Book Title: Ama Apne Kya
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 39
________________ સભા : આ વાત અમને ખૂબ ગમી ગઈ છે. તમો સહુ યોગ્યતા લઈને જ બેઠા છો એટલે આવી વાતો તમને ન ગમવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. પણ એટલું જ કહીશ કે હવે એના અમલમાં પળનો ય વિલંબ ન કરો. સમયની એવી ગાડીમાં આપણું જીવન પસાર થઈ રહ્યું છે કે જે ગાડીમાં ‘રિવર્સ ગેયર’ પણ નથી તો ‘બ્રેક” પણ નથી. મને આજે ૬૦ વરસ થયા છે. હું મારા જીવનને ૫૫ વરસ પર પણ લઈ જઈ શકું તેમ નથી તો ૬૦માં વરસ પર જ ઊભું રાખી શકું તેમ નથી. આ સ્થિતિમાં હું જો સારું કરવા માગું છું તો મારે એની શરૂઆત અત્યારે જ કરી દેવા જેવી છે અને હું જો ગલતથી દૂર થવા માગું છું તો એ અંગેનું સર્વ ફોરવવાનું પણ મારે અત્યારથી જ શરૂ કરી દેવા જેવું છે. સાંભળ્યું છે આ દૃષ્ટાન્ન? મને ભરોસો નથી દાનેશ્વરી કર્ણ પાસે અચાનક એક યાચક આવી ચડ્યો. એ વખતે કર્ણના હાથમાં એક સુવર્ણપાત્ર હતું. કર્ણો એ સુવર્ણપાત્ર દાનમાં આપી દેવા યાચકના હાથમાં મૂકવાનો જેવો પ્રયાસ કર્યો, યાચકે પોતાનો હાથ પાછો ખેંચી લીધો. ‘પણ કેમ ?' ‘સુવર્ણપાત્ર તમારા ડાબા હાથમાં છે અને ડાબા હાથે અપાતા દાનને સ્વીકારવામાં અપશુકન થાય છે. તમે સુવર્ણપાત્ર જમણા હાથમાં લઈને મને આપો તો એ હું સ્વીકારું.’ ‘ભૂદેવ ! તમારી વાત તો સાચી છે પણ એક વાત તમને કરું? નથી તો મને મારા આયુષ્ય પર ભરોસો કે નથી તો મને મારા મન પર ભરોસો. ડાબા હાથમાં રહેલ સ્વર્ણપાત્ર જમણા હાથમાં લેવા જતાં વચ્ચે જ આયુષ્ય મારું પૂરું થઈ જાય એ ય શક્યતા છે તો વચ્ચે મારું મન બદલાઈ જાય એ ય શક્યતા છે. માટે ભૂદેવ ! મારું ડાબા હાથનું દાન પણ તમે સ્વીકારી જ લો.’ તાત્પર્યાર્થ આ દૃષ્ટાંતનો સ્પષ્ટ છે. પાંચ ‘પ' માં નો પંચમ નંબરનો ‘પ' છે : પરિણતિ તમને સમજાય એવી ભાષામાં કહું તો પરિણતિનો અર્થ એ છે કે સમ્પ્રવૃત્તિના સેવનકાળમાં તો પ્રવૃત્તિના પરિણામનું લક્ષ્ય જીવંત હોય જ પરંતુ સત્રવૃત્તિનું સેવન કોક સંયોગમાં ન પણ ચાલુ હોય ત્યારે ય સમ્પ્રવૃત્તિનું લક્ષ્ય અંતઃકરણમાં જીવંતતા અનુભવતું હોય, જવાબ આપો. પૈસાનો વિચાર તમે બજારમાં હો ત્યારે જ આવે કે બાથરૂમમાં સ્નાન કરતા હો ત્યારે ય આવે? સભા : રાતના સ્વપ્નમાં ય વિચારો પૈસાના જ આવતા રહે છે. બસ, પરિણતિનું આવું જ છે. દાન ચાલુ હોય ત્યારે તો મૂચ્છત્યાગની પરિણતિ જીવંત હોય જ પરંતુ દાન સ્થગિત હોય ત્યારે ય મૂત્યાગનું લક્ષ્ય અંતઃકરણમાં જીવંત હોય, તપના કાળમાં તો હારસંજ્ઞા પ્રત્યે લાલ આંખ હોય જ પરંતુ તપના પારણે ય આહારસંજ્ઞા પ્રત્યે કરડી નજર જ હોય. - હોકાયંત્ર તો તમે જોયું છે ને? હાથમાં પકડીને તમે એને ગોળ ગોળ ઘુમાવો. એનો કાંટો તમને બધી ય દિશામાં ફરતો કદાચ દેખાય પણ જેવું એ હોકાયંત્ર જમીન પર સ્થિર થઈ જાય, એનો કાંટો તમને ઉત્તર દિશા બતાડી દે, બસ, આ જ કાર્ય પરિણતિનું છે. સંયોગો ભલે જાતજાતના બદલાયેલા હોય, પ્રવૃત્તિઓ ભલે અલગ અલગ હોય, પરિસ્થિતિ ભલે અનેક પ્રકારની હોય પણ આત્મહિતનું અંદરનું લક્ષ્ય અકબંધ જ હોય. એક દૃષ્ટાંત દ્વારા આ વાત સમજાવું? ભક્તિમાં મન લીન જ છે. એક સંતની પાસે એક નવયુવાન આવ્યો. પ્રણામ કરીને એમની સામે બેસી ગયો. ‘મારે એક પ્રશ્ન આપને પૂછવો છે.' ‘પૂછી લે” આપ પ્રવચનોમાં એમ કહ્યા કરો છો કે તમારે તમારું મન પ્રભુભક્તિમાં લીન રાખવું જ જોઈએ પરંતુ અમારા જેવા સંસારી માણસો માટે એ શક્ય છે ખરું? ક્યારેક અમને વાતાવરણ અનુકૂળ મળે છે તો ક્યારેક પ્રતિકૂળ, ક્યારેક સ્વજનો અમને અનુકૂળ મળે છે તો ક્યારેક પ્રતિકૂળ. ટૂંકમાં, સતત બદલાતા રહેતો સંયોગોમાં અમારે મનને ભક્તિમાં લીન રાખવું શી રીતે ?' ‘તારા આ પ્રશ્નનો હું જવાબ આપું એ પહેલાં મારી આસપાસ બેઠેલા મારા આ ત્રણ અનુયાયીઓને હું જે પ્રશ્ન પૂછું તે, અને એમના તરફથી એનો જે જવાબ મળે એ તું સાંભળી લે. કદાચ તારા મનનું સમાધાન થઈ જાય.’ ‘પૂછો” અને એ સંતે પોતાની ડાબી બાજુ બેઠેલા ભગતને પૂછયું, ‘ભક્તિમાં મન લીન રહે છે ખરું?” “બાપજી ! પત્ની એવી સરસ સ્વભાવની મળી છે કે એના તરફથી મારી તમામ અનુકૂળતાઓ સચવાઈ જ જાય છે. આ હિસાબે મારું મન એટલું બધું પ્રસન્ન રહે છે કે ટર

Loading...

Page Navigation
1 ... 37 38 39 40