________________
પહેલો ભોગ ધર્મક્ષેત્રનો જ લેવાય છે.
વરસો પહેલાંનો આ પ્રસંગ છે.
ચાતુર્માસ મારું પૂના હતું. મુંબઈનો એક પરિચિત યુવક ચાતુર્માસ દરમ્યાન મળવા આવ્યો. લગભગ દર મહિને મળવા આવી જતો આ યુવક આ વખતે છ મહિનાના લાંબા ગાળા બાદ મળવા આવ્યો હતો. મેં એને કહ્યું,
‘ઘણા વખતે મળવા આવ્યો !'
*કારણ કાંઈ ?’ ‘લગભગ દશેક વાર આપની પાસે આવવાનો પ્રોગ્રામ બનાવ્યો પરંતુ દરેક વખતે કંઈક ને કંઈક કામ આવી ગયું અને અહીં આવવાનું લંબાતું ગયું.”
‘એક વાત કરું ?”
‘પહેલાં મને એ જવાબ આપો કે સ્ટીમરના તુતક પરથી ધક્કો મારીને મને સાગરના પાણી પર ધકેલ્યો કોણે ?'
હી. અપાત્ર પાસે આગ્રહ કરીને જ્યારે પરોપકાર કરાવવામાં આવે છે ત્યારે આ જ કરુણતા સર્જાય છે. એના દ્વારા થતાં પરોપકારથી સામાને તો જે પણ લાભ થતો હોય તે પણ પોતે તો નુકસાનીમાં ઊતરીને જ રહે છે.
સંદેશ સ્પષ્ટ છે.
અપાત્ર પાસે આગ્રહ કરીને પરોપકાર કરાવો નહીં અને અન્યનો આગ્રહ થાય ત્યારે સુદાક્ષિણ્ય ગુણના સહારે પાત્રતા વિકસાવીને પરોપકાર કર્યા વિના રહી નહીં. પણ તોય સાથોસાથ આગ્રહ એ જ પરોપકારનું ચાલકબળ ન બન્યો રહે એનું ય ધ્યાન તો રાખો જ.
પરોપકારની ત્રીજા નંબરની કક્ષા છે, અધિકની હાજરીની.
દાન હું એટલા માટે કરું છું કે મારી પાસે જરૂર કરતાં પૈસા વધુ છે. કૂતરાને રોટલી હું એટલા માટે ખવડાવું છું કે ઘરમાં બધાયના જમી લીધા બાદ પણ રોટલી વધે જ છે. ગરીબોને વસ્ત્રો હું એટલા માટે આપું છું કે મારી પાસે જરૂરિયાત કરતાં વસ્ત્રો ઘણાં છે. પાંજરાપોળોની મુલાકાત હું અવારનવાર એટલા માટે લઈ રહ્યો છું કે ધંધા વગેરેનાં કામો પતાવ્યા પછી મારી પાસે સમય સારો એવો બચે જ છે.
અલબત્ત, આ કારણસર થતા પરોપકારો પણ અનુમોદનીય જ છે અને અનુકરણીય જ છે પણ પરોપકારનું ચાલકબળ જો માત્ર ‘અધિક’ જ હશે તો જે દિવસે ‘અધિક'ના સ્થાને “અલ્પ’ આવી જશે એ દિવસે આ પરોપકારોનું થશે શું ?
બજારમાં મંદી છે. ખર્ચા-પાણી માંડ માંડ નીકળી રહ્યા છે. ઉઘરાણી અટવાઈ છે. સંપત્તિનું દાન કરી શકાશે ? આજે અચાનક ઘરમાં ત્રણ મહેમાન આવી ગયા છે. જમવાની બધી જ રસોઈ પૂરી થઈ ગઈ છે. કૂતરાને રોટલી ખવડાવી શકાશે? કબાટમાં જેટલા પણ વસ્ત્રો હતા એમાંનાં ચાર-પાંચ વસ્ત્રો ક્યાંક આડા-અવળા મુકાઈ ગયા છે. વધારાનું એક પણ વસ્ત્ર હવે કબાટમાં નથી. ગરીબોને વસ્ત્રો આપી શકાશે ? કુટુંબમાં ક્યાંક લગ્નનો પ્રસંગ હતો, ધંધામાં તેજી હતી, વ્યવહારનાં કેટલાંક કામો પતાવવાના હતા. એ બધાયમાં સમય ખૂબ ચાલ્યો ગયો છે. વધારાની એક મિનિટ પણ બચી નથી, પાંજરાપોળો વગેરેની મુલાકાતો લેવાનું ચાલુ રાખી શકાશે ?
સાચું કહું ? તમારા સહુનાં જીવનમાં સંપત્તિની ખેંચ જ્યારે પણ ઊભી થાય છે, પહેલું બલિદાન પરોપકારનું જ લેવાય છે. સમયની ખેંચ તમને જ્યારે પણ વર્તાય છે.
‘મને મળવા આવવું એનો સમાવેશ તું “કામ” માં કરી દે ને ? ઉઘરાણી પતાવવી એ કામ. મિત્રના લગ્નમાં જવું એ કામ. પૈસા કમાવા બજારમાં જવું એ કામ. મિત્રો સાથે ફરવા જવું એ કામ અને મને મળવા આવવું એ કામ નહીં ? બધાંય કામો પતી ગયા પછી, સમય બચે તો જ મને મળવા આવવું એમ? આનો અર્થ ? આ જ ને કે સંસારનાં બધાં જ કામો પતી ગયા પછી સમય બચે તો જ ધર્મ કરવાનો ! આ શું ચાલે ?”
મારા આ પ્રશ્નનો એ યુવક પાસે કોઈ જવાબ નહોતો.
તમે ખોટું ન લગાડતા પણ તમારા વ્યવહારમાં જે એક વાત પ્રચલિત છે એ વાત તમને હું અહીં કરવા માગું છું. તમે અવારનવાર આ વાક્ય બોલતા રહો છો ને કે ‘વધ્યુંઘટ્યું ભિખારીનું' આનો અર્થ શું? આ જ કે ઘરના બધા જ સભ્યો જમી લે, ઘરમાં કામ કરતા નોકર વગેરે જમી લે એ પછી જો ભોજન વધે તો એ ભોજન ભિખારીને આપવાનું પણ એ તમામના જમ્યા બાદ ભોજન બિલકુલ ન વધે તો ભિખારીને રામ રામ કહી. દેવાનું.
જો “અધિક’ એ જ પરોપકારના ચાલકબળ તરીકે ગોઠવાયું હશે તો ત્યાં ય આ જ કરુણદશા સર્જાશે. સંસારને સાચવી લીધા પછી જો સંપત્તિ વધે તો જ દાન કરવાનું અને સંસારીઓને સમય આપ્યા પછી સમય બચે તો જ ધર્મને સમય આપવાનો. આ વૃત્તિ તમને કેટલો પરોપકાર કરવા દેશે એ લાખ રૂપિયાનો પ્રશ્ન છે.
અને એક અલગ વાત જ કરું?
૩૧