Book Title: Ama Apne Kya
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 2
________________ ખાટી ગયા છીએ. જવાબ આપો, મને મારા અનંતોપકારી ગુરુદેવે સંયમજીવન આપવાની ઉદારતા કરી ક્યારે ? મારામાં વૈરાગ્યભાવ હતો કે નહીં, એ એમણે પછી જોયું છે. સમર્પણભાવ મારી પાસે હતો કે નહીં, એ ય એમણે પછી જોયું છે. સત્ત્વશીલતાનું સ્વામિત્વ મારી પાસે હતું કે નહીં એ ય એમણે પછી જોયું છે. પહેલાં એઓશ્રીએ મારી પાસે શરીરની તંદુરસ્તીની અને મનની વિચારશીલતાની આ સ્વતંત્રતા હતી કે નહીં એ જ જોયું છે. અને એમાં હું પાસ થઈ ગયા પછી જ એઓશ્રીએ મારી અન્ય યોગ્યતાઓને ચકાસી છે. આનો અર્થ ? આ જ કે સ્વતંત્રતા - ઇન્દ્રિયોની અને મનની – એ તો સાધનાજીવનનો પાયો છે. એ પાયો જ જો નબળો છે કે કાચો છે તો એના પર સાધના જીવનની ઇમારત ઊભી કરી શકાય એવી કોઈ શક્યતા જ નથી.. હું સુખરૂપ અહીં પહોંચી ગયો છું ૨૧ મી સદીની આ કાલ્પનિક વાત. બાબાને જભ્યાને હજી બે મિનિટ પણ નહોતી થઈ અને ત્યાં એણે ભગવાનને Miss Cal લગાડ્યો ! સામે જ ઊભેલી નર્સ તો આ જોઈને સ્તબ્ધ જ થઈ ગઈ. ૨૧ મી સદીની આ અસર? આવડો બાબો ભગવાનને ફોન કરે ? કમાલ ! એણે બાબાને જ પૂછી લીધું. ‘તેં ભગવાનને ફોન કેમ લગાડ્યો ?' મારે એમને ચિંતામુક્ત કરી દેવા છે? એટલે ?” ‘મારે ભગવાનને જણાવવું છે કે આપ મારી ચિંતા ન કરશો. મારો જન્મ સુખરૂપ થઈ ગયો છે.” ‘એમાં ભગવાનને જણાવવાની...” ‘એટલા માટે જરૂર છે કે ગર્ભપાતની બોલબાલાવાળા આ જમાનામાં સુખરૂપ જન્મ થઈ જવો એ ય જેવોતેવો ચમત્કાર નથી’ બાબાએ નર્સને જવાબ આપી દીધો. હું તમને જ પૂછું છું. જન્મથી લઈને આજે ૨૫૩૦/૩૫ કે ૪૦ની વયે પહોંચી ચૂકેલા તમે ક્યારેય પ્રભુને એ બદલ ધન્યવાદ આપ્યા ખરા ? પાંચેય ઇન્દ્રિયો આજે પણ પોતાના વિષયોને ગ્રહણ કરવામાં સક્ષમ છે, મન આજે પણ સરસ રીતે વિચારી શકે છે એ બદલ પ્રભુ સમક્ષ ક્યારેય આભારની લાગણી વ્યક્ત કરી ખરી? પગ તંદુરસ્ત તો છે જ પણ ધારી જગાએ એને લઈ જવાની સ્વતંત્રતા પણ મળી છે, કાન સશક્ત છે એતો બરાબર છે જ પરંતુ ઇચ્છિત શબ્દોના શ્રવણની સ્વતંત્રતા પણ મળી છે, હાથ હલનચલન કરી શકે તો છે જ પણ ધારી જગાએ એનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા પણ મળી છે એ બદલ ક્યારેય જાતને નસીબદાર માની છે ખરી ?” સભા : ‘ના’ એક વાત તમને કરું? નરકગતિના નારકો અને દેવગતિના દેવતાઓ, એ બંનેને ભલે આપણે જોયો નથી પણ તિર્યંચગતિના તિર્યંચો તો આપણી આંખ સામે જ છે ને? એમની પરાધીનદશા તો આપણે અનેકવાર જોઈ જ છે ને? તરસ સખત છે, પાણી સામે જ છે અને છતાં બળદ ખીલે બંધાયેલો હોવાથી પાણી પી શકતો નથી. ભેંસ આંગણામાં છૂટી ફરી રહી છે અને અચાનક ત્યાં રહેલ ઘાસ સળગી ઊઠે છે. ભેંસના પગ સશક્ત છે પણ ડેલીનું બારણું બંધ છે. ભેંસના બહાર નીકળવાના પ્રયાસો વ્યર્થ જાય છે અને ત્યાં જ એ ભડથું થઈને ખલાસ થઈ જાય છે. કૂતરો સાંકળે બંધાયેલ છે, સિંહ પાંજરામાં કેદ છે, સાપ કરંડિયામાં બંધ છે, કાગડો પથરાઓના માર ખાઈ રહ્યો છે, પોપટ પાંજરામાં બંધ છે. શું છે ઓછું એમની આગળ ? પંચેન્દ્રિય પટુતા છે પણ એ બંધનમાં છે. મને ભલે સ્વતંત્ર છે પણ પંચેન્દ્રિય પટુતાની આ પરાધીનદશા એમના મનને સતત દુર્ગાનમાં જ પ્રસ્ત રાખી રહી છે. અરે, માનવગતિમાં જન્મ પામી ચૂકેલા એવા કેટલાય જીવોને તમે જોઈ લો કે જેમાંના કેટલાક પાસે પંચેન્દ્રિય પટુતા જ નથી તો કેટલાક પાસે સ્વસ્થ મન નથી તો કેટલાક પાસે એ બધું ય છે પણ એના ઉપયોગની સ્વતંત્રતા નથી. ચાલ્યા જજો ક્યારેક અંધ-બધિર શાળાઓની મુલાકાતે. ત્યાં તમને જોવા મળશે એવાં બાળકો કે જેઓનાં શરીર સશક્ત છે પણ એમની પાસે આંખ જ નથી, જોવા મળશે એવી બાલિકાઓ કે જેમનું રૂપ જબરદસ્ત છે પણ એમની પાસે બોલી શકે તેવી જીભ જ નથી અને સાંભળી શકે તેવા કાન જ નથી. ચાલ્યા જજો. ક્યાંક મનના ક્ષેત્રે રુણ બની ચૂકેલાં બાળકોના આવાસોની મુલાકાત, ત્યાંનાં બાળકોની મનની લાચારી, પરાધીનતા, અપરિપક્વતા વગેરેને બરાબર નિહાળી લેજો . ઇન્દ્રિયો બધી જ સારી પણ મનના નામે એમની પાસે બોજ સિવાય કશું જ નથી. ચાલ્યા જજો ક્યારેક સરકારી હૉસ્પિટલોના જનરલ વોર્ડમાં. ત્યાં વેદનાથી કણસી રહેલ દર્દીઓની લાચારદશાને જોઈ લેજો બરાબર. દૂધનો વાંધો, દવાના પૈસા નહીં, વ્યવસ્થિત નિદાનું નહીં, ડૉક્ટરોની કાળજી નહીં, નર્સોની દરકાર નહીં, પૌષ્ટિક ખોરાક નહીં, તંદુરસ્ત વાતાવરણ નહીં. આંખોમાં નિરાશા, ચહેરા પર ઉદાસી.. આ તમામ પરાધીનતાઓની સામે તમને મળેલ સ્વતંત્રતાની સરખામણી કરી જોજો.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 40