________________
સાચે જ ?
‘અત્યારે મારે તમને એક વાત કરવી છે’ સવારના પહોરમાં પતિની જેવી આંખો ખૂલી, પત્નીએ એની પાસે વાત મૂકી.
‘બોલ'
‘છેલ્લાં ૩૦વરસથી તમારે સાથે હું રહી છું. મેં એક પણ વખત તમને પ્રભુનું નામ લેતા નથી સાંભળ્યા.'
‘અત્યારે એ વાત છેડવાનો અર્થ શો છે?’
‘એ જ કહું છું. આજે રાતના નિદ્રાવસ્થામાં જ તમારા મુખમાંથી પ્રભુનું નામ નીકળેલું મેં સાંભળ્યું.’
‘સાચું કહે છે ?’ 'બિગ પુલ સાચું'
પત્નીને મુખે આ વાત સાંભળતાની સાથે જ પતિનો ચહેરો ગંભીર બની ગયો. એની આંખોમાં આંસુ ઘસી આવ્યા.
‘પણ તમે રડો છો કેમ ?'
પત્નીના આ પ્રશ્નનો જવાબ આપવાને બદલે ગાદીમાં સૂતા સૂતા જ છત તરફ હાથ જોડીને પતિ એટલું જ બોલ્યો કે ‘હે પ્રભુ ! આટઆટલાં વરસો સુધી તને હૃદયમાં બિરાજિત રાખવામાં હું સફળ રહ્યો પણ પત્નીના કહેવા મુજબ નિદ્રાવસ્થામાં તું મારા હૃદયમાંથી નીકળી જઈને મુખવાટે બહાર નીકળી ગયો છે. આ હૃદયમાં હવે તું જ્યારે છે જ નહીં ત્યારે મારે હવે જીવવાનો અર્થ જ શો છે ?' આટલું બોલતાંની સાથે જ પતિનું પ્રાણપંખેરું ઊડી ગયું. પત્ની અવાચક થઈ ગઈ. જે પતિને હું નાસ્તિક શિરોમણી માનતી હતી એ પતિ આધ્યાત્મિકતાના આ શિખર પર બિરાજમાન હતા ? અ૨૨, હું એમને ઓળખી શકી જ નહીં.’
ધાર્મિક માનસ જો ‘સત્પ્રવૃત્તિ' કેન્દ્રિત હોય છે તો આધ્યાત્મિક માનસ ‘સત્પરિણતિ’ કેન્દ્રિત હોય છે. એ માત્ર સત્પ્રવૃત્તિના સેવનથી જ સંતુષ્ટ થઈ જતું નથી. સત્પ્રવૃત્તિના
સેવનથી ઊભી થવી જોઈતી સત્પરિણતિ પણ એના જીવનના લક્ષ્યસ્થાને હોય છે. પ્રભુપૂજા તો બરાબર છે જ પણ ચિત્ત પ્રસન્નતાનું શું? સામાયિક તો જીવનમાં ચાલુ છે જ પણ સમતાનું શું ? દાનધર્મની સાધના તો શક્તિ અનુસાર ચાલુ છે જ પણ સંપત્તિ પ્રત્યેની મૂર્છામાં કડાકો બોલાયાનું શું ? સત્ત્વાનુસાર જીવનમાં તપ-ત્યાગ ચાલુ તો છે જ પરંતુ આહાર સંજ્ઞા પ્રત્યે થવી જોઈતી લાલ આંખનું શું ?
FO
વાત પણ સાચી જ છે.
જીભ પર સાકર મૂકીએ તો મીઠાશની અનુભૂતિ થવી જ જોઈએ ને ? પેટમાં ગુંદરપાક પધરાવીએ તો શરીરમાં લોહી બનવું જ જોઈએ ને ? વિટામિનની ગોળીઓ ખાઈએ તો મુખ પર ચમક આવવી જ જોઈએ ને? બાર-બાર કલાક બજારમાં ગાળીએ તો સંપત્તિની કમાણી થવી જ જોઈએ ને ? બસ, એ જ ન્યાયે જીવનમાં સત્પ્રવૃત્તિઓનું સેવન ચાલુ હોય તો એના ફળ સ્વરૂપે સત્પરિણતિની અનુભૂતિ થવી જ જોઈએ ને ? એક અતિ ગંભીર વાત કરું ?
જે જીવોને આમે ય ધર્મપ્રવૃત્તિઓ પ્રત્યે ‘એલર્જી’ છે તેઓને ધર્મપ્રવૃત્તિઓનું સેન કરી રહેલા જીવોમાં સત્પરિણતિનાં દર્શન જ્યારે થતા નથી ત્યારે ધર્મપ્રવૃત્તિઓને વગોવવાની તક તેઓ ઝડપી લેતા જ હોય છે. ‘એક બાજુ તમે પૂજા કરો છો અને બીજી બાજુ આટલો ભયંકર ક્રોધ કરો છો ? તમારા કરતાં તો અમે સારા કે પૂજા કરીને તો ક્રોધ નથી કરતા ને ?'
‘તમે અઠ્ઠાઈ તો કરી પણ હજી ય તમારાથી હૉટલ નથી છૂટી ? આના કરતાં અઠ્ઠાઈ ન કરો તો સારું. કમ સે કમ તમારી અઠ્ઠાઈ વગોવાય તો નહીં ને ?’
‘એક બાજુ તમે પાંચ પાંચ લાખનું દાન કરી રહ્યા છો અને બીજી બાજુ બે નંબરના ધન પાછળ પાગલ બનીને દોડી રહ્યા છો ? સમાજની થોડીક તો શરમ રાખો !'
સભા ઃ એ લોકોની આ દલીલો આમ સાચી તો ખરી જ ને ?
જરાય નહીં. દવા લેનારા બધાય સાજા થઈ જતા નથી. સ્કૂલમાં ભણી રહેલા બધાય વિદ્યાર્થીઓ કાંઈ ઉત્તીર્ણ થઈ જતા નથી. પૈસા કમાવા નીકળેલા બધા જ વેપારીઓ કાંઈ પૈસા કમાઈ જતા નથી તેમ ધર્મપ્રવૃત્તિઓ કરનારા બધાય સત્પરિણતિના સ્વામી બની જતા નથી ! અને એટલા માત્રથી ધર્મપ્રવૃત્તિઓને વખોડતા રહેવાનો એ લોકોને કાંઈ ઇજારો મળી જતો નથી.
કારણો અનેક છે આની પાછળ.
ભૂતકાળના ભવોનો ગલત અભ્યાસ, એનાથી આત્મા પર ખડકાયેલા કુસંસ્કારો, સંયોગોની પ્રતિકૂળતા, સામગ્રીની અલ્પતા, સત્ત્વની મંદતા, કર્મોની આધીનતા-આવાં અનેક પરિબળોથી જીવો ઘેરાયેલા છે અને એટલે જ સમાન ધર્મપ્રવૃત્તિઓ હોવા છતાં સમાન સત્પરિણતિના સ્વામી તેઓ બની શકતા નથી. પણ એટલા માત્રથી એમની ધર્મપ્રવૃત્તિઓ નથી તો નિંદનીયની કક્ષામાં આવી જતી કે નથી તો ત્યાજ્યથી કક્ષામાં આવી જતી.
૬૧