Book Title: Ama Apne Kya
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 33
________________ આવો પ્રેમ હૃદયમાં પ્રતિષ્ઠિત કરી દેવામાં આપણે સફળ બન્યા નથી અને પ્રભુના પરિવારમાં આપણું સ્થાન પાકું થયું નથી. આવા પ્રેમના માર્ગે આપણા કદમ મંડાયા નથી અને દુર્ગતિએ આપણા તરફથી મોં ફેરવ્યું નથી. સભા : આવા પ્રેમના માલિક બની જવાનો કોઈ સરળ ઉપાય ? ઉપાય જરૂર છે પણ એને સફળ બનાવવો કે કઠિન જ રાખવો એ તમારા હાથમાં છે, ઝવેરાતની દુકાનમાં રહેલ નેકલેસ તમારા હાથમાં આવી જવા તૈયાર છે પણ એ માટેની જરૂરી કિંમત જો તમે ચૂકવવા નથી જ માગતા તો એ નેકલેસ તમારા દર્શનનો વિષ્ય જરૂર બચી શકે, તમારા ગળાની શોભા તો ન જ બની શકે. આ જ હકીકત પ્રેમની બાબતમાં સમજી લેવાની. જો તમે પૂરતું મૂલ્ય ચૂકવવા તૈયાર છો તો પ્રેમને હૃદયમાં પ્રતિષ્ઠિત કરી દેવામાં તમને કોઈ જ તકલીફ પડી શકે તેમ નથી અને પાઉં-ભાજીના મૂલ્ય જો તમે પ્રેમને આત્મસાત કરી લેવા માગો છો તો જીવનના અંત સમય સુધી પણ તમે એ પ્રેમને પામી જવામાં સફળ બનવાના નથી. સભા : પ્રેમનું મૂલ્ય ચૂકવવા અમે તૈયાર છીએ. તો સાંભળી લો આ એક સત્ય પ્રસંગ. તો પ્રભુ તારા પર પ્રસન્ન છે. સુરતનો એ યુવક છે. સામાયિક એની મસ્ત હોય છે. જીવદયાના ક્ષેત્રે એનું યોગદાન ગજબનાક હોય છે. સાધર્મિક ભક્તિનો એના હૈયાનો ઉમળકો વંદનીય હોય છે તો પ્રભુભક્તિની એની પાગલતાનું તો વર્ણન થાય તેમ નથી. આ યુવકને એક વાર અજૈન સંતને મળવાનું બન્યું. ‘મારા મનમાં એક શંકા છે' ‘શું?” ‘પ્રભુ મને ખૂબ ખૂબ ગમે છે, પ્રભુની ભક્તિ કર્યા વિના મને ચેન પડતું નથી. ભક્તિ કરતા મારી આંખોમાંથી અવારનવાર આંસુ પણ વહેતા હોય છે પણે ખબર મને એ નથી પડતી કે મારાથી પ્રભુ પ્રસન્ન છે કે નહીં? ટૂંકમાં, હું તો પ્રભુ પાછળ પાગલ છું. જ પણ પ્રભુ મારાથી પ્રસન્ન છે કે નહીં, એ મારે જાણવું છે, એ જાણવા માટેનો કોઈ એ જો તને મળ્યા બાદ પ્રસન્નતા અનુભવતા હોય તો નિશ્ચિત સમજી રાખજે કે પ્રભુ તારાથી પ્રસન્ન છે!' પ્રેમને હૃદયમાં પ્રતિષ્ઠિત કરી દેવાનો તમે ઉપાય પૂછડ્યો છે ને? આ છે તમારા એ પ્રશ્નનો જવાબ, જીવોને તમે પ્રસન્ન રાખો, પ્રભુ તમારાથી પ્રસન્ન રહેશે. અને જીવોને પ્રસન્ન રાખવા માટે તમે એ સહુને બીજું જે પણ આપતા હો તે પણ પ્રેમ આપ્યા વિના તો તમારે ચાલવાનું નથી જ. શું કર્યું? પપ્પા મમ્મીને પ્રસન્ન રાખે છે, મમ્મી બાળકોને પ્રસન્ન રાખવા લાગે છે. આપણે જીવોને પ્રેમ આપવા દ્વારા પ્રસન્ન રાખીએ. પ્રભુ આપણાથી પ્રસન્ન થઈને જ રહેશે. પાંચ “પ” માંનો દ્વિતીય નંબરનો “પ” છે: પ્રસન્નતા. સંકટનાં સૈન્ય ભલે જીવન ઘેરી વળે, સુખની સંભાવના છો ને સુદૂર રહે, રાખજે પ્રસન્ન છતાં પ્રાણ, ઓ માનવી ! જીવનને જીવી તું જાણે, એક અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે શરીરની સ્વસ્થતા જાળવી રાખવી એ એટલો મોટો પડકાર નથી પણ મનની પ્રસન્નતા ટકાવી રાખવી એ તો બહુ મોટો પડકાર છે. કારણ કે શરીર માટે પથ્ય શું છે અને અપથ્ય શું છે એનો તો આપણને અનુભવથી ખ્યાલ આવી જાય છે અને એ અનુભવના આધારે જો આપણે પથ્થસેવન ચાલુ રાખીએ છીએ અને અપથ્ય સેવનથી શરીરને દૂર રાખીએ છીએ તો શરીરની સ્વસ્થતા ટકાવી રાખવામાં ખાસ તકલીફ પડતી નથી. પરંતુ મનની પ્રસન્નતાનો તો કોઈ નિશ્ચિત આધાર જ નથી. પત્ની અનુકૂળ હોય છે ત્યારે ય મન અપ્રસન્ન હોઈ શકે છે તો અપમાનના શબ્દો સાંભળવા છતાં ય મનની પ્રસન્નતા અકબંધ રહી શકે છે. પ્રભુના મંદિરમાં વાજિંત્રના નાદ વચ્ચેય મન ઉદ્વિગ્નતાનું શિકાર બન્યું રહેતું હોય એ સંભવિત છે તો ૪૭ ડિગ્રીની ગરમી વચ્ચે ય મન પ્રસન્ન પ્રસન્ન હોઈ શકે છે. આ સ્થિતિમાં મનને ચોવીસેય કલાક પ્રસન્ન જ રાખવામાં સફળતા મેળવવી શી રીતે ? કયું ગણિત મનને સમજાવી દેવું કે જેના સહારે એ અપ્રસન્નતાનું શિકાર બને જ નહીં? આ પ્રશ્નનો સીધો-સાદો જવાબ આ છે કે મનને સ્વીકારભાવનું સ્વામી બનાવી, દેવું. ‘સ્વીકારમાં સુખ, ઇનકારમાં દુઃખુ” આ સૂત્ર એના અસ્તિત્વનું અંગ બનાવી દેવું. ૭૦ ઉપાય ખરો ?” એક ઉપાય છે” ‘તારા પરિચયમાં જે પણ લોકો આવતા હોય એ જો તારાથી પ્રસન્ન રહેતા હોય, ૬૯

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40