________________
આજના માણસના દુઃખનું મૂળ એની પાસે ‘ઓછું” છે એ નથી પણ એને જે પણ મળ્યું છે એ “ઓછું જ લાગી રહ્યું છે’ એ છે. “ઓછું હોવા’ના દુઃખને તો ખતમ કરી શકાય છે પણ ‘ઓછું જ લાગવાના દુઃખને ખતમ કરવા તો પરમાત્મા ખુદ પણ સમર્થ બની શકતા નથી.
એ તો બરાબર છે પણ... એક ભાઈ રિક્ષામાં એક લાખ રૂપિયાનું પેકેટ ભૂલી ગયા. ઘરે આવ્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે લાખ રૂપિયા તો રિક્ષામાં જ રહી ગયા છે. એ હાંફળા-ફાંફળા બની ગયા. પોતાના એક મિત્રને એમણે પરિસ્થિતિની જાણ કરી.
‘કાંઈ થઈ શકે ખરું ?”
એક વિકલ્પ છે”
‘શું ?'
‘પેપરમાં જાહેરાત આપી દો. કદાચ કોક રિક્ષાવાળાના મનમાં રામ વસી જાય અને તમારી રકમ એ તમને પહોંચાડી દે’
પેલા ભાઈને મિત્રની આ સલાહ પર બહુ વિશ્વાસ તો ન બેઠો પણ અખતરો કરવા ખાતર એમણે પેપરમાં જાહેરાત આપી દીધા. બે દિવસ બાવીસ દિવસ. સિત્તેર દિવસ વીત્યા અને અચાનક એમના ઘરે એ રિક્ષાવાળો આવીને ઊભો રહી ગયો.
“શેઠ, લઈ લો મારી રિક્ષામાં રહી ગયેલા આ તમારા લાખ રૂપિયા. હું છેલ્લા કેટલાય દિવસથી બહારગામ ગયો હતો. ગઈકાલે રાતના જ ઘરે આવ્યો અને મારી પત્નીએ પેપરમાં તમે આપેલ જાહેરાત વંચાવી મને. હું પૈસા લઈને સીધો આવી ગયો છું અત્રે. ગણી લો તમારા રૂપિયા !?
એ ભાઈએ રૂપિયાનું પેકેટ હાથમાં લઈને રૂપિયા ગણી તો લીધા પણ એમના ચહેરા પર રિક્ષાવાળાને પ્રસન્નતાની લકીર પણ જ્યારે જોવા ન મળી ત્યારે રિક્ષાવાળો ચિંતિત થઈ ગયો.
‘શેઠ, રૂપિયા છે તો બરાબર ને?'
‘લગભગ સિત્તેર દિવસ” ‘તું મને લાખ રૂપિયા તો આપી ચૂક્યો પણ એના વ્યાજનું શું ?'
આ ભાઈને તમે માનો છો ખરા કે પ્રભુ પણ સુખી કરી શકે ? રિક્ષામાં રહી ગયેલ લાખ રૂપિયા સિત્તેર દિવસ બાદ મૂળી ગયા એ બદલ કોઈ આનંદ અનુભવવાની વાત નહીં. પ્રામાણિકતાનો ઉત્તમ આદર્શ પૂરો પાડનાર રિક્ષા ડ્રાઇવરનો આભાર માનવાની કોઈ વાત નહીં પણ રિક્ષા ડ્રાઇવર પાસે સિત્તેર-સિત્તેર દિવસ સુધી લાખ રૂપિયા પડ્યા રહ્યા એનું વ્યાજ ન મળ્યાની વેદના ! એની રિક્ષા ડ્રાઇવરને ફરિયાદ !
હા, સંપત્તિ ગમે તેટલી મળે, મનને એ “અધિક’ લાગવાની જ નથી, ઓછી જ લાગવાની છે. જો ‘અધિક’ને જ પરોપકારનું ચાલકબળ બનાવી બેસશો તો શક્ય છે કે જીવનમાં ક્યારેય પરોપકાર કરી જ નહીં શકો કારણ કે ‘અધિક’ શબ્દ મનના શબ્દકોશમાં છે જ નહીં.
અલબત્ત,
એક વાત ચોક્કસ કહીશ કે સંપત્તિ સિવાયના અન્ય જે પણ ક્ષેત્રમાં ‘અધિક’ હોવાનું તમને લાગતું હોય એ ક્ષેત્રનો તો તમે પરોપકારમાં ઉપયોગ ચાલુ કરી દો !
સભા : દાખલા તરીકે ?
પરિવારના સભ્યોના ભોજન બાદ વધેલી રોટલીના ખાખરા ન બનાવતા એ રોટલી તો કમસે કમ કોક ગરીબોને આપી દો ! બધાયના પેટમાં દૂધ પહોંચી ગયા બાદ જે દૂધ વધે એ દૂધમાં મેળવણ નાખીને એનું દહીં ન બનાવતા એ દૂધ તો કમ સે કમ કોક જરૂરિયાતમંદના પેટમાં પહોંચવા દો ! સાવ જૂનાં થઈ ગયેલાં વસ્ત્રોના બદલામાં વાસણ લેતા રહેવાને બદલે કમ સે કમ એ જૂનાં વસ્ત્રો તો કોકના શરીર પર ચડી જવા દો ! ઘીતેલના ખાલી થઈ ગયેલ ડબ્બાના દસ-પંદર કે વીસ રૂપિયા ઉઘરાવવાને બદલે કમ સે કમ એ ખાલી ડબ્બાઓ તો કોકને મફતમાં આપી દો !
સભા : આ ક્ષેત્રોમાં પરોપકારો પણ અમારા માટે આપ ધારતા હો એટલા સરળ
‘તો પછી આપના ચહેરા પર પ્રસન્નતા કેમ ઝળકતી નથી ?'
‘એક પ્રશ્ન તને પૂછું ?'
‘પૂછો’ ‘તારી પાસે આ રૂપિયા કેટલા દિવસ રહ્યા?'
જો વાસ્તવિકતા આ જ હોય તો એટલું જ કહીશ કે ખેતરમાં બિયારણનું વાવેતર કરવામાં ઉપેક્ષા સેવનાર અને કોઠારમાં પડેલ અનાજનો ઉપયોગ કરવામાં ઉત્સાહ દાખવનાર ખેડૂતને જો આગળ જતાં ભૂખે મરવાના દિવસો જ આવે છે તો પુણ્યબંધની તકો પ્રત્યે આંખમીંચામણાં કરનાર અને પુણ્યના ઉદયમાં પાગલ બનનાર વ્યક્તિને ભાવિમાં પોક મૂકીને રડવાના દિવસો જ આવવાના છે.
૩૩