________________
‘ગરમી ઘણી છે? સ્વીકાર્ય છે. ધંધામાં મંદી ઘણી છે? સ્વીકાર્ય છે. અપેક્ષાઓ પૂરી થતી નથી ? સ્વીકાર્ય છે.”
સભા : સ્વીકારભાવનું આ વલણ જીવનને હંમેશાં તકલીફોમાં જ રાખી દેશે એવું નહીં બને?
પ્રશ્ન તમારો બરાબર છે, જવાબ એનો આ છે કે જીવનમાં તકલીફો જે પણ આવે, એને સમ્યક પુરુષાર્થ દ્વારા દૂર કરવાના પ્રયત્નો કર્યા પછી ય એ તકલીફો જો એવી ને એવી જ ઊભી રહે તો એ વખતે મનને તકલીફોના સ્વીકારભાવમાં ગોઠવી દેવું, એનાથી મનની પ્રસન્નતા ખંડિત થતી બચી જશે.
દા.ત., કોક પાર્ટીમાં તમારા પૈસા અટવાયા છે. એ પૈસા મેળવવા તમે તમારી રીતના બધા જ પ્રકારના પુરુષાર્થ કરી ચૂક્યા છો. એ પાર્ટીને તમે કદાચ ધમકી પણ આપી ચૂક્યા છો પણ એ પાટ એ હદે નબળી પડી ચૂકી છે કે એની પાસેથી ૨કમ પાછી મેળવવામાં તમને હમણાં તો સફળતા મળી નથી પરંતુ ભવિષ્યમાં ય સફળતા મળવાની સંભાવના દેખાતી નથી. આ સ્થિતિમાં જો તમે મનને અસ્વીકારભાવમાં જ રાખો છો તો પ્રસન્નતા તમારી ખંડિત થતી જ રહેવાની છે અને મનને જો આ પરિસ્થિતિના સ્વીકારભાવમાં ગોઠવી દો છો તો તમારી પ્રસન્નતા અકબંધ રહી જ જવાની છે. જવાબ આપો.
પરિસ્થિતિને બદલાવી દેવાના પ્રયાસો કર્યા પછી ય એમાં કોઈ જ સફળતા ન મળે ત્યારે તમે કરો છો શું?
સભા દુર્ગાન અને દુર્ભાવ.
એટલું કર્યા પછી ય કાંઈ વળતું તો નથી જ ને? જો ના, તો પછી સ્વીકારભાવના સ્વામી બની જઈને મનની પ્રસન્નતા ટકાવી રાખવામાં તમને વાંધો શું આવે છે? સાંભળી છે ને આ અંગ્રેજી ઉક્તિ? When we have not what we like, than we must like what we have, આપણને ગમતી ચીજ આપણી પાસે જ્યારે ન હોય ત્યારે આપણી પાસે જે ચીજ હોય એ આપણને ગમી જવી જ જોઈએ.
તમારી વાત તો શું કરું ? અમારા સંયમજીવનમાં તો ડગલે ને પગલે આવી પરિસ્થિતિઓ આવીને ઊભી જ રહેતી હોય છે. અનુકૂળ ગોચરી નથી મળતી. વિહારના રસ્તાઓ બરાબર નથી મળતા. મકાન પ્રતિકૂળ મળે છે. સૂવાનું સ્થાન ક્યારેક મચ્છરોના ઉપદ્રવથી વ્યાપ્ત હોય છે. શ્રાવકો તરફથી ક્યારેક અમારાં સૂચનોનો હકારાત્મક પ્રતિસાદ નથી મળતો. અરે, હમણાંની જ વાત કરું તો દિલ્લી આવવા માટે મારું મન કેમેય કરીને
તૈયાર નહોતું પરંતુ સિદ્ધાન્ત દિવાકર પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજે મને આજ્ઞા કરી કે શીલ-સદાચાર-સંસ્કાર અને ધર્મરક્ષાનાં કાર્યો અંગે તમારે દિલ્લી જવાનું જ છે.
બસ, પછી મેં એ અંગે મનમાં કોઈ નાનકડો સરખો ય વિકલ્પ નથી કર્યો. ભરપૂર પ્રસન્નતા સાથે મેં દિલ્લી તરફનો વિહાર લંબાવ્યો છે. અત્યારે દિલ્લીમાં આવી ગયાને મને બે વરસ જેટલો સમય થઈ ગયો છે. ૪૮ ડિગ્રીની ગરમી અને ડિગ્રીની ઠંડી અમે અહીં અનુભવી છે. એ સિવાયની પણ કેટલીક પ્રતિકૂળતાઓ અમે અહીં વેઠી છે પણ નથી તો મેં મારા મનની પ્રસન્નતાને ખંડિત થવા દીધી કે નથી તો મારા વિનીત શિષ્યોમાંના નાના કોઈ શિષ્ય પણ મનની પ્રસન્નતા ખંડિત થવા દીધી !
રહસ્ય આની પાછળ શું છે? આ જ, સ્વીકારભાવ ! પરિસ્થિતિ નથી જ બદલી શકવાના ને આપણે ? ક્ષેત્ર નથી જ બદલાવી શકવાના ને આપણે ? બસ, સ્વીકારી લો એને અને મનની પ્રસન્નતાને રાખી દો અકબંધ !
એક વાત કરું તમને?
ફરકવાની દિશા કઈ રાખવી એ નક્કી કરવાનું કામ જો ધજાના હાથમાં નથી, પવનના હાથમાં જ છે તો સંયોગો કેવા રાખવા કે કેવા લાવવા એ નક્કી કરવાનું કામ આપણા હાથમાં નથી પણ કુદરતના અર્થાતુ કર્મસત્તાના હાથમાં જ છે. આ સ્થિતિમાં પ્રતિકૂળ વાતાવરણમાં કે વ્યક્તિના પ્રતિકૂળ વર્તાવમાં મનને દુર્ગાનગ્રસ્ત કે દુર્ભાવગ્રસ્ત રાખવામાં કોઈ જ બુદ્ધિમત્તા નથી.
એક અનુભવની વાત જણાવું ?
વરસો પૂર્વે સૌરાષ્ટ્રની ધરતી પર અનંતોપકારી પૂજ્યપાદ ગુરુદેવશ્રી સાથે અમારો વિહાર ચાલી રહ્યો હતો. એક દિવસ એક ગામથી બીજે ગામ અમે જઈ રહ્યા હતા. વિહાર ધાર્યા કરતાં લાંબો નીકળ્યો હોવાના કારણે પણ થાકી ગયા હતા. આ સ્થિતિમાં રસ્તામાં એક ગામડિયો મળી ગયો.
‘ભાઈ, આ ગામ કેટલું દૂર છે?' મેં એને પૂછ્યું
“બસ, એક ખેતર જેટલું અમે આગળ ચાલ્યા. ત્રણ ખેતર પસાર થઈ ગયા પછી ય જ્યારે એ ગામનાં કોઈ ખોરડાં ય ન દેખાયા ત્યારે અમારી સાથે ને સાથે જ ચાલી રહેલા એ ગામડિયાને મેં ફરી વાર પૂછ્યું.
‘ભાઈ, આ ગામ...'
૭૨