મારા હૈયે પારાવાર આનંદ છે.
શો જવાબ છે આ જીવંત પ્રસંગનો તમારી પાસે ? આવું સત્ત્વ તમે ય કેળવો એ વાત હું તમને અત્યારે કરવા નથી માગતો પણ આ દૃષ્ટાંત સાંભળ્યા પછી તમને એવું લાગે છે ખરું કે આવું ગજબનાક પરાક્રમ સાચે જ વંદનીય છે, નમસ્કરણીય છે અને ખૂબ ખૂબ અનુમોદનીય છે!
સભા : એટલું તો ચોક્કસ લાગે છે.
સરસ. આ ભાવ આજે તમારા હૈયામાં ધબકી રહ્યો છે તો પૂરી સંભાવના છે કે પાપકર્મના ઉદયે તમારા ખુદના જીવનમાં આવી કોક તકલીફ ક્યારેક ઊભી થઈ પણ જાય ત્યારે તમે પણ આવું જ પરાક્રમ દાખવી શકો.
અલબત્ત, મન પર કોઈ જ ભરોસો કરી શકાય તેમ નથી. કારણ કે પેઢી દર પેઢીથી
૪૬
Page #23
--------------------------------------------------------------------------
________________
જેના ઘરમાં દરિદ્રતા ચાલી આવી હોય એના ઘરમાં લાખોનું ઝવેરાત હોવાની આશા રાખવી વ્યર્થ છે તેમ જનમજનમથી સ્વાર્થપુષ્ટિમાં જ રસ ધરાવતા મન પાસે, પોતાના સ્વાર્થમાં પ્રતિબંધક બનનાર પ્રત્યે હૈયાનાં હેત ઊભરાતા રહે એ આશા રાખવી પણ વધુ પડતી જ છે.
છતાં પુણ્યકર્મના સહારે પેઢી-દર પેઢીની દરિદ્રતા જો ટાળી શકાય છે તો સમ્યક્ સમજના અને સત્પુરુષાર્થના સહારે જનમજનમના ગલત અભ્યાસથી કુસંસ્કારોથી વાસિત બની ચૂકેલા મનને જરૂર સમ્યક્માં રસ લેતું કરી જ શકાય છે. પ્રશ્ન હોય તો માત્ર એટલો જ છે કે આપણા અંતઃકરણમાં એ માટેની ભારે તલપ ઊભી થાય. નિષ્ઠુર માનસથી સર્જાયેલ આત્માની ખાનાખરાબીની શાસ્ત્રકારોએ કરેલ વાતો પર આપણી શ્રદ્ધા બેસી જાય. એ ખરાબીને હવે આમંત્રણ નથી જ આપવું એવો દૃઢ નિર્ણય થઈ જાય. બાકીનું બધું જ કામ દેવ-ગુરુ કૃપાથી સફળ અને સરસ થઈને જ રહેશે.
મનની દ્વિતીય નંબરની અવસ્થા છે : નિર્લેપ માનસ
3
લગભગ ચારેક વરસ પૂર્વે ઇંદૌરમાં હું ચાતુર્માસ હતો. ત્યાં પ્રખ્યાત હિન્દી કોમેન્ટેટર સુશીલ દોશી મને મળવા આવ્યા હતા. ક્રિકેટની રમતને અધ્યાત્મના સંદર્ભમાં કેવી રીતે ધટાવી શકાય એના પર મેં લખેલ એક પુસ્તકનું વિમોચન એમણે કર્યું હતું. એમણે મને જે એક ગંભીર વાત કરી હતી એ એમના જ શબ્દોમાં.
‘મહારાજ સાહેબ, ક્રિકેટ જગતમાં ધુરંધર બૅટ્સમૅન સચીન તેંડુલકર શૂન્ય રનમાં આઉટ થઈ જાય છે તો આ દેશના કરોડો યુવાનો નિરાશાની ગર્તામાં ધકેલાઈ જાય છે પરંતુ દેશની રક્ષા ખાતર સરહદ પર રાત-દિવસ અનેક પ્રકારની તકલીફો વેઠતા રહેતા લશ્કરના દસ-વીસ જવાનો કોક મૂઠભેડમાં ખતમ પણ થઈ જાય છે અને એના ભલે ટૂંકા પણ સમાચાર પેપરોમાં આવે છે તો એ વાંચીને દેશના યુવાનોનું રૂંવાડું ય ફરકતું નથી. આપ યુવાનોની શિબિરો કરો છો. એ શિબિરોમાં હજારોની સંખ્યામાં યુવાનો આવી રહ્યા હોવાનું મેં સાંભળ્યું છે. આપ એ યુવાનોને સમજાવી ન શકો કે કોકના મોત પર તો મનને થોડુંક સંવેદનશીલ રાખો !’
હા, આ અર્થ છે નિર્લેપ માનસનો. અન્યના દુઃખના કે મોતના, પીડાના કે તકલીફોના, અગવડોના કે મુશ્કેલીઓના કોઈ પણ સમાચાર કાને આવે, મન પર એની કોઈ જ અસર નહીં. ભૂકંપમાં એક લાખ માણસના મોતના સમાચાર પેપરમાં આવે તો ય એ વાંચ્યા પછી ચાનો કપ છોડવાની ય તૈયારી નહીં, દુષ્કાળના સમયમાં લાખો પશુ
પંખીઓ મોતને ઘાટ ઊતરી રહ્યાના સમાચાર કાને આવ્યા પછી ય ચહેરા પર ગ્લાનિનો
૪૮
કોઈ ભાવ નહીં, ૨૫ વરસના નવયુવકની આકસ્મિક થઈ ગયેલ વિદાય પાછળ ભારે આક્રન્દ કરી રહેલ એની પત્નીની વ્યથા સગી આંખે નિહાળ્યા પછી ય મનમાં ગ્લાનિનો કોઈ ભાવ નહીં. ટૂંકમાં, પરને પીડા આપનારું નિષ્ઠુર માનસ ભલે નહીં પરંતુ પરની પીડામાં અલિપ્ત રહેનારું નિર્લેપ માનસ તો ખરું જ.
આવું માનસ ધર્મ પરિણમન માટે સર્વથા અયોગ્ય જ બની રહેતું હોય તો એમાં કાંઈ નવાઈ નથી. તમને એક વાતનો ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે સજ્જનના હૃદયને તો શાસ્ત્રકારોએ દર્પણની ઉપમા આપી છે. સામે રહેલા પદાર્થનું પ્રતિબિંબ પોતાનામાં ઝીલી શકે એ જ જો દર્પણ છે તો સામી વ્યક્તિના દુઃખની સ્વ-હૃદયમાં અસર ઝીલી શકે એ જ સજ્જન છે. જવાબ આપો. આવા સજ્જનમાં તમારો નંબર ખરો કે નહીં ?
સભા : અમે પોતે જ એટલા બધા દુ:ખી છીએ કે બીજાનાં દુઃખો તરફ નજર નાખવાનો અમને સમય જ નથી. અને આમ જોવા જઈએ તો ચારે ય બાજુ દુઃખનો દાવાનળ જ સળગેલો છે. સહુનાં દુઃખની મન પર અસર લેતા રહીએ તો અમે પોતે જ ગાંડા થઈ જઈએ એવું અમને લાગે છે.
આ તમે નથી બોલતા, તમારી વિકૃત બુદ્ધિ બોલી રહી છે. આ અવાજ તમારા અંતઃકરણનો નથી, તમારા અહંકારનો છે. આ દલીલ તમારી સરળતાની જાહેરાત નથી કરતી, તમારી વક્રતાની જાહેરાત કરે છે.
ન
બાકી સાચું કહું ? બે સુખીઓ એક-બીજાનાં સુખની નોંધ લેવા તૈયાર ન હોય એ બની શકે છે પરંતુ બે દુઃખીઓ એક-બીજાનાં દુઃખની નોંધ લેવા તૈયાર ન હોય એ સંભવિત જ નથી. વાંચ્યું છે ને આ પ્રસિદ્ધ વાક્ય ? ‘બે ગરીબ માણસો એક ફાટેલી ચાદર પર બેસવા તૈયાર થઈ જશે પરંતુ બે અમીર માણસો એક સોફાસેટ પર બેસવા તૈયાર નહીં થાય !” તાત્પર્યાર્થ આ વાક્યનો સ્પષ્ટ છે. સુખ બીજાની સામે જોવા કદાચ તૈયાર નથી પણ થતું પરંતુ દુઃખ તો બીજાની અપેક્ષા રાખ્યા વિના રહી જ નથી શકતું. તમે જો ખરેખર દુઃખી છો જ તો અન્યના દુઃખની ઉપેક્ષા ન જ કરી શકો. જો તમને અન્યનાં દુઃખોનો ખ્યાલ છે જ તો તમે એમનાં દુઃખોની અસરથી મુક્ત ન જ રહી શકો.
સાંભળ્યું છે આ દૃષ્ટાન્ત ?
કૉલેજના છેલ્લા વરસની પરિક્ષામાં ૧૫૦ વિદ્યાર્થીઓ બેઠા હતા. આ પરિક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓની કારકીર્દિ ઘડવામાં બહુ અગત્યનો ભાગ ભજવવાનું હતું અને એટલે દરેક વિદ્યાર્થીએ ભારેમાં ભારે મહેનત કરી હતી. પરિક્ષા શરૂ થઈ. પ્રશ્નપત્ર સહુના હાથમાં આવી ગયું. એકી શ્વાસે વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર વાંચી તો ગયા પણ
૪૯
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નપત્રમાંનો છેલ્લો પ્રશ્ન વાંચતા સહુના કપાળે પરસેવાના બુંદ બાઝી ગયા.
પ્રશ્ન હતો. ‘આપણી કૉલેજમાં છેલ્લાં પચીસ વરસથી એક બહેન કચરો કાઢી રહ્યા છે. એમનું નામ લખો. માર્ક્સ-૧૦.’
દરેક વિદ્યાર્થીની આંખ સામે એ બહેનનો ચહેરો તો આવી ગયો પણ એમનું નામ ? કોઈના ય ખ્યાલમાં નહોતું. કોઈને ય યાદ ન આવ્યું.
પરિક્ષાનો સમય પૂર્ણ થઈ ગયો. બધા જ વિદ્યાર્થીઓ એકઠા થઈને પ્રિન્સિપલ સમક્ષ હાજર થયા..
‘સર, અમારા ૧૦ માર્ક્સ જશે જ?” ‘પહેલાં તમે મારા આ પ્રશ્નનો જવાબ આપો. જે બહેન આપણી સંપૂર્ણ કૉલેજને છેલ્લાં ૨૫, ૨૫ વરસથી મસ્ત અર્થાતુ પ્રદૂષણ મુક્ત રાખી રહ્યા છે એ બહેનનું નામસુદ્ધાં જાણવાની તમારામાંના કોઈએ તસ્દી નથી લીધી એની પાછળ કારણ શું છે ?
તમે આ કૉલેજની છોકરીઓ સાથે ઠઠ્ઠા-મશ્કરી કરી છે. કદાચ એક એક છોકરીનાં નામ તમારા મોઢે છે અને તમારી માતાની ઉંમર ધરાવતા આ બહેનનું નામ તમને યાદ નથી ! કરુણતા જ છે ને?
ચાલો, એ પ્રશ્નનો હું તમને પાંચ માર્ક્સ આપવા તૈયાર છું. તમો મને જવાબ આપો. એ બહેનને તમે ક્યારેય સ્મિત પણ આપ્યું છે ખરું ?”
‘ના’ સહુનો આ જ જવાબ હતો. ‘આ હદે તમે જો એક જીવંત વ્યક્તિની ઉપેક્ષા કરી શકતા હો તો મારે તમને કહેવું છે કે તમારા સહુનું ભાવિ અંધકારમય છે. તમે સહુ ઊભા થઈને ચાલ્યા જાઓ અહીંથી.' પ્રિન્સિપાલના આ વ્યથાસભર આક્રોશનો એક પણ વિદ્યાર્થી પાસે જવાબ નહોતો.
યાદ રાખજો .
નિષ્ફર માનસ જો રાક્ષસ બનાવીને જ રહે છે તો નિર્લેપ માનસ કઠોર બનાવીને જ રહે છે. નિષ્ફર માનસ જો લોકમાં અપ્રિય બનાવીને જ રહે છે તો નિર્લેપ માનસ લોકપ્રિય તો નથી જ બનવા દેતું. નિષ્ફર માનસ જો માણસાઈ માટે કલંકરૂપ છે તો નિર્લેપ માનસ સજ્જનતા માટે કલંકરૂપ છે.
એક પ્રશ્ન પૂછે તમને?
તમારા ખુદના પરિવાર પ્રત્યે તો તમે ‘નિર્લેપ માનસ’ નથી જ લઈને બેઠા એ નક્કી ખરું? પરિવારના કોઈ પણ સભ્ય પર આવી પડતા દુ:ખ પ્રત્યે તમે ઠંડું વલણ નથી, જ રાખતા એ નક્કી ખરું ?
સભા : લગભગ તો એવું નહીં પરંતુ સાથોસાથ એવું પણ નહીં કે પરિવારના દુ:ખે અમે અમારા મહત્ત્વનાં કાર્યો મુલતવી પણ રાખી દઈએ.
આનો અર્થ ? પિતાજીનું શરીર તાવમાં શેકાતું હોય તો ય તમે ઉઘરાણી પતાવવા નીકળી જ પડો એમ ને? સ્કૂલની પરિક્ષામાં નાપાસ થઈ જવાના કારણે દીકરો રડતો હોય તો એને રડતો રાખીને પણ તમે બજારમાં જવા રવાના થઈ જ જાઓ એમ ને? માતુશ્રીને તમારા સહવાસની અપેક્ષા હોય તો ય એમને સમય ન આપતા તમે ફરવા રવાના થઈ જ જાઓ એમ ને?
યાદ રાખજો આ વાત કે અન્યનાં દુઃખો પ્રત્યે અને એમાં ય ઉપકારીઓનાં કે સ્વજનોનાં દુઃખો પ્રત્યે દાખવાતું નિર્લેપ માનસ એવા અશુભ કર્મબંધનું કારણ બનીને રહે છે કે એ કર્મના ઉદયકાળમાં એની પાસે કોઈ ફરકવા પણ તૈયાર થતું નથી.
તમે ભૂખ્યા હો, સામી વ્યક્તિ પાસે ભોજન વધ્યું હોય તો ય એ ભોજન અને ગટરમાં ફેંકી દેવાનું મન થાય પણ તમને આપવાનું મન ન થાય ! તમે ગટરમાં પડી ગયા હો, તમારી બાજુમાંથી પસાર થઈ રહેલા યુવાનોની નજર તમારા પર પડે તો ય તેઓ હોહા કરતા ત્યાંથી આગળ નીકળી જાય પણ તમને ગટરમાંથી બહાર કાઢવાનું તેઓને મન ન થાય !
સંદેશ સ્પષ્ટ છે.
તમારા સુખના સમયમાં જો તમે દુઃખી પાસે જવાનું ટાળતા જ રહો છો તો તમારા દુઃખના સમયમાં સુખીઓ પણ તમારી પાસે આવવાનું ટાળતા જ રહેવાના છે. અને આજે ભલે તમે પુણ્યના ઉદયના હિસાબે મૂછે (હોય તો) તાવ દઈને ફરતા હો કે મારે કોઈની ય જરૂર નથી અને મને કોઈની ય પડી નથી પરંતુ પાપનો ઉદય જે દિવસે જાગે છે (એક દિવસ તો જાગવાનો જ છે) એ દિવસે ગમે તેવા ડાકુ કે ચોરના ચરણ પણે પકડવા પડે એ સ્થિતિ આવીને ઊભી રહેવાની છે. ના. નિષ્ફર માનસના શિકાર તો ન જ બનો પણ નિર્લેપ માનસના શિકાર બની ગયા હો તો એમાંથી ય જાતને બહાર કાઢી લો. રાક્ષસ ન બન્યા રહીએ તો બરાબર જ છે પણ આપણને સજ્જન બનતા રોકે એવાં દોષના શિકાર પણ આપણે શા માટે બન્યા રહેવું જોઈએ ?
સાંભળ્યો છે આ ટુચકો?
એક કરોડપતિ પણ કૃપણ માણસ મરવા પડ્યો હતો. શરમ-ધરમે પણ સમાજના કેટલાક આગેવાનો એ સમયે એની આજુબાજુ બેઠા હતા. ડૉક્ટરે આવીને એને તપાસીને જ્યારે એમ કહી દીધું કે ‘બસ, હવે પાંચેક મિનિટનો જ ખેલ છે” ત્યારે એક આગેવાને
૫૧
Page #25
--------------------------------------------------------------------------
________________
એને કહ્યું કે ‘હવે જ્યારે આ જગતમાંથી જઈ જ રહ્યા છો ત્યારે તો સમાજને કંઈક આપી જાઓ.'
‘આખો ને આખો જાન તો આપીને જાઉં છું’ એટલું જ એ બોલ્યો અને એનું પ્રાણપંખેરું ઊડી ગયું.
મનની તૃતિય નંબરની અવસ્થા છે : સંવેદનશીલ માનસ
અન્યોને દુ:ખો આપતું કે અન્યોનાં દુઃખોમાં આનંદિત થતું નિષ્ફર માનસ નહીં. અન્યનાં દુ:ખોની ઉપેક્ષા કરતું કે નોંધ નહીં લેતું નિર્લેપ માનસ નહીં પણ અન્યોનાં દુ:ખે દ્રવિત થઈ જતું સંવેદનશીલ માનસ. સ્વશક્તિ અનુસાર અન્યનાં દુઃખોને દૂર કરવા સક્રિય બની જતું સંવેદનશીલ માનસ. પોતાનું સુખ સલામત રહી જતું હોય અને સામાનું દુ:ખ દૂર થઈ જતું હોય તો એ માટે સદાય તત્પર સંવેદનશીલ માનસ. સાંભળી લો આ દૃષ્ટાન્ત,
તાકાત શું ટકશે? બે વરસ પૂર્વે અહીં (દિલ્લી)ના ગુજરાત એપાર્ટમેન્ટમાં મારું ચાતુર્માસ હતું. પાંચ રવિવારીય યુવા શિબિરમાં એક દિવસ આ સંવેદનશીલ માનસ પર યુવકો સમક્ષ સારો એવો પ્રકાશ પાથર્યો. “જો સંવેદનશીલતા નથી આપણી પાસે તો પછી મશીનમાં અને આપણામાં કોઈ ફરક જ નથી. સર્જન તો માણસની જેમ મશીન પણ કરી શકે છે પણ માણસ સર્જનનો જે આનંદ અનુભવી શકે છે એ આનંદ મશીન નથી જ અનુભવી શકતું. સંહાર તો મશીનની જેમ માણસ પણ કરી શકે છે પરંતુ સ્વહસ્તે થઈ ગયેલ સંહાર બદલ માણસ વ્યથાનાં જે આંસુ પાડી શકે છે એ આંસુ મશીન તો નથી જ પાડી શકતું.
આપણે મશીન નથી પણ માણસ છીએ એ પુરવાર કરી આપવાનો એક જ રસ્તો છે, સંવેદનશીલતાના સ્વામી બન્યા જ રહીએ. દુઃખદર્શન દ્રવિત થતા રહીએ. ઉપકાર સ્મરણે ગદ થતા રહીએ. પાપસેવને વ્યથિત થતા રહીએ. ધર્મસવને આનંદિત થતા રહીએ.
આ સાંભળ્યા બાદ એક દિવસ એક યુવક મળવા આવ્યો. એણે પોતે કરેલા એક અખતરાની વાત એના મુખે મેં સાંભળી અને હું સ્તબ્ધ થઈ ગયો. સંવેદનશીલ માનસની આ તાકાત? સંવેદનશીલ માનસના સ્વામી બની જવાના આનંદનો આ મસ્ત અનુભવ? એણે જે વાત કરી એ એના જ શબ્દોમાં. | ‘મહારાજ સાહેબ, અહીં પ્રવચન સાંભળ્યો આજે હું સાઇકલ રિક્ષામાં આવ્યો તો ખરો પણ રિક્ષામાંથી ઊતર્યા બાદ રિક્ષાવાળાને ભાડાની રકમ ચૂકવ્યા બાદ મેં એને થોડોક
સમય ઊભા રહી જવા જણાવ્યું.
‘પણ શા માટે ?'
એનાં આ પ્રશ્નનો જવાબ આપ્યા વિના હું એ સાઇકલ રિક્ષા જ્યાં ઊભી હતી એની સામે રહેલ દૂધની ડેરી પર પહોંચી ગયો અને ત્યાંથી લસ્સીનો એક ગ્લાસ લઈ આવીને રિક્ષાવાળા પાસે આવી ગયો.
‘લે, આ પી લે
‘પણ કાંઈ કારણ ?' ‘તું રિક્ષા પગથી ચલાવે છે ને? એ પગ મજબૂત હશે ત્યાં સુધી જ તું રિક્ષા ચલાવી શકવાનો છે. આ લસ્સી પી લે. થોડીક તાકાત ટકી રહેશે તો રિક્ષા લાંબા સમય સુધી, ચલાવી શકીશ.'
મહારાજ સાહેબ, મારી આ વાત સાંભળીને રિક્ષા ચાલકની આંખમાં આંસુ આવી ગયા. ‘આટલાં વરસોથી હું રિક્ષા ચલાવું છું પણ કોઈએ મારા પગની તાકાતની આવી ચિંતા નથી કરી જેવી ચિંતા તમે કરી છે. કયા શબ્દોમાં તમારો આભાર માનું ?' આટલા શબ્દો બોલતાં બોલતાં એ ગળગળો થઈ ગયો.
હા. આ કાર્ય છે સંવેદનશીલતાનું. એ ગદ્ગદ બની શકે છે. એ ભાવિત બની શકે છે. એ લાગણીશીલ બની શકે છે. એ ઉદાર બની શકે છે. એ વ્યથિત બની શકે છે. એ આનંદિત બની શકે છે. એ ઉલ્લસિત બની શકે છે.
અલબત્ત, આપણે સંવેદનહીન બની ચૂક્યા છીએ એમ તો કહી શકાય તેમ નથી કારણ કે અવારનવાર અલગ અલગ પ્રસંગે સંવેદનશીલતાની ઉપસ્થિતિની જાહેરાત કરતી જાતજાતની લાગણીઓ આપણે અનુભવીએ છીએ જ. પ્રશ્ન જે છે એ આ છે. સંવેદનશીલતા આપણી સ્થાયી છે કે અસ્થાયી છે? વ્યક્તિવિશેષ પ્રત્યે જ છે કે સર્વ સામાન્ય છે ? માત્રા એની અલ્પ છે કે અધિક છે ? એ સંયોગાધીન છે કે સ્વભાવાધીન?
એક વાત ભૂલશો નહીં કે, માખણની કોમળતા અને પથ્થરની કઠોરતા, અગ્નિની ઉષ્ણતા અને વાયુની ચંચળતા, આકાશની વ્યાપકતા અને સાગરની વિશાળતા જેમ ચિરસ્થાયી જ હોય છે, સ્વભાવાધીન જ હોય છે તેમ આપણી પાસે રહેલ સંવેદનશીલતા ચિરસ્થાયી કે સ્વભાવાધીન જ હોવાની કોઈ જ સંભાવના નથી, કારણ કે પ્રવચનની શરૂઆતમાં જ કહ્યું તેમ આપણે તો અને મને લઈને બેઠા છીએ. મૉલમાં જેમ જાતજાતની અનેક પ્રકારની સામગ્રીઓ મળતી હોય છે તેમ આપણા મનમાં અનેક પ્રકારની વિચારણાઓ ઊઠતી જ રહે છે. હા. મનની સંવેદનશીલતાને સાચે જ આપણે જો દીર્ઘજીવી,
પર
૫૩
Page #26
--------------------------------------------------------------------------
________________
બનાવી દેવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ આ છે કે એવા નિમિત્તોનું અને એવાં સ્થાનોનું આપણે વારંવાર સેવન કરતા જ રહીએ કે જે નિમિત્તો અને સ્થાનો આપણી કોમળતાને, આપણી ગદ્ગદતાને, આપણી સંવેદનશીલતાને બહાર લાવવામાં સહાયક બનીને જ રહેતા હોય.
ભારે ખેદ સાથે કહેવું પડે છે કે આજના કાળે કઠોરતાને, કતજ્ઞતાને અને ક્લિષ્ટતાને બહેકાવે એવાં નિમિત્તોની અને સ્થાનોની હારમાળા સર્જી દીધી છે. ગૅરબજારે તમને કઠોર બનાવી દીધા છે, ઠેરઠેર ખુલી ગયેલા વૃદ્ધાશ્રમોએ તમને મૃતદન બની જવા તૈયાર કરી દીધા છે તો મીડિયાનાં તમામ માધ્યમોએ તમને સંક્લેશગ્રસ્ત રાખવાની જાણે કે હરીફાઈ આદરી દીધી છે.
સભા : સૅરબજાર અંગે આપનું મન્તવ્ય?
તમે મને પૂછો છો ? Share નો અર્થ તો તમને ખબર છે ને ? ભાગીદારી. જે કંપનીના ‘શૈર’ તમારી પાસે છે એ કંપની જે પણ પાપો કરી રહી છે એ તમામ પાપોમાં તમારી ભાગીદારી એનું નામ છે શેરબજાર. તમારા અમર્યાદિત લોભને બહેકાવવા તમે આજે ભલે ગૅરબજારમાં ઘૂસી ગયા હો પણ પ્રભુ વચનોથી હું જે કાંઈ સમજ્યો છું એના આધારે તમને સ્પષ્ટરૂપે કહું છું કે આ બજારમાં જવાથી બંધાયેલ એશુભકર્મો જ્યારે પણ ઉદયમાં આવશે ત્યારે લોહીના આંસુ પાડશો તો ય તમારી સમાધિ કવી અસંભવિતપ્રાયઃ બની જશે.
એક વાતનો તમને ખ્યાલ છે ખરો ?
જીભથી થતું નિંદાનું પાપ, જીભને અસર કરતું હોય છે. આંખોની વિકારી નજરથી બંધાતાં અશુભ કર્મો, આંખો પર આક્રમણ કરતા હોય છે. કાનથી રસપૂર્વક સંભળાતા અવર્ણવાદ કાનને માટે ખતરનાક પુરવાર થતા હોય છે, મન દ્વારા ચાલતી અશુભવિચારોની હારમાળા, મનને માટે ઘાતક પુરવાર થતી હોય છે પણ જે પ્રવૃત્તિમાં જીવોની હિંસા થતી હોય છે એનાથી જે અશુભ કર્મો બંધાતા રહે છે એ કર્મો તો ઉદયમાં આવે છે ત્યારે તો શરીરના પ્રત્યેક અંગોપાંગોને ક્ષતવિક્ષત કરી નાખે છે.
માત્ર માથું દુ:ખે છે અને પ્રભુનાં દર્શનમાં મન લાગતું નથી. માત્ર પેટમાં દર્દ અનુભવાય છે અને પ્રવચનમાં મજા આવતી નથી. પથરીનો મામૂલી દુ:ખાવો થાય છે અને આંખોમાંથી આંસુ વહેવાના ચાલુ થઈ જાય છે. આંખમાંથી પાણી નીકળવા લાગે છે અને મન બેચેન બેચેન બની જાય છે. જવાબ આપો, હિંસાજન્ય કર્મો ઉદયમાં આવીને જ્યારે આખા શરીરને અશાતાનું શિકાર બનાવી દેશે ત્યારે સમાધિ ટકાવી શકશો શી રીતે ?
સભા : હિંસા ન થતી હોય એ કંપનીના શેર લઈએ તો?
એ કંપનીના શેંરની બજારમાં કોઈ કિંમત જ નહીં હોય તો? અને મુખ્ય વાતતો એ છે કે તમને ખબર જ ક્યાં છે કે કઈ કંપનીમાં હિંસા નથી ? સાચું કહું તો પ્રાયઃ દરેક કંપનીઓ ઘોર હિંસા પર જ ચાલી રહી છે. તમારી આંખો સામે તમને હિંસા ભલે ન દેખાતી હોય પણ એટલા માત્રથી એ કંપનીના શૈરો ખરીદ્યા પછી એ કંપનીમાં થઈ રહેલ હિંસાની ભાગીદારીથી તમે બચી શકતા નથી જ,
કરુણતા કેવી છે? પાંચ તિથિ તમે લીલોતરીનો ત્યાગ કરી બેઠા છો. ગાડી નીચે કદાચ કોઈ ખિસકોલી ચગદાઈ જાય છે કે કૂતરો મરી જાય છે તો તમે રડતી આંખે એનું પ્રાયશ્ચિત લેવા તૈયાર થઈ જાઓ છો અને આ બાજુ ઘોર હિંસાઓ પર જ ચાલતી કંપનીઓના શૈરા લઈને શ્રીમંત બની જવા તમે પાગલની જેમ ભાગી રહ્યા છો !
જવાબ આપો.
શૈરબજારમાં તમે દાખલ થઈ ગયા છો એની વેદના તમે ક્યારેય અનુભવી છે ખરી ? એ બજારમાં દાખલ થઈ જવાના કરેલા પાપનું પ્રાયશ્ચિત લેવાનું તમને ક્યારેય મન થયું છે ખરું? કૂદેલી ઈન્ડેક્સે તમારા આનંદના સાગરમાં ભરતી લાવવાનું કામ નથી જ કર્યું એમ કહી શકવાની સ્થિતિમાં તમે છો ખરા? તૂટેલા ઈન્ડેક્સ તમને જાલિમ દુર્થાનના શિકાર નથી જ બનાવ્યા એ કહી શકવાની તમારી તૈયારી છે ખરી ?
સભા : ગૅરબજારમાં ધરખમ કમાણી કરી લઈને સન્માર્ગે સારી એવી રકમ વાપરી દઈએ તો કેમ?
શૅરબજારમાં પૈસા કમાઈ જ ગયા હો અને તમે સન્માર્ગે રકમનો સવ્યય કરવાનું ચાલુ કરી દીધું હોય કે દેવા તૈયાર થઈ ગયા હો તો એની હું ના નથી પાડતો પણ ગૅરબજારમાં જામી જઈને એક બાજુ પૈસા કમાતા રહેશું અને બીજી બાજુ એ કમાણીમાંથી કેટલીક રકમ સારા માર્ગે વાપરી દઈશું એ ખ્યાલ સાથે તમે ગૅરબજારમાં જ પડ્યપાથર્યા રહેવા માગતા હો તો પ્રભુના શાસનને એ ગણિત હરગિજ માન્ય નથી.
સભા : આપે તો બહુ ભારે વાત કરી દીધી !
વાત ભારે નથી. તમારી લોભવૃત્તિ પર આક્રમણ થઈ રહ્યું છે એટલે તમને આ વાત ભારે લાગી રહી છે. ગૅરબજારમાં કરેલા સંપત્તિના તમારા રોકાણ અંગે એટલું જ કહીશ કે રબજારમાં આવેલ તેજીમાં તમને થઈ રહેલ પ્રકાશનાં દર્શન એ હકીકતમાં પ્રકાશ નથી પણ ભડકો છે, આ ભડકો તમારા જીવનની શાંતિને સળગાવી દેશે. મોત વખતની તમારી સમાધિને ખતરામાં મૂકી દેશે અને પરલોકની તમારી સદ્ગતિ પર
૫૪
૫૫
Page #27
--------------------------------------------------------------------------
________________
જાય છે.
પ્રશ્નાર્થચિહ્ન લગાવી દેશે, બેર્યાદ લોભવૃત્તિને મોકળું મેદાન આપી દેતો આ જૅરબજાર તમારા સદ્દગુણો માટે પડકાર બની રહેશે તો તમારી સંવેદનશીલતાના તો લીરેલીરા ઉડાડી મૂકશે.
એક સોનેરી સલાહ આપું?
પુણ્ય-પાપ-ધરમ-કરમ એ બધી વાતોને પળ-બે પળ માટે નંબર બે પર રાખી દો તમે તો ય એટલું તો નક્કી કરી જ દો કે જે પણ ક્ષેત્ર મારા શરીરના સ્વાથ્ય માટે જોખમરૂપ પુરવાર થઈ રહ્યાનું મને લાગશે, મારા મનની પ્રસન્નતા માટે ખતરારૂપ બની રહ્યાનું મને અનુભવાશે અને મારા પરિવાર પ્રત્યેના પ્રેમનું બલિદાન લઈ રહ્યાનું મને લાગશે એ ક્ષેત્રમાં હું દાખલ થઈશ નહીં અને એ ક્ષેત્રમાં કદાચ દાખલ થઈ ગયો પણ હોઈશ તો એ ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયા વિના રહીશ નહીં.
ગૅરબજારમાં સતત થઈ રહેલ વધ-ઘટ તમારા શરીરના સ્વાથ્ય પર ખરાબ અસર કરે જ છે, તમારા મનની પ્રસન્નતાને ખંડિત કરે જ છે અને પરિવારના સભ્યો પ્રત્યેના તમારા પ્રેમમાં ઓટ લાવે જ છે. કરી દો દૃઢ સંકલ્પ કે રોટલી-દાળથી ચલાવી લેવું પડશે તો એકવાર એ માટે તૈયાર થઈ જઈશ પણ ઘોર હિંસા પર જ નભતા અને ચાલતા શૅરબજારની લખલૂટ કમાણી પર જીવનભર જલસાઓ કરતા રહેવાના મનના અરમાનોને તો સક્રિય નહીં જ બનવા દઉં! | સંવેદનશીલ માનસના સ્વામી બન્યા રહેવું હોય તો આવું પરાક્રમ દાખવ્યા વિના ચાલવાનું નથી જ એ વાત દિલની દીવાલ પર કોતરી જ રાખજો,
મનની ચોથા નંબરની અવસ્થા છે. ધાર્મિક માનસ
ઘર્મક્રિયામાં જેનું મન રસસભર છે એ છે ધાર્મિક માનસ, ધર્મક્રિયા માટે જેના મનમાં જબરદસ્ત આદરભાવ છે એ છે ધાર્મિક માનસ, ધર્મક્રિયા માટે જેનું મન દૃઢ આગ્રહવાળું છે એ છે ધાર્મિક માનસ.
એક અતિ મહત્ત્વની વાત તમને જણાવું?
કપડાંને સાંધવાનું કામ કે સીવવાનું કામ દોરો જ કરે છે પણ એ દોરાને સોયમાં પરોવવામાં ન આવે તો ? વગર સોયે દોરાને તમે સક્રિય બનાવી શકો જ શી રીતે ? તમારો આ અનુભવ પણ હશે કે સોયનું કામ નથી હોતું ત્યારે પણ સોયને સુરક્ષિત રાખી દેવા બહેનો સોયને દોરામાં પરોવીને રાખી મૂકે છે. અંધારામાં સોય ગુમ થઈ પણ જાય છે તો ય જમીન પર આમતેમ હાથ ફેરવતા રહીને બહેનો દોરાને ઉઠાવી લે છે અને દોરો હાથમાં આવી જતાંની સાથે જ દોરામાં પરોવાઈને રહેલ સોય પણ હાથમાં આવી જ
એક અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે મનમાં ચાલતા શુભ વિચારો એ જો દોરાના સ્થાને છે તો એ શુભ વિચારોને અમલી બનાવતા શુભ આચારો એ સોયના સ્થાને છે. દોરાની સલામતી તો એ સ્વતંત્ર રહી જાય તો ય છે પરંતુ દોરાની તાકાતની અનુભૂતિ તો ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એ સોયમાં પરોવાઈ જાય છે.
કેવળ શુભવિચારો જ કરતા રહેવું હોય તો એમાં કોઈ તકલીફ તો નથી જ પડવાની પરંતુ એ શુભ વિચારો જો શુભ પરિણામ લાવીને જ રહે એવી આપણી ઇચ્છા હોય તો એ શુભ વિચારોને શુભ આચારોની સોયમાં પરોવી દીધા વિના આપણને નથી જ ચાલવાનું એ નિર્વિવાદ સત્ય છે. સાંભળ્યો છે આ ટુચકો?
એમાં તકલીફ શી છે? ‘એક બાબતમાં તારી સલાહ લેવી છે” દર્શને વંદનને પૂછ્યું,
બોલ’ ‘સમેત શિખર જવાનું વિચારું છું
‘સરસ' ‘એમાં તકલીફ તો નહીં પડે ને?”
‘જરાય નહીં?
‘એટલે ?' ‘તું સમેતશિખર જવાનું વિચારે જ છે ને ? તો વિચાર્યા જ કર મજેથી, વિચાર જ કરતા રહેવામાં બીજી તકલીફ શી પડવાની છે? તકલીફની સંભાવના તો ત્યારે જ ઊભી થાય કે જ્યારે એ વિચારને આચારમાં ઉતારવા તું પ્રયત્નશીલ બની જા’ ઠંડે કલેજે વંદને દર્શનને જવાબ આપી દીધો.
આ તો પ્રભુનો માર્ગ છે. અહીં નથી એકલા જ્ઞાનને તારક મનાયું કે અહીં નથી એટલી ક્રિયાને તારક મનાઈ, ક્રિયામાં ઊતરતું જ્ઞાન જ પ્રભુશાસનને માન્ય છે તો ક્રિયા પણ જ્ઞાનપૂર્વકની જ પ્રભુશાસનને માન્ય છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે દોરો જેમ સોયનો સહયોગ લઈને જ કાપડને ‘કપડાં' માં રૂપાંતરિત કરી શકે છે તેમ જ્ઞાન ક્રિયામાં પરિણમીને જ આત્માનું પરમાત્મામાં રૂપાંતર કરી શકવામાં સમર્થ બને છે.
સભા : અત્યારે એક એવી હવા ઊભી થઈ ગઈ છે કે આત્મહિત જો તમે અકબંધ
પt
પ
Page #28
--------------------------------------------------------------------------
________________
કરી દેવા માગો છો તો જ્ઞાન જ કાફી છે, ક્રિયાની કોઈ જરૂર નથી, સમ્યફ સમજણ જ પર્યાપ્ત છે, આચારોના ઢસરડા કરવાની કોઈ જ જરૂર નથી,
એ હવાને તો હું કે તમે રોકી શકવાના નથી. માત્ર એટલું જ કહીશ કે એ હવાના શિકાર બની જવાથી જાતને તો રોકી જ દેજો. જે પ્રભુના પવિત્ર આચારમાર્ગે આજ સુધીમાં અગણિત આત્માઓને મુક્તિપદની ભેટ ધરી છે એ આચારમાર્ગને છોડી દેવાની ભૂલ તો તમે ક્યારેય કરશો નહીં પણ એ આચારમાર્ગમાં કોઈ દમ નથી એવું વિચારવાનું પાપ પણ તમે ક્યારેય કરશો નહીં.
તમને ખ્યાલ છે ખરો?
વૈશાખ સુદ-૧૦ ના પાવનદિને પ્રભુ વીર કેવળજ્ઞાન તો જરૂર પામ્યા પણ એ તારકે તીર્થની સ્થાપના તો વૈશાખ સુદ-૧૧ ના દિને જ કરી. કારણ ? સુદ-૧૦ ની પ્રભુની દેશના નિષ્ફળ ગઈ, સર્વવિરતિજીવન અંગીકાર કરવા એક પણ આત્મા તેયાર થયો નહીં એ પરાક્રમ દાખવનારા પુણ્યાત્માઓ સુદ-૧૧ ના દિને જ મળ્યા અને એ હિસાબે જ શાસનની સ્થાપના એ દિને થઈ. સંદેશ સ્પષ્ટ છે. શાસન જન્મે છે પણ આચારમાં, શાસન જીવે છે પણ આચારમાં અને શાસનની સમાપ્તિ પણ ત્યારે જ થઈ જાય છે કે જ્યારે આચાર સમાપ્ત થઈ જાય છે.
અલબત્ત,
એક બાબતમાં સાવધગીરી દાખવવાની આપણે આજથી જ શરૂ કરવાની જરૂર છે. ગુરુદેવના ઉપદેશથી જીવનમાં શરૂ થયેલ ધર્મક્રિયાઓ આપણા માટે આનંદની અનુભૂતિનું કારણ બનીને જ રહેવી જોઈએ. ‘પ્રભુપૂજાથી મને પુણ્યનો બંધ થાય છે એ તો બરાબર છે પણ પ્રભુપૂજા કરતાં મને આનંદ અપાર આવે છે’ ‘સામાયિક દ્વારા અશુભકર્મોની નિર્જરા થાય છે એમાં તો મને કોઈ શંકા જ નથી પરંતુ સામાયિકમાં હું બેઠો હોઉં છું ત્યારે આનંદના માનસરોવરમાં હું સ્નાન કરી રહ્યો હોઉં એવું મને લાગે છે” ‘દાનમાં કરેલ સંપત્તિના સદ્વ્યયથી સામાને જે પણ લાભ થતો હશે તે પણ દાનધર્મથી હું આનંદનો જે અનુભવ કરી રહ્યો છું એનું તો શબ્દોમાં વર્ણન કરવું મારા માટે શક્ય નથી.’
હા, ધર્મક્રિયાઓને જીવનમાં આપેલું સ્થાન આપણે જો ચિરસ્થાયી કરી દેવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ આ જ છે, ધર્મક્રિયાઓમાં આનંદનો અનુભવ ! બાકી, ઉપદેશથી શરૂ થયેલ ધર્મ જો આનંદનું કારણ નથી જ બનતો તો ગમે ત્યારે છૂટી જાય એવી સંભાવના છે પણ આનંદનું કારણ બની ગયેલ ધર્મ પ્રતિકુળ પરિસ્થિતિમાં ય છૂટી જાય એવી કોઈ જ સંભાવના નથી.
જવાબ આપો.
આજે તમારા જીવનમાં જે પણ ધર્મારાધનાઓ ચાલી રહી છે એમાં આનંદનું કારણ બની ચૂકી હોય એવી ધર્મારાધનાઓ કઈ છે ? કેટલી છે ?
સભા : એક છે પ્રભુપૂજા અને બીજી છે જિનવાણી શ્રવણ. આ બંને યોગના સેવનમાં અમને જે આનંદ આવે છે એ કલ્પનાતીત છે.
ખૂબ સરસ , હવે અન્ય ધર્મારાધનાને પણ એ જ રસ્તે લઈ જવા પ્રયત્નશીલ બની જાઓ. તે-તે ધર્મારાધનાઓની માત્ર તાકાતને જ બરાબર સમજી લેશો ને, તો ય એ ધર્મારાધનાઓ આનંદનું કારણ બનવા લાગશે.
સભા : માત્ર તાકાત સમજી લેવાથી આ પરિણામ આવી જાય ?
તમારા જીવનના એક વ્યવહારિક દૃષ્ટાન્તથી આ વાત તેમને સમજાવું. ધારો કે તમારે ત્યાં કો'ક આગંતુક બપોરના જમવાના સમયે આવી ચડ્યા છે. આતિથ્ય ધર્મના જાણકાર તમે એમને તમારી સાથે જ જમવા બેસાડી દીધા છે, થાળીમાં રોટલી, દાળ, ભાત, શાક, પાપડ, અથાણું વગેરે દ્રવ્યો તમારી પત્નીએ મૂકી દીધા છે અને એ જ વખતે ત્યાં અચાનક આવી ચડેલ તમારા મિત્રની એ આગંતુક તરફ નજર જાય છે અને એ ચોકી જાય છે. તમારી નજદીક આવીને તમને એ કાનમાં કહી દે છે.
| ‘તમારી બાજુમાં બેઠેલા ભાઈ એ બીજું કોઈ નથી, તમે જે કંપનીનો માલ વેચી રહ્યા છો એ કંપનીના એ ભાઈ મૅનેજિંગ ડાયરેક્ટર છે” આ સાંભળ્યા બાદ તમારો પ્રતિભાવ? સભા : ‘પત્નીને કહી દઈએ, મીઠાઈ લાવ.'
| ‘પછી ?' સભા : આગ્રહ કરી કરીને એમને જમાડીએ.
બસ, આ જ વાસ્તવિકતા સમજી લેવાની છે ધર્મારાધનાની બાબતમાં. જ્યાં એના સેવનમાં રહેલ તાકાત આપણને સમજાઈ જશે. એ સમજણ પર આપણી શ્રદ્ધા બેસી જશે, એ ધર્મારાધના આપણા આનંદનું કારણ બનીને જ રહેશે. અને આનંદનું કારણ બની જતી એ ધર્મારાધનાને ટકાવી રાખવા આપણે પ્રયત્નો નહીં કરવા પડે. સહજરૂપે જ એ ધર્મારાધના જીવનમાં ટકી જશે.
મનની પાંચમાં નંબરની અવસ્થા છે : આધ્યાત્મિક માનસ
આ અવસ્થાના વિવેચનમાં આગળ વધતાં પહેલાં આ એક કાલ્પનિક પણ અતિ માર્મિક દૃષ્ટાન્ત ખાસ ધ્યાનપૂર્વક સાંભળી લેવા જેવું છે.
uc
પ૯
Page #29
--------------------------------------------------------------------------
________________
સાચે જ ?
‘અત્યારે મારે તમને એક વાત કરવી છે’ સવારના પહોરમાં પતિની જેવી આંખો ખૂલી, પત્નીએ એની પાસે વાત મૂકી.
‘બોલ'
‘છેલ્લાં ૩૦વરસથી તમારે સાથે હું રહી છું. મેં એક પણ વખત તમને પ્રભુનું નામ લેતા નથી સાંભળ્યા.'
‘અત્યારે એ વાત છેડવાનો અર્થ શો છે?’
‘એ જ કહું છું. આજે રાતના નિદ્રાવસ્થામાં જ તમારા મુખમાંથી પ્રભુનું નામ નીકળેલું મેં સાંભળ્યું.’
‘સાચું કહે છે ?’ 'બિગ પુલ સાચું'
પત્નીને મુખે આ વાત સાંભળતાની સાથે જ પતિનો ચહેરો ગંભીર બની ગયો. એની આંખોમાં આંસુ ઘસી આવ્યા.
‘પણ તમે રડો છો કેમ ?'
પત્નીના આ પ્રશ્નનો જવાબ આપવાને બદલે ગાદીમાં સૂતા સૂતા જ છત તરફ હાથ જોડીને પતિ એટલું જ બોલ્યો કે ‘હે પ્રભુ ! આટઆટલાં વરસો સુધી તને હૃદયમાં બિરાજિત રાખવામાં હું સફળ રહ્યો પણ પત્નીના કહેવા મુજબ નિદ્રાવસ્થામાં તું મારા હૃદયમાંથી નીકળી જઈને મુખવાટે બહાર નીકળી ગયો છે. આ હૃદયમાં હવે તું જ્યારે છે જ નહીં ત્યારે મારે હવે જીવવાનો અર્થ જ શો છે ?' આટલું બોલતાંની સાથે જ પતિનું પ્રાણપંખેરું ઊડી ગયું. પત્ની અવાચક થઈ ગઈ. જે પતિને હું નાસ્તિક શિરોમણી માનતી હતી એ પતિ આધ્યાત્મિકતાના આ શિખર પર બિરાજમાન હતા ? અ૨૨, હું એમને ઓળખી શકી જ નહીં.’
ધાર્મિક માનસ જો ‘સત્પ્રવૃત્તિ' કેન્દ્રિત હોય છે તો આધ્યાત્મિક માનસ ‘સત્પરિણતિ’ કેન્દ્રિત હોય છે. એ માત્ર સત્પ્રવૃત્તિના સેવનથી જ સંતુષ્ટ થઈ જતું નથી. સત્પ્રવૃત્તિના
સેવનથી ઊભી થવી જોઈતી સત્પરિણતિ પણ એના જીવનના લક્ષ્યસ્થાને હોય છે. પ્રભુપૂજા તો બરાબર છે જ પણ ચિત્ત પ્રસન્નતાનું શું? સામાયિક તો જીવનમાં ચાલુ છે જ પણ સમતાનું શું ? દાનધર્મની સાધના તો શક્તિ અનુસાર ચાલુ છે જ પણ સંપત્તિ પ્રત્યેની મૂર્છામાં કડાકો બોલાયાનું શું ? સત્ત્વાનુસાર જીવનમાં તપ-ત્યાગ ચાલુ તો છે જ પરંતુ આહાર સંજ્ઞા પ્રત્યે થવી જોઈતી લાલ આંખનું શું ?
FO
વાત પણ સાચી જ છે.
જીભ પર સાકર મૂકીએ તો મીઠાશની અનુભૂતિ થવી જ જોઈએ ને ? પેટમાં ગુંદરપાક પધરાવીએ તો શરીરમાં લોહી બનવું જ જોઈએ ને ? વિટામિનની ગોળીઓ ખાઈએ તો મુખ પર ચમક આવવી જ જોઈએ ને? બાર-બાર કલાક બજારમાં ગાળીએ તો સંપત્તિની કમાણી થવી જ જોઈએ ને ? બસ, એ જ ન્યાયે જીવનમાં સત્પ્રવૃત્તિઓનું સેવન ચાલુ હોય તો એના ફળ સ્વરૂપે સત્પરિણતિની અનુભૂતિ થવી જ જોઈએ ને ? એક અતિ ગંભીર વાત કરું ?
જે જીવોને આમે ય ધર્મપ્રવૃત્તિઓ પ્રત્યે ‘એલર્જી’ છે તેઓને ધર્મપ્રવૃત્તિઓનું સેન કરી રહેલા જીવોમાં સત્પરિણતિનાં દર્શન જ્યારે થતા નથી ત્યારે ધર્મપ્રવૃત્તિઓને વગોવવાની તક તેઓ ઝડપી લેતા જ હોય છે. ‘એક બાજુ તમે પૂજા કરો છો અને બીજી બાજુ આટલો ભયંકર ક્રોધ કરો છો ? તમારા કરતાં તો અમે સારા કે પૂજા કરીને તો ક્રોધ નથી કરતા ને ?'
‘તમે અઠ્ઠાઈ તો કરી પણ હજી ય તમારાથી હૉટલ નથી છૂટી ? આના કરતાં અઠ્ઠાઈ ન કરો તો સારું. કમ સે કમ તમારી અઠ્ઠાઈ વગોવાય તો નહીં ને ?’
‘એક બાજુ તમે પાંચ પાંચ લાખનું દાન કરી રહ્યા છો અને બીજી બાજુ બે નંબરના ધન પાછળ પાગલ બનીને દોડી રહ્યા છો ? સમાજની થોડીક તો શરમ રાખો !'
સભા ઃ એ લોકોની આ દલીલો આમ સાચી તો ખરી જ ને ?
જરાય નહીં. દવા લેનારા બધાય સાજા થઈ જતા નથી. સ્કૂલમાં ભણી રહેલા બધાય વિદ્યાર્થીઓ કાંઈ ઉત્તીર્ણ થઈ જતા નથી. પૈસા કમાવા નીકળેલા બધા જ વેપારીઓ કાંઈ પૈસા કમાઈ જતા નથી તેમ ધર્મપ્રવૃત્તિઓ કરનારા બધાય સત્પરિણતિના સ્વામી બની જતા નથી ! અને એટલા માત્રથી ધર્મપ્રવૃત્તિઓને વખોડતા રહેવાનો એ લોકોને કાંઈ ઇજારો મળી જતો નથી.
કારણો અનેક છે આની પાછળ.
ભૂતકાળના ભવોનો ગલત અભ્યાસ, એનાથી આત્મા પર ખડકાયેલા કુસંસ્કારો, સંયોગોની પ્રતિકૂળતા, સામગ્રીની અલ્પતા, સત્ત્વની મંદતા, કર્મોની આધીનતા-આવાં અનેક પરિબળોથી જીવો ઘેરાયેલા છે અને એટલે જ સમાન ધર્મપ્રવૃત્તિઓ હોવા છતાં સમાન સત્પરિણતિના સ્વામી તેઓ બની શકતા નથી. પણ એટલા માત્રથી એમની ધર્મપ્રવૃત્તિઓ નથી તો નિંદનીયની કક્ષામાં આવી જતી કે નથી તો ત્યાજ્યથી કક્ષામાં આવી જતી.
૬૧
Page #30
--------------------------------------------------------------------------
________________
અલબત્ત.
આનો અર્થ એવો નથી કે ધર્મપ્રવૃત્તિઓ આચરતા રહેવાની સાથે તમને પાપ પ્રવૃત્તિઓ પણ આચરતા રહેવાની છૂટ મળી છે. ના, જેવું માથું એવી જ ટોપી જો મસ્તક પર હોવી જોઈએ તો જેવી ધર્મપ્રવૃત્તિ એવી જ ધર્મપરિણતિ સાધકના જીવનમાં હોવી જોઈએ, એ ન હોય તો ય કમ સે કમ એ અંગેનું લક્ષ્ય તો હોવું જ જોઈએ. તો જ ધર્મપ્રવૃત્તિ સેવનીય, વંદનીય અને અનુમોદનીય બની રહે છે.
સભા : સત્પરિણતિના સ્વામી બની જવાનો કોઈ સરળ ઉપાય ?
ઉપાય આમ જોવા જઈએ તો સરળ પણ છે અને મનની વક્રતાને કે અહંકારને પડકારવાની જો તૈયારી ન હોય તો કઠિન પણ છે. સાંભળી લો એ ઉપાય. પ્રશંસનીય કાર્યો કરવા જેટલું સત્ત્વ આપણી પાસે ન હોય તો ય જ્યાં ક્યાંય પણ, જે કોઈના દ્વારા પણ સત્કાર્યોનું સેવન થઈ રહ્યું હોય એ તમામનાં સત્કાર્યોની દિલ દઈને પ્રશંસા કરી શકીએ એવી સબુદ્ધિના સ્વામી તો બની જ જઈએ.
ય
આ બાબતમાં પરમ શાસન પ્રભાવક પૂજ્યપાદ પંન્યાસ પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજના હૃદયની ઊંચાઈને સમજી લઈએ તો ય આપણને ખ્યાલ આવી જાય કે પરિણતિની કેવી પ્રચંડ નિર્મળતા ધારણ કરીને તેઓશ્રી બેઠા છે કે જિનશાસનના નાનામાં નાના આરાધકના નાનામાં નાના ગુણની પ્રશંસા ઉદારમાં ઉદાર શબ્દો દ્વારા તેઓશ્રી હજારોની મેદની વચ્ચે કરતા જ રહે છે.
આમાં પાછું કમાલનું આશ્ચર્ય એ છે કે તેઓશ્રી સ્વયં મહાન જિનશાસન પ્રભાવક છે. જબરદસ્ત પ્રવચનકાર છે. વિદ્વાન લેખક છે. વિશુદ્ધ સંયમના ચુસ્ત આગ્રહી છે. પ્રભુવચન પ્રેમી છે. શાસન અનુરાગી છે. વિશાળ શિષ્ય પરિવારના યોગ ક્ષેમકર્તા છે. અને તો ય ગુણાનુરાગિતામાં તેઓ કાયમ માટે ઉદાત્ત હૃદયની ઊંચાઈ પર જ બિરાજતા હોય છે.
એઓશ્રીના ઉદાત્ત ગુણના અંશને તો આપણે આપણા જીવનમાં સ્થાન આપી શકીએ છીએ ને ? માસખમણ ન કરી શકીએ, માફ ! કોકના વર્ધમાનતપની અનુમોદના તો કરીએ ! કરોડનું દાન ન કરી શકીએ, માફ ! કોકના લાખના દાનની અનુમોદના તો કરીએ ! જીવનભર માટે બ્રહ્મચર્યપાલન ન કરી શકીએ માફ ! દશ તિથિ બ્રહ્મચર્યપાલન કરી રહેલા પુણ્યાત્માઓના એ સત્ત્વની અનુમોદના તો કરીએ ! જિનમંદિર નિર્માણ ન કરી શકીએ માફ ! પ્રભુ પ્રતિમા ભરાવનારના એ સદ્બયની અને ભક્તિભાવની અનુમોદના તો કરીએ !
૨
યાદ રાખજો, સત્કાર્યોના સેવનની દિલ દઈને પ્રશંસા કરી શકીએ એવું કોમળ અને પવિત્ર હૃદય પણ જો આપણી પાસે નથી તો નિશ્ચિત સમજી રાખવું કે આધ્યાત્મિક માનસના સ્વામી બનવાનું આપણાં માટે સ્વપ્નવત્ જ બની રહેવાનું છે. સાંભળ્યો છે આ ટુચકો ?
સાંભળ્યું છે કે...
મને જે સમાચાર મળ્યા છે એ સાચા છે ?’ ‘શું સમાચાર મળ્યા છે ?'
‘તે એક લાખ પોસ્ટકાર્ડ ખરીદી લીધા છે’ ‘હા. એ વાત સાચી છે’
‘પણ શા માટે ?’
‘મને વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ વખતના બજેટમાં
પોસ્ટકાર્ડનો ભાવવધારો જાહેર થવાનો છે ! આપણે એક સાથે લાખ પોસ્ટકાર્ડનો સ્ટૉક કરી લીધો છે. જેવો ભાવવધારો જાહેર થાય, આપણે એ પોસ્ટકાર્ડ વેચી દઈને તગડી કમાણી કરી લઈશું.'
આ બેવકૂફીના શિકાર આપણે બનવા જેવું નથી. પુણ્યનો આજે જેવો ઉદય છે, સંયોગોની અનુકૂળતાઓ આજે જેટલી છે, સત્સામગ્રીઓની બહુલતા આજે જેટલી છે, શરીરની તંદુરસ્તી અને મનની સ્વસ્થતા આજે જેવી છે, આવતી કાલે આ બધું ય એવું ને એવું જ રહેવાનું છે કે એટલું ને એટલું જ રહેવાનું છે એ ભ્રમણામાં આપણે એક પળ પણ રહેવા જેવું નથી.
આજે ખરીદી લીધેલા એક લાખ પોસ્ટકાર્ડ બજેટ પછી જો માથે જ પડવાના છે તો આજે મુલતવી રાખેલા સત્કાર્યો, આવતી કાલે કર્મોની ઊથલપાથલ વચ્ચે પશ્ચાતાપનું કારણ જ બની રહેવાનાં છે.
આવો, નિષ્ઠુર અને નિર્લેપ માનસ, એમાંથી બહાર નીકળી જઈને સંવેદનશીલ, ધાર્મિક યાવત્ આધ્યાત્મિક માનસના સ્વામી બની જવાના માર્ગ પર કદમ માંડી જ દઈએ. ફાવી જશે.
૩
Page #31
--------------------------------------------------------------------------
________________
પાંચ પરિબળો પ્રભુના પરિવારના
સભા તો એને એ બેસાડી દે. જે દર્દી સિરિયસ છે એના પ્રત્યે એ બેદરકાર રહે? સભા : ના, એને જ એ લઈ જાય. પોતાની થનારી પત્નીને એ તરછોડીને ચાલ્યો જાય? સભા : એને એ ગાડીમાં બેસાડી દે, એ ગૌરવપ્રદ બને ખરું ? સભા : આપ જ આનો જવાબ આપી દો.
પોતાને અભયદાન જેણે આપ્યું છે એના હાથમાં એ ગાડીની ચાવી પકડાવી દે અને એને સૂચના કરી દે કે જે દર્દી સિરિયસ છે એને એ લઈ જઈને હૉસ્પિટલમાં દાખલ કરીને પાછો આ જ જગાએ આવી જાય. અને ત્યાં સુધી એ પોતાની થનારી પત્ની પાસે ઊભો રહી જાય ! એ મિત્ર પાછો આવી જાય ત્યારે પત્નીને ગાડીમાં બેસાડીને એ આગળ નીકળી જાય!
સંદેશ સ્પષ્ટ છે. જીવન જેની સાથે વિતાવવાનું છે એ છે જગત્પતિ. જીવન જેનું જોખમમાં છે એ છે જગત અને જીવન પોતાનું જેના દ્વારા બચ્યું છે એ છે જાત ! ટૂંકમાં, પ્રાધાન્ય આપવાનું જગત્પતિને, પછી સાચવી લેવાનું જગતને અને ત્યારબાદ સાચવી લેવાની જાતને.
જવાબ આપો.
પ્રભુના આપણા પરના અનંત ઉપકારનો આપણને ખ્યાલ ખરી? એ અનંત ઉપકાર આપણા સ્મૃતિપથ પર કાયમ જીવંત ખરો ? એ ઉપકારના સ્મરણે આપણી આંખો ભીની ભીની ખરી ? આપણું હૈયું ગદગદ ખરું ? સાંભળી છે દલપતભાઈ રચિત સ્તવનાની આ કડી ?
નરક-નિગોદનાં મહાદુઃખોથી, તે પ્રભુ અમને ઉગાર્યા, ક્ષણ-ક્ષણ સમરે તું પ્રભુ અમને, અમે ભલે ને વિચાર્યા; ત્રણ અનંતુ છે પ્રભુ તારું, શાની યાચના કરવી જનમ જનમની તન-મન-ધનની, પાપવાસના હરવી
ફૂલ નહીં તો પાંખડી, પ્રભુ તારા ચરણે ધરવી. પરમાત્મા મહાવીરદેવ નંદીવર્ધન માટે ભાઈ હતા, યશોદા માટે પતિ હતા, સિદ્ધાર્થ માટે પુત્ર હતા, પ્રિયદર્શના માટે પિતા હતા અને સુપાર્થ માટે ભત્રીજા હતા પણ આપણા માટે?
એક પ્રશ્નનો જવાબ તમારા સહુ પાસેથી અપેક્ષિત છે. એક યુવક ગાડી લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક એની નજર રસ્તા પર આવેલા એક બસસ્ટૉપ પર પડી. ત્યાં ત્રણ જણા બસની રાહ જોઈને ઊભા હતા. એમાંના એક જણને હૃદયનો હુમલો થઈ જવાથી તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવો પડે તેમ હતો. બીજો જણ એ હતો કે જેને પોતાને અકસ્માત થઈ ગયો હતો ત્યારે ભારે જહેમત ઉઠાવીને બચાવ્યો હતો
જ્યારે ત્રીજી વ્યક્તિ એ યુવતી હતી કે જેની સાથે એક જ મહિના બાદ એનાં લગ્ન થવાના હતા.
મુશ્કેલી એ યુવકની એ હતી કે પોતાની ગાડીમાં એ એક જ વ્યક્તિને બેસાડી શકે તેમ હતો. હવે તમે જવાબ આપો. એ કોને બેસાડે?
સભા : હૃદયરોગના હુમલાવાળાને.
જેણે પોતાને જીવિતદાન આપ્યું છે એનાં પ્રત્યે એ આંખમીંચામણાં કરે? એ મૃતદન બને?
$૫
૬૬
Page #32
--------------------------------------------------------------------------
________________
સભા : શું હોવા જોઈએ?
પ્રભુ “મારા” છે, બસ, આ એક જ સંબંધ જો પ્રભુ સાથે આ જીવનમાં આપણે ઊભો કરી શકીએ તો આપણા સંસાર પરિભ્રમણની મર્યાદા નક્કી થઈ ગયા વિના ન જ રહે એ નિશ્ચિત વાત છે. અને મજાની વાત તો એ છે કે લોહીના સંબંધે ભલે આપણે પ્રભુના પરિવારમાં સ્થાન નથી પામી શક્યા પણ કેટલાંક પરિબળો એવા છે કે એ પરિબળોને જો આપણે સ્વજીવનમાં સ્થાન આપી શકીએ તો નિશ્ચિત પ્રભુ આપણને પોતાના પરિવારમાં લઈ લેવા તૈયાર છે. બોલો, આપણે પ્રભુના પરિવારમાં સામેલ થવા તૈયાર ખરા?
સભા : પ્રશ્ન જ નથી.
તો સાંભળી લો. પાંચ ‘પ’ એવા છે કે જેને આપણે અપનાવી લઈએ તો પ્રભુના પરિવારમાં આપણું સ્થાન નિશ્ચિત થઈ જાય.
‘એ પાંચ “પ” માં નો પ્રથમ “પ” છે, પ્રેમ.
આ ‘પ્રેમ' શબ્દ પોતાના ગર્ભમાં ન જાણે કેટકેટલા ચમત્કારી લઈને બેઠો છે. દુર્જનને સજજન એણે બનાવ્યા છે. સંસારીને સંત એણે બનાવ્યા છે. નિરાશને ઉત્સાહસભર એણે બનાવ્યો છે. પાપીને ધર્માત્મા એણે બનાવ્યા છે. નાલાયકને લાયક એણે બનાવ્યા છે. કામાંધને નિર્વિકારી એણે બનાવ્યા છે. લોભાંધને નિષ્પરિગ્રહી એણે બનાવ્યા છે તો આત્માને પરમાત્મા પણ એણે જ બનાવ્યા છે.
તમે અમારા માટે શું માનો છો ? અમારા મા-બાપ ખરાબ હતી માટે અમે એમને છોડીને સંયમજીવન અંગીકાર કરી બેઠા છીએ એમ? અમારો પરિવાર સ્વાર્થી હતો માટે અમે એને છોડી દઈને ચારિત્રજીવનના માર્ગ પર આવી ગયા છીએ એમ? સંસાર અમને દાવાનળ જેવો લાગી ગયો હતો માટે અમે એને છોડીને સંયમી બની ગયા છીએ એમ?
સભા : અર્મ તો એમ જ માનીએ છીએ.
તો તમારી એ માન્યતા ભૂલભરેલી છે. અમે મા-બાપને ખરાબ તો સંસારમાં હતા ત્યારેય નહોતા માનતા અને અત્યારેય નથી માનતા. મા-બાપને તો આજેય અમે ઉપકારી જ માનીએ છીએ પણ એ ઉપકારી અને ગુણિયલ મા-બાપને પણ અમે છોડીને ચારિત્રના માર્ગે આવી ગયા. કારણ ? આ જ કે મા-બાપ કરતાં ય ગુરુદેવ અમને વધુ ગમી ગયા. મા-બાપમાં અમને આ જનમના ઉપકારીનાં દર્શન જરૂર થયા પણ ગુરુદેવમાં તો અમને જનમજનમના ઉપકારીનાં દર્શન થયા અને એટલે જ અમે ગુરુદેવના ચરણમાં જીવનભર માટે આવી ગયા. અલબત્ત, મા-બાપની સંમતિપૂર્વક જ. મા-બાપની પ્રસન્નતાપૂર્વક
જ. મા-બાપના આશીર્વાદપૂર્વક જ.
એ જ રીતે સંસારક્ષેત્રના પરિવારને અમે છોડી દીધો એની ના નથી પણ એ સ્વાર્થી હતો કે કપટી હતો માટે નહીં પરંતુ ગુરદેવ પાસેથી સાંભળવા મળ્યું કે “જગતનો પ્રત્યેક જીવ એ આપણાં પરિવારનો જ સભ્ય છે. લાગણી ઢોળવી જ હોય તો સંસારના સીમિત પરિવારના સભ્યો પર જ શા માટે ઢોળવી ? જગતનાં જીવમાત્રને આપણી લાગણીનાં વિષયે શા માટે ન બનાવવા?' બસ, ગુરુદેવની આ વાત મગજમાં ગોઠવાઈ ગઈ અને અમે ચારિત્રના માર્ગે આવી ચડ્યો. માબાપ, ભાઈ-ભાભી, કાકા-કાકી, બહેન-ફઈબા વગેરેનો બનેલો નાનો પરિવાર જરૂર છોડ્યો પણ અહીં આવીને અમે કીડા-મંકોડાને, પૃથ્વીકાય-અપકાયને, બિલાડીને-કૂતરાને યાવતું નિગોદના જીવોને પણ અમારા પરિવારમાં સમાવી લીધા.
આ જ ન્યાયે સંસાર અમને ‘દાવાનળ’ સ્વરૂપ લાગી ગયો હતો માટે અમે ત્યાંથી, ભાગી નીકળ્યા છીએ એવું નથી. અમને તો પ્રભુનું આ શાસન ઉદ્યાન સ્વરૂપ લાગી ગયું. ચિત્તની પ્રસન્નતા, મનની નિષ્પાપતા, આત્માની હિતકારિતા, જનમજનમની સુખાકારિતા એ બધું ય આ શાસનને જ બંધાયેલું છે એની પૂર્ણ શ્રદ્ધા અમને થઈ ગઈ અને અમે જીવનભર માટે આ શાસનના ખોળામાં આવીને બેસી ગયા.
ટૂંકમાં, સંસારત્યાગના અમારા આ પરાક્રમના કેન્દ્રમાં ‘વૈરાગ્યનું સ્થાન એ તો નથી જ કે જે સ્થાન ‘પ્રેમ'નું છે. ઢોંસા પ્રત્યેનો રાગ જેમ થેપલાનો ત્યાગ કરાવીને જ રહે છે, પારકર પેન પ્રત્યેનો રાગ જેમ બૉલપેનનો ત્યાગ કરાવીને જ રહે છે, બંગલા પ્રત્યેનો રાગ જેમ ફલૅટનો ત્યાગ કરાવીને જ રહે છે તેમ દેવ-ગુરુ પ્રત્યેના પ્રેમે અમને માબાપનો ત્યાગ સહજ જ કરાવી દીધો છે. જીવમાત્ર પ્રત્યેના પ્રેમે અમને સ્વજનોનો ત્યાગ સહજ જ કરાવી દીધો છે અને શાસન પરના પ્રેમે અમારા સંસારત્યાગને ય સહજ જ બનાવી દીધો છે.
હવે તો તમને ખ્યાલ આવે છે ને કે પ્રેમ કેટકેટલા ગજબનાક ચમત્કારોનો સર્જક બની શકે છે ? અને આમાં ય સૌથી વધુ મજા તો એ છે કે રાગ-કે જે બિલકુલ પ્રેમ જેવો જ દેખાય છે-જે પણ અનિષ્ટો સર્જે છે એમાંનું એક પણ અનિષ્ટ પ્રેમ સર્જતો નથી.
રાગ સંસારવર્ધક છે, પ્રેમ સંસારનાશક છે. રાગદુર્ગતિજનક છે, પ્રેમ સગતિસર્જક છે. રાગ સદ્ગુણઘાતક છે, પ્રેમ સગુણ પોષક છે. રાગ શરીર-મન કેન્દ્રિત છે, પ્રેમ આત્મ કેન્દ્રિત છે. રાગ વિભાવમાં રાખે છે, પ્રેમ સ્વભાવ તરફ લઈ જાય છે. રાગ સીમિત છે, પ્રેમ અસીમ છે. રાગ દુર્ગુણ સંગ્રાહક છે, પ્રેમ સગુણવર્ધક છે.
૬૮
૬૭
Page #33
--------------------------------------------------------------------------
________________
આવો પ્રેમ હૃદયમાં પ્રતિષ્ઠિત કરી દેવામાં આપણે સફળ બન્યા નથી અને પ્રભુના પરિવારમાં આપણું સ્થાન પાકું થયું નથી. આવા પ્રેમના માર્ગે આપણા કદમ મંડાયા નથી અને દુર્ગતિએ આપણા તરફથી મોં ફેરવ્યું નથી.
સભા : આવા પ્રેમના માલિક બની જવાનો કોઈ સરળ ઉપાય ?
ઉપાય જરૂર છે પણ એને સફળ બનાવવો કે કઠિન જ રાખવો એ તમારા હાથમાં છે, ઝવેરાતની દુકાનમાં રહેલ નેકલેસ તમારા હાથમાં આવી જવા તૈયાર છે પણ એ માટેની જરૂરી કિંમત જો તમે ચૂકવવા નથી જ માગતા તો એ નેકલેસ તમારા દર્શનનો વિષ્ય જરૂર બચી શકે, તમારા ગળાની શોભા તો ન જ બની શકે. આ જ હકીકત પ્રેમની બાબતમાં સમજી લેવાની. જો તમે પૂરતું મૂલ્ય ચૂકવવા તૈયાર છો તો પ્રેમને હૃદયમાં પ્રતિષ્ઠિત કરી દેવામાં તમને કોઈ જ તકલીફ પડી શકે તેમ નથી અને પાઉં-ભાજીના મૂલ્ય જો તમે પ્રેમને આત્મસાત કરી લેવા માગો છો તો જીવનના અંત સમય સુધી પણ તમે એ પ્રેમને પામી જવામાં સફળ બનવાના નથી.
સભા : પ્રેમનું મૂલ્ય ચૂકવવા અમે તૈયાર છીએ. તો સાંભળી લો આ એક સત્ય પ્રસંગ.
તો પ્રભુ તારા પર પ્રસન્ન છે. સુરતનો એ યુવક છે. સામાયિક એની મસ્ત હોય છે. જીવદયાના ક્ષેત્રે એનું યોગદાન ગજબનાક હોય છે. સાધર્મિક ભક્તિનો એના હૈયાનો ઉમળકો વંદનીય હોય છે તો પ્રભુભક્તિની એની પાગલતાનું તો વર્ણન થાય તેમ નથી.
આ યુવકને એક વાર અજૈન સંતને મળવાનું બન્યું. ‘મારા મનમાં એક શંકા છે'
‘શું?” ‘પ્રભુ મને ખૂબ ખૂબ ગમે છે, પ્રભુની ભક્તિ કર્યા વિના મને ચેન પડતું નથી. ભક્તિ કરતા મારી આંખોમાંથી અવારનવાર આંસુ પણ વહેતા હોય છે પણે ખબર મને એ નથી પડતી કે મારાથી પ્રભુ પ્રસન્ન છે કે નહીં? ટૂંકમાં, હું તો પ્રભુ પાછળ પાગલ છું. જ પણ પ્રભુ મારાથી પ્રસન્ન છે કે નહીં, એ મારે જાણવું છે, એ જાણવા માટેનો કોઈ
એ જો તને મળ્યા બાદ પ્રસન્નતા અનુભવતા હોય તો નિશ્ચિત સમજી રાખજે કે પ્રભુ તારાથી પ્રસન્ન છે!'
પ્રેમને હૃદયમાં પ્રતિષ્ઠિત કરી દેવાનો તમે ઉપાય પૂછડ્યો છે ને? આ છે તમારા એ પ્રશ્નનો જવાબ, જીવોને તમે પ્રસન્ન રાખો, પ્રભુ તમારાથી પ્રસન્ન રહેશે. અને જીવોને પ્રસન્ન રાખવા માટે તમે એ સહુને બીજું જે પણ આપતા હો તે પણ પ્રેમ આપ્યા વિના તો તમારે ચાલવાનું નથી જ. શું કર્યું?
પપ્પા મમ્મીને પ્રસન્ન રાખે છે, મમ્મી બાળકોને પ્રસન્ન રાખવા લાગે છે. આપણે જીવોને પ્રેમ આપવા દ્વારા પ્રસન્ન રાખીએ. પ્રભુ આપણાથી પ્રસન્ન થઈને જ રહેશે. પાંચ “પ” માંનો દ્વિતીય નંબરનો “પ” છે: પ્રસન્નતા.
સંકટનાં સૈન્ય ભલે જીવન ઘેરી વળે, સુખની સંભાવના છો ને સુદૂર રહે,
રાખજે પ્રસન્ન છતાં પ્રાણ,
ઓ માનવી ! જીવનને જીવી તું જાણે, એક અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે શરીરની સ્વસ્થતા જાળવી રાખવી એ એટલો મોટો પડકાર નથી પણ મનની પ્રસન્નતા ટકાવી રાખવી એ તો બહુ મોટો પડકાર છે. કારણ કે શરીર માટે પથ્ય શું છે અને અપથ્ય શું છે એનો તો આપણને અનુભવથી ખ્યાલ આવી જાય છે અને એ અનુભવના આધારે જો આપણે પથ્થસેવન ચાલુ રાખીએ છીએ અને અપથ્ય સેવનથી શરીરને દૂર રાખીએ છીએ તો શરીરની સ્વસ્થતા ટકાવી રાખવામાં ખાસ તકલીફ પડતી નથી.
પરંતુ મનની પ્રસન્નતાનો તો કોઈ નિશ્ચિત આધાર જ નથી. પત્ની અનુકૂળ હોય છે ત્યારે ય મન અપ્રસન્ન હોઈ શકે છે તો અપમાનના શબ્દો સાંભળવા છતાં ય મનની પ્રસન્નતા અકબંધ રહી શકે છે. પ્રભુના મંદિરમાં વાજિંત્રના નાદ વચ્ચેય મન ઉદ્વિગ્નતાનું શિકાર બન્યું રહેતું હોય એ સંભવિત છે તો ૪૭ ડિગ્રીની ગરમી વચ્ચે ય મન પ્રસન્ન પ્રસન્ન હોઈ શકે છે.
આ સ્થિતિમાં મનને ચોવીસેય કલાક પ્રસન્ન જ રાખવામાં સફળતા મેળવવી શી રીતે ? કયું ગણિત મનને સમજાવી દેવું કે જેના સહારે એ અપ્રસન્નતાનું શિકાર બને જ નહીં?
આ પ્રશ્નનો સીધો-સાદો જવાબ આ છે કે મનને સ્વીકારભાવનું સ્વામી બનાવી, દેવું. ‘સ્વીકારમાં સુખ, ઇનકારમાં દુઃખુ” આ સૂત્ર એના અસ્તિત્વનું અંગ બનાવી દેવું.
૭૦
ઉપાય ખરો ?”
એક ઉપાય છે”
‘તારા પરિચયમાં જે પણ લોકો આવતા હોય એ જો તારાથી પ્રસન્ન રહેતા હોય,
૬૯
Page #34
--------------------------------------------------------------------------
________________
‘ગરમી ઘણી છે? સ્વીકાર્ય છે. ધંધામાં મંદી ઘણી છે? સ્વીકાર્ય છે. અપેક્ષાઓ પૂરી થતી નથી ? સ્વીકાર્ય છે.”
સભા : સ્વીકારભાવનું આ વલણ જીવનને હંમેશાં તકલીફોમાં જ રાખી દેશે એવું નહીં બને?
પ્રશ્ન તમારો બરાબર છે, જવાબ એનો આ છે કે જીવનમાં તકલીફો જે પણ આવે, એને સમ્યક પુરુષાર્થ દ્વારા દૂર કરવાના પ્રયત્નો કર્યા પછી ય એ તકલીફો જો એવી ને એવી જ ઊભી રહે તો એ વખતે મનને તકલીફોના સ્વીકારભાવમાં ગોઠવી દેવું, એનાથી મનની પ્રસન્નતા ખંડિત થતી બચી જશે.
દા.ત., કોક પાર્ટીમાં તમારા પૈસા અટવાયા છે. એ પૈસા મેળવવા તમે તમારી રીતના બધા જ પ્રકારના પુરુષાર્થ કરી ચૂક્યા છો. એ પાર્ટીને તમે કદાચ ધમકી પણ આપી ચૂક્યા છો પણ એ પાટ એ હદે નબળી પડી ચૂકી છે કે એની પાસેથી ૨કમ પાછી મેળવવામાં તમને હમણાં તો સફળતા મળી નથી પરંતુ ભવિષ્યમાં ય સફળતા મળવાની સંભાવના દેખાતી નથી. આ સ્થિતિમાં જો તમે મનને અસ્વીકારભાવમાં જ રાખો છો તો પ્રસન્નતા તમારી ખંડિત થતી જ રહેવાની છે અને મનને જો આ પરિસ્થિતિના સ્વીકારભાવમાં ગોઠવી દો છો તો તમારી પ્રસન્નતા અકબંધ રહી જ જવાની છે. જવાબ આપો.
પરિસ્થિતિને બદલાવી દેવાના પ્રયાસો કર્યા પછી ય એમાં કોઈ જ સફળતા ન મળે ત્યારે તમે કરો છો શું?
સભા દુર્ગાન અને દુર્ભાવ.
એટલું કર્યા પછી ય કાંઈ વળતું તો નથી જ ને? જો ના, તો પછી સ્વીકારભાવના સ્વામી બની જઈને મનની પ્રસન્નતા ટકાવી રાખવામાં તમને વાંધો શું આવે છે? સાંભળી છે ને આ અંગ્રેજી ઉક્તિ? When we have not what we like, than we must like what we have, આપણને ગમતી ચીજ આપણી પાસે જ્યારે ન હોય ત્યારે આપણી પાસે જે ચીજ હોય એ આપણને ગમી જવી જ જોઈએ.
તમારી વાત તો શું કરું ? અમારા સંયમજીવનમાં તો ડગલે ને પગલે આવી પરિસ્થિતિઓ આવીને ઊભી જ રહેતી હોય છે. અનુકૂળ ગોચરી નથી મળતી. વિહારના રસ્તાઓ બરાબર નથી મળતા. મકાન પ્રતિકૂળ મળે છે. સૂવાનું સ્થાન ક્યારેક મચ્છરોના ઉપદ્રવથી વ્યાપ્ત હોય છે. શ્રાવકો તરફથી ક્યારેક અમારાં સૂચનોનો હકારાત્મક પ્રતિસાદ નથી મળતો. અરે, હમણાંની જ વાત કરું તો દિલ્લી આવવા માટે મારું મન કેમેય કરીને
તૈયાર નહોતું પરંતુ સિદ્ધાન્ત દિવાકર પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજે મને આજ્ઞા કરી કે શીલ-સદાચાર-સંસ્કાર અને ધર્મરક્ષાનાં કાર્યો અંગે તમારે દિલ્લી જવાનું જ છે.
બસ, પછી મેં એ અંગે મનમાં કોઈ નાનકડો સરખો ય વિકલ્પ નથી કર્યો. ભરપૂર પ્રસન્નતા સાથે મેં દિલ્લી તરફનો વિહાર લંબાવ્યો છે. અત્યારે દિલ્લીમાં આવી ગયાને મને બે વરસ જેટલો સમય થઈ ગયો છે. ૪૮ ડિગ્રીની ગરમી અને ડિગ્રીની ઠંડી અમે અહીં અનુભવી છે. એ સિવાયની પણ કેટલીક પ્રતિકૂળતાઓ અમે અહીં વેઠી છે પણ નથી તો મેં મારા મનની પ્રસન્નતાને ખંડિત થવા દીધી કે નથી તો મારા વિનીત શિષ્યોમાંના નાના કોઈ શિષ્ય પણ મનની પ્રસન્નતા ખંડિત થવા દીધી !
રહસ્ય આની પાછળ શું છે? આ જ, સ્વીકારભાવ ! પરિસ્થિતિ નથી જ બદલી શકવાના ને આપણે ? ક્ષેત્ર નથી જ બદલાવી શકવાના ને આપણે ? બસ, સ્વીકારી લો એને અને મનની પ્રસન્નતાને રાખી દો અકબંધ !
એક વાત કરું તમને?
ફરકવાની દિશા કઈ રાખવી એ નક્કી કરવાનું કામ જો ધજાના હાથમાં નથી, પવનના હાથમાં જ છે તો સંયોગો કેવા રાખવા કે કેવા લાવવા એ નક્કી કરવાનું કામ આપણા હાથમાં નથી પણ કુદરતના અર્થાતુ કર્મસત્તાના હાથમાં જ છે. આ સ્થિતિમાં પ્રતિકૂળ વાતાવરણમાં કે વ્યક્તિના પ્રતિકૂળ વર્તાવમાં મનને દુર્ગાનગ્રસ્ત કે દુર્ભાવગ્રસ્ત રાખવામાં કોઈ જ બુદ્ધિમત્તા નથી.
એક અનુભવની વાત જણાવું ?
વરસો પૂર્વે સૌરાષ્ટ્રની ધરતી પર અનંતોપકારી પૂજ્યપાદ ગુરુદેવશ્રી સાથે અમારો વિહાર ચાલી રહ્યો હતો. એક દિવસ એક ગામથી બીજે ગામ અમે જઈ રહ્યા હતા. વિહાર ધાર્યા કરતાં લાંબો નીકળ્યો હોવાના કારણે પણ થાકી ગયા હતા. આ સ્થિતિમાં રસ્તામાં એક ગામડિયો મળી ગયો.
‘ભાઈ, આ ગામ કેટલું દૂર છે?' મેં એને પૂછ્યું
“બસ, એક ખેતર જેટલું અમે આગળ ચાલ્યા. ત્રણ ખેતર પસાર થઈ ગયા પછી ય જ્યારે એ ગામનાં કોઈ ખોરડાં ય ન દેખાયા ત્યારે અમારી સાથે ને સાથે જ ચાલી રહેલા એ ગામડિયાને મેં ફરી વાર પૂછ્યું.
‘ભાઈ, આ ગામ...'
૭૨
Page #35
--------------------------------------------------------------------------
________________
“બસ, આ આવ્યું જ સમજો” બીજા બે ખેતર અમે ચાલી નાખ્યું. ન કોઈ ગામ દેખાય કે ન ગામનું કોઈ માણસ દેખાય. મારી અકળામણ વધી ગઈ. પેલા સાથે જ ચાલી રહેલ ગામડિયાને થોડાક ભારે અવાજમાં મેં પૂછ્યું.
‘ભાઈ, આ ગામ આવવાનું છે ક્યારે ?'
અને એ ગામડિયો આ સાંભળતા વેત રસ્તા પર જ ઊભો રહી ગયો. મારી સામે જોઈને એણે મને જે સંભળાવ્યું એ આજે ય મને બરાબર યાદ છે. એણે મને કહ્યું,
મહારાજ સાહેબ, હું સમજી ગયો છું કે તમે ખૂબ થાક્યાં છો એટલે મને વારંવાર ‘ગામ કેટલું દૂર છે?” એમ પૂછ્યા કરો છો પણ કાન ખોલીને તમે સાંભળી લો કે ગામ કેટલું દૂર છે? એમ પૂછતા રહેવાથી નથી આવવાનું. ગામ જયારે પણ આવશે ત્યારે ચાલવાથી જ આવવાનું છે.”
સંદેશ સ્પષ્ટ છે.
ગામ જ્યારે પણ આવે છે ત્યારે જો પૂછવાથી નહીં પણ ચાલવાથી જ આવે છે તો મનની પ્રસન્નતા જ્યારે પણ ટકી રહે છે ત્યારે સ્વીકારભાવથી જ ટકી રહે છે, ફરિયાદો કરતા રહેવાથી કે અસ્વીકારભાવથી નથી જ ટકતી.
એક વાસ્તવિકતા તરફ તમારું ધ્યાન દોરું ?
જે સ્થળમાં હાડકા કરતાં કૂતરાઓ વધુ હોય છે એ સ્થળમાં શાંતિ જો સંભવિત બનતી નથી તો જે વ્યક્તિ પાસે પુણ્ય કરતાં અપેક્ષાઓ વધુ હોય છે એ વ્યક્તિના જીવનમાં શાંતિ ય સંભવિત બનતી નથી તો એ વ્યક્તિના મનમાં પ્રસન્નતા ય સંભવિત બનતી નથી.
તમારા ખુદને માટે તમને શું લાગે છે ? અપેક્ષાઓ કરતાં તમારું પુણ્ય વધુ છે કે પુણ્ય કરતા તમારી અપેક્ષાઓ અનેકગણી વધુ છે?
સભા : પુણ્ય બિંદુ જેટલું છે, અપેક્ષાઓ સિંધુ જેટલી.
આ સ્થિતિ છતાં ય સ્વીકારભાવ માટે તમે મનને જો. તૈયાર કરવા નથી જ માગતા તો નિશ્ચિત કહું છું કે સ્વીકારભાવ વિનાના તમારી પાસે રહેલાં બીજાં ગમે તેટલાં પણ સુખો તેમને પ્રસન્નતાની અનુભૂતિ કરાવી શકવાના નથી જ.
પ્રસન્નતાન ‘પ” ના સ્વામી બની જવાના સંદર્ભમાં તમને છેલ્લી વાત કરી દઉં? સાધનાકાળ દરમ્યાન પ્રભુ વીરે પોતાના પર જે પણ પરિસહ-ઉપસર્ગો આવ્યા છે એ તમામનો કોઈ પણ જાતનો પ્રતિકાર કર્યા વિના સ્વીકાર કરતા રહીને જો પ્રસન્નતાને હાથવગી જ રાખી છે તો એ પ્રભુના પરિવારમાં સામેલ થઈ જવા માગતા આપણે પણ
‘સ્વીકારભાવ દ્વારા પ્રસન્નતા’ના માર્ગ પર આજે જ, અત્યારે જ કદમ મૂકી દેવા જેવા છે, એ માર્ગ પર આપણા કદમ પડ્યા નથી અને પ્રસન્નતા હાથવગી બની નથી. પ્રસન્નતા હાથવગી બની નથી અને પ્રભુના પરિવારમાં આપણો પ્રવેશ થયો નથી !
પાંચ ‘પ’ માંનો તૃતીય નંબરનો “પ” છે : પવિત્રતા
પવિત્રતાનો અર્થ માત્ર “બ્રહ્મચર્યનું પાલન’ એટલો જ અહીં નથી લેવાનો. આત્મહિત જ્યાં અકબંધ રહી જાય, ભારે પુરુષાર્થ કરીને અર્જિત કરેલા સદ્દગુણો જ્યાં સુરક્ષિત રહી જાય, અનંતકાળે પ્રાપ્ત એવું આ માનવજીવન હાથમાંથી વ્યર્થ ચાલ્યું ન જાય એ અંગે સતત સાવધગીરી દાખવતા રહેવું એનું નામ છે પવિત્રતા.
સભા : આજના કાળે પવિત્રતા ટકાવી રાખવી એ બહુ મોટો પડકાર લાગે છે.
પડકાર લાગે છે એમ નહીં, પડકાર છે જ છતાં એટલું ચોક્કસ કહીશ કે પવિત્રતા ટકાવી રાખવા અંગેની કેટલીક પાયાની વાતો જો બરાબર સમજી લેવામાં આવે અને દૃઢતાપૂર્વક એનું જો પાલન કરવામાં આવે તો પવિત્રતા ટકાવી રાખવામાં કોઈ જ વાંધો આવે તેમ નથી.
એક વાતનો તમને ખ્યાલ છે?
મકાનમાં પ્રકાશનો અનુભવ કરવા માટે તમે લાઇટની વ્યવસ્થા ભલે કરી છે પણ એમાં એક વાત નિશ્ચિત છે કે જ્યાં સુધી તમે સ્વિચ ચાલુ કરતા નથી ત્યાં સુધી લાઇટ થતી જ નથી અને લાઈટ એક વાર ચાલુ કરી દીધા પછી ય તમે જો સ્વિચ બંધ કરી દો છો તો લાઇટને બંધ થઈ જતાં પળની ય વાર લાગતી નથી,
અધ્યાત્મના સંદર્ભમાં આ વાતને સમજાવું તો મારામાં અને તમારામાં – આપણા સહુમાં – સારું કરવાની અને ખરાબ કરવાની, બંને પ્રકારની યોગ્યતા (ઉપાદાન) પડી જ છે પણ જો આપણે ખરાબ નિમિત્તોનું સેવન કરતા જ નથી તો ખરાબ કરવાની યોગ્યતા અંદરમાં પડી હોવા છતાં ય આપણે ખરાબ કરતા જ નથી અને સનિમિત્તોનું જો આપણે ભરપૂર સેવન કરતા રહીએ છીએ તો અંદરમાં સારું કરવાની જે યોગ્યતા પડી છે એ બહાર આવ્યા વિના રહેતી જ નથી,
સંદેશ સ્પષ્ટ છે.
નિમિત્તો એ ‘સ્વિચ’ના સ્થાને છે અને ઉપાદાન એ ‘લાઇટ’ના સ્થાને છે. આપણે બે જ કામો કરવાનાં છે. ખરાબ નિમિત્તોનું સેવન કરવારૂપ સ્વિચ પર આંગળી આપણે ક્યારેય મૂકવાની નથી. કોક નબળી પળોમાં આંગળી મુકાઈ પણ ગઈ હોય તો ય વહેલી તકે એ સ્વિચ પરથી આપણે આંગળી ઉઠાવી લેવાની છે અને ગલત પ્રવૃત્તિઓને સ્થગિત
૭૩
૭૪
Page #36
--------------------------------------------------------------------------
________________
કરી દેવાની છે.
અને સનિમિત્તોનું સેવન કરવારૂપ સ્વિચ પર આપણે આંગળી મૂકતા જ રહેવાનું છે. પ્રલોભનવશ કે પ્રમાદવશ ક્યારેક ત્યાંથી આંગળી ઊઠી પણ ગઈ હોય તોય વહેલામાં વહેલી તકે એ સ્વિચ પર આપણે આંગળી મૂકી દેવાની છે.
જિનશાસનનો આ જ રાજમાર્ગ છે. અનંત તીર્થકર ભગવંતોએ આત્મહિતને અકબંધ કરી દેવા માગતા સાધકોને આ જ સંદેશ આપ્યો છે. “ખરાબ નિમિત્તોનું સેવન કરતા રહીને ય સારા બન્યા રહેશું” એવા ભ્રમમાં તમે રહેશો જ નહીં. સારાં નિમિત્તોનું સેવન તમને શીધ્ર સારા કદાચ નહીં પણ બનાવી દે પરંતુ ખરાબનિમિત્તોનું સેવન તમને ખરાબ બનાવી દેતાં પળની ય વાર નહીં લગાડે. માટે પહેલું કામ આ કરો. ખરાબ નિમિત્તોથી જાતને જેટલી દૂર રાખી શકાય એટલી રાખતા રહો.
જવાબ આપો,
આટલું કરવા તમે તૈયાર છો ખરા? નક્કી કરી દો. ગલત સ્થાનમાં જવું નથી. ગલત સાહિત્ય વાંચવું નથી. ગલતનો સંગ કરવો નથી. હું નથી માનતો કે આ ત્રણ બાબતમાં ચોક્કસ બની ગયા પછી ય પવિત્રતા ટકાવી રાખવામાં તમને ખાસ કોઈ તકલીફ પડે. સાંભળ્યો છે આ ટુચકો?
સાવ સરળ છે ‘હું તો પૂરો કંટાળી ગયો છું'
શેનાથી ?'
‘દારૂથી'
‘તો છોડી દે ને?” ‘વરસોથી પડેલ કુટેવ છોડી દેવી એકદમ સરળ તો નથી જ ને?”
‘સાચે જ તારે દારૂ છોડવો છે?”
‘હા. કારણ કે બંધ મૂઠીએ તું દારૂની બૉટલ ખોલી જ નથી શકવાનો ને? બૉટલ ખૂલ્યા વિના દારૂ પેટમાં પધરાવી જ શી રીતે શકીશ?'
હા. આ જ વાસ્તવિકતા છે. ચિનગારીને જો લાકડા-પેટ્રોલ-ઘાસતેલ કે રૂ નથી મળતાં તો આપોઆપ એ જેમ બુઝાઈ જાય છે તેમ મનમાં સુષુપ્ત પડેલ કુસંસ્કારોને જો ગલત સ્થાન-સાહિત્ય કે સંગનાં કુનિમિત્તો આપવામાં નથી આવતા તો મનના એ ગલત કુસંસ્કારો આપોઆપ નિસ્તેજ યાવતું નષ્ટપ્રાયઃ થઈ જાય છે.
એક બાબતનો ખ્યાલ છે?
સજ્જનના આમંત્રણને ‘હા’ પાડવામાં જેટલી તાકાત જોઈએ છે એના કરતાં કે ગણી તાકાત દુર્જનનો આમંત્રણને ‘ના’ પાડવામાં જોઈએ છે. આનો અર્થ ? આ જ કે ધર્મસેવનની તકને ઝડપી લેવા માટે મન સાથે બહુ સંઘર્ષ કરવો પડતો નથી પરંતુ પાપસેવનના પ્રલોભનને ઠુકરાવી દેવા તો મન સાથે ભારે સંઘર્ષ કરવો જ પડે છે.
આપણાં મનને આપણે તપાસી લેશું તો ય આ બાબતની આપણને બરાબર પ્રતી થઈ જ જશે. ઘરમાં પ્રભુને પધરાવવા મન તૈયાર છે પણ ઘરમાં રહેલ ટી.વી.ને કાઢી નાખવા મન સંમત નથી, સ્તુતિઓ બોલતા રહેવા મન સંમત છે પણ ગાળો બોલવાનું બંધ કરી દેવા મન તૈયાર નથી. શુભવિચારોમાં વ્યસ્ત રહેવામાં મનને કોઈ જ વાંધો નથી પણ અશુભ વિચારોને તિલાંજલિ આપી દેવાની બાબતમાં તો મન ઝૂકી જવા તૈયાર જ નથી.
મનનું આ વલણ એટલું જ કહે છે કે શુભના સેવનનો આનંદ માણવા એ કદાચ તૈયાર થાય પણ છે તો ય અશુભના સેવનમાં આવતી મજા પર પૂર્ણવિરામ મૂકી દેવા એ હરગિજ તૈયાર નથી. અને એટલે જ પવિત્રતા ટકાવી રાખવા દ્વારા પ્રભુના પરિવારમાં સામેલ થઈ જવાનું કાર્ય આપણે માટે ભારે પડકારરૂપ છે.
છતાં,
ભૂતકાળના અનંત જન્મોના વિષયજન્ય સુખોના દુઃખદ અનુભવો અત્યારે આપણા સ્મૃતિપથ પર ન પણ હોય તો ય વર્તમાન જીવનનાં વિષયજન્ય સુખોના દુઃખદ અનુભવો તો આપણા સ્મૃતિપથ પર છે ને? સાપ જાય છે અને એ જેમ પોતાના લિસોટા છોડતો જાય છે તેમ ઇન્દ્રિયના દરેક વિષયોએ એના સેવનકાળે કદાચ અનુભવ સુખનો કરાવ્યો પણ છે તો ય એના સેવન પછીના કાળમાં એ વિષાદ, ઉદ્વેગ, ગ્લાનિ, અતૃપ્તિ વગેરે સંખ્યાબંધ માનસિક પરિતાપો મૂકતા જ ગયા છે.
આ અનુભવો પરથી બોધપાઠ લઈને આપણે હવે એ જ રસ્તા પર આગળ વધવા
‘એ કામ કરે. જ્યારે પણ દારૂ પીવાનું મન થાય ત્યારે તું તારા બંને હાથની મૂઠી વાળી દે. *
‘એનાથી શું થશે?”
‘દારૂ છૂટી જશે' ‘મૂઠી વાળવાથી ?”
૭૫
Page #37
--------------------------------------------------------------------------
________________
માગતા મનને જો ‘રુક જા’ કહી દેવાની હિંમત દાખવવા તૈયાર છીએ, પોતાનો ભોગમાગી રહેલ કાયમની ભૂખાળવી ઇન્દ્રિયોને આપણે જો ‘ભૂખી' જ રાખવાનું સત્ત્વ દાખવવા તૈયાર છીએ તો પવિત્રતાને આત્મસાત કરી દેવાનું આપણા માટે જરાયે અશક્ય પણ નથી તો દુઃશક્ય પણ નથી.
શું કહું?
સુખની આપણી તરસ સાચી છે પણ એ તરસ છિપાવવા આપણે ઇન્દ્રિયોના વિષયોના જે સરોવર પાસે પહોંચતા રહીએ છીએ એ સરોવર સૂકું છે અને એ સરોવરનું પાણી આપણી સુખની તરસ છિપાવી જ દેવાનું છે એ આપણી આશા ભ્રામક છે. જેટલા વહેલા એ સરોવરથી આપણે દૂર થઈ જશું એટલા વહેલા આપણે સાચા અર્થમાં પવિત્રતાના સ્વામી બની જઈને પ્રભુના પરિવારમાં સામેલ થઈ શકશું. અને છેલ્લે એક ટુચકો.
મેળ ન પડ્યો. ‘તમે નોકરીમાંથી રાજીનામું આપી દીધું ?” ના. શેઠે મને કાઢી મૂક્યો’ કારણ ? મેળ ન પડ્યો” કોનો? તમારો અને શેઠનો?’ ‘ના’ ‘તો ?” ‘રોકડાનો અને ચોપડાનો !'
અનંત અનંતકાળ પછી ય ભોગ અને તૃપ્તિનો મેળ પડ્યો નથી અને અનંતકાળ પછી ય એ બે વચ્ચે મેળ પડવાનો નથી. આપણા આ અનુભવને આંખ સામે રાખીને અને પ્રભુના આ વચન પર શ્રદ્ધા રાખીને આપણે હવે તો ઇન્દ્રિયોના વિષયોને ત્યાં નોકરી કરી રહેલા મનને આત્મઘરમાંથી તગેડી મૂકવાનું પરાક્રમ કરી દેખાડીએ, પવિત્રતા આપણી અકબંધ થઈ જશે.
પાંચ ‘પ” માંનો ચતુર્થ નંબરનો ‘પ છે : પુણ્યકાર્ય આ “પ” ની છણાવટ કરતા પહેલાં એક પ્રશ્ન તમને.
‘તમને વધુ રસ શેમાં ? બેંકમાં પૈસા જમા કરાવવામાં કે પૂર્વે જમા થયેલા પૈસા ઉપાડવામાં ?”
સભા : બેંકમાં પૈસા જમા કરાવવામાં. બીજો પ્રશ્ન : ખેડૂતને બિયારણ વાવવામાં વધુ રસ કે વાપરવામાં ? સભા : વાવવામાં ત્રીજો પ્રશ્ન : ઘરમાં રહેલ કચરો કાઢવામાં વધુ રસ કે કચરો વધારવામાં વધુ રસ ? સભા : કચરો કાઢવામાં.
તો હવે જવાબ આપો. સુખ જે પણ મળે છે એ છે પુણ્યનો ઉદય અને જીવનમાં સત્કાર્ય જે પણ થાય છે એ છે પુણ્યનો બંધ. તમારી ભાષામાં કહું તો પુણ્યના ઉદયનું સ્થાન છે બૅન્કમાં જમા થયેલા પૈસા ઉપાડવાનું જ્યારે પુણ્યબંધનું સ્થાન છે બૅન્કમાં પૈસા જમા કરાવવાનું. તમારા જીવનમાં અત્યારે પ્રાધાન્ય શેનું છે ? પુણ્યના ઉદયનું કે પુણ્યના બંધનું? તમારા હૈયે પ્રસન્નતા શેની છે? પુણ્યનો ઉદય જોરદાર ચાલુ છે એની કે પુણ્યનો બંધ જોરદાર થઈ રહ્યો છે એની? તમારા મનની નિશ્ચિતતાનો આધાર શું છે? જીવનમાં સુખો ભરપૂર માત્રામાં છે એ કે જીવનમાં સત્કાર્યોનું સેવન પૂરબહારમાં ચાલુ છે એ?
સભા : સાવ સાચું કહીએ તો પુણ્યનો ઉદય એ જ અમારી વર્તમાન મસ્તીના મૂળમાં છે. પુણ્ય બંધની બાબતમાં તો અમે ભારે ઉદાસીન છીએ.
વાસ્તવિકતા જો આ જ હોય તો પૂછવું છે તેમને મારે કે આંખ બંધ થયા પછી જશો ક્યાં? વરસો પૂર્વે માટુંગા (મુંબઈ) માં ધીરુભાઈ અંબાણી મને મળવા આવેલા ત્યારે મેં એમની સમક્ષ આ જ વાત મૂકી હતી.
“ધીરુભાઈ ! મુંબઈથી અમદાવાદ જવાનું તમારે બને તો અમદાવાદ જવા રવાના થતા પહેલાં “અમદાવાદમાં હું ઊતરીશ ક્યાં ?' એ પાકું તો કરી જ લો ને ?'
‘તો જવાબ આપો, આંખો બંધ થયા પછી પરલોકમાં ઊતરવાનું ક્યાં બનશે, એ અંગે અત્યારથી કોઈ વિચારણા કરી લીધી છે ખરી ? કોઈ આયોજન વિચાર્યું છે ખરું?”
મારા આ પ્રશ્નનો ધીરુભાઈ પાસે તો કોઈ જવાબ નહોતો પણ તમારી પાસે કોઈ જવાબ છે ખરો ?
સભા : નો.
તો એટલું જ કહીશ કે એ અંગે અત્યારથી જ જાગ્રત થઈ જાઓ. ચામડી વિનાના શરીરની જો કોઈ શોભા નથી, રસ વિનાની શેરડીની જો કોઈ કિંમત નથી, પૈસા વિનાના સંસારી માણસની જો કોઈ આબરૂ નથી તો પુણ્ય વિનાના સંસારી આત્માની સંસારના આ બજારમાં ફૂટી કોડીની કિંમત નથી.
9
Page #38
--------------------------------------------------------------------------
________________
શું કહું તમને?
પત્ની વિના જીવનમાં સમાધિ ટકાવી રાખવામાં વાંધો નથી આવતો. વગર બંગલે ઝૂંપડામાં ય જીવન મસ્તીથી પસાર કરી શકાય છે. મિષ્ટાન-ફરસાણનાં ભોજન વિના ય ગરીબ માણસને પોતાના ચહેરા પરના હાસ્યને ટકાવી રાખવામાં સફળતા મળી શકે છે અને અમારા જેવા સંયમીને વગર પૈસે ય મુખ પરની મસ્તી ટકાવી રાખવામાં વાંધો નથી આવતો પણ પુણ્ય વિના ?
નથી તો તમારે ચાલતું કે નથી તો અમારે ચાલતું! સભા : આપને ય પુણ્યની જરૂર પડે ?
આર્યદેશ-આર્યકુળ-માનવભવ-પંચેન્દ્રિય પતા–સશક્ત મન-સંસ્કારી માતા-પિતા, જિનશાસન, સત્સામગ્રીઓ-સઆલંબનો, સનિમિત્તો, સંઅનુષ્ઠાનો, વીતરાગ પરમાત્મા, નિગ્રંથ ગુરુદેવ, વીતરાગપ્રણીત મોક્ષમાર્ગ આ બધું ય પુણ્ય વિના અમને મળી ગયું? ના. જોરદાર પુણ્યનો ઉદય કે આત્મકલ્યાણમાં સહાયક આ બધું ય અમને મળી ગયું.
અરે, આ જીવનમાં એવી આરાધનાઓ મારાથી શક્ય બનવાની જ નથી કે જેના બળે સર્વકર્મોનો ક્ષય કરીને અમે અહીંથી સીધા જ મોક્ષમાં ચાલ્યા જઈએ. આનો અર્થ ? આ જ કે આ જીવનની સમાપ્તિ બાદ અમારે પણ ક્યાંક તો જન્મ લેવાનો જ છે, અને એ જન્મ અમને સારી ગતિમાં તો જ મળવાનો છે. જો અમારી પાસે પુણ્યકાર્યોની મૂડી હશે તો ! હવે તમે જ કહો, શુભ પુણ્યબંધ વિના મારે કે તમારે કોઈને ય ચાલે તેમ છે ખરું ?
સભા : ના,
તો એ વાત તો નક્કી થઈ ગઈ ને કે પુણ્યબંધના એક માત્ર કારણભૂત પુણ્યકાર્યોને જીવનમાં મહત્ત્વનું સ્થાન આપી દીધા વિના ભવાંતરમાં નથી તો આપણે સુખની સામગ્રીઓ પામી શકવાના કે નથી તો આપણે ધર્મની સામગ્રીઓ પામી શકવાના. આ સમજણ જેવી હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ, એ જ પળથી જીવનમાં પુણ્યકાર્યો શરૂ થઈ ગયા જ સમજજો.
આ લગન ? અમદાવાદના એક સુશ્રાવક છે, સાતેક વરસ પહેલાં અમદાવાદમાં અમે કરેલ ચાતુર્માસ દરમ્યાન એ દરરોજ પ્રવચનમાં આવતા હતા. પ્રજ્ઞાપનીયતા સારી, હૃદયની સરળતા પણ સારી. દિલની ઉદારતા પણ સારી.
ચાતુર્માસ પૂરું થયું. અમદાવાદથી પૂના તરફ જવા અમે વિહાર લંબાવ્યો-રસ્તામાં નડિયાદ આવ્યું અને એ ભાઈ ત્યાં મને મળવા આવ્યા. વંદન કરીને બેઠા, ધર્મચર્ચા થઈ
અને પછી ઊભા થતાં થતાં એમણે મને વિનંતિ કરી.
‘રૂપિયા ૭૨,00 સન્માર્ગે વાપરવા છે. આપ સૂચન કરો તેને ક્ષેત્રમાં એ રકમનો સવ્યય હું કરી દઉં.'
“ફર,000 જ કેમ?' મારા એ પ્રશ્નનો એમણે તો જવાબ ન આપ્યો પણ એમની સાથે આવેલા એમના મિત્રે આ અંગે ખુલાસો કર્યો. ‘ગુરુદેવ, આપે અમદાવાદ છોડ્યું એ દિવસે એમણે અભિગ્રહ કર્યો હતો કે આપ નડિયાદ પહોચી જાઓ એ ગાળા દરમ્યાને ધંધામાં ‘પOO’ની જેટલી પણ નોટો આવે એ બધી જ નોટો સન્માર્ગમાં વાપરી દેવી.
આપને એ જાણીને આશ્ચર્ય થશે કે રૂપિયા ૫૦નો માલ લઈ જનારે પણ જો પCO ની નોટ આપી છે તો એને ૪૫૦ રૂપિયા તો એમણે પાછા આપ્યા જ છે પણ એ ભાઈ તરફથી મળેલ ૫00 ની નોટ તો એમણે સન્માર્ગ ખાતે અલગ જ રાખી દીધી છે !'
પુણ્યકાર્ય અંગેની એ ભાઈની આ કોઠાસૂઝે, આ લગને અને આ ધગશે મને સ્તબ્ધ કરી દીધો ! પુણ્યકાર્ય માટે કોઈ પુણ્યાત્મા આવું મસ્ત પરાક્રમ કરી શકે એ વાત મારી કલ્પના બહારની હતી.
સભા : અમારી કલ્પનામાં પણ આ વાત બેસતી નથી.
આ સત્ય પ્રસંગ પરથી એક બોધપાઠ એ લેવા જેવો છે કે જીવનમાં બહુ મોટાં પુણ્યકાર્યો કરવાની ક્ષમતા ન પણ હોય તો ય શક્તિ અનુસાર નાનાં નાનાં સત્કાર્યો તો કરતા રહેવા જેવા જ છે. ક્રિકેટના જગતમાં આટલાં વરસોમાં એક પણ બૅટ્સમૅન એવો પાક્યો નથી કે જેણે કેવળ ચોગ્ગા અને છગ્ગાઓ લગાવીને સેમ્યુરી પૂરી કરી હોય પણ એવા કેટલાક બૅટ્સમૅનો જરૂર પાક્યા છે કે જેઓએ એક પણ ચોગ્ગો કે છગ્ગો લગાવ્યા વિના જ સેચુરી પૂરી કરી છે.
આનો અર્થ ?
આ જ કે બહુ મોટાં પુણ્યકર્મો - કે જેને આપણે ચોગ્ગાની - છગ્ગાની ઉપમા આપી શકીએ - કરતા રહીને જ કેવળજ્ઞાન પામી ચૂક્યા હોય એવા પરાક્રમી આત્માઓમાં તો તીર્થકર ભગવંતોનો સમાવેશ પણ થઈ શકતો નથી તો આપણે તો શી વિસાતમાં છીએ ? પણ નાનાં નાનાં પુણ્યકાર્યો - કે જેનો સમાવેશ આપણે એક રન કે બે રનમાં કરી શકીએતો આપણે ખૂબ આસાનીથી કરી શકીએ તેમ છીએ અને એ પુણ્યકાર્યોના સેવન દ્વારા આપણે કેવળજ્ઞાન પામી શકીએ તેમ છીએ. તો કમ સે કમ આપણે એ તો શરૂ કરી દઈએ !
Page #39
--------------------------------------------------------------------------
________________
સભા : આ વાત અમને ખૂબ ગમી ગઈ છે.
તમો સહુ યોગ્યતા લઈને જ બેઠા છો એટલે આવી વાતો તમને ન ગમવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. પણ એટલું જ કહીશ કે હવે એના અમલમાં પળનો ય વિલંબ ન કરો. સમયની એવી ગાડીમાં આપણું જીવન પસાર થઈ રહ્યું છે કે જે ગાડીમાં ‘રિવર્સ ગેયર’ પણ નથી તો ‘બ્રેક” પણ નથી. મને આજે ૬૦ વરસ થયા છે. હું મારા જીવનને ૫૫ વરસ પર પણ લઈ જઈ શકું તેમ નથી તો ૬૦માં વરસ પર જ ઊભું રાખી શકું તેમ નથી. આ સ્થિતિમાં હું જો સારું કરવા માગું છું તો મારે એની શરૂઆત અત્યારે જ કરી દેવા જેવી છે અને હું જો ગલતથી દૂર થવા માગું છું તો એ અંગેનું સર્વ ફોરવવાનું પણ મારે અત્યારથી જ શરૂ કરી દેવા જેવું છે. સાંભળ્યું છે આ દૃષ્ટાન્ન?
મને ભરોસો નથી દાનેશ્વરી કર્ણ પાસે અચાનક એક યાચક આવી ચડ્યો. એ વખતે કર્ણના હાથમાં એક સુવર્ણપાત્ર હતું. કર્ણો એ સુવર્ણપાત્ર દાનમાં આપી દેવા યાચકના હાથમાં મૂકવાનો જેવો પ્રયાસ કર્યો, યાચકે પોતાનો હાથ પાછો ખેંચી લીધો.
‘પણ કેમ ?' ‘સુવર્ણપાત્ર તમારા ડાબા હાથમાં છે અને ડાબા હાથે અપાતા દાનને સ્વીકારવામાં અપશુકન થાય છે. તમે સુવર્ણપાત્ર જમણા હાથમાં લઈને મને આપો તો એ હું સ્વીકારું.’
‘ભૂદેવ ! તમારી વાત તો સાચી છે પણ એક વાત તમને કરું? નથી તો મને મારા આયુષ્ય પર ભરોસો કે નથી તો મને મારા મન પર ભરોસો. ડાબા હાથમાં રહેલ સ્વર્ણપાત્ર જમણા હાથમાં લેવા જતાં વચ્ચે જ આયુષ્ય મારું પૂરું થઈ જાય એ ય શક્યતા છે તો વચ્ચે મારું મન બદલાઈ જાય એ ય શક્યતા છે. માટે ભૂદેવ ! મારું ડાબા હાથનું દાન પણ તમે સ્વીકારી જ લો.’
તાત્પર્યાર્થ આ દૃષ્ટાંતનો સ્પષ્ટ છે. પાંચ ‘પ' માં નો પંચમ નંબરનો ‘પ' છે : પરિણતિ
તમને સમજાય એવી ભાષામાં કહું તો પરિણતિનો અર્થ એ છે કે સમ્પ્રવૃત્તિના સેવનકાળમાં તો પ્રવૃત્તિના પરિણામનું લક્ષ્ય જીવંત હોય જ પરંતુ સત્રવૃત્તિનું સેવન કોક સંયોગમાં ન પણ ચાલુ હોય ત્યારે ય સમ્પ્રવૃત્તિનું લક્ષ્ય અંતઃકરણમાં જીવંતતા અનુભવતું હોય,
જવાબ આપો. પૈસાનો વિચાર તમે બજારમાં હો ત્યારે જ આવે કે બાથરૂમમાં
સ્નાન કરતા હો ત્યારે ય આવે?
સભા : રાતના સ્વપ્નમાં ય વિચારો પૈસાના જ આવતા રહે છે.
બસ, પરિણતિનું આવું જ છે. દાન ચાલુ હોય ત્યારે તો મૂચ્છત્યાગની પરિણતિ જીવંત હોય જ પરંતુ દાન સ્થગિત હોય ત્યારે ય મૂત્યાગનું લક્ષ્ય અંતઃકરણમાં જીવંત હોય, તપના કાળમાં તો હારસંજ્ઞા પ્રત્યે લાલ આંખ હોય જ પરંતુ તપના પારણે ય આહારસંજ્ઞા પ્રત્યે કરડી નજર જ હોય.
- હોકાયંત્ર તો તમે જોયું છે ને? હાથમાં પકડીને તમે એને ગોળ ગોળ ઘુમાવો. એનો કાંટો તમને બધી ય દિશામાં ફરતો કદાચ દેખાય પણ જેવું એ હોકાયંત્ર જમીન પર સ્થિર થઈ જાય, એનો કાંટો તમને ઉત્તર દિશા બતાડી દે, બસ, આ જ કાર્ય પરિણતિનું છે. સંયોગો ભલે જાતજાતના બદલાયેલા હોય, પ્રવૃત્તિઓ ભલે અલગ અલગ હોય, પરિસ્થિતિ ભલે અનેક પ્રકારની હોય પણ આત્મહિતનું અંદરનું લક્ષ્ય અકબંધ જ હોય. એક દૃષ્ટાંત દ્વારા આ વાત સમજાવું?
ભક્તિમાં મન લીન જ છે. એક સંતની પાસે એક નવયુવાન આવ્યો. પ્રણામ કરીને એમની સામે બેસી ગયો. ‘મારે એક પ્રશ્ન આપને પૂછવો છે.'
‘પૂછી લે” આપ પ્રવચનોમાં એમ કહ્યા કરો છો કે તમારે તમારું મન પ્રભુભક્તિમાં લીન રાખવું જ જોઈએ પરંતુ અમારા જેવા સંસારી માણસો માટે એ શક્ય છે ખરું? ક્યારેક અમને વાતાવરણ અનુકૂળ મળે છે તો ક્યારેક પ્રતિકૂળ, ક્યારેક સ્વજનો અમને અનુકૂળ મળે છે તો ક્યારેક પ્રતિકૂળ. ટૂંકમાં, સતત બદલાતા રહેતો સંયોગોમાં અમારે મનને ભક્તિમાં લીન રાખવું શી રીતે ?'
‘તારા આ પ્રશ્નનો હું જવાબ આપું એ પહેલાં મારી આસપાસ બેઠેલા મારા આ ત્રણ અનુયાયીઓને હું જે પ્રશ્ન પૂછું તે, અને એમના તરફથી એનો જે જવાબ મળે એ તું સાંભળી લે. કદાચ તારા મનનું સમાધાન થઈ જાય.’
‘પૂછો” અને એ સંતે પોતાની ડાબી બાજુ બેઠેલા ભગતને પૂછયું,
‘ભક્તિમાં મન લીન રહે છે ખરું?” “બાપજી ! પત્ની એવી સરસ સ્વભાવની મળી છે કે એના તરફથી મારી તમામ અનુકૂળતાઓ સચવાઈ જ જાય છે. આ હિસાબે મારું મન એટલું બધું પ્રસન્ન રહે છે કે
ટર
Page #40
--------------------------------------------------------------------------
________________ પ્રભુપૂજા, એ બધું ય પરલોકમાં તો આપણી સાથે નથી જ આવવાનું. પરલોકમાં સાથે એ પૂજામાં આપણે મેળવેલા ભાવો, આપણે ઊભો કરેલો હૃદયનો ઉછળતો બહુમાનભાવ, આપણે અનુભવેલી ગદ્ગદતા એ જ આવવાનું છે. આ વાસ્તવીકતાનો સંદેશ સ્પષ્ટ છે. કેવળ સત્રવૃત્તિઓના સાતત્યપૂર્ણ સેવનથી જ આપણે સંતુષ્ટ થઈ જવાનું નથી. સસ્પ્રવૃત્તિઓને અનુરૂપ નિર્મળ પરિણતિના સ્વામી પણ આપણે બની જ જવાનું છે. દરિયામાં ઊછળતા મોજાંઓ તો જોયા છે ને ? મધદરિયે એક મોજું ઊછળે છે, એ બેસે છે એ પહેલાં એક બીજાં મોજાંને એ ઉછાળે છે. એ મોજુ બેસતા પહેલાં ત્રીજા મોજાને ઉછાળી દે છે અને એમ કરતાં કરતાં એક મોજું દિરયાના કિનારે પહોંચી જાય છે. બસ, આ જ કામ આપણે કરવાનું છે. આ જનમમાં કેળવેલી પરિણતિને આપણે ભૂવાંતરમાં સાથે લઈ જવાની છે, એ ભવની પરિણતિને આગલા ભવમાં આપણે સાથે લઈ જવાની છે અને આમ કરતાં કરતાં એક મંગળ ભવ, એક મંગળ દિવસ અને એક મંગળ પળ આપણા જીવનમાં એવી આવીને ઊભી કરી દેવાની છે કે જે મંગળ પળે આત્મા સંસાર સાગરનો પાર પામીને જ રહે, જેવો પ્રભુભક્તિમાં બેસું છું, મન એ જ પળે પ્રભુમાં લીન થઈ જાય છે.” સંતે જમણી બાજુ બેઠેલા ભગતને પૂછ્યું, ‘તમારા મનની સ્થિતિ શી છે ?" બાપજી ! પત્ની એવી કર્કશા મળી છે કે મારો સ્વભાવ અને બિલકુલ ફાવતો જ નથી અને એ હિસાબે મારાથી એ સર્વથા અનાસક્ત બની ગઈ છે. આખા દિવસમાં એક વાર પણ એનું મોટું હું જોવા પામતો નથી. બસ, આ જ કારણસર જેવો હું પ્રભુભક્તિમાં બેસું છું, સહજરૂપે જ મારું મન એમાં લીન બની જાય છે.' સંતે ત્રીજા ભગતની સામે જોઈને આ જ પ્રશ્ન પૂછ્યો, “ભગત, તમારી મનઃસ્થિતિ ?' ‘બાપજી , મેં તો લગન જ નથી કર્યા. જેવો પ્રભુ સામે હું બેઠો નથી અને પ્રભુમાં મારું ચિત્ત જાણ્યું નથી. આપણે તો લીલાલહેર જ છે.' સંતના આ ત્રણેય અનુયાયીઓના જવાબો સાંભળીને પેલા યુવકને પોતાના પ્રશ્નનો જવાબ આપવા સંતને વિનંતિ કરવાની જરૂર જ ન રહી. આ તાકાત છે પરિણતિની. તમને એ ક્યાંય આધા-પાછા થવા દેતી નથી. તમને એ નિરાશ થવા દેતી નથી. તમને એ નાસીપાસ થવા દેતી નથી. વિપરીત સંયોગોમાં ય એ તમારા ઉત્સાહને ધબકતો જ રાખે છે. નિવૃત્તિકાળમાં કે અશક્તિકાળમાં ય એ તમને પ્રસન્ન જ રાખે છે. વિપરીત પ્રકૃતિવાળા જીવો વચ્ચે ય એ તમને તમારા લક્ષ્યની નજીક જ રાખે છે. સભા : પરિણતિનું આવું સ્વામિત્વ પમાય શી રીતે ? એક જ ઉપાય છે. સત્રવૃત્તિઓનું રસપૂર્વકનું સાતત્યપૂર્ણ સેવન. બજારમાં જેમ રોજ જાઓ છો અને રસપૂર્વક ધંધો કરે છો , જમવા જેમ રોજ બેસો છો અને રસપૂર્વક ભોજન કરો છો તેમ ધર્મપ્રવૃત્તિઓ રોજ જ કરતા રહો અને રસપૂર્વક કરતા રહો. રસપૂર્વકનું આ ધર્મપ્રવૃત્તિઓનું સાતત્યપૂર્ણ સેવન અંતરમાં એવી સ્થિર પરિણતિનું નિર્માણ કરી દેશે કે એ પરિણતિ ભવાંતરમાં ય સાથે આવીને આત્મહિતને અકબંધ કરતી જ રહેશે. એક વાત યાદ રાખજો કે, સત્સામગ્રી અને પ્રવૃત્તિ, એ બંને પરલોકગામી તો નથી જ, ભલે ને આપણને પ્રભુનું સ્વર્ણમંદિર ઉપલબ્ધ થઈ ગયું છે. એ મંદિરમાં બિરાજમાન પ્રભુની પ્રતિમા ભલે ને રત્નની છે અને એ પ્રભુની પૂજા આપણે ભલે ને અત્યંત કીમતી અને ઉત્તમ દ્રવ્યોથી કરી છે પણ એ સ્વર્ણમંદિર, એ રત્નમય પ્રતિમા અને એ કીમતી-ઉત્તમ દ્રવ્યોથી સંપન્ન પ્રેમના દરવાજેથી પ્રભુના પરિવારમાં સામેલ થઈ જવાનો શરૂ કરેલ પ્રયાસ જ્યારે પરિણતિ આગળ વિરામ પામે છે ત્યારે આપણે પ્રભુના પરિવારમાં તો સામેલ થઈ ચૂક્યા જ હોઈએ છીએ પણ આપણા ખુદનું પ્રભુ બનવાનું પણ આપણે લગભગ નક્કી કરી ચૂક્યા હોઈએ છીએ. આવો, ચારગતિરૂપ સંસારમાં માનવજીવન એ જ એક એવું જીવન છે કે જે જીવન પરમાત્મા” બની જવા માટે વખણાયેલું છે. સુરત ભલે ઘારી માટે વખણાયું હોય અને ઘોલવડ ભલે ચીકુ માટે વખણાયું હોય, આગ્રા ભલે તાજમહાલ માટે વખણાયું હોય અને કાશ્મીર ભલે હિમાલય માટે વખણાયું હોય પણ માનવજીવન? એ તો પ્રભુ બની જવા જ વખણાયું છે. આપણે આ જીવનમાં કદાચ પ્રભુ ન પણ બની શકીએ તો ય કમ સે કમ પ્રભુના પરિવારમાં તો સામેલ થઈ જ જઈએ ને ? ત્રણ દિવસના ચાર પ્રવચનમાં એ અંગેની અનેક વાતો મેં તમારા સમક્ષ મૂકી છે. એ વાતોને હૃદયમાં ધારણ કરીને શક્તિ અનુસાર સ્વજીવનમાં અમલી બનાવવા પ્રયત્નશીલ બનો અને ઉત્તમ એવા માનવજીવનની પ્રાપ્તિને સફળ બનાવીને જ રહો એવા મારા તમને સહુને અંતરના આશીર્વાદ છે. 84