Book Title: Ama Apne Kya
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 27
________________ જાય છે. પ્રશ્નાર્થચિહ્ન લગાવી દેશે, બેર્યાદ લોભવૃત્તિને મોકળું મેદાન આપી દેતો આ જૅરબજાર તમારા સદ્દગુણો માટે પડકાર બની રહેશે તો તમારી સંવેદનશીલતાના તો લીરેલીરા ઉડાડી મૂકશે. એક સોનેરી સલાહ આપું? પુણ્ય-પાપ-ધરમ-કરમ એ બધી વાતોને પળ-બે પળ માટે નંબર બે પર રાખી દો તમે તો ય એટલું તો નક્કી કરી જ દો કે જે પણ ક્ષેત્ર મારા શરીરના સ્વાથ્ય માટે જોખમરૂપ પુરવાર થઈ રહ્યાનું મને લાગશે, મારા મનની પ્રસન્નતા માટે ખતરારૂપ બની રહ્યાનું મને અનુભવાશે અને મારા પરિવાર પ્રત્યેના પ્રેમનું બલિદાન લઈ રહ્યાનું મને લાગશે એ ક્ષેત્રમાં હું દાખલ થઈશ નહીં અને એ ક્ષેત્રમાં કદાચ દાખલ થઈ ગયો પણ હોઈશ તો એ ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયા વિના રહીશ નહીં. ગૅરબજારમાં સતત થઈ રહેલ વધ-ઘટ તમારા શરીરના સ્વાથ્ય પર ખરાબ અસર કરે જ છે, તમારા મનની પ્રસન્નતાને ખંડિત કરે જ છે અને પરિવારના સભ્યો પ્રત્યેના તમારા પ્રેમમાં ઓટ લાવે જ છે. કરી દો દૃઢ સંકલ્પ કે રોટલી-દાળથી ચલાવી લેવું પડશે તો એકવાર એ માટે તૈયાર થઈ જઈશ પણ ઘોર હિંસા પર જ નભતા અને ચાલતા શૅરબજારની લખલૂટ કમાણી પર જીવનભર જલસાઓ કરતા રહેવાના મનના અરમાનોને તો સક્રિય નહીં જ બનવા દઉં! | સંવેદનશીલ માનસના સ્વામી બન્યા રહેવું હોય તો આવું પરાક્રમ દાખવ્યા વિના ચાલવાનું નથી જ એ વાત દિલની દીવાલ પર કોતરી જ રાખજો, મનની ચોથા નંબરની અવસ્થા છે. ધાર્મિક માનસ ઘર્મક્રિયામાં જેનું મન રસસભર છે એ છે ધાર્મિક માનસ, ધર્મક્રિયા માટે જેના મનમાં જબરદસ્ત આદરભાવ છે એ છે ધાર્મિક માનસ, ધર્મક્રિયા માટે જેનું મન દૃઢ આગ્રહવાળું છે એ છે ધાર્મિક માનસ. એક અતિ મહત્ત્વની વાત તમને જણાવું? કપડાંને સાંધવાનું કામ કે સીવવાનું કામ દોરો જ કરે છે પણ એ દોરાને સોયમાં પરોવવામાં ન આવે તો ? વગર સોયે દોરાને તમે સક્રિય બનાવી શકો જ શી રીતે ? તમારો આ અનુભવ પણ હશે કે સોયનું કામ નથી હોતું ત્યારે પણ સોયને સુરક્ષિત રાખી દેવા બહેનો સોયને દોરામાં પરોવીને રાખી મૂકે છે. અંધારામાં સોય ગુમ થઈ પણ જાય છે તો ય જમીન પર આમતેમ હાથ ફેરવતા રહીને બહેનો દોરાને ઉઠાવી લે છે અને દોરો હાથમાં આવી જતાંની સાથે જ દોરામાં પરોવાઈને રહેલ સોય પણ હાથમાં આવી જ એક અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે મનમાં ચાલતા શુભ વિચારો એ જો દોરાના સ્થાને છે તો એ શુભ વિચારોને અમલી બનાવતા શુભ આચારો એ સોયના સ્થાને છે. દોરાની સલામતી તો એ સ્વતંત્ર રહી જાય તો ય છે પરંતુ દોરાની તાકાતની અનુભૂતિ તો ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એ સોયમાં પરોવાઈ જાય છે. કેવળ શુભવિચારો જ કરતા રહેવું હોય તો એમાં કોઈ તકલીફ તો નથી જ પડવાની પરંતુ એ શુભ વિચારો જો શુભ પરિણામ લાવીને જ રહે એવી આપણી ઇચ્છા હોય તો એ શુભ વિચારોને શુભ આચારોની સોયમાં પરોવી દીધા વિના આપણને નથી જ ચાલવાનું એ નિર્વિવાદ સત્ય છે. સાંભળ્યો છે આ ટુચકો? એમાં તકલીફ શી છે? ‘એક બાબતમાં તારી સલાહ લેવી છે” દર્શને વંદનને પૂછ્યું, બોલ’ ‘સમેત શિખર જવાનું વિચારું છું ‘સરસ' ‘એમાં તકલીફ તો નહીં પડે ને?” ‘જરાય નહીં? ‘એટલે ?' ‘તું સમેતશિખર જવાનું વિચારે જ છે ને ? તો વિચાર્યા જ કર મજેથી, વિચાર જ કરતા રહેવામાં બીજી તકલીફ શી પડવાની છે? તકલીફની સંભાવના તો ત્યારે જ ઊભી થાય કે જ્યારે એ વિચારને આચારમાં ઉતારવા તું પ્રયત્નશીલ બની જા’ ઠંડે કલેજે વંદને દર્શનને જવાબ આપી દીધો. આ તો પ્રભુનો માર્ગ છે. અહીં નથી એકલા જ્ઞાનને તારક મનાયું કે અહીં નથી એટલી ક્રિયાને તારક મનાઈ, ક્રિયામાં ઊતરતું જ્ઞાન જ પ્રભુશાસનને માન્ય છે તો ક્રિયા પણ જ્ઞાનપૂર્વકની જ પ્રભુશાસનને માન્ય છે. સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે દોરો જેમ સોયનો સહયોગ લઈને જ કાપડને ‘કપડાં' માં રૂપાંતરિત કરી શકે છે તેમ જ્ઞાન ક્રિયામાં પરિણમીને જ આત્માનું પરમાત્મામાં રૂપાંતર કરી શકવામાં સમર્થ બને છે. સભા : અત્યારે એક એવી હવા ઊભી થઈ ગઈ છે કે આત્મહિત જો તમે અકબંધ પt પ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40