________________
“બસ, આ આવ્યું જ સમજો” બીજા બે ખેતર અમે ચાલી નાખ્યું. ન કોઈ ગામ દેખાય કે ન ગામનું કોઈ માણસ દેખાય. મારી અકળામણ વધી ગઈ. પેલા સાથે જ ચાલી રહેલ ગામડિયાને થોડાક ભારે અવાજમાં મેં પૂછ્યું.
‘ભાઈ, આ ગામ આવવાનું છે ક્યારે ?'
અને એ ગામડિયો આ સાંભળતા વેત રસ્તા પર જ ઊભો રહી ગયો. મારી સામે જોઈને એણે મને જે સંભળાવ્યું એ આજે ય મને બરાબર યાદ છે. એણે મને કહ્યું,
મહારાજ સાહેબ, હું સમજી ગયો છું કે તમે ખૂબ થાક્યાં છો એટલે મને વારંવાર ‘ગામ કેટલું દૂર છે?” એમ પૂછ્યા કરો છો પણ કાન ખોલીને તમે સાંભળી લો કે ગામ કેટલું દૂર છે? એમ પૂછતા રહેવાથી નથી આવવાનું. ગામ જયારે પણ આવશે ત્યારે ચાલવાથી જ આવવાનું છે.”
સંદેશ સ્પષ્ટ છે.
ગામ જ્યારે પણ આવે છે ત્યારે જો પૂછવાથી નહીં પણ ચાલવાથી જ આવે છે તો મનની પ્રસન્નતા જ્યારે પણ ટકી રહે છે ત્યારે સ્વીકારભાવથી જ ટકી રહે છે, ફરિયાદો કરતા રહેવાથી કે અસ્વીકારભાવથી નથી જ ટકતી.
એક વાસ્તવિકતા તરફ તમારું ધ્યાન દોરું ?
જે સ્થળમાં હાડકા કરતાં કૂતરાઓ વધુ હોય છે એ સ્થળમાં શાંતિ જો સંભવિત બનતી નથી તો જે વ્યક્તિ પાસે પુણ્ય કરતાં અપેક્ષાઓ વધુ હોય છે એ વ્યક્તિના જીવનમાં શાંતિ ય સંભવિત બનતી નથી તો એ વ્યક્તિના મનમાં પ્રસન્નતા ય સંભવિત બનતી નથી.
તમારા ખુદને માટે તમને શું લાગે છે ? અપેક્ષાઓ કરતાં તમારું પુણ્ય વધુ છે કે પુણ્ય કરતા તમારી અપેક્ષાઓ અનેકગણી વધુ છે?
સભા : પુણ્ય બિંદુ જેટલું છે, અપેક્ષાઓ સિંધુ જેટલી.
આ સ્થિતિ છતાં ય સ્વીકારભાવ માટે તમે મનને જો. તૈયાર કરવા નથી જ માગતા તો નિશ્ચિત કહું છું કે સ્વીકારભાવ વિનાના તમારી પાસે રહેલાં બીજાં ગમે તેટલાં પણ સુખો તેમને પ્રસન્નતાની અનુભૂતિ કરાવી શકવાના નથી જ.
પ્રસન્નતાન ‘પ” ના સ્વામી બની જવાના સંદર્ભમાં તમને છેલ્લી વાત કરી દઉં? સાધનાકાળ દરમ્યાન પ્રભુ વીરે પોતાના પર જે પણ પરિસહ-ઉપસર્ગો આવ્યા છે એ તમામનો કોઈ પણ જાતનો પ્રતિકાર કર્યા વિના સ્વીકાર કરતા રહીને જો પ્રસન્નતાને હાથવગી જ રાખી છે તો એ પ્રભુના પરિવારમાં સામેલ થઈ જવા માગતા આપણે પણ
‘સ્વીકારભાવ દ્વારા પ્રસન્નતા’ના માર્ગ પર આજે જ, અત્યારે જ કદમ મૂકી દેવા જેવા છે, એ માર્ગ પર આપણા કદમ પડ્યા નથી અને પ્રસન્નતા હાથવગી બની નથી. પ્રસન્નતા હાથવગી બની નથી અને પ્રભુના પરિવારમાં આપણો પ્રવેશ થયો નથી !
પાંચ ‘પ’ માંનો તૃતીય નંબરનો “પ” છે : પવિત્રતા
પવિત્રતાનો અર્થ માત્ર “બ્રહ્મચર્યનું પાલન’ એટલો જ અહીં નથી લેવાનો. આત્મહિત જ્યાં અકબંધ રહી જાય, ભારે પુરુષાર્થ કરીને અર્જિત કરેલા સદ્દગુણો જ્યાં સુરક્ષિત રહી જાય, અનંતકાળે પ્રાપ્ત એવું આ માનવજીવન હાથમાંથી વ્યર્થ ચાલ્યું ન જાય એ અંગે સતત સાવધગીરી દાખવતા રહેવું એનું નામ છે પવિત્રતા.
સભા : આજના કાળે પવિત્રતા ટકાવી રાખવી એ બહુ મોટો પડકાર લાગે છે.
પડકાર લાગે છે એમ નહીં, પડકાર છે જ છતાં એટલું ચોક્કસ કહીશ કે પવિત્રતા ટકાવી રાખવા અંગેની કેટલીક પાયાની વાતો જો બરાબર સમજી લેવામાં આવે અને દૃઢતાપૂર્વક એનું જો પાલન કરવામાં આવે તો પવિત્રતા ટકાવી રાખવામાં કોઈ જ વાંધો આવે તેમ નથી.
એક વાતનો તમને ખ્યાલ છે?
મકાનમાં પ્રકાશનો અનુભવ કરવા માટે તમે લાઇટની વ્યવસ્થા ભલે કરી છે પણ એમાં એક વાત નિશ્ચિત છે કે જ્યાં સુધી તમે સ્વિચ ચાલુ કરતા નથી ત્યાં સુધી લાઇટ થતી જ નથી અને લાઈટ એક વાર ચાલુ કરી દીધા પછી ય તમે જો સ્વિચ બંધ કરી દો છો તો લાઇટને બંધ થઈ જતાં પળની ય વાર લાગતી નથી,
અધ્યાત્મના સંદર્ભમાં આ વાતને સમજાવું તો મારામાં અને તમારામાં – આપણા સહુમાં – સારું કરવાની અને ખરાબ કરવાની, બંને પ્રકારની યોગ્યતા (ઉપાદાન) પડી જ છે પણ જો આપણે ખરાબ નિમિત્તોનું સેવન કરતા જ નથી તો ખરાબ કરવાની યોગ્યતા અંદરમાં પડી હોવા છતાં ય આપણે ખરાબ કરતા જ નથી અને સનિમિત્તોનું જો આપણે ભરપૂર સેવન કરતા રહીએ છીએ તો અંદરમાં સારું કરવાની જે યોગ્યતા પડી છે એ બહાર આવ્યા વિના રહેતી જ નથી,
સંદેશ સ્પષ્ટ છે.
નિમિત્તો એ ‘સ્વિચ’ના સ્થાને છે અને ઉપાદાન એ ‘લાઇટ’ના સ્થાને છે. આપણે બે જ કામો કરવાનાં છે. ખરાબ નિમિત્તોનું સેવન કરવારૂપ સ્વિચ પર આંગળી આપણે ક્યારેય મૂકવાની નથી. કોક નબળી પળોમાં આંગળી મુકાઈ પણ ગઈ હોય તો ય વહેલી તકે એ સ્વિચ પરથી આપણે આંગળી ઉઠાવી લેવાની છે અને ગલત પ્રવૃત્તિઓને સ્થગિત
૭૩
૭૪