Book Title: Ama Apne Kya Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 1
________________ પાંચ સોપાન, પરમપદ તરફના... શહેરનો અઠંગ ખીસાકાતરુ ઘરેથી શુકન જોઈને કોકનું ખીસું હળવું કરી દેવાના ખ્યાલ સાથે બહાર નીકળ્યો તો ખરો પણ જ્યાં એની નજર સામેથી પોતાના તરફ આવી રહેલ એક નવયુવાન પર પડી, પોતાના બંને હાથ એણે ખીસામાં નાખી દીધા ! આશ્ચર્ય તો એ સર્જાયું કે સામેથી આવી રહેલ નવયુવાનની નજર જેવી આ ખીસાકાતરુ પર પડી, એણે ય પોતાના બંને હાથ પોતાનાં ખીસામાં નાખી દીધા. ય આ બંનેની સાથે પોતપોતાના મિત્રો હતો. એક મિત્રે ખીસાકાતરુને પૂછ્યું, ‘તારા હાથ તારા જ ખીસામાં કેમ નાખી દીધા ?’ ‘સામેથી જે આવી રહ્યો છે ને, એ ખીસાકાતરુ છે. હું બીજાનું ખીસું તો હળવું કરું ત્યારે કરું, ક્યાંક આ મારું ખીસું હળવું ન કરી જાય. બસ, એ ખ્યાલે મેં મારા બંને હાથ મારા જ ખીસામાં નાખી દીધા છે’ ખીસાકાતરુનો આ જવાબ સાંભળીને એનો મિત્ર સ્તબ્ધ થઈ ગયો. આ બાજુ પેલા નવયુવાનને એના મિત્રે આ જ પ્રશ્ન પૂછ્યો, ‘તું તો ખીસા કાપવામાં ભારે કાબેલ છે. પેલાને જોઈને તારા હાથ તેં તારા ખીસામાં કેમ નાખી દીધા ?’ ‘તને ખ્યાલ ન હોય તો કહી દઉં કે એ માણસ ખીસાં હળવાં કરવાની બાબતમાં રાષ્ટ્રપતિ ઍવોર્ડ મેળવી લે એવો છે. એની બાજુમાંથી કોઈ પસાર થયું નથી અને એનું ખીસું હળવું થયું નથી. મારા બંને હાથ મારા જ ખીસામાં એટલા માટે નાખી દીધા છે કે મારે મારું ખીસું સાચવી લેવું છે' એ નવયુવાનના આ જવાબને સાંભળીને એના મિત્રને કાંઈ જ બોલવાનું ન રહ્યું. હા. કાળ બહુ વિષમ છે. પતનનાં નિમિત્તો ચારે ય બાજુ એ હદે ખડકાઈ રહ્યા છે. કે પવિત્રતા અને નૈતિકતા, એ બંનેને કઈ રીતે સાચવી રાખવા એ સમજાતું નથી. વાતાવરણ માત્ર બજારમાં જ બગડ્યું છે એવું નથી. કૉલેજોમાં ય વાસનાનાં નગ્ન નૃત્યો ચાલી રહ્યા છે તો સ્કૂલોમાં ય જાતીય શિક્ષણ આપવા દ્વારા વ્યભિચારના અડ્ડાઓ ખોલી દેવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ઑફિસો શું કે મૉલ શું ? થિયેટરો શું કે મેગેઝીનો શું ? ટી.વી.ની સિરિયલો શું કે વર્તમાનપત્રો શું ? સર્વત્ર એક જ વાત છે, વાસનાની ઉત્તેજનાની. આ સ્થિતિમાં આપણી આજુબાજુવાળાઓને વાસનાના કે વ્યભિચારના શિકાર બનતા અટકાવવાના પ્રયત્નો આપણે પછી કરશું, પહેલાં આપણી ખુદની જાતને આપણે બચાવી લઈએ. આપણાં પોતાના હાથ આપણે આપણાં જ ખીસામાં નાખી દઈએ. જાત પર કડક નિયંત્રણો મૂકી દઈએ. સતત ગલત સમાધાનો કરાવતા રહેતા મનને સાંભળવાની ના પાડી દઈએ. તો જ કદાચ મનને અને જીવનને ગલત માર્ગે ખેંચાઈ જતું આપણે બચાવી શકશું. પણ સબૂર ! આપણે જાતને માત્ર બચાવી જ નથી લેવી. આપણે તો વિપુલ સદ્દગુણોના અને વિશુદ્ધ પુણ્યના સ્વામી બની જવું છે. દુર્ગતિને આપણે માત્ર સ્થગિત જ નથી કરી દેવી. સદ્ગતિની પરંપરા સર્જીને પરમગતિને આપણે નજીક પણ લાવી દેવી છે. એ માટે જરૂરી પાંચ મહત્ત્વનાં પરિબળોને આજે આપણે સમજી લેવા છે. પ્રથમ નંબરના પરિબળનું નામ છે : સ્વતંત્રતા [FREEDOM] આંખો જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, જીભ બોલી શકે છે, પગ ચાલી શકે છે, હાથ હાલી શકે છે, હૃદય ધબકી શકે છે, પેટ ખોરાક પચાવી શકે છે, મન વિચારી શકે છે અને સંપૂર્ણ શરીર સક્રિય રહી શકે છે. આ છે સ્વતંત્રતા. જો આ સ્વતંત્રતા છે આપણી પાસે તો આપણે પ્રથમ નંબરનો અતિ દુર્લભ વિજય 3Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 40