________________
એને કહ્યું કે ‘હવે જ્યારે આ જગતમાંથી જઈ જ રહ્યા છો ત્યારે તો સમાજને કંઈક આપી જાઓ.'
‘આખો ને આખો જાન તો આપીને જાઉં છું’ એટલું જ એ બોલ્યો અને એનું પ્રાણપંખેરું ઊડી ગયું.
મનની તૃતિય નંબરની અવસ્થા છે : સંવેદનશીલ માનસ
અન્યોને દુ:ખો આપતું કે અન્યોનાં દુઃખોમાં આનંદિત થતું નિષ્ફર માનસ નહીં. અન્યનાં દુ:ખોની ઉપેક્ષા કરતું કે નોંધ નહીં લેતું નિર્લેપ માનસ નહીં પણ અન્યોનાં દુ:ખે દ્રવિત થઈ જતું સંવેદનશીલ માનસ. સ્વશક્તિ અનુસાર અન્યનાં દુઃખોને દૂર કરવા સક્રિય બની જતું સંવેદનશીલ માનસ. પોતાનું સુખ સલામત રહી જતું હોય અને સામાનું દુ:ખ દૂર થઈ જતું હોય તો એ માટે સદાય તત્પર સંવેદનશીલ માનસ. સાંભળી લો આ દૃષ્ટાન્ત,
તાકાત શું ટકશે? બે વરસ પૂર્વે અહીં (દિલ્લી)ના ગુજરાત એપાર્ટમેન્ટમાં મારું ચાતુર્માસ હતું. પાંચ રવિવારીય યુવા શિબિરમાં એક દિવસ આ સંવેદનશીલ માનસ પર યુવકો સમક્ષ સારો એવો પ્રકાશ પાથર્યો. “જો સંવેદનશીલતા નથી આપણી પાસે તો પછી મશીનમાં અને આપણામાં કોઈ ફરક જ નથી. સર્જન તો માણસની જેમ મશીન પણ કરી શકે છે પણ માણસ સર્જનનો જે આનંદ અનુભવી શકે છે એ આનંદ મશીન નથી જ અનુભવી શકતું. સંહાર તો મશીનની જેમ માણસ પણ કરી શકે છે પરંતુ સ્વહસ્તે થઈ ગયેલ સંહાર બદલ માણસ વ્યથાનાં જે આંસુ પાડી શકે છે એ આંસુ મશીન તો નથી જ પાડી શકતું.
આપણે મશીન નથી પણ માણસ છીએ એ પુરવાર કરી આપવાનો એક જ રસ્તો છે, સંવેદનશીલતાના સ્વામી બન્યા જ રહીએ. દુઃખદર્શન દ્રવિત થતા રહીએ. ઉપકાર સ્મરણે ગદ થતા રહીએ. પાપસેવને વ્યથિત થતા રહીએ. ધર્મસવને આનંદિત થતા રહીએ.
આ સાંભળ્યા બાદ એક દિવસ એક યુવક મળવા આવ્યો. એણે પોતે કરેલા એક અખતરાની વાત એના મુખે મેં સાંભળી અને હું સ્તબ્ધ થઈ ગયો. સંવેદનશીલ માનસની આ તાકાત? સંવેદનશીલ માનસના સ્વામી બની જવાના આનંદનો આ મસ્ત અનુભવ? એણે જે વાત કરી એ એના જ શબ્દોમાં. | ‘મહારાજ સાહેબ, અહીં પ્રવચન સાંભળ્યો આજે હું સાઇકલ રિક્ષામાં આવ્યો તો ખરો પણ રિક્ષામાંથી ઊતર્યા બાદ રિક્ષાવાળાને ભાડાની રકમ ચૂકવ્યા બાદ મેં એને થોડોક
સમય ઊભા રહી જવા જણાવ્યું.
‘પણ શા માટે ?'
એનાં આ પ્રશ્નનો જવાબ આપ્યા વિના હું એ સાઇકલ રિક્ષા જ્યાં ઊભી હતી એની સામે રહેલ દૂધની ડેરી પર પહોંચી ગયો અને ત્યાંથી લસ્સીનો એક ગ્લાસ લઈ આવીને રિક્ષાવાળા પાસે આવી ગયો.
‘લે, આ પી લે
‘પણ કાંઈ કારણ ?' ‘તું રિક્ષા પગથી ચલાવે છે ને? એ પગ મજબૂત હશે ત્યાં સુધી જ તું રિક્ષા ચલાવી શકવાનો છે. આ લસ્સી પી લે. થોડીક તાકાત ટકી રહેશે તો રિક્ષા લાંબા સમય સુધી, ચલાવી શકીશ.'
મહારાજ સાહેબ, મારી આ વાત સાંભળીને રિક્ષા ચાલકની આંખમાં આંસુ આવી ગયા. ‘આટલાં વરસોથી હું રિક્ષા ચલાવું છું પણ કોઈએ મારા પગની તાકાતની આવી ચિંતા નથી કરી જેવી ચિંતા તમે કરી છે. કયા શબ્દોમાં તમારો આભાર માનું ?' આટલા શબ્દો બોલતાં બોલતાં એ ગળગળો થઈ ગયો.
હા. આ કાર્ય છે સંવેદનશીલતાનું. એ ગદ્ગદ બની શકે છે. એ ભાવિત બની શકે છે. એ લાગણીશીલ બની શકે છે. એ ઉદાર બની શકે છે. એ વ્યથિત બની શકે છે. એ આનંદિત બની શકે છે. એ ઉલ્લસિત બની શકે છે.
અલબત્ત, આપણે સંવેદનહીન બની ચૂક્યા છીએ એમ તો કહી શકાય તેમ નથી કારણ કે અવારનવાર અલગ અલગ પ્રસંગે સંવેદનશીલતાની ઉપસ્થિતિની જાહેરાત કરતી જાતજાતની લાગણીઓ આપણે અનુભવીએ છીએ જ. પ્રશ્ન જે છે એ આ છે. સંવેદનશીલતા આપણી સ્થાયી છે કે અસ્થાયી છે? વ્યક્તિવિશેષ પ્રત્યે જ છે કે સર્વ સામાન્ય છે ? માત્રા એની અલ્પ છે કે અધિક છે ? એ સંયોગાધીન છે કે સ્વભાવાધીન?
એક વાત ભૂલશો નહીં કે, માખણની કોમળતા અને પથ્થરની કઠોરતા, અગ્નિની ઉષ્ણતા અને વાયુની ચંચળતા, આકાશની વ્યાપકતા અને સાગરની વિશાળતા જેમ ચિરસ્થાયી જ હોય છે, સ્વભાવાધીન જ હોય છે તેમ આપણી પાસે રહેલ સંવેદનશીલતા ચિરસ્થાયી કે સ્વભાવાધીન જ હોવાની કોઈ જ સંભાવના નથી, કારણ કે પ્રવચનની શરૂઆતમાં જ કહ્યું તેમ આપણે તો અને મને લઈને બેઠા છીએ. મૉલમાં જેમ જાતજાતની અનેક પ્રકારની સામગ્રીઓ મળતી હોય છે તેમ આપણા મનમાં અનેક પ્રકારની વિચારણાઓ ઊઠતી જ રહે છે. હા. મનની સંવેદનશીલતાને સાચે જ આપણે જો દીર્ઘજીવી,
પર
૫૩