Book Title: Ama Apne Kya
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 31
________________ પાંચ પરિબળો પ્રભુના પરિવારના સભા તો એને એ બેસાડી દે. જે દર્દી સિરિયસ છે એના પ્રત્યે એ બેદરકાર રહે? સભા : ના, એને જ એ લઈ જાય. પોતાની થનારી પત્નીને એ તરછોડીને ચાલ્યો જાય? સભા : એને એ ગાડીમાં બેસાડી દે, એ ગૌરવપ્રદ બને ખરું ? સભા : આપ જ આનો જવાબ આપી દો. પોતાને અભયદાન જેણે આપ્યું છે એના હાથમાં એ ગાડીની ચાવી પકડાવી દે અને એને સૂચના કરી દે કે જે દર્દી સિરિયસ છે એને એ લઈ જઈને હૉસ્પિટલમાં દાખલ કરીને પાછો આ જ જગાએ આવી જાય. અને ત્યાં સુધી એ પોતાની થનારી પત્ની પાસે ઊભો રહી જાય ! એ મિત્ર પાછો આવી જાય ત્યારે પત્નીને ગાડીમાં બેસાડીને એ આગળ નીકળી જાય! સંદેશ સ્પષ્ટ છે. જીવન જેની સાથે વિતાવવાનું છે એ છે જગત્પતિ. જીવન જેનું જોખમમાં છે એ છે જગત અને જીવન પોતાનું જેના દ્વારા બચ્યું છે એ છે જાત ! ટૂંકમાં, પ્રાધાન્ય આપવાનું જગત્પતિને, પછી સાચવી લેવાનું જગતને અને ત્યારબાદ સાચવી લેવાની જાતને. જવાબ આપો. પ્રભુના આપણા પરના અનંત ઉપકારનો આપણને ખ્યાલ ખરી? એ અનંત ઉપકાર આપણા સ્મૃતિપથ પર કાયમ જીવંત ખરો ? એ ઉપકારના સ્મરણે આપણી આંખો ભીની ભીની ખરી ? આપણું હૈયું ગદગદ ખરું ? સાંભળી છે દલપતભાઈ રચિત સ્તવનાની આ કડી ? નરક-નિગોદનાં મહાદુઃખોથી, તે પ્રભુ અમને ઉગાર્યા, ક્ષણ-ક્ષણ સમરે તું પ્રભુ અમને, અમે ભલે ને વિચાર્યા; ત્રણ અનંતુ છે પ્રભુ તારું, શાની યાચના કરવી જનમ જનમની તન-મન-ધનની, પાપવાસના હરવી ફૂલ નહીં તો પાંખડી, પ્રભુ તારા ચરણે ધરવી. પરમાત્મા મહાવીરદેવ નંદીવર્ધન માટે ભાઈ હતા, યશોદા માટે પતિ હતા, સિદ્ધાર્થ માટે પુત્ર હતા, પ્રિયદર્શના માટે પિતા હતા અને સુપાર્થ માટે ભત્રીજા હતા પણ આપણા માટે? એક પ્રશ્નનો જવાબ તમારા સહુ પાસેથી અપેક્ષિત છે. એક યુવક ગાડી લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક એની નજર રસ્તા પર આવેલા એક બસસ્ટૉપ પર પડી. ત્યાં ત્રણ જણા બસની રાહ જોઈને ઊભા હતા. એમાંના એક જણને હૃદયનો હુમલો થઈ જવાથી તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવો પડે તેમ હતો. બીજો જણ એ હતો કે જેને પોતાને અકસ્માત થઈ ગયો હતો ત્યારે ભારે જહેમત ઉઠાવીને બચાવ્યો હતો જ્યારે ત્રીજી વ્યક્તિ એ યુવતી હતી કે જેની સાથે એક જ મહિના બાદ એનાં લગ્ન થવાના હતા. મુશ્કેલી એ યુવકની એ હતી કે પોતાની ગાડીમાં એ એક જ વ્યક્તિને બેસાડી શકે તેમ હતો. હવે તમે જવાબ આપો. એ કોને બેસાડે? સભા : હૃદયરોગના હુમલાવાળાને. જેણે પોતાને જીવિતદાન આપ્યું છે એનાં પ્રત્યે એ આંખમીંચામણાં કરે? એ મૃતદન બને? $૫ ૬૬

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40