________________
સભા : શું હોવા જોઈએ?
પ્રભુ “મારા” છે, બસ, આ એક જ સંબંધ જો પ્રભુ સાથે આ જીવનમાં આપણે ઊભો કરી શકીએ તો આપણા સંસાર પરિભ્રમણની મર્યાદા નક્કી થઈ ગયા વિના ન જ રહે એ નિશ્ચિત વાત છે. અને મજાની વાત તો એ છે કે લોહીના સંબંધે ભલે આપણે પ્રભુના પરિવારમાં સ્થાન નથી પામી શક્યા પણ કેટલાંક પરિબળો એવા છે કે એ પરિબળોને જો આપણે સ્વજીવનમાં સ્થાન આપી શકીએ તો નિશ્ચિત પ્રભુ આપણને પોતાના પરિવારમાં લઈ લેવા તૈયાર છે. બોલો, આપણે પ્રભુના પરિવારમાં સામેલ થવા તૈયાર ખરા?
સભા : પ્રશ્ન જ નથી.
તો સાંભળી લો. પાંચ ‘પ’ એવા છે કે જેને આપણે અપનાવી લઈએ તો પ્રભુના પરિવારમાં આપણું સ્થાન નિશ્ચિત થઈ જાય.
‘એ પાંચ “પ” માં નો પ્રથમ “પ” છે, પ્રેમ.
આ ‘પ્રેમ' શબ્દ પોતાના ગર્ભમાં ન જાણે કેટકેટલા ચમત્કારી લઈને બેઠો છે. દુર્જનને સજજન એણે બનાવ્યા છે. સંસારીને સંત એણે બનાવ્યા છે. નિરાશને ઉત્સાહસભર એણે બનાવ્યો છે. પાપીને ધર્માત્મા એણે બનાવ્યા છે. નાલાયકને લાયક એણે બનાવ્યા છે. કામાંધને નિર્વિકારી એણે બનાવ્યા છે. લોભાંધને નિષ્પરિગ્રહી એણે બનાવ્યા છે તો આત્માને પરમાત્મા પણ એણે જ બનાવ્યા છે.
તમે અમારા માટે શું માનો છો ? અમારા મા-બાપ ખરાબ હતી માટે અમે એમને છોડીને સંયમજીવન અંગીકાર કરી બેઠા છીએ એમ? અમારો પરિવાર સ્વાર્થી હતો માટે અમે એને છોડી દઈને ચારિત્રજીવનના માર્ગ પર આવી ગયા છીએ એમ? સંસાર અમને દાવાનળ જેવો લાગી ગયો હતો માટે અમે એને છોડીને સંયમી બની ગયા છીએ એમ?
સભા : અર્મ તો એમ જ માનીએ છીએ.
તો તમારી એ માન્યતા ભૂલભરેલી છે. અમે મા-બાપને ખરાબ તો સંસારમાં હતા ત્યારેય નહોતા માનતા અને અત્યારેય નથી માનતા. મા-બાપને તો આજેય અમે ઉપકારી જ માનીએ છીએ પણ એ ઉપકારી અને ગુણિયલ મા-બાપને પણ અમે છોડીને ચારિત્રના માર્ગે આવી ગયા. કારણ ? આ જ કે મા-બાપ કરતાં ય ગુરુદેવ અમને વધુ ગમી ગયા. મા-બાપમાં અમને આ જનમના ઉપકારીનાં દર્શન જરૂર થયા પણ ગુરુદેવમાં તો અમને જનમજનમના ઉપકારીનાં દર્શન થયા અને એટલે જ અમે ગુરુદેવના ચરણમાં જીવનભર માટે આવી ગયા. અલબત્ત, મા-બાપની સંમતિપૂર્વક જ. મા-બાપની પ્રસન્નતાપૂર્વક
જ. મા-બાપના આશીર્વાદપૂર્વક જ.
એ જ રીતે સંસારક્ષેત્રના પરિવારને અમે છોડી દીધો એની ના નથી પણ એ સ્વાર્થી હતો કે કપટી હતો માટે નહીં પરંતુ ગુરદેવ પાસેથી સાંભળવા મળ્યું કે “જગતનો પ્રત્યેક જીવ એ આપણાં પરિવારનો જ સભ્ય છે. લાગણી ઢોળવી જ હોય તો સંસારના સીમિત પરિવારના સભ્યો પર જ શા માટે ઢોળવી ? જગતનાં જીવમાત્રને આપણી લાગણીનાં વિષયે શા માટે ન બનાવવા?' બસ, ગુરુદેવની આ વાત મગજમાં ગોઠવાઈ ગઈ અને અમે ચારિત્રના માર્ગે આવી ચડ્યો. માબાપ, ભાઈ-ભાભી, કાકા-કાકી, બહેન-ફઈબા વગેરેનો બનેલો નાનો પરિવાર જરૂર છોડ્યો પણ અહીં આવીને અમે કીડા-મંકોડાને, પૃથ્વીકાય-અપકાયને, બિલાડીને-કૂતરાને યાવતું નિગોદના જીવોને પણ અમારા પરિવારમાં સમાવી લીધા.
આ જ ન્યાયે સંસાર અમને ‘દાવાનળ’ સ્વરૂપ લાગી ગયો હતો માટે અમે ત્યાંથી, ભાગી નીકળ્યા છીએ એવું નથી. અમને તો પ્રભુનું આ શાસન ઉદ્યાન સ્વરૂપ લાગી ગયું. ચિત્તની પ્રસન્નતા, મનની નિષ્પાપતા, આત્માની હિતકારિતા, જનમજનમની સુખાકારિતા એ બધું ય આ શાસનને જ બંધાયેલું છે એની પૂર્ણ શ્રદ્ધા અમને થઈ ગઈ અને અમે જીવનભર માટે આ શાસનના ખોળામાં આવીને બેસી ગયા.
ટૂંકમાં, સંસારત્યાગના અમારા આ પરાક્રમના કેન્દ્રમાં ‘વૈરાગ્યનું સ્થાન એ તો નથી જ કે જે સ્થાન ‘પ્રેમ'નું છે. ઢોંસા પ્રત્યેનો રાગ જેમ થેપલાનો ત્યાગ કરાવીને જ રહે છે, પારકર પેન પ્રત્યેનો રાગ જેમ બૉલપેનનો ત્યાગ કરાવીને જ રહે છે, બંગલા પ્રત્યેનો રાગ જેમ ફલૅટનો ત્યાગ કરાવીને જ રહે છે તેમ દેવ-ગુરુ પ્રત્યેના પ્રેમે અમને માબાપનો ત્યાગ સહજ જ કરાવી દીધો છે. જીવમાત્ર પ્રત્યેના પ્રેમે અમને સ્વજનોનો ત્યાગ સહજ જ કરાવી દીધો છે અને શાસન પરના પ્રેમે અમારા સંસારત્યાગને ય સહજ જ બનાવી દીધો છે.
હવે તો તમને ખ્યાલ આવે છે ને કે પ્રેમ કેટકેટલા ગજબનાક ચમત્કારોનો સર્જક બની શકે છે ? અને આમાં ય સૌથી વધુ મજા તો એ છે કે રાગ-કે જે બિલકુલ પ્રેમ જેવો જ દેખાય છે-જે પણ અનિષ્ટો સર્જે છે એમાંનું એક પણ અનિષ્ટ પ્રેમ સર્જતો નથી.
રાગ સંસારવર્ધક છે, પ્રેમ સંસારનાશક છે. રાગદુર્ગતિજનક છે, પ્રેમ સગતિસર્જક છે. રાગ સદ્ગુણઘાતક છે, પ્રેમ સગુણ પોષક છે. રાગ શરીર-મન કેન્દ્રિત છે, પ્રેમ આત્મ કેન્દ્રિત છે. રાગ વિભાવમાં રાખે છે, પ્રેમ સ્વભાવ તરફ લઈ જાય છે. રાગ સીમિત છે, પ્રેમ અસીમ છે. રાગ દુર્ગુણ સંગ્રાહક છે, પ્રેમ સગુણવર્ધક છે.
૬૮
૬૭