________________
માગતા મનને જો ‘રુક જા’ કહી દેવાની હિંમત દાખવવા તૈયાર છીએ, પોતાનો ભોગમાગી રહેલ કાયમની ભૂખાળવી ઇન્દ્રિયોને આપણે જો ‘ભૂખી' જ રાખવાનું સત્ત્વ દાખવવા તૈયાર છીએ તો પવિત્રતાને આત્મસાત કરી દેવાનું આપણા માટે જરાયે અશક્ય પણ નથી તો દુઃશક્ય પણ નથી.
શું કહું?
સુખની આપણી તરસ સાચી છે પણ એ તરસ છિપાવવા આપણે ઇન્દ્રિયોના વિષયોના જે સરોવર પાસે પહોંચતા રહીએ છીએ એ સરોવર સૂકું છે અને એ સરોવરનું પાણી આપણી સુખની તરસ છિપાવી જ દેવાનું છે એ આપણી આશા ભ્રામક છે. જેટલા વહેલા એ સરોવરથી આપણે દૂર થઈ જશું એટલા વહેલા આપણે સાચા અર્થમાં પવિત્રતાના સ્વામી બની જઈને પ્રભુના પરિવારમાં સામેલ થઈ શકશું. અને છેલ્લે એક ટુચકો.
મેળ ન પડ્યો. ‘તમે નોકરીમાંથી રાજીનામું આપી દીધું ?” ના. શેઠે મને કાઢી મૂક્યો’ કારણ ? મેળ ન પડ્યો” કોનો? તમારો અને શેઠનો?’ ‘ના’ ‘તો ?” ‘રોકડાનો અને ચોપડાનો !'
અનંત અનંતકાળ પછી ય ભોગ અને તૃપ્તિનો મેળ પડ્યો નથી અને અનંતકાળ પછી ય એ બે વચ્ચે મેળ પડવાનો નથી. આપણા આ અનુભવને આંખ સામે રાખીને અને પ્રભુના આ વચન પર શ્રદ્ધા રાખીને આપણે હવે તો ઇન્દ્રિયોના વિષયોને ત્યાં નોકરી કરી રહેલા મનને આત્મઘરમાંથી તગેડી મૂકવાનું પરાક્રમ કરી દેખાડીએ, પવિત્રતા આપણી અકબંધ થઈ જશે.
પાંચ ‘પ” માંનો ચતુર્થ નંબરનો ‘પ છે : પુણ્યકાર્ય આ “પ” ની છણાવટ કરતા પહેલાં એક પ્રશ્ન તમને.
‘તમને વધુ રસ શેમાં ? બેંકમાં પૈસા જમા કરાવવામાં કે પૂર્વે જમા થયેલા પૈસા ઉપાડવામાં ?”
સભા : બેંકમાં પૈસા જમા કરાવવામાં. બીજો પ્રશ્ન : ખેડૂતને બિયારણ વાવવામાં વધુ રસ કે વાપરવામાં ? સભા : વાવવામાં ત્રીજો પ્રશ્ન : ઘરમાં રહેલ કચરો કાઢવામાં વધુ રસ કે કચરો વધારવામાં વધુ રસ ? સભા : કચરો કાઢવામાં.
તો હવે જવાબ આપો. સુખ જે પણ મળે છે એ છે પુણ્યનો ઉદય અને જીવનમાં સત્કાર્ય જે પણ થાય છે એ છે પુણ્યનો બંધ. તમારી ભાષામાં કહું તો પુણ્યના ઉદયનું સ્થાન છે બૅન્કમાં જમા થયેલા પૈસા ઉપાડવાનું જ્યારે પુણ્યબંધનું સ્થાન છે બૅન્કમાં પૈસા જમા કરાવવાનું. તમારા જીવનમાં અત્યારે પ્રાધાન્ય શેનું છે ? પુણ્યના ઉદયનું કે પુણ્યના બંધનું? તમારા હૈયે પ્રસન્નતા શેની છે? પુણ્યનો ઉદય જોરદાર ચાલુ છે એની કે પુણ્યનો બંધ જોરદાર થઈ રહ્યો છે એની? તમારા મનની નિશ્ચિતતાનો આધાર શું છે? જીવનમાં સુખો ભરપૂર માત્રામાં છે એ કે જીવનમાં સત્કાર્યોનું સેવન પૂરબહારમાં ચાલુ છે એ?
સભા : સાવ સાચું કહીએ તો પુણ્યનો ઉદય એ જ અમારી વર્તમાન મસ્તીના મૂળમાં છે. પુણ્ય બંધની બાબતમાં તો અમે ભારે ઉદાસીન છીએ.
વાસ્તવિકતા જો આ જ હોય તો પૂછવું છે તેમને મારે કે આંખ બંધ થયા પછી જશો ક્યાં? વરસો પૂર્વે માટુંગા (મુંબઈ) માં ધીરુભાઈ અંબાણી મને મળવા આવેલા ત્યારે મેં એમની સમક્ષ આ જ વાત મૂકી હતી.
“ધીરુભાઈ ! મુંબઈથી અમદાવાદ જવાનું તમારે બને તો અમદાવાદ જવા રવાના થતા પહેલાં “અમદાવાદમાં હું ઊતરીશ ક્યાં ?' એ પાકું તો કરી જ લો ને ?'
‘તો જવાબ આપો, આંખો બંધ થયા પછી પરલોકમાં ઊતરવાનું ક્યાં બનશે, એ અંગે અત્યારથી કોઈ વિચારણા કરી લીધી છે ખરી ? કોઈ આયોજન વિચાર્યું છે ખરું?”
મારા આ પ્રશ્નનો ધીરુભાઈ પાસે તો કોઈ જવાબ નહોતો પણ તમારી પાસે કોઈ જવાબ છે ખરો ?
સભા : નો.
તો એટલું જ કહીશ કે એ અંગે અત્યારથી જ જાગ્રત થઈ જાઓ. ચામડી વિનાના શરીરની જો કોઈ શોભા નથી, રસ વિનાની શેરડીની જો કોઈ કિંમત નથી, પૈસા વિનાના સંસારી માણસની જો કોઈ આબરૂ નથી તો પુણ્ય વિનાના સંસારી આત્માની સંસારના આ બજારમાં ફૂટી કોડીની કિંમત નથી.
9